RTIએ આપી અંધેરી નગરી અને ગંડુ રાજાની કહેવતને યથાર્થ કરતા બાબુઓને નસિયત

૧,૪૮,૬૮૦ રૂપિયાનું રીફન્ડ આપવાની વાત આઠ વર્ષથી કોરાણે રાખી ‘આવ બલા પકડ ગલા’ની માફક ૧,૯૩,૯૧૦ રૂપિયાની ડિમાન્ડ કાઢનાર ‘લકીર કે ફકીર’ બાબુઓએ મજબૂર બની ચૂપચાપ રીફન્ડના ચેક મોકલાવી આપ્યા

dhiraj

RTIની તાકાત - ધીરજ રાંભિયા

તળ મુંબઈના મસ્જિદ બંદરમાં ઑફિસ ધરાવતા રતનસિંહ ભાનુશાલીને આવકવેરા વિભાગના બાબુઓએ આઠ વર્ષ સુધી IT રીફન્ડની રકમ આપવામાં ઠાગાઠૈયા કરતાં થયેલી યાતનાની તથા RTI કાયદાના યથાયોગ્ય ઉપયોગથી આવેલા નિરાકરણની આ રસપ્રદ કથા છે.

રતનસિંહ યુનિવર્સલ હેલ્થકૅરના નામે ભાગીદારી પેઢી દ્વારા ધંધો-ઉદ્યોગ ધરાવે છે. નાણાકીય વર્ષ ૨૦૦૭-૦૮નું IT રિટર્ન ૨૦૦૮ની ૧૮ સપ્ટેમ્બરે ફાઇલ કર્યું, જેના અન્વયે ઇન્કમ-ટૅક્સની પૂર્ણ રકમ ભરાવેલી હોવાથી કોઈ રકમ લેવાની કે દેવાની રહેતી નહોતી.

૨૦૧૨ની ૪ મેએ ઘ્ભ્ઘ્ (સેન્ટ્રલાઇઝï્ડ પ્રોસેસિંગ સેન્ટર)ના પત્ર મુજબ ૧,૯૩,૯૧૦ રૂપિયાની રકમની ટૅક્સ-એરિયર્સ તરીકે માગણી કરવામાં આવી, જેના પ્રત્યુત્તરમાં માહિતીસભર અને વિગતવાર જવાબ ૨૦૧૫ની ૨૫ મેના પત્ર દ્વારા ITO (ઇન્કમ-ટૅક્સ ઑફિસર)ને પાઠવવામાં આવ્યો, જેમાં ટૅક્સ કમ્પ્યુટેશન તથા ઍડ્વાન્સ ટૅક્સ તેમ જ સેલ્ફ અસેસમેન્ટ ટૅક્સની સંપૂર્ણ માહિતી આપવામાં આવી, જે મુજબ ટોટલ ટૅક્સ ભરવાની જવાબદારીની રકમ તથા ભરેલા ટૅક્સની રકમ અનુરૂપ જણાઈ. ટૅક્સ ભર્યાનાં સર્વે ચલાન પણ જોડવામાં આવ્યાં અને આથી ડેટા સુધારવાની વિનંતી કરવામાં આવી.

ચાર મહિનાનો સમય વ્યતીત થઈ ગયો, પરંતુ પત્ર પર કોઈ કાર્યવાહી થયેલી દૃષ્ટિગોચર ન થતાં શું કરવું એની અસમંજસમાં હતા એ સમયમાં ‘મિડ-ડે’ની આ કૉલમમાં તેમની વિટંબણા જેવી કથા પ્રસિદ્ધ થઈ હતી, જેમાં કરદાતાને RTI કાયદાના અન્વયે કરેલી કાર્યવાહીના કારણે ૧૭ લાખ રૂપિયાનું રીફન્ડ પ્રાપ્ત થયેલું, જે વાંચી રતનસિંહને પોતાની યાતનાના નિવારણ માટે વિકલ્પ મળ્યાનો એહસાસ થયો.

RTI હેલ્પ-લાઇનમાં પ્રસિદ્ધ થયેલા મોબાઇલ-નંબર પર ફોન કરી અપૉઇન્ટમેન્ટ મેળવી ૨૦૧૫ની ૨૪ નવેમ્બરે તરુણ મિત્ર મંડળ સંચાિલત RTI કેન્દ્ર સાન્તાક્રુઝ પહોંચ્યા, જ્યાં તેમની મુલાકાત કેન્દ્રનિયામક CA નિમિષ ગામી સાથે થઈ. નિમિષભાઈએ શાંતિથી અને ધૈર્યપૂર્વક તેમની વિટંબણાની વાત સાંભળી તથા લાવેલી ફાઇલનો અભ્યાસ કરી RTI કાયદા હેઠળની અરજી બનાવી આપી, જે ૨૦૧૫ની ૨૭ નવેમ્બરે જ  બાંદરા-કુલાર્ કૉમ્પ્લેક્સસ્થિત સંબંધિત ઇન્કમ-ટૅક્સ વૉર્ડમાં જઈ સુપરત કરી.

ચાર મહિના સુધી કરદાતાના પત્ર પર કાર્યવાહી ન કરનાર બાબુઓ RTI અરજી મળતાં કામધંધે લાગ્યા તથા અરજી મળ્યાના ચોથા દિવસે RTI અરજીનો વિગતવાર જવાબ મોકલાવ્યો, જેમાં મુખ્યત્વે જણાવવામાં આવ્યું કે આપે ૨૦૦૭ની ૧૧ ડિસેમ્બરે ભરેલો ૧,૫૦,૦૦૦ રૂપિયાનો ઍડ્વાન્સ ટૅક્સ અમારી સિસ્ટમમાં દેખાતો નથી. વધુ તપાસ કરતાં જણાય છે કે એ દિવસે આ રકમ આપના પૅનમાં જમા થઈ નથી, પરંતુ શ્રી ધૂન નરીમાન ઉડેચિયા નામના કરદાતાના પૅનમાં જમા થઈ છે, કારણ કે બૅન્કે પૅન પંચ કરતી વખતે AAAPU૪૬૪૮૧ નંબર નાખ્યો છે, જ્યારે આપનો પૅન AAAFU૪૬૪૮૧ છે. આ કરદાતાનું અસેસમેન્ટ મુંબઈના ITO-૨૦ (ત) (૪) વૉર્ડમાં થાય છે, જ્યારે તમારો વૉર્ડ-નંબર ITO-૩૦ (૩) (૫) છે. અમે ITO-૨૦ (I)(૪)ને આજે લેખિત પત્ર મોકલાવી આ રકમનું સ્ટેટસ મગાવ્યું છે. આ લખાણનો અર્થ એ થયો કે ૧,૫૦,૦૦૦ રૂપિયાની રકમ આપના ખાતામાં જમા થઈ ન હોવાથી આપને ૧,૯૩,૪૧૦ રૂપિયાની ડિમાન્ડ નોટિસ મોકલવામાં આવી છે જેમાં બાકી લેણી રકમ પરની વ્યાજની રકમ પણ જોડવામાં આવી છે.

વાતનો છેડો તો મળ્યો, પરંતુ ITO-૨૦ (ત)(૪)એ કરવાજોગ કોઈ પણ કાર્યવાહી ન કરી હોવાથી રતનસિંહની યાતનાનો અંત આવ્યો નહીં.

પંદર દિવસ ઉપરાંતનો સમય પસાર થઈ ગયો, પરંતુ વિટંબણા દૂર થઈ ન હોવાથી ૨૦૧૫ની ૧૮ ડિસેમ્બરે ફરીથી અપૉઇન્ટમેન્ટ મેળવી RTI કેન્દ્ર પર પહોંચ્યા. CA નિમિષભાઈએ તરત RTI કાયદા હેઠળની પ્રથમ અપીલ બનાવી આપી, જે ૨૦૧૫ની ૨૧ ડિસેમ્બરે જૉઇન્ટ કમિશનર ઑફ ઇન્કમ-ટૅક્સ કમ ફર્સ્ટ અપેલેટ ઑથોરિટીના  (FAA) કાર્યાલયમાં સુપરત કરવામાં આવી. FAA, CPIO (સેન્ટ્રલ પબ્લિક ઇન્ફર્મેશન ઑફિસર)ને પત્ર લખી અપીલની અરજીમાં માગેલી તથા લખેલી વિગતો પર વિગતવાર માહિતી આપવા જાણાવ્યું, જે CPIOએ તેમના ૨૦૧૬ની ૨૧ માર્ચના પત્ર દ્વારા જણાવી.

૨૦૧૬ની ૨૩ માર્ચે અપીલની સુનાવણી રાખવામાં આવી, જેની લેખિત જાણ પણ અપીલકર્તાને કરવામાં આવી. રતનસિંહજીએ વિનંતી કરતાં CA નિમિષભાઈ પણ સુનાવણીમાં હાજર રહ્યા.

આવ ભાઈ હરખા, આપણે બેઉ સરખાનો ઘાટ રચાયો. FAAના પદ પર બિરાજમાન વરિષ્ઠ અધિકારીએ જવાબદારી અદા ન કરી અને CPIOના ખોળામાં બેસી ગયા. CPIOએ અપીલકર્તાએ માગેલી સર્વ માહિતી RTI અરજીના જવાબમાં આપી છેનો વાહિયાત ચુકાદો આપતાં અપીલ ખારીજ કરી સાથોસાથ જણાવ્યું કે થયેલી ઘટના માટે અપીલકર્તા અને તેમની બૅન્ક જવાબદાર છે.

FAAનો અતાર્કિક ચુકાદો સાંભળી નિમિષભાઈ હેબતાઈ ગયા. આક્રોશને માંડ- માંડ અંકુશમાં રાખતાં જણાવ્યું કે :

૧. બૉમ્બે હાઈ કોર્ટે યશપાલ સહ્વનના મોશન-નંબર ૨૯૩ ITR ૫૩૯ના ચુકાદામાં જણાવ્યું છે કે કરકપાત કરનાર TDS (ટૅક્સ ડિડક્ટેડ ઍટ સોર્સ)નું સર્ટિફિકેટ આપ્યું ન હોય તો પણ કરદાતાએ રજૂ કરેલા અન્ય પુરાવાના આધારે ટૅક્સ કપાતની રકમ ગણતરીમાં લેવી જોઈએ.

૨. દિલ્હી હાઈ કોર્ટે પોતાની જ મોશન વિરુદ્ધ CIT ૩૫૨ ITR ૨૭૩માં ચુકાદો આપતાં જણાવ્યું છે કે કરકપાત કરનારે જો કરકપાતની વિગતો અપલોડ ન કરી હોય અને ફૉર્મ ૨૬AS માં વિગતો દેખાતી ન હોય તો પણ કરદાતાએ આપેલા અન્ય પુરાવાઓના આધારે TDSની ક્રેડિટ આપવી તથા એને ગણતરીમાં લેવી.

૩. આપના આજના ચુકાદાને પડકારવા અપીલકર્તા, સેન્ટ્રલ ઇન્ફર્મેશન કમિશનને (CIC) RTI કાયદા હેઠળના પ્રાવધાન મુજબ દ્વિતીય અપીલ કરશે જ પરંતુ સાથોસાથ...

૪. કરદાતા ટ્રિબ્યુનલમાં ન્યાય મેળવવા જશે.

નિમિષભાઈની ધારદાર રજૂઆતથી જ્યેષ્ઠ બાબુ ઢીલાઢફ થઈ ગયા. તેમને એક વાત સુપેરે સમજાઈ કે તેમણે આપેલા ચુકાદામાં ક્ષતિ છે અને આથી કરદાતા CIC અને ટ્રિબ્યુનલમાં જશે તો લેવાના દેવા પડશે અને છોગામાં હાઈ કોર્ટના અપમાનના ગુનેગાર બનશે.

FAAની વાણીમાં બદલાવ આવ્યો. સત્તાવાહી અવાજ મૃદુતામાં બદલાયો અને સુઝાવ આપતાં જણાવ્યું કે આપની ફરિયાદ કમિશનર ઑફ ઇન્કમ-ટૅક્સ CITની સંબોધી ગ્રીવન્સ સેલમાં દાખલ કરો, જેના પ્રોસેસમાં RTI કાયદા, ૨૦૦૫ની કલમ-૧૯ હેઠળ આપેલો ચુકાદો બદલાવી શકાય. 

FAAએ સૂચવ્યા મુજબ ૨૦૧૬ની ૧૫ ડિસેમ્બરે વિગતવાર પત્ર નિમિષભાઈએ બનાવી આપ્યો, જે ગ્ધ્ઘ્સ્થિત કમિશનર ઑફ ઇન્કમ-ટૅક્સ (CIT-૩૦)ના કાર્યાલયમાં ૨૦૧૬ની ૧૯ ડિસેમ્બરે આપવામાં આવ્યો.

FAAએ ગ્રીવન્સ ડિપાર્ટમેન્ટના બાબુઓને બોલાવી તેમની ભાષામાં સૂચના આપી રતનસિંહજીના ગ્રીવન્સ પત્ર પર અગ્રતાક્રમે કાર્યવાહી કરવાની સૂચના આપી હોવી જોઈએ. ગ્રીવન્સ ડિપાર્ટમેન્ટે ગ્રીવન્સ-પત્ર વૉર્ડ-૩૦(૩)(૫) તથા ૨૦(૧)(૪)ના ITOs ને મોકલાવ્યા હશે આથી બન્ને વિભાગોના બાબુઓ કામે લાગ્યા.

નાણાકીય વર્ષ-૨૦૦૭/૨૦૦૮ના રીફન્ડના ચક્કરમાં નાણાકીય વર્ષ ૨૦૧૩-૨૦૧૪ તથા ૨૦૧૪-૨૦૧૫ના અસેસમેન્ટની વાત વિસરાઈ ગઈ હોવી જોઈએ. CPA (સેન્ટ્રલ પ્રોસેસિંગ સેન્ટર) બૅન્ગલોરે બન્ને નાણાકીય વર્ષની રીફન્ડની રકમ અનુક્રમે ૬૭,૬૧૦ તથા ૮૦,૯૧૦ રૂપિયા નાણાકીય વર્ષ ૨૦૦૭ની લેણી રકમ સામે ઍડ્જસ્ટ કરી દીધેલા.

લુચ્ચા બાબુઓએ ગ્રીવન્સ ડિપાર્ટમેન્ટને લખેલા પત્રનો જવાબ ન આપતાં ૨૦૧૭ની ૧૦ માર્ચે ૬૩,૭૮૦ તથા ૨૦૧૭ની ૪ ઑક્ટોબરે ૭૪,૯૦૦ રૂપિયાના બૅન્કર્સ ચેક્સ મોકલાવી દીધા. અર્થાત ૧,૪૮,૬૮૦ રૂપિયાની રકમ બૅન્કમાં જમા થઈ તથા ૧,૯૩,૯૧૦ રૂપિયાની ઉઘરાણી ઍડ્જસ્ટ થઈ ગઈ.

CA નિમિષભાઈના કર્તવ્ય અને સેવાભાવથી આઠ વર્ષની રતનસિંહજીની તથા તેમના પરિવારની યાતના દૂર થઈ તથા RTIની યથાર્થતા અને તાકાત સિદ્ધ થઈ.

Comments (0)Add Comment

Write comment
quote
bold
italicize
underline
strike
url
image
quote
quote
smile
wink
laugh
grin
angry
sad
shocked
cool
tongue
kiss
cry
smaller | bigger

security code
Write the displayed characters


busy
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK