ઊકળ્યા વગર પાણીને વરાળ થઈ જવું છે કરે કામ કંસનાં ને એને કૃષ્ણ થઈ જવું છે

યાત્રીઓં, કૃપ્યા ધ્યાન દીજિએ.

મનોરંજનથી મનોમંથન - સુભાષ ઠાકર

ભારી વર્ષા કે કારણ સભી ગાડિયાં અપને નિર્ધારિત સમય સે દેરી સે ચલ રહી હૈં. યાત્રીઓં કી અસુવિધા કે લિએ હમેં ખેદ હૈ.

બાંદરા પ્લૅટફૉર્મ પર જેવી અનાઉન્સમેન્ટ થઈ કે રાહુલે સોનિયા મમ્મીને કીધું, ‘મૉમ, યે ભારી વજન કી વર્ષા કી વજહ સે અગર પૂરી ટ્રેન દેરી સે ચલ રહી હૈ તો વો વર્ષા કો ટ્રેન સે નીચે ઉતાર દો. યે દૂસરે સબ પ્રવાસીઓં કે સાથ હળાહળ અન્યાય હૈ. મૉમ, યે વર્ષા કૌન હૈ?’

‘બેટા, યે તેરી માસી હૈ.’ સોનિયા ભડકી, ‘અરે મેરે રાજદુલારે, યે અનાઉન્સમેન્ટ કા  અરઠ હૈ કિ ગુજરાત મેં બારીશ ટેજ હૈ. ઇશીલિએ ગાડી શમયસર નહીં ઝાએગી. અભી હમ ટ્રેન સે ઝાએંગે તો લેટ હો ઝાએંગે ઇશીલિએ...’

‘બાપ રે! લેટ હો જાએંગે યાનિ મર જાએંગે? પૃથ્વીસ્થ સે સીધા સ્વર્ગસ્થ. જૈસે ડૅડી, ચાચા, દાદી લેટ હો ગએ ઐસે લેટ...’

‘અરે મેરે લાલ, લેટ મટલબ ડેર. અગર હમ ડેરી સે પહોંચેગે તો ગુજરાટ મેં બાઢ ઉટર જાએગી તો બોલેંગે ક્યા ઉટર જાકે મંજીરા બજાયેગે? ચલો, અભી ફટાફટ ફ્લાઇટ મેં ઝાયેગે.’

 સોનિયાભાભી રાહુલને ખેંચી પ્લૅટફૉર્મની બહાર લઈ આવ્યાં. કારને પાછી બોલાવી, ‘ડ્રાઇવર, ઍરપોર્ટ લે લો.’

‘અરે મૉમ, યે બેચારા ડ્રાઇવર હૈ. વો વન રૂમ-કિચન નહીં લે સકતા,’ રાહુલ ચમક્યો. ‘ઔર તુમ બોલતી હો ઍરપોર્ટ લ્ો લો. કહાં સે ખરીદેગા, કૌન દેગા? ભાવ સૂના ઍરપોર્ટ કા ચક્કર આ જાએગા. ડ્રાઇવર, ફિર ભી તુઝે ઍરપોર્ટ લેના હૈ તો...’

‘બસ પપુ બેટા બસ કર પ્લીઝ. તું ઇટલી મામાના ઘરેથી પાછો શું કામ આવ્યો? હું અહીં બધું સંભાળી લેત.’

હવે બૉસ, આમાં અક્કરમીનો પડિયો કાણો કે અધ્ાવચ્ચે પેટ્રોલ ખલાસ. પેટ્રોલ -પમ્પવાળાએ પૂછ્યું, ‘હલ્લો સોનુ.’

‘સોનુ?’ રાહુલ ફરી ચમક્યો. ‘ટોપા, યે સોનુ નઈ, સોનિયા હૈ સોનિયા. માય મૉમ. તૂ સોચ-સમઝ કે બોલ. મેરે ડૅડીને ભી કભી ઉસે લાઇફ મેં ભૂલ સે ભી સોનુ નહીં કહા, ઔર તૂ...’

‘અરે મારા બાપ, હું તો પૂછું છું કે પેટ્રોલ સોનું નાખું કે? સોનુ તને મારા પર ભરોસો નઈ કે...’

‘બકા, હવે મને મારા પોતાના પર ભરોસો નથી રહ્યો. તું હમણાં સોનું પેટ્રોલ ભર ને...’

ઍરપોર્ટ આવી બન્ને ફટાફટ બોર્ડિંગ પાસ લઈ ફ્લાઇટમાં બેઠાં. ‘મૉમ, એક વાત પૂછું? આપણે કયો બિઝનેસ કરીએ છીએ કે ફ્લાઇટમાં બિઝનેસ ક્લાસમાં બેઠાં...’

‘ધારાસભ્યોની લેવડદેવડનો. જો બેટા, હમણાં બધાને રાહુ(લ) નડે છે. યુ નો અમિત શાહે GST ચૂકવ્યા વગર કેટલાને ખરીદી લીધા. તેણે એવી પથારી ફેરવી છે કે ફરી ઉપાડી ન શકાય. રોજ કોઈ ને કોઈ આપણને છોડી ગાતું ચાલ્યું જાય છે. હમ છોડ ચલે હૈં મેહફિલ કો યાદ આએ કભી તો મત રોના...’

‘કોણ અમિત પેલો કટપ્પાનો ડુપ્લિકેટ... ટકલુ?’ રાહુલનો  ચહેરો તરડાયો.

‘એ ટકલામાં જ બધું ભર્યું છે બકા. નાનપણમાં તારી ઇન્દિરા દાદી તને ચતુર વાણિયાની વાર્તા કહેતાં, પણ ભવિષ્યમાં એ ચતુર વાણિયો અમિત હશે એની કલ્પના નહોતી.’

‘સૉરી મૉમ, ભૂતકાળમાં બધા કૉન્ગ્રેસીઓએ તેને કાઢી મૂકેલો. આજે એકલો કૉન્ગ્રેસને કાઢવા બેઠો છે. બદલો બીજું શું...?’

‘અરે બેટા, મને તેણે કીધું, ડાયનોસૉરની જેમ આખી પાર્ટીને નામશેષ કરી દઈશ. કૉન્ગ્રેસમુક્ત ભારત. સોનુ તને મારા પર ભરોસો નઈ કે? પાર્ટીમાં તેનું માન-સન્માન.’

‘અરે મૉમ, માન-સન્માન તો સમય અને સ્થિતિનું હોય છે, જેને લોકો પોતાનું સમજે છે. આપણી જિંદગીમાં મોઢામાંથી દાંત કે વાળે સ્થાન છોડ્યું પછી દશા જોઈ છેને? દાંત, વાળ કે નખ બધું ડસ્ટબિનમાં. કોઈ બાપદાદાનો દાંત કે વાળ મખમલી ડબીમાં સંઘરે છે? સમય અને સ્થાનનું મહત્વ સમજાયું?’

‘પપુડા, તું પણ સાલા ક્યારેક બુદ્ધિની વાત કરે છે.’

ત્યાં તો ફ્લાઇટ ચાલુ થઈ. પણ હજી બે મિનિટ પણ નથી થઈ ને રાહુલ પહોંચી ગયો પાઇલટની કૅબિનમાં. ‘એય ટોપા, તું પાઇલટ હૈ કિ કાર કા ડ્રાઇવર? ચીટર હો... પૈસા હવાઇજહાજ કા લેતે હો ઔર ઉસે ચલાતે હો જમીન પે, ચલો હવા...’

પાઇલટ ઉવાચ, ‘લેકિન સર, હમ અભી રનવે પે હૈં. પ્લેન ટેક-ઑફ નહીં હુઆ હૈ.’ પાઇલટ ઉવાચ.

‘તો પહેલાં ટેક-ઑફ કર, બાદ મેં રનવે પે લે. મેરે ડૅડી પાઇલટ થે. હમેં સબ માલૂમ...’

‘પપુ બકા,’ સોનિયાએ બૂમ મારી. ‘ચાલ પાછો આવી જા. બકા, મસ્તી નઈ કરવાની. આ ફ્લાઇટની બારી ખુલ્લી હોત તો મેં કૂદકો માર્યો હોત. હવે અમદાવાદ સુધી ચૂપ થઈ જા. લે, લૉલીપૉપ ખા...’

અમદાવાદ ઍરપોર્ટ ઊતરી ટૅક્સીવાળાને પપુએ પૂછ્યું, ‘પાલનપુર કા ક્યા લેગા?’

‘બેચને કા નહીં હૈ સર, ફિર ભી મૈં પૂછ કે...’

‘અરે ઉધર પાલનપુર જાને કા તૂ ક્યા લેગા? ઉધર ધાનેરા મેં ગુજરાતી ડાયરા હૈ, હમ અતિથિ હૈ...’

‘ફિર ક્યા લેને કા, ડાયરા દિખા દેના...’ ડ્રાઇવર બોલ્યો.

ટૅક્સી ઊપડી ને પપુએ પૂછ્યું, ‘મૉમ, યે ડાયરા મેં સે રક્તદાન ઔર કીર્તિદાન દોનો ભાઈ હૈ?’

‘બેટા,’ સોનિયાની આંખો ચીમળાયેલા જાંબુ જેવી થઈ ગઈ. ‘યે રક્તદાન કી શિબિર હૈ. ઉસ મેં કીર્તિદાન ઔર ભીખુદાન કા ગુજરાતી ડાયરા રખા હૈ. હમેં પૂર કી મદદ કે લિએ સહાનુભૂતિ કા ભાષણ દેના હૈ, યે ભાઈ નહીં હૈ.’

‘વો મૈં સમજ ગયા, પર વો રક્તદાન ઉધર આએગા તો સહી. ઉસકી શિબિર હૈ તો...’

‘હે પ્રભુ, હવે મારી સહનશક્તિની હદ અને સરહદ આવી ગયાં છે. ખબરદાર, હવે એક પણ શબ્દ બોલ્યો છે તો. સાલું મારા મગજનું દહીં કરી નાખ્યું છે...’

‘પણ તેં એ દહીંમાંથી ક્યારેય શિખંડ કે લસ્સી બનાવી પીવડાવી?’

‘પ્લીઝ મારા બચુડા,’ સોનિયા પોતાના વાળ ખેચતાં બોલી, ‘તું વિક્રમ-વેતાળ જેવા સવાલ ન કર.’

એટલામાં સનનન કરતો પથ્થર પપુની કાર પર પડ્યો ને બૂમ પાડી, ‘મૉમ બચાવો, કોઈ તો ગાઓ કિ કોઈ પથ્થર સે ન મારે મેરે દીવાને કો.’

‘જો બેટા, તું ૧૯૭૦નું મૉડલ છે. હજી સેટ થયો નથી. એટલે તારી ગણતરી માત્ર વસ્તી ગણતરીમાં જ થશે. કોણ બચાવે? પથ્થરથી બીવાનું નઈ. આ દેશના જવાનો રોજ પથ્થરોનો સામનો કરી શહીદ થાય છે. બેટા, પથ્થરમાં ચોક્કસ એક ખામી છે, એ પીગળતો નથી. તો ખૂબી એ છે કે બદલાતો પણ નથી. પથ્થરમાં તો ઈશ્વર છુપાય છે. તારા પર પથ્થર નઈ પણ ઈશ્વર...’

‘સમજી ગયો મૉમ.’

ડાયરો પૂરો થયા પછી રાહુલનું ભાષણ - ‘હે પાલનપુરવાસી, બોલો મુઝે બતાઓ. અચ્છે દિન આએંગે કોણ બોલેલું - મોદી કે અંબાણી? યે પૂર મેં કૌન કામ આયા, મોદી કે અમિત?’

‘ન અમિત કામ આયા, ન મોદી. હમ કો ગામ કા લીમડા કામ આયા.’ ચંબુ બોલ્યો.

‘એક્ઝૅક્ટલી. વક્ત પે કોઈ કામ નહીં આતા. અભી હમારી પાર્ટી કે પૂરે પોપડે ઉખડ રહે હૈં. રીડેવલપમેન્ટ ભી નહીં હો સકતા. ઇસલિએ મૈં ઔર મૉમ આજ સે ભાજપા જૉઇન કરતે હૈ. અંદર-અંદર કા યુદ્ધ બંધ કર કે મિલકર બાહર કા (ચીન સામેનું) યુદ્ધ કા સામના કરેંગે...’

હવે મોદી-શાહ ગભરાયા છે. એક વાત પ્રામાણિકતાથી કઉં જે બધાને લાગુ પડે છે? મને આતંકવાદીની બીક નથી, પણ આ તકવાદીઓની બીક લાગે છે.

ઊકળ્યા વગર પાણીને વરાળ થઈ જવું છે.

કરે કામ કંસનાં છતાં એને કૃષ્ણ થઈ જવું છે થવાય?

શું કહો છો?

Comments (0)Add Comment

Write comment
quote
bold
italicize
underline
strike
url
image
quote
quote
smile
wink
laugh
grin
angry
sad
shocked
cool
tongue
kiss
cry
smaller | bigger

security code
Write the displayed characters


busy
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK