મળો મિડ-ડે ગૌરવ ICONSને

રવિવારે બાંદરાની તાજ લૅન્ડ્સ એન્ડ હોટેલમાં પહેલવહેલા મિડ-ડે ગૌરવ ICONS અવૉર્ડ્સનો સમારંભ યોજાઈ ગયો. આ સમારોહમાં સન્માનિત થયેલી કેટલીક હસ્તીઓને મળીએ...મુંબઈના ગુજરાતીઓ અને મારવાડીઓના દિલમાં વસતા ‘મિડ-ડે’એ રવિવારે ૧૭ ડિસેમ્બરની સાંજે મુંબઈના ગુજરાતી અને મારવાડીઓને ‘મિડ-ડે ગૌરવ ICONS’ અવૉર્ડ્સ દ્વારા સન્માનિત કરીને એક નવા અધ્યાયનો પ્રારંભ કર્યો છે.

મની ટ્રેડ કૉઇન ગ્રુપ પ્રેઝન્ટ્સ


મિડ-ડે ગૌરવ ICONS પાવર્ડ બાય સાઈ એસ્ટેટ કન્સલ્ટન્ટ્સ ચેમ્બુર પ્રાઇવેટ લિમિટેડની ઇવેન્ટ બાંદરાની તાજ લૅન્ડ્સ એન્ડ હોટેલમાં રવિવારની સાંજે યોજાઈ હતી, જે અનેક સેલિબ્રિટીઝની હાજરીથી યાદગાર બની રહી. બિઝનેસ, ટ્રાવેલ, ફૂડ, હેલ્થ, ફિટનેસ, શિક્ષણ, ઑટો, રિયલ એસ્ટેટ કે પછી ફિલ્મજગત એવાં વિવિધ ક્ષેત્રે ઝળહળતા ગુજરાતી સિતારાઓની સાથે મારવાડી કમ્યુનિટીના સિતારાઓને ‘મિડ-ડે’એ ગૌરવશાળી અવૉર્ડ્સ દ્વારા નવાજ્યા હતા. પોતપોતાના ક્ષેત્રમાં બેનમૂન કામ કરનાર અનુભવી કલાકારોની સાથે નવી ઊભરતી ટૅલન્ટને ‘મિડ-ડે’એ સદાય ખુલા દિલથી આવકારી છે ત્યારે આ અનોખા ટૅલન્ટ-સંગમને એક છત્ર હેઠળ ભેગા કરવાનું પગલું ‘મિડ-ડે’એ ભર્યું છે.

મિડ-ડે ઇન્ફોમીડિયા લિમિટેડના CEO સંદીપ ખોસલા દ્વારા ‘મિડ-ડે ગૌરવ ICONS’ના ટાઇટલ સ્પૉન્સર મની ટ્રેડ કૉઇન ગ્રુપનાઅમિત લખનપાલના સ્વાગત બાદ અવૉર્ડ્સ-ઈવનિંગની શરૂઆત થઈ હતી. 

આ અવૉર્ડ્સ-સાંજમાં પોતાના અભિનય દ્વારા લોકોનાં દિલોમાં રહેલાં મશહૂર ફિલ્મ-અભિનેત્રી આશા પારેખ તેમ જ સંગીતના ખાં આણંદજી શાહને લાઇફટાઇમ અચીવમેન્ટ અવૉર્ડથી નવાજવામાં આવ્યાં ત્યારે ઉપસ્થિત સમગ્ર મહેમાનોએ ઊભા થઈને તાળીઓના ગડગડાટથી પોતાનો રાજીપો વ્યક્ત કર્યો હતો.

icon1

મની ટ્રેડ કૉઇન ગ્રુપના અમિત લખનપાલ

icon2

અમિત લખનપાલનું સ્વાગત કરતા મિડ-ડે ઇન્ફોમીડિયા લિમિટેડના CEO સંદીપ ખોસલા.

icon3

મની ટ્રેડ કૉઇન ગ્રુપના અમિત લખનપાલ પત્ની સાથે.

icon4

ટીવી-જગતમાં ઉત્કૃષ્ટ પ્રદાન આપવા બદલ સુપરહિટ સિરિયલ ‘તારક મેહતા કા ઉલ્ટા ચશ્મા’ના સર્જક અસિતકુમાર મોદીને નવાજતા (ડાબેથી) ફિલ્મમેકર સંજય ગઢવી, ફિલ્મમેકર-લેખક-ગીતકાર સંજય છેલ, મની ટ્રેડ કૉઇન ગ્રુપના અમિત લખનપાલ અને મિડ-ડેના તંત્રી રાજેશ થાવાણી.

રૂપારેલ રિયલ્ટીના અમિત રૂપારેલ

કંપની પરિચય


વર્ષ ૨૦૦૦માં સ્થપાયેલી રૂપારેલ રિયલ્ટી કંપનીએ અનેક રહેવાસી અને કમર્શિયલ જગ્યાઓ વિકસાવી છે અને બાંધકામ ઉદ્યોગમાં પોતાનું અનેરું સ્થાન પ્રસ્થાપિત કર્યું છે. આ ગ્રુપ અત્યારે મુંબઈ મેટ્રોપૉલિટન રીજનમાં ૨૦ લાખ ચોરસ ફુટનું બાંધકામ કરી રહ્યું છે. નવી મુંબઈ મેટ્રોપૉલિટન રીજનમાં એણે ૨.૫ લાખ સ્ક્વેર ફુટનું કામકાજ કરેલું છે.

આ ગ્રુપ JW કન્સલ્ટન્ટ્સ, આકાર આર્કિટેક્ટ્સ ઍન્ડ કન્સલ્ટન્ટ્સ, SKM કન્સલ્ટન્ટ્સ, ACC તથા સ્કાયવે RMC જેવા રિયલ એસ્ટેટનાં ટોચનાં નામો સાથે કામ કરે છે, જેથી ગુણવત્તાનાં ધોરણો સાથે બાંધછોડ કર્યા વગર અદ્યતન ટેક્નૉલૉજીની મદદથી પ્રોજેક્ટ્સ સમયસર પૂરા થઈ શકે.

પોતાની સ્થાપના થઈ ત્યારથી એણે ૯ પ્રોજેક્ટ્સ લૉન્ચ કર્યા છે એમાં રૂપારેલ એરિયાના, રૂપારેલ આઇરિસ, રૂપારેલ ઓરિઓન અને સી પૅલેસનો સમાવેશ થાય છે. ગત ૧૮ મહિનામાં ગ્રુપે કાંદિવલી પશ્ચિમમાં ૨૦ એકર અને પરેલમાં પાંચ એકર જગ્યા હસ્તગત કરી છે. પશ્ચિમ અને મધ્ય રેલવેનાં પરાંમાં પણ એણે અનેક ડેવલપમેન્ટ કર્યાં છે. મુંબઈના પસંદગીપ્રાપ્ત વિસ્તારોમાં વ્યાપક હાજરી હોવાથી ગ્રુપ અત્યારે મોટી સફળતા પ્રાપ્ત કરવાના માર્ગે આગળ વધી રહ્યું છે.

રૂપારેલ ગ્રુપ યોગ્ય કૌશલ્ય ધરાવતી વ્યક્તિઓને લેવામાં માને છે. એથી સારામાં સારા લોકોને નોકરીએ રાખવામાં કોઈ કચાશ નથી રાખતું. ગત ૧૨ મહિનામાં કંપનીએ ભારતની ટોચની ૧૦૦ કંપનીઓમાંથી ૧૦૦ કરતાં વધારે માણસોને પોતાને ત્યાં રોજગાર આપ્યો છે. લોકોને જેમાં કામ કરવાની ઇચ્છા થાય અને ઉત્તમ વર્ક કલ્ચર હોય એવી કંપની બનવાનું એનું લક્ષ્ય છે.

ગ્રુપની અસાધારણ સફળતાને લીધે જ અત્યારે એ L&T ફાઇનૅન્સ, ICICI બૅન્ક, ઍક્સિસ બૅન્ક, HDFC અને સ્ટેટ બૅન્ક ઑફ ઇન્ડિયા જોડે કામ કરે છે.

પ્રતિભાવ

આ સન્માન મળ્યું એના વિશે તમારી લાગણીઓ જણાવશો? આનું શ્રેય તમને કોને આપશો?

‘મિડ-ડે’એ લક્ઝરી હાઉસિંગ સેગમેન્ટમાંના અમારા કામની કદર કરી એ બદલ અમે એના આભારી છીએ. આ એવૉર્ડ અમારી કંપની માટે યશકલગી સમાન છે. એનાથી અમે ભવિષ્યમાં આવા અનેક પ્રોજેક્ટ કરવા પ્રોત્સાહિત થયા છીએ.

રૂપારેલ રિયલ્ટી વર્તમાન ગ્રાહકોની અત્યંત આભારી છે, કારણ કે તેમણે અમારામાં વિશ્વાસ મૂક્યો છે અને અમને ઉત્કૃક્ટ દરજ્જાની પ્રૉપર્ટી વિકસાવવા માટે પ્રોત્સાહિત કર્યા છે. આ રીતે અમે લોકોને ઉચ્ચ દરજ્જાનાં રહેણાંક પૂરાં પાડી શક્યા છીએ અને સાથે-સાથે ગ્રાહકોના સ્વપ્નના ઘરનું સર્જન કરી શક્યા છીએ.

આ રીતે સન્માનિત કરવાની ‘મિડ-ડે’ની પહેલ વિશે આપનું શું કહેવું છે?

‘મિડ-ડે’ તરફથી રિયલ એસ્ટેટ આઇકનનો અવૉર્ડ પ્રાપ્ત કરવાની સાથે જ રૂપારેલ રિયલ્ટીને એના આઇકૉનિક પ્રોજેક્ટ્સ બદલ એક જ મહિનામાં સતત ત્રીજો અવૉર્ડ મળ્યો છે. રિયલ એસ્ટેટ ક્ષેત્રે નમૂનારૂપ કામગીરી કરનારા ડેવલપરનું બહુમાન કરવાની આ પહેલ ઉત્તમ છે, કારણ કે આવા બહુમાનથી જ ખરીદદારોમાં કંપનીની શાખ વધે છે અને ઉદ્યોગમાં ખાસ કરીને રેરા અને ઞ્લ્વ્ના અમલ પછી પરિવર્તનનો તબક્કો શરૂ થયો હોવાનું સ્પષ્ટ થાય છે.

આ ઉપરાંત આવા એવૉર્ડથી ગ્રાહકોમાં વિશ્વાસ વધે છે અને માર્કેટમાંથી ઉત્તમ વસ્તુની પસંદગી કરવામાં તેમને મદદ મળે છે.

તમારી સફળતાનો મંત્ર શું છે?

જીવનમાં સફળ વ્યક્તિ થવા માટે માણસે સંઘર્ષોનો સામનો કરવો પડે છે અને અનેક તડકા-છાંયડા જોવા પડે છે. સ્પર્ધાત્મક ઉદ્યોગમાં ટકી રહેવા માટે મહkવાકાંક્ષા અને લાંબા ગાળાના વિકાસનું ધ્યેય હોવું જરૂરી છે. પોતાની સાથે કામ કરનારા લોકોને સમર્પણ અને મહેનતથી ઉત્તમ કામગીરી કરવા માટે પ્રોત્સાહિત કરવામાં આવે તો સફળતા પ્રાપ્ત થાય છે. વર્તમાન સંજોગો અનુસાર ઢળવાથી અને ફ્લેક્સિબલ વલણ અપનાવવાથી આપણે છૂટાછવાયા આ ઉદ્યોગમાં નામના કાઢી શકીએ છીએ.

icon5

મોસ્ટ પ્રૉમિસિંગ ડેવલપર તરીકે રૂપારેલ રિયલ્ટીના અમિત રૂપારેલને નવાજતાં (ડાબેથી) ટિનાઝ નૂશિઆં, અપૂર્વા પુરોહિત, જે. ડી. મજીઠિયા અને જૅકી શ્રોફ.


શૈલેશ દાલમિયા, ઑનરરી સેક્રેટરી, એન. એલ. દાલમિયા એજ્યુકેશનલ સોસાયટી

કંપની પરિચય


એન. એલ. દાલમિયા એજ્યુકેશનલ સોસાયટી નિરંજનલાલ દાલમિયા એજ્યુકેશનલ સોસાયટીની સ્થાપના એપ્રિલ ૧૯૮૨માં, ચૅરમૅન સ્વર્ગીય શ્રી નિરંજનલાલ દાલમિયા દ્વારા કરવામાં આવી હતી. લોકહિતાર્થની ભાવના સાથે નિરંજનલાલજીને એમ લાગ્યું કે વ્યક્તિને તેના આસપાસના વતુર્ળને નૈતિક આદર્શો સાથે વધુ અનુરૂપ બનાવવા માટે સક્ષમ થવા શિક્ષણ એક મહત્વનું સાધન છે. તેમનો વિઝનરી પ્રોજેક્ટ, રાષ્ટ્રનિર્માણ માટે બૌદ્ધિક સંપત્તિના વિશાળ વપરાશ માટે હતો.

આ તેમની ગહન દૃષ્ટિ હતી જેને લીધે બે ઉત્કૃક્ટ સ્કૂલોની સ્થાપના થઈ.

નિરંજનલાલ દાલમિયા હાઈ સ્કૂલ ૧૯૯૧માં સ્થપાઈ.

નિરંજનલાલ દાલમિયા ઇન્સ્ટિટ્યૂટ ઑફ મૅનેજમેન્ટ સ્ટડીઝ ઍન્ડ રિસર્ચ ૧૯૯૫માં સ્થાપિત થઈ.

એન. એલ. દાલમિયા હાઈ સ્કૂલ :

એન. એલ. દાલમિયા હાઈ સ્કૂલ એક અનએઇડેડ, કો-એજ્યુકેશનલ, ઇંગ્લિશ મીડિયમ સ્કૂલ છે જે ઇન્ડિયન સ્કૂલ સર્ટિફિકેટ એક્ઝામિનેશન (ICSE), ન્યુ દિલ્હીને સંલગ્ન છે. યુનાઇટેડ કિંગડમ સર્ટિફાઇંગ બૉડીના UKAS અને SGS દ્વારા ISO ૯૦૦૧:૨૦૦૮ સર્ટિફાઇડ સ્કૂલ છે. પ્લેગ્રુપથી ધોરણ ૧૨ના લગભગ ૩૦૦૦ વિદ્યાર્થીઓને શિક્ષા આપે છે અને અમારી સ્કૂલ દર વર્ષે બોર્ડનાં પરિણામોમાં સતત સરેરાશ વધારો કરતી આવી છે. સ્કૂલનાં બાળકોએ રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય અને પ્રાદેશિક સ્તરની સ્પર્ધાઓમાં પ્રશંસા મેળવી છે. સ્કૂલની ક્લબ શૈક્ષણિક, સ્પોર્ટ્સ, રુચિ અને શોખ, સામાજિક મુદ્દા, એથ્નિક અને સાંસ્કૃતિક રુચિનું પણ ખાસ ધ્યાન રાખે છે. બોર્ડનું સરેરાશ પરિણામ ડિસ્ટિંક્શનથી ઉપર જ હોય છે. દિનપ્રતિદિન અમારા વિદ્યાર્થીઓ સમાજના એક મજબૂત સ્તંભ સમાન પોતાને આકાર આપે છે.

અમારા સ્થાપક સ્વર્ગીય શ્રી નિરંજનલાલ દાલમિયાએ વિદ્યાર્થીઓના સવોર્ત્તમ વિકાસ માટે વલ્ર્ડ ક્લાસ ઇન્ફ્રાસ્ટ્રક્ચર અને સમર્પિત શિક્ષકોની ટીમના નિર્માણ દ્વારા ગુણવત્તાવાળા શિક્ષણ પર ભાર મૂકવાના વિચારો સાથે આ શિક્ષણમંદિરની સ્થાપના કરી છે.

પ્રતિભાવ

આ સન્માન મળ્યું એના વિશે તમારી લાગણીઓ જણાવશો? આનું શ્રેય તમને કોને આપશો?

પ્રતિષ્ઠિત પુરસ્કાર ગૌરવ આઇકૉન અવૉર્ડથી પુરસ્કૃત કરવા બદલ હું ‘મિડ-ડે’નો આભાર વ્યક્ત કરું છું. અમારા ૩૦૦થી વધુ ટીમ-મેમ્બરોના સખત પરિશ્રમ, નિષ્ઠા અને સમર્પણ વગર આ અશક્ય હતું. તેમના પ્રતિનિધિ તરીકે, તેમના વતી આ અવૉર્ડ મેં સ્વીકાયોર્ છે. મને ખુશી થાય છે કે ત્રીજી પેઢી તરીકે એન. એલ. દાલમિયા એજ્યુકેશનલ સોસાયટીને જે વિચારધારા સાથે બાંધવામાં આવી હતી એ વિચારધારાઓને આગળ ધપાવવા માટે હું પાત્ર છું.

હું આ સન્માન મારા દાદાજી શ્રી નિરંજનલાલજી દાલમિયા, એન. એલ. દાલમિયા એજ્યુકેશનલ સોસાયટીના સ્થાપક, જેઓ ખૂબ પ્રેરણાત્મક છે અને જેમના વિચારો અમારા માટે માર્ગદર્શન બળ તરીકે છે તેમને શ્રદ્ધાંજિલ તરીકે સમર્પિત કરું છું.

આ રીતે સન્માનિત કરવાની ‘મિડ-ડે’ની પહેલ વિશે આપનું શું કહેવું છે?

અવૉર્ડ માત્ર અમારા પ્રયાસોની ઓળખ છે કે અમે ખરેખર સાચી દિશામાં કામ કરી રહ્યા છીએ. આ અમને આગળ હજી સારાં કામ કરવા માટે પ્રેરણા અને પ્રોત્સાહન આપે છે. ‘મિડ-ડે’ની આ પહેલ શિક્ષણને વધુ શ્રેષ્ઠતા તરફનો ફાળો છે અને આ અવૉર્ડની શરૂઆત કરીને તમે દેશના શિક્ષણની ગુણવત્તાને ઓળખી રહ્યા છો જેની દેશના નિર્માણ પર અસર થાય છે.

તમારી સફળતાનો મંત્ર શું છે?

એ) ઊંચું વિચારો

બી) ધ્યાનકેન્દ્રિત રહો

સી) વિસ્તૃત સૂક્ષ્મ પ્લાનિંગ કરો જેનાથી અમલ કરવું સરળ બને

ડી) સખત પરિશ્રમનો કોઈ વિકલ્પ નથી

ઈ) જેકંઈ કરો એમાં ઉત્સાહી બનો.

icon6

શિક્ષણના ક્ષેત્રમાં ઉત્કૃષ્ટ પ્રદાન બદલ શૈલેશ દાલમિયાને નવાજતાં ટિનાઝ નૂશિઆં, અપૂર્વા પુરોહિત, જૅકી શ્રોફ અને જે. ડી. મજીઠિયા.


JVM સ્પેસિસના જિતેન્દ્ર મહેતા

કંપની પરિચય


જન્મજાત ઉદ્યમી કહી શકાય એવા આ ઑન્ટ્રપ્રનર પોતાના ૧૫ વર્ષથી વધુ સમયગાળાના બહોળા અનુભવ સાથે ૨૦૧૩માં JVM સ્પેસિસને થાણેના રિયલ એસ્ટેટ જગતમાં લઈ આવ્યા.

તેઓ વર્ષોથી MCHI, થાણેમાં યોગદાન આપે છે. તેઓ હાલમાં એના વાઇસ પ્રેસિડન્ટ છે. અગાઉ એના મંત્રીપદે પણ રહી ચૂક્યા છે.

થાણેની બજારમાં તેઓ TDR (ટ્રાન્સફર ઑફ ડેવલપમેન્ટ રાઇટ્સ)ના અગ્રણી ટ્રેડર પણ છે.

શ્રી જિતેન્દ્ર મહેતા ૧૯૯૭માં અગ્રણી ડેવલપર સાથે સંકળાઈને રિયલ એસ્ટેટ બિઝનેસમાં પ્રવેશ્યા એ જ દિવસથી તેમણે રિયલ એસ્ટેટ બિઝનેસનાં બધાં પાસાંનો અનુભવ લેવાનું શરૂ કર્યું અને ૨૦૧૩માં પોતાનું સાહસ શરૂ કર્યું.

૨૦૧૩થી જ તેમના વ્યાપક અનુભવને લીધે તેમની રિયલ એસ્ટેટ કંપનીએ કૂદકે ને ભૂસકે પ્રગતિ કરી. આજની તારીખે તેમનું ૬ લાખ ચોરસ ફુટમાં બાંધકામ ચાલી રહ્યું છે. ૨૦૧૮માં બીજા ૧૦ લાખ ચોરસ ફુટ કરતાં વધુ જગ્યામાં બાંધકામ શરૂ કરવાનું આયોજન છે.

JVM ગ્રુપ મુખ્યત્વે થાણે અને બદલાપુરમાં સસ્તાં ઘરોના બિઝનેસ પર ધ્યાન આપી રહ્યું છે. ૨૦૧૮માં એ બદલાપુરમાં આશરે પાંચ લાખ ચોરસ ફુટના બાંધકામનો પ્રોજેક્ટ લૉન્ચ કરવાનું આયોજન ધરાવે છે.

નોંધપાત્ર સિદ્ધિ

‘અકોમોડેશન ટાઇમ્સ’એ તેમને ૨૦૦૫-’૦૬માં હાઉસિંગ ઉદ્યોગના સર્વોત્તમ પબ્લિક રિલેશન્સ ઑફિસર તરીકે નવાજ્યા અને પ્રમાણપત્ર તથા ટ્રોફી અર્પણ કર્યાં.

તેઓ ૨૦૦૦થી લઈને અત્યાર સુધી દર વર્ષે થાણેમાં મહારાષ્ટ્ર ચેમ્બર ઑફ હાઉસિંગ ઇન્ડસ્ટ્રી (MCHI)નું પ્રૉપર્ટી એક્ઝિબિશન યોજવામાં સક્રિય યોગદાન આપે છે.

ઘાટકોપરમાં દર વર્ષે ખ્યાતનામ કલાકારોની સંગાથે સૌથી મોટી નવરાત્રિના મુખ્ય આયોજકોમાં તેઓ સામેલ છે. ૩૦૦૦થી વધુ સભ્યો ધરાવતા ઘાટકોપર ગુજરાતી સમાજમાં તેઓ છેલ્લા એક દાયકાથી પ્રમુખ છે.

૧૮૦૦થી વધુ સભ્યો ધરાવતા જ્વેલ ગ્રુપ ઑફ ઘાટકોપરમાં તેઓ ચૅરમૅન છે. આ સંસ્થામાં તેઓ નિયમિત રીતે દર મહિને કાર્યક્રમનું આયોજન કરે છે.

લાયન્સ ક્લબ ઇન્ટરનૅશનલના ભૂતપૂર્વ પ્રેસિડન્ટ અને ડિસ્ટિÿક્ટ ચૅરમૅન મહારાષ્ટ્ર ગૌરવ અવૉર્ડથી સન્માનિત.

હાઉસિંગ ઉદ્યોગના સુપ્રસિદ્ધ અખબાર ‘એકોમોડેશન ટાઇમ્સ’એ તેમને MCHIના પ્રેસિડન્ટ સુનીલ મંત્રી, અનિલ હરીશ, કુંદન વ્યાસ, શબાના આઝમી અને હાઉસિંગ ઉદ્યોગની વિવિધ હસ્તીઓની ઉપસ્થિતિમાં રિયલ એસ્ટેટ ક્ષેત્રે ખરી સેવા કરવા બદલ ટ્રોફી અને પ્રમાણપત્ર એનાયત કર્યાં છે.

પ્રતિભાવ

પ્ર. ૧ : આ સન્માન મળ્યું એ વિશે તમારી લાગણીઓ જણાવશો? આનું શ્રેય તમે કોને આપશો?

ઉ. ૧ : આ સન્માન મળ્યું એનો મને ભરપૂર આનંદ છે અને હું ભાવવિભોર બની ગયો છું. આનું શ્રેય મારી JVM ટીમને તથા તેમની મહેનતને જાય છે. આવા કન્સેપ્ટ બદલ બહુમાન કરવામાં આવે એ ઘણી મોટી વાત છે, કારણ કે આજકાલ માર્કેટમાં સસ્તાં ઘરોનો વિચાર નવો છે. અમે આ સેગમેન્ટને આકર્ષવા માટે નવો વ્યૂહ અપનાવ્યો છે.

પ્ર. ૨ : આ રીતે સન્માનિત કરવાની ‘મિડ-ડે’ની પહેલ વિશે આપનું શું કહેવું છે?

ઉ. ૨ : આવાં બહુમાન આપવાથી ફ્લૅટ ખરીદનારાઓમાં ડેવલપર વિશે વિશ્વાસ વધશે અને ડેવલપરો પણ મુંબઈના અગ્રણી અખબાર દ્વારા પોતાના પ્રયાસની નોંધ લેવાવાથી રાજી થશે. આ પહેલથી રિયલ એસ્ટેટ ક્ષેત્રે ઝંપલાવનારા સ્ટાર્ટઅપને નવા વિચારો અને નવી પ્રોડક્ટ્સ લાવવા પ્રોત્સાહન મળશે.

પ્ર. ૩ : તમારી સફળતાનો મંત્ર શું છે?

ઉ. ૩ : મારું માનવું છે કે ડેવલપર તરીકે અમે સપનાં વેચીએ છીએ અને એથી જ અમારી જવાબદારી છે કે અમારા પર વિશ્વાસ રાખીને ફ્લૅટ ખરીદનારાઓનાં સપનાં પૂરાં થાય. મેં સમગ્ર થાણે પટ્ટામાં અનેક પ્રોજેક્ટ હાથ ધરવાના ધ્યેય સાથે થ્સ્પ્નો પ્રારંભ કર્યો અને મારા સંપૂર્ણ સ્ટાફે મને સહયોગ આપ્યો છે. આથી જ અમે વિશ્વસનીય કંપની બનાવી શક્યા છીએ; જે નાણાંનું પૂરેપૂરું મૂલ્ય આપે છે, ચોખ્ખા વ્યવહાર કરે છે તથા ડિલિવરીના સમયપત્રકનું પાલન કરે છે તેમ જ બજેટને ચુસ્તપણે અનુસરે છે. આ જ બધાં મૂલ્યોને લીધે JVM  વિશ્વસનીય કંપની બન્યું છે.

icon7ડિઝાઇન હેક્સનાં શિમોના ભણસાલી


કંપની પરિચય


ડિઝાઇન હેક્સ ઇન્ટીરિયર ડિઝાઇનર કંપની છે. એના યુવા ડિઝાઇનરોએ ગત એક વર્ષમાં રહેઠાણ અને કમર્શિયલ જગ્યાઓ મળીને કુલ ૪૦,૦૦૦ ચોરસ ફુટ ક્ષેત્રનું ઇન્ટીરિયર કર્યું છે.

ડિઝાઇન હેક્સ અનોખા ઇન્ટીરિયર દ્વારા સ્ટુડિયો ઘરથી માંડીને વિશાળ ઑફિસની જગ્યાઓ તથા શો-ફ્લૅટથી માંડીને હૉલિડે હોમ્સની ડિઝાઇન તૈયાર કરે છે.

અમારા ગૌરવવંતા ક્લાયન્ટ્સ:

વેલવિશર ગ્રુપ

મૅરથૉન બિલ્ડર્સ

ઍક્ટર-મૉડલ-પ્રોડ્યુસર મિલિંદ સોમણ

ફૅશન-બ્રૅન્ડ પાપા ડોન્ટ પ્રીચ

ડિઝાઇન હેક્સે અત્યંત ટૂંકા ગાળામાં મુંબઈ, લોનાવલા, પુણે, જયપુર તથા દુબઈના આંતરરાષ્ટ્રીય પ્રોજેક્ટ સુધીની મજલ મારી છે.

પ્રતિભાવ

આ સન્માન મળ્યું એના વિશે તમારી લાગણીઓ જણાવશો? આનું શ્રેય તમે કોને આપશો?

‘મિડ-ડે’એ વર્ષ ૨૦૧૭ના આઇકૉનિક ઇન્ટીરિયર ડિઝાઇનર તરીકે અમારા કામની કદર કરી એનાથી અમે ગૌરવની લાગણી અનુભવી રહ્યા છીએ. હું ડિઝાઇન હેક્સની મારી આખી ટીમ અને મારા પરિવારને આ અવૉર્ડ સમર્પિત કરું છું. તેઓ મારી શક્તિ અને મારો આધાર છે. મારા પરિવારે મને હિંમતભર્યા નિર્ણયો લેવાનો અને મારાં સ્વપ્ન સાકાર કરવા માટે આગળ વધવાનો વિશ્વાસ અપાવ્યો છે. મારી આખી ડિઝાઇન-ટીમ પોતાની નિષ્ઠા અને કૌશલ્યની મદદથી મને મારાં સ્વપ્ïનો સાકાર કરવામાં મદદ કરે છે.

આ રીતે સન્માનિત કરવાની ‘મિડ-ડે’ની પહેલ વિશે આપનું શું કહેવું છે?

‘મિડ-ડે’એ આ ઘણી જ પહેલ કરી છે. તમામ ક્ષેત્રોના ઑન્ટ્રપ્રનર માટે આ સારો મંચ ઊભો થયો છે. લોકોના પ્રયાસોને બિરદાવવાથી તંદુરસ્ત સ્પર્ધા થશે અને એનાથી દરેક જણ ઉત્કૃક્ટ કામગીરી કરવા પ્રેરાશે અને કંઈક વધુ સારું અને વધુ મોટું કાર્ય કરવા પ્રેરિત થશે.

તમારી સફળતાનો મંત્ર શું છે?

ડિઝાઇનર ક્લાયન્ટની જરૂરિયાતો અને પસંદગીઓને અનુરૂપ ડિઝાઇન તૈયાર કરી આપે ત્યારે જ તે સફળ થયો કહેવાય. મારી રચનામાં ગ્રાહકોની ઇચ્છા-આકાંક્ષાઓનું પ્રતિબિંબ ઝિલાય એવી હું તકેદારી લઉં છું. હું આરામદાયક અને સુંદર સર્જન કરવાને સમાન મહત્વ આપું છું. એને લીધે મારું સર્જન યુઝર-ફ્રેન્ડ્લી અને વ્યવહારમાં ઉપયોગી હોય છે.

અમારી ડિઝાઇન દેશના અન્ય ડિઝાઇનરોથી અલગ તરી આવે છે, કારણ કે અમે કંઈક નવું-હિંમતભર્યું કરવા તૈયાર હોઈએ છીએ. અમે ગ્રાહકોને નવા રંગ, નવી ડિઝાઇન તથા નવા આઇડિયા આપતા રહીએ છીએ.

icon8

આઇકૉનિક ઇન્ટીરિયર ડિઝાઇનર ફર્મ ડિઝાઇન હેક્સનાં શિમોના ભણસાલીને નવાજતા (ડાબેથી) આતિશ કાપડિયા, સંજય ગોરડિયા અને રાજેશ થાવાણી.

Comments (0)Add Comment

Write comment
quote
bold
italicize
underline
strike
url
image
quote
quote
smile
wink
laugh
grin
angry
sad
shocked
cool
tongue
kiss
cry
smaller | bigger

security code
Write the displayed characters


busy
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK