બહાનાબાજીઓના બેતાજ બાદશાહ RTIના બ્રહ્માસ્ત્રથી ધ્રૂજી ગયા

મધ્ય મુંબઈના લાલબાગ વિસ્તારના રમેશ છેડાના મેડિક્લેમની રકમ આપવામાં ધાંધિયા કરતા TPA (થર્ડ પાર્ટી ઍડ્મિનિસ્ટ્રેટર) તથા વીમાકંપનીના બાબુઓની શેતાનિયત સામેના યુદ્ધ તથા અંતે મળેલા ન્યાયની આ કથા છે.

RTI

RTIની તાકાત - ધીરજ રાંભિયા

રમેશભાઈ યુનાઇટેડ ઇન્ડિયા ઇન્શ્યૉરન્સ કંપની લિમિટેડની ૩ લાખ રૂપિયાની મેડિક્લેમ પૉલિસી ધરાવતા હતા. ૨૦૧૫ની ૯ સપ્ટેમ્બરે મોતિયા-મોતીબિંદુનું ઑપરેશન કરાવ્યું. વીમાકંપનીનું મેડિક્લેમ ઍપ્લિકેશન ફૉર્મ ભરી સર્વે જરૂરી ડિસ્ચાર્જ-સમરી, પ્રિસ્ક્રિપ્શન, બિલો જોડીને વિપુલ મેડકૉર્પ TPA પ્રા. લિ.ને સમયમર્યાદાની અંદર મોકલી આપવામાં આવ્યું. કુલ ક્લેમ ૭૩,૨૨૨ રૂપિયાનો કરવામાં આવ્યો.

૨૦૧૫ની ૨૩ ઑક્ટોબરે TPAએ ૪૦,૦૦૦ રૂપિયાની મંજૂરીનો ક્લેમ સેટલમેન્ટ લેટર મોકલાવ્યો, જેમાં જણાવવામાં આવ્યું કે ૨૦૧૫ની ૧૯ ઑક્ટોબરે રમેશભાઈના બૅન્ક ખાતામાં ૪૦,૦૦૦ રૂપિયા NEFT (નૅશનલ ઇલેક્ટ્રૉનિક ફન્ડ ટ્રાન્સફર) દ્વારા જમા કરવામાં આવ્યા છે. ૩૩,૨૨૨ રૂપિયાની નામંજૂર કરેલી રકમ માટે ‘ફક્ત વ્યાજબી ખર્ચાઓની રકમ મંજૂર કરવામાં આવી છે’ જણાવવામાં આવ્યું, જે નાવીન્યપૂર્ણ બહાનાને ‘રીઝનેબિલિટી ક્લૉઝ’નું રૂપકડું નામ આપવામાં આવ્યું છે.

૨૦૧૫ના ડિસેમ્બરની ૧૬ તથા ૨૦ તારીખે TPA તથા વીમાકંપનીને ઈ-મેઇલ મોકલવામાં આવી, જેમાં જણાવવામાં આવ્યું કે પૉલિસી-દસ્તાવેજના ક્લૉઝ ૧-૨-૧ મુજબ કૅટરૅક્ટ ઑપરેશન માટે પૉલિસીની રકમના ૨૫ ટકા અથવા થયેલા ખર્ચની રકમમાંથી જે ઓછું હોય એ મંજૂર કરવામાં આવશે. મેડિક્લેમ પૉલિસી ૩ લાખ રૂપિયાની છે. એના ૨૫ ટકા ૭૫,૦૦૦ રૂપિયા થાય. થયેલા ખર્ચની રકમ ૭૩,૨૨૨ રૂપિયા છે, જે ૭૫,૦૦૦ રૂપિયા કરતાં ઓછી હોવાથી ૭૩,૨૨૨ રૂપિયાની સંપૂર્ણ રકમ મંજૂર થવી જોઈએ.

ન તો વીમાકંપનીના બાબુએ કે ન તો TPAના બાબુઓએ ઉપરોક્ત ઈ-મેઇલનો જવાબ આપવાની તસ્દી લીધી. પંદર દિવસ ઉપરાંતનો સમય વ્યતીત થઈ ગયો. કોઈ જવાબ ન આવતાં રમેશભાઈના પુત્ર મેહુલભાઈને તરુણ મિત્ર મંડળ સંચાલિત RTI કેન્દ્ર-ચિંચપોકલીની માહિતી હોવાથી તેઓ કેન્દ્ર પર પહોંચ્યા, જ્યાં તેમની મુલાકાત જ્યેષ્ઠ સેવાભાવી મનોજ પારેખ તથા શૈલેશ ગાલા સાથે થઈ. બન્ને સેવાભાવી તથા સાથીઓએ મેહુલભાઈની વીતકકથા શાંતિથી સાંભળી લાવેલી ફાઇલનો અભ્યાસ કરી RTI કાયદા હેઠળની ૨૦૧૬ની ૪ જાન્યુઆરીની અરજી બનાવી આપી, જે દ્વારા નીચેની વિગતે માહિતી માગવામાં આવી.

૧. મારી ૨૦૧૫ના ડિસેમ્બરની ૧૬ તથા ૨૦ તારીખની ઈ-મેઇલ પર કરવામાં આવેલી કાર્યવાહી તથા એમની સાંપ્રત સ્થિતિની વિગતવાર માહિતી આપશો.

૨. જો ઉપરોક્ત મેઇલ પર કાર્યવાહી ન કરવામાં આવી હોય તો એ માટે નોંધાયેલાં કારણો.

૩. ઉપરોક્ત ઈ-મેઇલ પર કાર્યવાહી કરવાની જવાબદારી ધરાવનાર અધિકારીનું નામ, હોદ્દો, સરનામું તથા સરકાર દ્વારા અપાયેલા મોબાઇલ-નંબર તથા કાર્યાલયના ડાયરેક્ટ તથા બોર્ડના લૅન્ડલાઇન નંબરો.

૪. જો મારી ઈ-મેઇલ પર કાર્યવાહી ન કરવામાં આવી હોય કે અધૂરી કાર્યવાહી કરવામાં આવી હોય તો કસૂરવાર અધિકારી સામે ભરવામાં આવેલાં શિસ્તભંગનાં પગલાંની વિગતવાર માહિતી.

૫. કસૂરવાર અધિકારી સામે શિસ્તભંગના પગલાં ભરવામાંન આવ્યાં હોય તો એ માટે નોંધાયેલાં કારણો.

૬. કસૂરવાર અધિકારી સામે શિસ્તભંગનાં પગલાં ભરવાની જવાબદારી ધરાવનાર વરિષ્ઠ અધિકારીનું નામ, હોદ્દો, સરનામું તથા તેમના સંપર્ક-નંબરો.

૭. આપના વિભાગના સિટિઝન ચાર્ટરની અપડેટેડ પ્રમાણિત પ્રત આપશો.

૮. જો આપના વિભાગનું સિટિઝન ચાર્ટર બનાવવામાં ન આવ્યું હોય કે એ અપડેટેડ કરવામાં ન આવ્યું હોય તો એમ કરવાની જવાબદારી ધરાવનાર અધિકારીનું નામ, હોદ્દો, સરનામું તથા તેમના સંપર્ક-નંબરો.

૯. ઉપરોક્ત (૮) મુજબની જવાબદારી અદા ન કરનાર અધિકારી સામે લેવામાં આવેલાં શિસ્તભંગનાં પગલાંની વિગતવાર માહિતી.

૧૦. જો ઉપરોક્ત (૯) મુજબ શિસ્તભંગનાં પગલાં ભરવામાં ન આવ્યાં હોય તો એ માટે નોંધાયેલાં કારણો.

૧૧. ઉપરોક્ત (૧૦) મુજબ પગલાં ભરવાની જવાબદારી ધરાવનાર અધિકારીનું નામ, હોદ્દો, સરનામું તથા સંપર્ક-નંબરો.

૧૨. પ્રથમ અપીલ અધિકારીનું નામ, હોદ્દો, સરનામું તથા સંપર્ક-નંબરો.

ઉપરોક્ત RTI અરજી ડિવિઝનલ ઑફિસ-૪ કે જેમણે પૉલિસી આપી હતી, એમના CPIO (સેન્ટ્રલ પબ્લિક ઇન્ફર્મેશન ઑફિસર)ને કરવામાં આવેલી. ૨૦૧૬ની ૧૦ એપ્રિલના પત્ર દ્વારા મુંબઈ રીજનલ ઑફિસના CPIOએ જણાવ્યું કે આપની RTI અરજી ૨૦૧૬ની ૧ ફેબ્રુઆરીએ ઘ્ભ્ત્બ્ને મળી છે તથા માહિતી ધરાવનાર ડિવિઝનલ ઑફિસ-૪ તરફથી નીચે પ્રમાણેના જવાબ આપની RTI અરજીના સંદર્ભમાં મળ્યા છે :

આપે ૨૦૧૫ની ૧૬ તથા ૨૦ ડિસેમ્બરે મોકલાવેલી ઈ-મેઇલ TPA વિપુલ મેડકૉર્પને જ મોકલાવી છે અને અમને મોકલવામાં આવી નથી. આથી આપે માગેલી માહિતી આપવા કે એના પર નુક્તેચીની કરવા અસમર્થ છીએ.

ઉપરોક્ત જવાબ બાબુઓના શેતાની મગજની નીપજ હતી. હકીકતમાં બન્ને ઈ-મેઇલ્સ (૧) This e-mail address is being protected from spambots. You need JavaScript enabled to view it ને તથા (૨) This e-mail address is being protected from spambots. You need JavaScript enabled to view it ના ID પર મોકલવામાં આવેલી. આથી જવાબ આપનાર અધિકારીને શક્ય છે કે ઈ-મેઇલ મળી ન હોય, પરંતુ જો તેમણે This e-mail address is being protected from spambots. You need JavaScript enabled to view it પર સર્ચ કર્યું હોત તો ઈ-મેઇલ મળી જાત.

મેહુલભાઈ જવાબ લઈ કેન્દ્ર પર મનોજભાઈ અને શૈલેશભાઈને મળ્યા, જેમણે જવાબ વાંચી તરત RTI કાયદા હેઠળની પ્રથમ અપીલ બનાવી આપી; જે મેહુલભાઈએ ૨૦૧૬ની ૨૯ એપ્રિલે વીમાકંપનીની મુંબઈ રીજનલ ઑફિસસ્થિત FAA (ફર્સ્ટ અપેલેટ ઑથોરિટી)ના કાર્યાલયમાં જમા કરાવી. RTI અરજીની માફક આ પણ અરજી ધારદાર બનાવી આપી.

૨૦૧૬ની ૨૬ મેની તારીખના પત્ર દ્વારા CPIOએ રમેશભાઈને આપની અપીલને પ્રોસેસ કરવા FAA વધુ ૧૫ દિવસનો સમય માગ્યો છે, જેની નોંધ લેશો. RTI કાયદા હેઠળ ૩૦ દિવસમાં અપીલનો નિકાલ કરવો અનિવાર્ય છે. FAA વધુ સમય માગી ન શકે. આ પરથી સમજ તો પડી કે FAAને પણ RTI કાયદા વિશે બહુ સમજ નથી. CPIO પણ FAA વતી પત્ર મોકલી ન શકે. FAAનો હોદ્દો ન્યાયાધીશનો છે. CPIO તો ગુનેગારના પાંજરામાં છે. ને તે પક્ષકાર છે. FAAના કહેવાથી જ CPIOએ સમય વધારવાનો પત્ર મોકલ્યો. FAAનાં બન્ને પગલાંઓ ન્યાયદેવીના વધ સમાન છે. તથા FAAના અજ્ઞાનતાને ઉજાગર કરે છે.

૨૦૧૬ની ૯ જૂને અપીલની સુનાવણી રાખવામાં આવી, જેમાં CPIO અને રમેશભાઈના પુત્ર મેહુલ છેડા હાજર રહ્યા. જે ડર હતો એ કમભાગ્યે સાચો નીકળ્યો. ‘આવ ભાઈ હરખા, આપણે બેઉ સરખા’ની ઉક્તિ સત્યાર્થ થઈ. CPIOએ આપેલા જવાબો સાથે અમે સહમત છીએ; સિટિઝન ચાર્ટર વીમાકંપનીની વેબસાઇટ પર ઉપલબ્ધ છે તેમ જ ય્વ્ત્નો કાયદો માહિતી મેળવવા માટે છે, ફરિયાદ નિવારણ માટે નથી એવી વાહિયાત તથા બિનજરૂરી વાતો હુકમનામામાં લખી. છેલ્લે એક સરસ વાત લખી અને એના માટે હુકમ પણ આપ્યો કે રમેશભાઈ-મેહુલભાઈની સમગ્ર ફરિયાદ વીમાકંપનીના ગ્રાહક સેવા વિભાગને ફેરવિચારણા માટે મોકલી.

ફરિયાદની રજૂઆત કરતી ઈ-મેઇલ્સ, RTI અરજી તથા RTI અપીલની બાંધણી, મેહુલભાઈની રજૂઆતો તથા શારીરિક સંજ્ઞાઓ પરથી સ્પષ્ટ દેખાતું તથા વર્તાતું હતું કે આ લોકો વાતનો છેડો ફરિયાદ નિવારણ સુધી મૂકશે નહીં. જો અપીલકર્તા RTI કાયદા હેઠળની દ્વિતીય અપીલ કરશે તો ખટિયા ખડી થઈ જશે. RTI કાયદા હેઠળ દ્વિતીય અપીલ કરવા માટે પ્રથમ અપીલનો લેખિત ચુકાદો મળે એ તારીખથી ૯૦ દિવસનો સમય મળે. આ સમયમર્યાદાની અંદર ફરિયાદનું નિવારણ કરવાની સૂચના મોઘમમાં અપાઈ હશે. જે હોય તે...

૨૦૧૬ની ૧૮ જુલાઈએ રમેશભાઈ અને મેહુલભાઈ માટે સોનાનો સૂરજ ઊગ્યો. રમેશભાઈના બૅન્ક ખાતામાં ૩૩,૨૨૨ રૂપિયાની રકમ TPAએ ચૂપચાપ જમા કરી દીધી. ચાર દિવસ બાદની તારીખનો પત્ર રમેશભાઈને મોકલાવ્યો, જેમાં ક્લેમની બાકી રહેતી ૩૩,૨૨૨ રૂપિયાની રકમ બૅન્ક ખાતામાં જમા કરવામાં આવી છે એની લેખિત જાણ કરી.

કેન્દ્ર નિયામક ઍડ્વોકેટ યોગિનીબેન, જ્યેષ્ઠ સેવાભાવી મનોજભાઈ, શૈલેશભાઈ તથા રાહુલભાઈના કતૃર્ત્વથી મેહુલભાઈની સક્રિયતાથી રમેશ છેડાના પરિવારની દસ મહિનાની વિટંબણાનો RTI કાયદાના યથાયોગ્ય ઉપયોગના કારણે સુખદ અંત આવ્યો.

Comments (0)Add Comment

Write comment
quote
bold
italicize
underline
strike
url
image
quote
quote
smile
wink
laugh
grin
angry
sad
shocked
cool
tongue
kiss
cry
smaller | bigger

security code
Write the displayed characters


busy
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK