તમારે શ્વાસ ખરીદવા છે? તો ઉચ્છ્વાસની કિંમત ચૂકવો

‘જય શ્રીકૃષ્ણ. હમણાં તારા સિવાય અહીં યાદવોની દશા બેઠી છે.’

મનોરંજનથી મનોમંથન - સુભાષ ઠાકર

ભાઈશ્રી કૃષ્ણ યાદવ,

‘જય શ્રીકૃષ્ણ. હમણાં તારા સિવાય અહીં યાદવોની દશા બેઠી છે.’

હું મંદિરમાં કૃષ્ણ સામે હૈયાવરાળ ઠાલવતો હતો, ‘પ્રભુ, હું જય ભારત સાથે જણાવું છું કે જેમ રાત્રે દૂધમાં મેળવણ નાખી સવારે દહીં થઈ જ જશે એવા અડીખમ વિશ્વાસથી આખું કુટુંબ રાત્રે સૂઈ જાય બસ, એટલા જ વિશ્વાસથી અહીં એવી વાત ફેલાઈ કે ‘જીવ તું શીદને ચિંતા કરે, કૃષ્ણને કરવું હોય તે કરે.’ અરે બૉસ, અમે તો જે દિવસથી તેં શ્વાસ મૂક્યો એ જ ક્ષણ તારામાં અડીખમ વિશ્વાસ મૂક્યો. જાણે તું જ છે ને હું છું જ નઈ. પણ સૉરી ટુ સે, યુ આર ટોટલી ફેલ. આપણે ક્યારેય રૂબરૂ મળ્યા નથી છતાં મારા અને તારા માટે એક કૉમન માન્યતા લોકોમાં ઘર કરી ગઈ છે કે ‘ઠાકર કરે એ ઠીક.’ આમાં લોચો એ પડે કે તું બધાનું ન રાખે તો મારી પણ નાનકડી ઇજ્જત પર છાંટા ઊડે કે નઈ? અને હવે આ ઉંમરે કંઈ મારાથી અટક ન બદલાય, અન્ડરસ્ટૅન્ડ? અલ્યા ભૈ માન્યું કે તું મહાન છે, ભગવાન છે એટલે તું ધારે એ કરી શકે. તારી મરજી. તેં શું કર્યું એ માહિતી હમણાં ગૂગલમાં મળી કે જન્મતાંની સાથે હવામાં ઊડ્યો. પછી તું માખણચોર બન્યો. પછી રાધાને રીઝવવા વાંસળી શીખ્યો. એક વાત કઉં? મેં પણ તારી જેમ વગાડવા ટ્રાય કરી તો ઉઘરાણીવાïળા આવી ગયા બોલ. તરત જ મારામાં મરીઝ પ્રવેશ્યા, ‘કરજ હમણાં બધાનાં ચૂકવી દઉં, અગર તું મને ઉધાર દે.’ વિના ઉધાર નહીં ઉદ્ધાર. પછી તો તેં કુરુક્ષેત્રના રણમેદાનમાં શંખ વગાડ્યો. જુવાનીમાં નટખટ બની તેં પેલી ગોપીઓનું વસ્ત્રહરણ કર્યું. તું ભાગ્યશાળી છે, બાકી અહીં તો સાલું કોઈ લલ્લીના સાડીના પાલવને જરા હાથ જો લાગી ગયો તો વિરોધીઓ હાથ માગવા... સૉરી, હાથ કાપવા ગબ્બર બનીને મારા પર દાદાગીરી કરે, ‘યે હાથ મુઝે દે દે ઠાકર.’ મારા હાથને સાચવવાનું મારા હાથમાં ન બચે. હાથ વગર તો ખાવું કેમ? ખંજવાળવું કેમ?... પછી તો તેં ગોપીઓના વ્ાસ્ત્રહરણની સામે બૅલૅન્સ જાળવવા મહાભારતમાં દ્રૌપદીને હોલસેલમાં નવસો નવ્વાણું સાડીઓ પહેરાવી. તો આટલી સાડીઓ લાવ્યો ક્યાંથી? અહીં તો અમારી ચંપા જે કલરની સાડી પસંદ કરે એ કલરનો નાનકડો હાથરૂમાલ પણ નથી આપી શકતા. કડકી, બીજું શું? અમે તો જો તે બે સાડી માગે તો એક બાજુ બેસાડી દઈએ સમજ્યો? બાકી તેં ગોવર્ધન ઊંચકી પૂરથી ગામ બચાવ્યું. સગા મામાની પદૂડી કાઢી મારી નાખ્યો. તેં બુદ્ધિપૂર્વક કુરુક્ષેત્રના મેદાનમાં વાહન તરીકે રથની પસંદગી કરી. ન પેટ્રોલ-ડીઝલની ફિકર ન હવા પૂરવાની કે પંક્ચર પડવાની ફિકર... હવે તો એવા રથ તીરથમાં પણ નથી દેખાતા. તેં તારા મિત્ર સુદામાને તંદૂરની પોટલીના બદલામાં ન્યાલ કરી દીધો. વાહ ક્યા બાત હૈ. આ બધા માટે તને નવ-નવ તોપોની સલામી બસ. પણ હવે અમે બધા સુદામાની પોટલીની જેમ ભાતની વાટકી લઈને તારી પાછળ ફરીએ છીએ તો અમારી ચિંતા નઈ કરવાની? ન કરવી હોય તો ‘જીવ તું શીદને ચિંતા કરે...’ એ લાઇન પાછી ખેંચી લે. બાકી અમે તો ચિતા પર સૂઈ જઈશું ત્યાં સુધી ચિંતા બંધ નથી થવાની. ડફોળ ફિલોસૉફરો ઠોકમઠોક કરે કે ચિંતા ચિતા સમાન... કપાળ તારા બાપુનું, અત્યાર સુધી ક્યાં ચિંતા કરવાવાïળાએ ચિતા પર કૂદકો માર્યો.’

‘સ્ટૉપ ઇટ પ્લીઝ, કેટલું બોલે છે! આટલા ઓછા પગારમાં આટલું બોલાય? ન પોસાય.’

‘કકકકોણ? કોકોકોનો અવાજ?’ હું ચમક્યો વત્તા ગભરાયો.

‘અરે ટોપા કોણ શું?’ મૂર્તિમાંથી અવાજ આવ્યો, ‘મારી સામે ઊભો છે તો અવાજ મારો જ હોયને? હું કૃષ્ણ જાતે પોતે ખુદ. મારો અવાજ નથી ઓળખતો?’

‘હોય પ્રભુ, એમાં ગરમ શું થવાનું? અહીં અમે વર્ષો સુધી લોકોની અંદરના અંતરનો અવાજ નથી ઓળખતા તો તારો તો પહેલી વાર. અહીં તો માણસને ઓળખવાનું પણ અઘરું છે. સંભાળવું પડે યુ નો? હમણાં દિલ્હીમાં એક શોમાં ગાયું, ‘આપ બાહર સે કુછ ઔર, ઔર અંદર સે કુછ ઔર નઝર આતે હૈં’ અને ‘આપકા તો લગતા હૈ બસ યહી સપના રામ નામ જપના પરાયા માલ અપના.’ તો મને કેજરીવાલની આપ પાર્ટીએ માર્યો. પ્રભુ, સાલું ખબર જ ન પડી કે ક્યાં કાચું કપાયું (હે વાચકો, આપ તો સમજી ગયાને?). બોલો પ્રભુ... શું વિચારો છો?’

‘વિચાર ગયો તેલ પીવા. તું મારા માટે કેળાં, દ્રાક્ષ, મોસંબી, સફરજન કોઈ ફળï લાવ્યો છે?’

‘અરરર, પ્રભુ આ શું બોલ્યા તમે? તમે જ ગીતામાં કીધું છે કે મા ફલેષુ કદાચન. ફળની અપેક્ષા નઈ રાખવાની ને તમે જ ફળની માગણી કરો છો? પ્રભુ તું માત્ર કર્મ કર, ફળની અપેક્ષા ન રાખ. ફળના ભાવ ખબર છે? ફળનો ઠળિયો પણ ન ખરીદાય. ફળના ભાવ વધે છે તો તારી પ્રત્યે અંતરના ભાવ ઘટે છે. બન્નેનો ભાવવધારો ન પોસાય. પ્રભુ, તું મારા અંતરનો ભાવ જોને યાર. છતાં ભલે મારી ક્રેડિટ નથી, પણ ક્રેડિટ કાર્ડ છે. ચાલશે? હું ફક્ત બે જ ફળને જાણું. સફળ કે નિષ્ફળ. પણ જગત સફળ નથી થવા દેતું ને મન નિષ્ફળતા સ્વીકારતું નથી. સમજાતું નથી કે...’

‘શું કરવું, બરાબર? મેં તો કીધું કે કાં બધું મારી પર છોડ કાં પછી મને છોડ. પણ તને નથી મારા પર પૂરતી શ્રદ્ધા કે નથી તારી જાત પર ભરોસો... અવઢવ છે.’

‘છે પ્રભુ, તારા પર શ્રદ્ધા છે. એટલે તો સવાર-સાંજ તારી પ્રાર્થના કરું છું. તું જ તો...’

‘અરે ડોબાલાલ, મારા પર આધાર હોય એમ પ્રાર્થના કરે છે, પણ તારા પર પણ થોડો આધાર હોય એમ કામ નઈ કરવાનું? બધું મફતમાં મેળવવાનું? મેં તો ગીતામાં લખ્યું છે, મફતનું લઈશ નહીં.’

‘અરે પ્રભુ, તેં ગીતામાં લખ્યું હોય કે રામે રામાયણમાં લખ્યું હોય કે કુરાન-બાઇબલમાં લખ્યું હોય. મેં શું મફતમાં મેળવ્યું?’

‘જો બકા, મંદિરમાં ભગવાન આગળ ખોટું બોલીએ તો પકડાઈ જવાય. જેવી પેલા ધીરુભાઈના બાબલા મુકાએ જિયોની સ્કીમ લંબાવી તો મફતનાં સિમકાર્ડ માટે કેવી લાïળ પાડવા લાગ્યા? તૂટી પડ્યા.’

‘અરે પ્રભુ, બિલ ચૂકવવા પૈસા ન હોય તો શું ધાડ પાડવાની? બિચારા મુકાએ મોંઘવારીમાં રાહત...’

‘તંબૂરો રાહત? માછીમારની નેટમાં માછલી ફસાય એમ તું મુકાની નેટમાં ફસાયો છે.’

‘તો મને માફ કર અથવા મુકાને વાત કર.’

‘હમણાં તો ત્રણ નેટમાં ફસાયો છે. હેલ્થ, વેલ્થ ઍન્ડ રિલેશનશિપ. આ ત્રણ ચીજ બચાવવા તું બધું મફતમાં શોધે છે, દોડે છે. ગમે તે ખાઈ તબિયત બગાડે, લોકોનું કરી નાખી સંપત્તિના ઢગલા કરે. ભાષાની મીઠાશથી સંબંધો બનાવે. બધું જાળવવા તું મારી પાસે આવે. આમાં હું મદદ કરવા માટે મજબૂર છું. પછી તારી જ વાત. દૂધમાંથી દહીં બનાવવા મેળવણ પર વિશ્વાસ મૂકવો પડે. અડધી રાત્રે વારંવાર છીબાં ઊંચકી તપાસ્યા કરીએ તો ન દહીં રહે ન દૂધ. એટલે બધું મફતમાં મેળવવાની વૃત્તિ છોડ. હું ઈશ્વર છું એ સાબિત કરવા મંદિરના શિખર પર ધજા  ફરકાવવી પડે છે. અને તું ધ્યાનથી સાંભળી લે. તારે શ્વાસ ખરીદવા છે તો ઉચ્છ્વાસની કિંમત ચૂકવવી જ પડશે...’

શું કહો છો?

Comments (0)Add Comment

Write comment
quote
bold
italicize
underline
strike
url
image
quote
quote
smile
wink
laugh
grin
angry
sad
shocked
cool
tongue
kiss
cry
smaller | bigger

security code
Write the displayed characters


busy
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK