સમય જ બળવાન છે, પુરુષ બળવાન નથી!

નારાયણ લાલ પરમાર ઉત્તર પ્રદેશના કવિ છે.

પ્રેરણાની પળે - કાન્તિ ભટ્ટ

સમય

આજ નહીં તો કલ હોતા હર સવાલ કા હલ હોતા હૈ

ક્યોં થકકર બૈઠ જાએ આદમી

સમય બડા બલવાન હૈ, આસ્થા રખો સમય કે ફેરે મેં

આસ્થા કે બદલે શંકા હોતી હૈ

તો શંકા કી આંખોં મેં કાજલ હોતા હૈ

કૈદ અંધેરે કી બાહોં મેં

અકસર સૂર્ય મહલ હોતા હૈ

- કવિ નારાયણ લાલ પરમાર


નારાયણ લાલ પરમાર ઉત્તર પ્રદેશના કવિ છે. દિલફાડ ગઝલો લખે છે. ઉપરની મથાળાની જે પંક્તિ છે એ ‘જગમશહૂર’ છે અને હું તો વારંવાર મારા લેખમાં વાપરું છું. કાબે અર્જુન લૂંટિયો, યહી ધનુષ્ય યહી બાણ. તમારું બાળક જો કદાચ પૂછે કે આ કવિતામાં અર્જુનને શું કામ યાદ કર્યો. પાંચ પાંડવોમાંથી ત્રીજો ભાઈ અર્જુન આવો બાણાવળી હતો તો પણ કેમ લૂંટારા લૂંટી ગયા? મારે તમને સૌને લાંબે પને (લંબાણવાળા લખાણથી) સમજાવવું છે.

જિંદગીમાં કોઈના તોર (લડાઈ) લાંબા ટકતા નથી. દોરદમામ લાંબા ચાલતા નથી. તમારા પુત્ર કે પુત્રીને કહેજો કે ઘણી વખત અતિ બળવાન કે અતિ ધનિક માણસ નાનકડા પ્રસંગ સામે કે નાની રજ જેવડી તકલીફ સામે હારી જાય કે કોઈ વખત તો અતિ બળવાને પણ હાથે કરીને સ્વયં હારી જવું પડે છે. ઉપરની પંક્તિમાં બે પાત્રો છે. એક રસ્તાનો સામાન્ય લૂંટારો-કાબો અને બીજું છે ઐતિહાસિક પાત્ર સમર્થ બાણાવળી અર્જુન!

મહાભારતની સ્ટોરીનો તે જાણીતો હીરો છે. વળી દ્રૌપદીના વનવાસ વખતે પાંચ પતિઓ વનવાસ ભોગવે છે. ઉપરની કહેવતમાં કાબે અર્જુન લૂંટિયો અને સમયને કેમ બળવાન કહેવો પડ્યો? તો વાત એમ બની કે અર્જુન મહાસમર્થ યોદ્ધો હતો. હાથાપાઈની લડાઈમાં પણ કુશળ હતો. પાંડવો અર્જુનની તાકાત પર મુસ્તાક હતા. તમે મહાભારતની સ્ટોરી એટલી તો જાણો છો કે દ્રૌપદીએ પાંચ પાંડવોને પરણવું પડેલું. જોકે પાંચે ભાઈઓએ એક કડક નિયમ પાળ્યો. કોઈ એક ભાઈ દ્રૌપદી સાથે રોમૅન્સ કરે ત્યારે બીજા ભાઈએ ડિસ્ટર્બ કરવા નહીં. સખત શિસ્ત પાળવી.

અર્જુનના પાત્રને પહેલેથી જાણે બધા ભાઈઓ વતી પરાક્રમ કરવા પડતાં. પાંડવોમાં આ ત્રીજો ભાઈ અર્જુન દરેક કામ નૈતિકતા ભરેલું કરતો, ભૂલથી અનીતિ કે અશિસ્ત ન આદરી જવાય!

અર્જુનના જન્મ પાછળ કથા છે કે દુર્વાસા મુનિના મંત્રબળે ઇન્દ્રના અંગના અમુક અંશથી તે માતા કુંતીના ગર્ભમાં પેદા થયેલો. ભગવદ્ગોમંડળમાં ૪૮૫મે પાને પહેલા ભાગમાં આમ કહ્યું છે. અર્જુન દ્રોણાચાર્ય પાસે ફેવરિટ વિદ્યાર્થી તરીકે ધનુર્વિદ્યા શીખ્યો. શિક્ષણ પૂરું થતાં દ્રોણાચાર્યે ગુરુદક્ષિણા માગી. ગુરુદક્ષિણામાં દ્રોણાચાર્યે એક રાજાને હરાવીને પકડી લાવવા કહ્યું. આ પરાક્રમ અર્જુને કર્યું.

હવે આજની કમ્પ્યુટર-મોબાઇલ યુગની પ્રજાને આ વાત કેમ ગળે ઊતરે કે પાંચ જણની એક પત્ની કેમ હોઈ શકે? પણ નનિર્દોષ બાળકને ક્યાંથી ખબર હોય કે જગતભર અને ભારતમાં એક-એક સ્ત્રી પાંચ જણની નહીં પણ પચીસ જણની વચ્યુર્અલ પત્ની તરીકે આજેય રહે છે.

મહાભારતના સમયમાં રોમૅન્સ માટે એક ખાસ ખંડ રખાતો. એને અંત:પુર કહેવાય છે. યુદ્ધિષ્ઠિર (મોટા ભાઈ) દ્રૌપદી સાથે રોમૅન્સ કરતા હતા ત્યારે જ અર્જુન પર ધર્મસંકટ આવ્યું. ગાયોનું ધણ લૂંટાઈ જતું હતું એ અટકાવવા તેણે લૂંટારા સાથે લડવા ધનુષ્યબાણ-શસ્ત્રો લેવા અંત:પુરના ઓરડામાંથી પસાર થઈ જવાનું થયું. આમ અર્જુને નિયમ તોડ્યો ત્યારે તેણે પ્રતિજ્ઞા લીધી કે અમુક સમય તે ધનુષ્યબાણ કે શસ્ત્રો વાપરશે નહીં. ત્યારે જ અર્જુનને તેના રસ્તામાં લૂંટારા મળ્યા. અને અર્જુનને આ લૂંટારાઓ-કાબાઓ લૂંટી ગયા. એ ઉપરથી આજે આ ઉક્તિ બોલાય છે.

સમય સમય બળવાન છે

નહીં પુરુષ બળવાન

કાબે અર્જુન લૂંટિયો

યહી ધનુષ્ય યહી બાણ

Comments (0)Add Comment

Write comment
quote
bold
italicize
underline
strike
url
image
quote
quote
smile
wink
laugh
grin
angry
sad
shocked
cool
tongue
kiss
cry
smaller | bigger

security code
Write the displayed characters


busy
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK