ઊઠો, જાગો, ધ્યેયપ્રાપ્તિ સુધી મંડ્યા રહો

સ્વામી વિવેકાનંદ આજે ૨૦૧૭ અને પછીના ભારતના નવયુવાનો માટે પણ ઉત્તમ સંદેશ મૂકતા ગયા છે.

પ્રેરણાની પળે - કાન્તિ ભટ્ટ

એને હું અહીં રિપીટ કરું છું - ઊઠો, જાગો, ધ્યેયપ્રાપ્તિ સુધી મંડ્યા રહો. ગોપાલ કૃષ્ણ ગોખલે, બાલગંગાધર ટિળક, રાજેન્દ્રપ્રસાદજી, લાલ બહાદુર શાસ્ત્રી વગેરે સ્વાતંhયસૈનિકો દેશની આઝાદી માટે શહીદ થઈ ગયા. આપણા તમામ માટે રાજકીય જ નહીં પણ આર્થિક આઝાદી, કૌટુંબિક આઝાદી, વ્યવસાયની આઝાદી અને વ્યક્તિગત ધ્યેય પ્રાપ્ત કરવાની આઝાદી ભોગવવા માટે મોકળું મેદાન મૂકી ગયા છે.

હવે કોઈ રાજકીય આઝાદી માટે શહીદ થવાની જરૂર નથી, પણ પોતાની વૈયક્તિક આઝાદી ભોગવવાનું અને પોેતે જ પોતાની જિંદગીનું ધ્યેય નક્કી કરવાનું આપણે માટે છોડી ગયા છે. હવેના શહીદો જુદી જાતના છે. તે જરૂર શહીદ છે, પણ ભારતની પ્રજા માટે પણ અમુક જણ વ્યવસાયમાં શહીદ થયા છે. હવે શેને માટે શહીદ થવાનું છે? સ્વામી વિવેકાનંદે ઉચ્ચ કક્ષાનો સંદેશ યુવાનોને આપ્યો છે. હે યુવાનો, તમે તમારા માટે જિંદગીનું કોઈ ઊંચું ધ્યેય નક્કી કરો. માત્ર મોજમજા અને ખાણીપીણી કે આનંદપ્રમોદમાં શક્તિ વેડફવાને બદલે ઈશ્વરે આ કીમતી દેહ આપ્યો છે એ કીમતી દેહ આપવા બદલ ઈશ્વર-અલ્લાહ પાસે કંઈક બડાઈ મારી શકો એવું કામ આ દુનિયામાં મરણ પહેલાં કરતા જાઓ.

આજના નવયુવાનો માટે જ નહીં, વયસ્ક લોકો માટે પણ પોતાનાં નવજુવાન પુત્રો કે પૌત્રીઓ કે પત્ની પાસેથી ઓછામાં ઓછી સેવા લેવી પડે એવું સ્વાસ્થ્ય રાખવાની ફરજ છે. આજે ડગલે ને પગલે કોઈ ને કોઈ બીમારી માણસને આંબી લે છે. એ હાલતમાં તમારું સ્વાસ્થ્ય એકદમ સારું રાખવાની આપણા સૌની ફરજ છે. આજે સ્વામી વિવેકાનંદ કહે છે એ ‘ધ્યેય’પ્રાપ્તિ માટે તમારું ધ્યેય નક્કી કરો કે ‘હું મરતાં સુધી મારા શરીર માટે કોઈની સેવા નહીં લઉં. મારા નવજુવાન પુત્રો કે પુત્રીઓને તેમની પોતાની સ્વતંત્ર જિંદગી માણવા દઈશ. હું કોઈ પણ હિસાબે મારું સ્વાસ્થ્ય સારું રાખીશ અને બીમાર નહી પડું.’

તમને જાણીને નવાઈ લાગશે કે ‘ડેઇલી મેઇલ’ના રિપોર્ટર સ્ટીવ ડૉટીના કહેવા પ્રમાણે અમેરિકાની નૅશનલ હેલ્થ સર્વિસ ૬૨ વર્ષે હાથે કરીને ૧,૩૦,૦૦૦ એલ્ડરલી પેશન્ટ (મોટી વયના દરદી)ને મારી નાખે છે. શું કામ મારી નાખે છે? એટલા માટે કે ૬૫થી ૭૦ વર્ષના દરદીના દરદને સારું કરવાની ડૉક્ટરોની ક્ષમતા નથી. પણ સૌથી ગજબનાક વાત એ છે કે હૉસ્પિટલોમાં અમુક પથારીઓ બીજા દરદીને માટે ખાલી થાય કે પ્રાપ્ય થાય એ માટે વૃદ્ધ દરદીને હાથે કરીને મરવા દેવાય છે. ભલે ભારતમાં કદાચ આવું થતું નહીં હોય, પણ આજે જ તમે મુંબઈના લોકો નક્કી કરો કે ‘મારી બીમારી માટે કદી જ હું હૉસ્પિટલમાં નહીં જાઉં. ઘરે દેશી ઉપચારો, દેશી દવાઓ, હોમિયોપથી કે નૅચરોપથી અજમાવીશ; પણ ઍલોપૅથિક ડૉક્ટરો પાસે સાધારણ બીમારી માટે નહીં જાઉં.’

ઍલોપથી જરૂર ઉપયોગી છે, પણ આજે જલદીથી ઍલોપથીની કૉલેજોમાં ઍડ્મિશન મેળવવા ટૂંકા રસ્તા અપનાવાય છે. કૉલેજમાં ઍડ્મિશન માટે પાંચ લાખ રૂપિયાથી ૧૦ લાખ રૂપિયાની લાંચ અપાય છે. એટલે એનો ‘આરોગ્ય ઉદ્યોગ’ પૈસાખાઉ બનવા માંડ્યો છે. એટલે હવે જરૂર છે કે દરેક ગુજરાતી પોતે પોતાનો ડૉક્ટર બને અને પોતાના સ્વાસ્થ્યની કાળજી લે. ફરીથી હું સ્વામી વિવેકાનંદનો મેસેજ આપની સામે મૂકું છું એ થોડો ફેરવીને મૂકું છું. તમે થોડા સમજણા થાઓ એટલે આ કીમતી જિંદગી ભગવાને આપી છે એ માટે હું એ ધ્યેય પ્રાપ્ત કરવા મંડ્યો રહીશ અને એ ધ્યેયપ્રાપ્તિ માટે સૌથી મદદગાર મારું શરીર છે અને એ શરીરને રોગમુક્ત રાખીશ. આજે આરોગ્યને સારું રાખવું એ મોટામાં મોટો ધર્મ છે અને એ જ તમારું ધ્યેય હોવું જોઈએ.

Comments (0)Add Comment

Write comment
quote
bold
italicize
underline
strike
url
image
quote
quote
smile
wink
laugh
grin
angry
sad
shocked
cool
tongue
kiss
cry
smaller | bigger

security code
Write the displayed characters


busy
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK