ચિનુકાકા ગયા!

ગઝલના ઇર્શાદગઢનો મજબૂત પથ્થર ખરી પડ્યો.

અર્ઝ કિયા હૈ - હિતેન આનંદપરા

કવિ-નાટ્યકાર-સર્જક ચિનુ મોદીએ ૧૯ માર્ચે આખરી એક્ઝિટ લઈ લીધી. કી-બોર્ડ પર આંગળીઓ આગળ વધવાનો ઇનકાર કરે છે. બે મિનિટની શ્રદ્ધાંજલિ ચિનુકાકાને ન હોય. તેમની જ કલમથી સરેલાં ઉત્તમ મોતી પરોવી તેમના તખલ્લુસ ઇર્શાદને સાર્થક કરીએ. 

આ ગઝલ લખવાનું કારણ એ જ છે

આંખને ખૂણે હજીયે ભેજ છે

€ € €

જાવ, મારી લાગણીના ર્જીણ દરવાનો હવે

મારી એકલતાના મ્હેલો જ્યાં ત્યાં બંધાતા થયા

પાંજરું ખોલ્યું તો પંખીનાં મરેલાં ઉડ્ડયન

માળીની દૃષ્ટિથી જાણે ફૂલ કરમાતાં થયાં

€ € €

માર્ગમાં એકાદ પળ રોકાણ છે

એ જ પળ જીવનસમી લાંબી હતી

થાકનું કાળું કબૂતર ક્યાં ગયું?

શોધ ભરચક ઊંઘમાં માંડી હતી

€ € €

હું ફરી ક્યાંથી હવે માણસ બનું?

ડોકમાં ઇચ્છાનો દોરો હોય છે

સ્વર્ગની લાલચ ન આપો, શેખજી!

મોતનો પણ એક મોભો હોય છે

€ € €

કોણ, ક્યારે, કેમ આવે જાય છે!

જિંદગી કે મોત ક્યાં સમજાય છે!

ધારણા પર આવી અટકી છે કથા

કેટલામો મારો આ અવતાર છે?

€ € €

શ્વાસની સૂની ગલીમાં શું હશે?

એક દરિયો કે પછી સૂકું ઝરણ?

સ્વપ્ïન જેમ જ સાચવ્યાં તમને છતાં

છે પથારીમાં સૂતેલાં જાગરણ

€ € €

જીરવી લેવું પડે છે શ્વાસનું ખૂટલપણું

કોણ નક્કી મોતની ફરિયાદ દર જન્મે કરે?

પાળિયાની શૂન્ય આંખોમાં બનાવી નીડને

ચીતરેલા ચોકમાં ઘૂ-ઘૂ પછી પાછું ફરે

€ € €

સાતમો કોઠો સટાકે ભેદવો પણ શક્ય છે

એટલી શ્રદ્ધા પછી પણ સ્હેજ અવઢવમાં છું હું

દૃશ્યમાં દેખાય છે એ મોર મૂંગો થાય છે

ક્યાંકથી ટૌકા મળે ને, એ જ ખટપટમાં છું હું

€ € €

આમ તો પર્યાપ્ત છે બે આંખનો વિસ્તાર પણ

પૂર આવેલી નદીને પટ ઘણો નાનો પડ્યો!

આ રિયાસતમાં હવે ઇર્શાદ શું વટ રાખવો?

બારી કાપી દૃશ્ય જડવાનો જ જ્યાં ધારો પડ્યો

€ € €

આપણા સંબંધનો એકાદ પડછાયો લઈ

રોજ સમડી ઊડતી, આ કેવો ભમતો શાપ છે?

કોઈએ મારા જ ધડ પર પાછું માથું ગોઠવ્યું

કૈં જ સમજાતું નથી કે શેનો પશ્ચાત્તાપ છે

€ € €

રાજવંશી ગુપ્ïતવેશે પણ નગરચર્યા કરે

ઠાઠથી થોડીક લાગણીઓને છાની રાખીએ

વાટ જોતાં હાથના વેઢા ઘસાયા છે હવે

કોઈ રીતે પગના અંગૂઠાને તાલીમ આપીએ

€ € €

કેશવાળી એકસરખી ઊછળે છે અશ્વની

જોતજોતાંમાં જ તો અસ્વાર વગોવાઈ ગયો

પાણીનું આ પોટલું પધરાવવા શોધું નદી

એમ ને એમ જ અરે, ઇર્શાદ શોષાઈ ગયો

€ € €

સાવ રસ્તા જેમ ર્નિજીવ શાંત સૂતો કાચબો

આપણા ઘરમાં સમયનો રથ હજી આવે નહીં

ભરસભામાં નામ મારું પાંદડે લખનારના

હાથ પથ્થરના હતા, એ શક હજી આવે નહીં

€ € €

જળમાં હવે જડતું નથી, તટને તપાસીએ

એ બિંબ શોધી કાઢવા મનને તપાસીએ

સિક્કો હવામાં થાય છે ગાયબ ઉછાળતાં

ઊડી ગયો છે જીવ ને શબને તપાસીએ!

€ € €

એક જણ સાચું રડે તો બ્હૌ થયું

મૌન ક્યાં આખી સભાનું જોઈએ

સીમમાંથી ઘર તરફ પાછા જતાં

આ ખભે પંખી મઝાનું જોઈએ

€ € €

એ જ ચ્હેરો જોઈએ છે આ અરીસાને હવે

આ અરીસાને હવે, કેવી રીતે સમજાવવો?


ક્યા બાત હૈ

તું

કાલે રાત્રે

તું સપનામાં આવી

અને હું હેબતાઈ ગયો

એક દોર-વાનો ફેર ન જોયો

તારામાં.

આવી અને મને કહે:

’પાટલી બરાબર વાળી છે?

સાડી ઊંચીઊંચી નથી પ્હેરીને?

અને આ ચાંદલો

બરાબર થયો છેને

ગોળ?’

અને પછી બંગડીઓ ખખડાવી

મને કહે:

‘હાથીદાંતની છે

કેવી છે?’

અને મેં મૃત્યુને

અંગૂઠો બતાવી કહ્યું:

‘લે, લેત્તું જા...’


(પત્ની હંસાના મૃત્યુદિને, રચના-તારીખ ૨-૩-૨૦૦૭)

- ચિનુ મોદી

Comments (0)Add Comment

Write comment
quote
bold
italicize
underline
strike
url
image
quote
quote
smile
wink
laugh
grin
angry
sad
shocked
cool
tongue
kiss
cry
smaller | bigger

security code
Write the displayed characters


busy
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK