નિષ્ફળતાથી નહીં ડરવાની કીમતી શીખ

શ્રેણીબદ્ધ નિષ્ફળતા પછી જ અબ્રાહમ લિંકનથી માંડીને ઘણી સેલિબ્રિટીઝ સફળ થઈ છે

પ્રેરણાની પળે - કાન્તિ ભટ્ટ

જેના જીવનમાં સાહસોની સફળતા કરતાં નિષ્ફળતાનું લિસ્ટ લાંબું છે એ ઍપલ કમ્પ્યુટરના સ્વામી સ્ટીવ જૉબ્સના જીવન વિશે બીજો હપતો લખવાનું પ્રયોજન એ છે કે તેણે સાહસિક યુવાન-બિઝનેસમૅનો માટે પ્રેરણાદાયી સંદેશ આપ્યો છે. તેના જીવન વિશે ૧૦૩ પુસ્તકો લખાયાં છે અને કહ્યું છે કે રિપીટેડ ફેલ્યરમાંથી જ જીવનની પરમ સિદ્ધિ મળે છે.

એ. ટી. ઍન્ડ ટી. નામની જગવિખ્યાત સૉફ્ટવેર કંપનીના ભારતીય વડા દીપક સેઠીએ કહ્યું છે કે ફેલ્યર ઇઝ પ્રાઇમરી વેહિકલ ફૉર સક્સેસ. સફળતા માટેની ગાડીમાં બેસવું હોય તો નિષ્ફળતાથી નિરાશ ન થાઓ. જો આપણા વડીલો જુવાન લોકોને જીવનમાં નવા-નવા અખતરા કરવાની છૂટ આપી નવા-નવા જીવન-પ્રયોગો કરવાની છૂટ આપે તો તેમને નિષ્ફળ થવાની  સ્વતંત્રતા પણ આપવી જોઈએ. અમેરિકન પ્રમુખ અબ્રાહમ લિંકને ૧૮૩૧માં બિઝનેસમાં ફેલ જઈને દેવાળું કાઢેલું. ૧૮૩૨માં રાજ્ય વિધાનસભાની ચૂંટણી હારી ગયેલા. પાછા બિઝનેસમાં આવ્યા ત્યારે અબ્રાહમ લિંકન ફરી ફેલ થયો. તેની સ્વીટહાર્ટ ૩૫ની વયે ગુજરી ગઈ. લિંકનને ૧૮૩૬માં નર્વસ બ્રેકડાઉન થઈ ગયેલું. કૉન્ગ્રેસની ચૂંટણીમાં ૧૮૪૩માં હારી ગયેલા. ઉપપ્રમુખની ચૂંટણીમાં અને સેનેટમાં હારી ગયા પછી છેક ૧૮૬૦માં લિંકન પ્રમુખ થયા.

બિલ ગેટ્સના માઇક્રોસૉફ્ટની સફળતાની વાતો થાય છે, પણ તેની ‘ઓમેગા’ નામની ડેટાબેઝ ફેલ ગયેલી. IBM સાથેની ભાગીદારીમાં બિલ ગેટ્સે કરોડો રૂપિયા ગુમાવેલા.

સ્ટીવ જૉબ્સે તેના જીવનમાં શ્રેણીબદ્ધ નિષ્ફળતા પછી સફળતાના બાર નિયમો ઘડેલા.

(૧) તમે જે પ્રવૃત્તિને ચાહતા હો એ કામ જ હાથમાં લો અને છેવટે હાથમાં લીધેલા કામને પ્રેમ કરો.

(૨) બી ડિફરન્ટ. બીજા કરતાં ચીલો ચાતરીને ચાલો. અનોખા થાઓ.

(૩) ડૂ યૉર બેસ્ટ. સફળ થવા કોઈ પ્રયત્ન બાકી ન રાખો.

(૪) દરેક નિષ્ફળતાનું પૃથક્કરણ કરો.

(૫) ધંધામાં સાહસ કરો.

(૬) નાનેથી શરૂઆત કરો પણ ધ્યેય ઊંચું રાખો.

(૭) જે વ્યવસાયમાં જાઓ એના નેતા બનો. બીજા લોકો માટે પ્રેરણારૂપ બનો.

(૮) હંમેશાં ફોકસ જાળવો.

(૯) ચારે કોરથી લોકોનો સહકાર મેળવો.

(૧૦) સતત-સતત કંઈક નવું કરો.

(૧૧) તમારી નિષ્ફળતામાંથી શીખો.

(૧૨) સતત નવું શીખતા રહેવા પુસ્તકો વાંચો. બીજાનાં જીવનચરિત્રો વાંચો.

Comments (0)Add Comment

Write comment
quote
bold
italicize
underline
strike
url
image
quote
quote
smile
wink
laugh
grin
angry
sad
shocked
cool
tongue
kiss
cry
smaller | bigger

security code
Write the displayed characters


busy