મરણ ન આવે એની કાળજી રાખવામાં જ જીવન પૂરૂં થઈ ગયું : યોગી સુભાષાનંદ

જગતમાં દરેક માણસની પોતાની આસ્થાવાળો એક ઈશ્વર હોય છે.

મનોરંજનથી મનોમંથન - સુભાષ ઠાકર

કોઈને શ્રદ્ધા પ્રભુ રામ પર તો કોઈને દેવાધિદેવ મહાદેવ પર તો મુસલમાનને વળી પોતાના પીર પર. આમ વાસણ ભલે અલગ-અલગ, પણ પાણી બધામાં એક જ સરખું છે. પછી જેવી જેની મોજ.

... અને અહીં આપણા માણસોની દુનિયામાં પૃથ્વી પર આપણાં અસ્થિ તૂટે તો ચાલે પણ આસ્થા ન તૂટે એવી આસ્થા ચૅનલ પરના રાજા યોગમાસ્ટર રામદેવબાબા અવતર્યા છે. મૂળ નામ રામકૃષ્ણ યાદવ. એમાં પણ બે ઈશ્વર છુપાયા છે. સમજાયું? હવે બન્યું એવું કે હમણાં યોગ-ડેના દિવસે મેં આસ્થા ચૅનલયોગ-શિબિર જોવા ચાલુ કરી તો ધ્યાનમાં બેસવા માટેની ગુફાનું દૃશ્ય જોઈ હું ભાવવિભોર બની ગયો. પણ ત્રીજી જ સેકન્ડે ચમક્યો. કેમ? કેમ કે એ ગુફાને બદલે બાબાના અંદર ખેંચાયેલા પેટનો ક્લોઝ-અપ નીકળ્યો. હું આગળ વિચારું એ પહેલાં તો દરિયામાં આવેલી ભરતીનાં ઊછળતાં મોજાંની જેમ બાબાના પેટના હલવાનો શુભારંભ થયો. પછી થોડી વારમાં તો એવી સ્પીડ પકડી કે મને થયું આ તો પેટ છે કે કોઈ રાજકારણીના ટપકી પડ્યા પછી અડધી કાઠીએ ફરકતો ત્રિરંગો? દસ મિનિટ પછી આ હાલકડોલક પેટ મૂળ સ્થિતિમાં લાવી બાબા બોલ્યા, ‘દેખા મેરા પેટ કિતના અંદર ખીંચા? યાદ રખો, પેટ અંદર તો રોગ બાહર ઔર પેટ બાહર તો રોગ અંદર.’ બાબાને કોણ સમજાવે કે મોંઘવારીમાં માત્ર પેટ નહીં, અમે આખા ખેંચાઈ ગયા છીએ.

ટીવીમાં બાબાને જોઈ મને પણ પેટ હલાવવાનું શૂરાતન ઊપડ્યું, પણ ફર-ફર ફરતા જૂસરની જેમ ફરતું બંધ નહોતું રહેતું. કારની બ્રેક ફેલ થઈ જાય ને કાર ન ઊભી રહે એવી હાલત લાડકા પેટની થઈ. છેવટે ફિઝિશ્યન નામના બે મેકૅનિક બોલાવ્યા ત્યારે મામલો થાળે પડ્યો. પછી બાબાએ રોગ વિશે સમજાવ્યું. નિયમિત આસનથી ડાયાબિટીઝ,બ્લડ-પ્રેશર કે કૅન્સરમાંથી મુક્તિ મળશે. મને એક વિચાર ઝબક્યો કે આપણે અને બાબા કંઈ મામા-ફઈના નથી તો પછી આપણી તંદુરસ્તીનું આટલું ધ્યાન? શું કામ? (મામા-ફઈના તો નથી રાખતા). બાબા, તમારે ડૉક્ટરોને ભૂખે મારવા છે? હૉસ્પિટલો બંધ કરાવવી છે? માણસ માંદો નઈ પડે તો મરશે કેમ? ડૉક્ટરો જીવશે કેમ? કોઈના ધંધા પર પાટુ મરાય? આ ડૉક્ટર અને મેડિકલ એવો ધંધો છે કે માણસ તંદુરસ્ત જીવે એ પણ ન પોસાય ને મરે એ પણ ન પોસાય. બધાના નસીબમાં ઍક્સિડન્ટ નથી હોતા. અંતે શિબિર પછી પ્રfનોત્તરી ચાલુ થઈ. બાબાએ ચંપાને પૂછ્યું, ‘બોલો તુમકો ક્યા તકલીફ હૈ?’

‘મેરા નામ ચંપાકલી હૈ. સબસે પહલે મારી કમર કે આજુબાજુ જૈસે મકાન કી કચ્ચા પ્લાસ્ટર કી લૂગદી બહાર લટકતી હૈ ઐસી કમર કે આજુબાજુ ચરબી લટકી હુઈ હે. વજન ૧૮૦ કિલો. ઉપર સે ઢીંચણ મેં ‘વા’ હૈ, ઇસલિએ મૈં પૂરી વાંકી નહીં વળ સકતી. ઇસલિએ ચરણસ્પર્શ કે બદલે ઢીંચણસ્પર્શ કરતી હૂં. આપ સ્વીકાર કરો. મૈં ટીવી મેં આપકા આસન દેખકે પ્રભાવિત હુઈ હૂં. બાબા, આપ પહલે સરકસ મેં કામ કરતે થે? બાય ગૉડ, ક્યા પેટ હિલાતે હૈં! જૈસે મૌત કે ગોલેમાં ફટફટિયા (સ્કૂટર). ઔર ઇતની બૉડી કિતની વળતી હૈ? અંદર હાડકે હૈં કિ નહીં, સાલા માલૂમ હી નહીં પડતા. બાબા, ઇતને અઘરે-અઘરે આસન કરને કે લિએ ધન્યવાદ...’

‘અરે ચંપાકલી, યે ધન્યવાદ, અમદાવાદ, સમાજવાદ બાદ મેં... તકલીફ બોલો.’

‘તકલીફ મેં તો બાબા, લડકી કી શાદી નહીં હોતી ઔર...’

‘અરે કોઈ હૈ? યે ચંપાકલી કો બાહર નિકાલો. અરે મૈં નર્મિલબાબા નહીં, રામદેવબાબા હૂં.’

‘માલૂમ હૈ. મગર પૂરા સાંભળો તો સહી. લડકી કી શાદી નહીં હોતી ક્યોંકિ ઉસકી તબિયત બરાબર નહીં રહતી ઇસલિએ...’

‘ઓકે. મગર કોઈ ડૉક્ટર કો દિખાયા?’ બાબાનો પ્રશ્ન.

‘હાં, મગર લડકી કી હાઇટ કમ પડી, નહીં તો શાદી હો જાતી. અબ હાઇટ કહાં સે લાએં.’

ચંપાના જવાબથી બાબા સમાધિમાં જતા રહ્યા. બે મિનિટે આંખ ખોલી બોલ્યા, ‘અરે તુમને પહેલે ભી એક શિબિર અટેન્ડ કિયા થા. તુમ, તુમ્હારા પતિ ઔર સાસ. હમને સૂર્ય નમસ્કાર સિખાયા થા. કરતી હો? યાદ આયા...?’

‘અરે બાબા હમ સૂર્યનમસ્કાર કરે બિના ઘર મેં સે બહાર પગ તો ક્યા, અંગૂઠા ભી બહાર નહીં રખતે. હમ તો રાત કો ભી ચંદ્રનમસ્કાર કરતે હૈં. તારા...’

બાબાની આંખમાં અંધારાં આવી ગયાં. ‘મેરી માં, તુમકો કુછ ફાયદા હુઆ ક્યા?’

‘હા, પહલે મૈં, મેરે પતિ ઔર સાસ તીન થે. અભી ઘર મેં દો લોગ હૈં, મૈં ઔર મેરે પતિ.’

‘ક્યૂં? સાસ કભી ચલ બસી?’

‘ચલ નહીં બસી, અભી જિંદા હૈ. ઍક્ચ્યુઅલી આપ બોલે થે જોર સે સાંસ કો બહાર નિકાલો. ઘર મેં જાકે સાસ કો જોર સે ધક્કા મારકે બહાર નિકાલતે થે મગર વો નહીં નિકલતી થી. ફિર પાડોશી કી મદદ લેકે બોલી, હે સાસ, અભી તૂ બહાર નહીં નિકલી તો યે પાડોશી જૈસે જાદુગર ટોપલી મેં સે કબૂતર નિકાલતે હૈં ઐસે બહાર નિકાલેગે. અરે બાબા, મેરે સસુર ભી બોલે કિ બાબા કી આજ્ઞા કા પાલન કરો, તુમારી સાસ કો બહાર નિકાલો તો ટાઢે પાણી સે ખસ જાએગી... યે હમારા ગુજરાતી આપકો માલૂમ નહીં પડેગી... ફિર જોર સે ધક્કા માર કે જય રામદેવબાબા...’

મેં તરત જ ટીવી બંધ કર્યું. રખેને વાઇફ અમલ કરે તો હું તો બા વગરનો થઈ જાઉંને?

હવે હું પણ મનોરંજનની સાથે થોડું મનોમંથન ન કરું તો કૉલમ વગરનો થઈ જાઉંને. તો હવે બ્રહ્માજી આ હાથ-પગ, કાન, આંખ બધું બે આપી અને બત્રીસ દાંત આપી પોતાની જાતને ભલે ઉદાર સમજતા હોય; પણ યોગ કે પ્રાણાયામ કરીને મૂળ તો આપણાં અંગોને જ જાળવવાનાં. બ્રહ્માએ તો મૂકતાં મૂકી દીધાં, પણ સાચવવાનાં તો આપણેને? અને આપણે કેટકેટલીયે દોડાદોડ કરી શરીરનું ભાન ભૂલી ધન કમાવા દોડતા જ રહ્યા. ડાઇનિંગ ટેબલ પરની વાનગીઓ આપણે ખાઈએ એ આપણો ભ્રમ, ખરેખર તો એ આપણને ખાતી હોય છે એ ભૂલી ગયા ને એમાં પડ્યા બીમાર. પછી જે સંપત્તિ-પૈસા કમાયા એ શરીરને પાછું મેળવવામાં જ વપરાઈ ગઈ... પણ પરિણામ? ન સંપત્તિનું બૅલૅન્સ રહ્યું ન શરીરનું બૅલૅન્સ. હરિ ૐ તત્સત.

ખરેખર તો મરણ ન આવે એની કાળજી રાખવામાં જીવન પૂરું થઈ ગયું. યોગનો સાચો ઉપયોગ સમજવા જિંદગી ટૂંકી પડે બૉસ. બાબા જે કહે તે, આપણે તો તમે શું કહો છો?

Comments (0)Add Comment

Write comment
quote
bold
italicize
underline
strike
url
image
quote
quote
smile
wink
laugh
grin
angry
sad
shocked
cool
tongue
kiss
cry
smaller | bigger

security code
Write the displayed characters


busy
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK