આપણા દરેકમાં સર્જનશક્તિ રહેલી છે : માત્ર શરૂ કરવાની, કલમ ઉપાડવાની જરૂર છે

મહાન લેખક-વાર્તાકાર સમરસેટ મૉમે લગભગ પચાસ વર્ષ પહેલાં લખેલું કે કોઈ સર્જક, લેખક કે કલમ ચલાવનારો કે ચલાવનારી શું કામ લખે છે?



પ્રેરણાની પળે - કાન્તિ ભટ્ટ

દરેક વ્યક્તિમાં-માનવમાં કિરતારે સર્જકતા અને સર્જનશક્તિ મૂકી છે. તે બાળક પેદા કરે છે, પણ એ ઉપરાંત તે સાહિત્ય પણ પેદા કરે છે. સમરસેટ મૉમે લખેલું કે કોઈ પણ વ્યક્તિ પછી તે ગુનેગાર હોય કે ખૂન કર્યું હોય, પણ મૂળભૂત રીતે તે સર્જક છે. કોઈ પણ ‘ગુનેગાર’ શું કામ લખે છે? ધ આર્ટિસ્ટ પ્રોડ્યુસિસ ફૉર ધ લિબરેશન ઑફ હિઝ સોલ, ઇટ ઇઝ હિઝ નેચર ટુ ક્રીએટ ઍઝ ઇટ ઇઝ ધ નેચર ઑફ વૉટર ટુ ફ્લો ટુ રિમેઇન ફ્રેશ! પાણીએ સ્વચ્છ રહેવા વહેવું પડે એમ દરેક માણસે તાજાતરીન રહેવા માટે ક્રીએટિવ થવું પડે છે. માનવીના સ્વભાવમાં જ હોય છે કે તે કંઈક નવું સર્જે.

‘મિડ-ડે’માં ગાંધીજી પણ ખુશ થાય એવા એક સમાચાર આવેલા. સાબરમતીના આ સંતે અમદાવાદના આશ્રમમાંથી સ્વાધીનતાની લડતનો પાયો નાખ્યો હતો એ સાબરમતીની જેલના ૨૦૧૭ના કેદીઓએ કમાલ કરી કે બધા કેદીઓએ સાથે મળીને એક મૅગેઝિન પ્રગટ કર્યું હતું. મૅગેઝિન પ્રગટ કરવું અને એને ચાલુ રાખવું એ ખાંડાના ખેલ છે. મારા ઘરે એક દિવસ જાણીતા લેખક સૌરભ શાહ મળવા આવ્યા. મારી ઉંમર ૮૬ની થઈ છે ત્યારે મેં સૌરભ શાહનો દાણો ચાંપ્યો. મેં દરખાસ્ત કરી કે ‘ચાલો એક સાપ્તાહિક પ્રગટ કરીએ.’ તો તરત એક મિનિટની રાહ જોયા વગર જાણે તોબા પોકારતા હોય તેમ સૌરભ શાહ બોલી ઊઠuા, ‘તમારી પાસે કેટલા વધારાના પૈસા છે? મને આપી દો. અને મૅગેઝિન પ્રગટ કરવાનું નામ ન લો, માંડી વાળો.’ મેં પણ મારાં સ્વતંત્ર સાપ્તાહિક શરૂ કરીને બંધ કયાર઼્ છે. આર્થિક અને બીજા માર ખાધા છે. સૌપ્રથમ તમારે મૅગેઝિનને જિવાડવા જાહેરખબર આપનારની ગુલામી કરવી પડે છે. તમારી કહેવાતી કલમની સ્વતંત્રતા માર ખાય છે, પરંતુ ‘મિડ-ડે’ના સમાચાર સાંભળીને મને આ લખવાનું મન થયું કે કેદીઓએ સાથે મળીને મૅગેઝિન પબ્લિશ કર્યું. આ સમાચાર વાંચીને મને લેખનું મથાળું કરવાનું મન થયું કે સાબરમતીના અસંતો તમે તો કમાલ કરી છે. જોકે આ ‘વન ટાઇમ અફેર’ હશે. મૅગેઝિન પ્રગટ કરવું અને પછી એને ચાલુ રાખવા લાં...બી આવરદા આપવી મુશ્કેલ છે. ઘણા સર્જકો મૅગેઝિનને અમર કરવા માટે જાતે શહીદ થયા છે. વજુ કોટક આવા શહીદ હતા.

પરંતુ અહીં મારે કોઈની શહીદીની વાત કરવી નથી. મારે કહેવું છે કે જ્યારે પણ માણસ તેના ક્રીએટિવ બેસ્ટ સ્પિરિટમાં હોય છે ત્યારે તેને કંઈક સર્જવું હોય છે. જ્યારે માણસ કંઈક કહેવા માટે ગૂંગળાતો હોય છે ત્યારે તે ખરો સર્જક થાય છે અને આજે સૌથી વધુ ગૂંગળામણ અનુભવતી હોય તો તે સ્ત્રી છે અને તેથી હવે સ્ત્રી પરવા કર્યા વગર હવે સર્જતી થઈ છે-લખતી થઈ છે. 

કવિ સૅમ્યુઅલ જૉન્સને ૧૭૫૮માં એક ગહન વાક્ય ઉચ્ચારેલું ‘ટુ બિલ્ડ ઇઝ ટુ બી રૉબ્ડ.’ કંઈ પણ સર્જવું કે કંઈ પણ ક્રીએટ કરવું કે બાંધવું એ (સ્વયં) લૂંટાઈ જવા જેવી વાત છે. સ્ત્રીઓ આ પ્રકારે સર્જનપ્રક્રિયામાં લંૂટાઈ જાય છે. મેં ઘણી સ્ત્રીલેખિકા જોઈ છે કે તે તેના લેખક પતિના નામે લખે છે અને પોતાના નામ સાથે લખવાની હિંમત પણ કરતી નથી.

મારે ઘણી સ્ત્રીઓ જે લખવા ઇચ્છતી હોય તેને પ્રેરણા આપવી છે કે ‘તમને લખવું છે? તો શેની રાહ જુઓ છો? ઉપાડો કલમ અને લખવા બેસી જાઓ.’ મહાન સર્જક અને જુવાન લેખકોના પ્રેરણાપાત્ર સર જેમ્સ રસેલ લોવેલે ૧૮૪૮માં લખેલું કે ઇન ક્રીએટિંગ ધ ઓન્લી હાર્ડ થિંગ ઇઝ ટુ બિગિન. કંઈ પણ સર્જવામાં પીડાદાયક કે તકલીફ છે કે એ સર્જન કેમ શરૂ કરવું? સર જેમ્સ તમને પાનો ચડાવે છે કે તમને સર્જવાનું મન થાય એટલે કોઈના બાપની સાડીબાર રાખ્યા વગર કલમ ઉપાડો અને લખવા બેસી જઈને લખવા માંડો. અમેરિકાના ચાર પ્રમુખો આવી રીતે લેખકમાંથી પછી પ્રમુખ થયા હતા. તમે સાહસ કરશો તો એક દિવસ તમેય પ્રખ્યાત થશો. પણ ચાલો, બધું ભૂલી જાઓ અને લખવાનું શરૂ કરો. સાબરમતીની જેલના ગુનેગારો સર્જક બની શકે છે તો તમે કેમ નહીં?

Comments (0)Add Comment

Write comment
quote
bold
italicize
underline
strike
url
image
quote
quote
smile
wink
laugh
grin
angry
sad
shocked
cool
tongue
kiss
cry
smaller | bigger

security code
Write the displayed characters


busy
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK