પદ્માવતી-પદ્માવતી : ઇતિહાસની બહાદુર નારી ચર્ચાને ચોતરે

પદ્માવતી એક ઐતિહાસિક બહાદુર નારીનું પાત્ર છે એ આજે ૨૦૧૭માં અખબારો અને લેખકોની કૉલમની સરાણે ચડ્યું છે.

પ્રેરણાની પળે - કાન્તિ ભટ્ટ

પ્રેમનો પંથ અતિ કરાળ

તલવાર કી ધાર પર ધાવતો (દોડવું) હૈ

- કવિત


પદ્માવતી એક ઐતિહાસિક બહાદુર નારીનું પાત્ર છે એ આજે ૨૦૧૭માં અખબારો અને લેખકોની કૉલમની સરાણે ચડ્યું છે. વૉલ્ટ વ્હિટમૅન પત્રકાર, કવિ અને ઇતિહાસનો ૧૮૧૯માં જન્મેલો વિદ્વાન હતો. તેણે કહેલું કે જો ઇતિહાસને બરાબર યથાવત લખાય તો રોમૅન્ટિક સ્ટોરી લખવાની જરૂર નથી. આજકાલ અખબારો અને સાહિત્યનાં વર્તુળોમાં પદ્માવતી નામ બહુ જ ચર્ચાય છે. જૂના જમાનામાં પદ્મા અને પદ્માવતી નામ બહુ જ સહેલું હતું. નામ રસીલું અને રોમૅન્ટિક હતું. એમાં ïવળી એક ફિલ્મ-ઉત્પાદક, જેનું નામ તમે જાણો છો તે ગુજરાતીએ પદ્માવતીની ફિલ્મ પાછળ કરોડો રૂપિયા ખર્ચ્યા છે. એટલું હું કહી શકું કે આ ફિલ્મનિર્માતા (સંજય લીલા ભણસાલી)એ મોટું સાહસ કરીને પદ્માવતી નામ ઉજાગર કર્યું છે, પણ ઇતિહાસે શું શીખવ્યું છે?

‘ઍનૉનિમસ’ ઉપનામથી લખનારા એક ટીખળી વિદ્વાને કહ્યું છે કે ધ ઓન્લી લેસન હિસ્ટરી હૅઝ ટૉટ ઇઝ ધૅટ મૅન હૅઝ નૉટ યટ લર્ન્ડ ઍનિથિંગ. હજી માણસ ઇતિહાસમાંથી કે અનુભવમાંથી કંઈ જ શીખ્યો નથી!

પહેલી વાત એ છે કે પદ્માવતી નામનું ઐતિહાસિક પાત્ર બૉલીવુડના કચકડામાં મઢાયું છે એ ઇતિહાસનું એક કીમતી પાત્ર પણ હતું. પદ્માવતીના વિષયને ઉખેળીને સંજય લીલા ભણસાલીએ નવી પેઢીને નવી વાતો જાણવાનો મોકો આપ્યો છે:

પદ્માવતી એક શાસ્ત્રીય રાગનું પણ નામ છે.

પદ્માવતી નામની ઉજ્જયની નગરીની અપ્સરા પણ હતી. પન્ના શહેર અત્યારે કહેવાય છે એ પહેલાં પદ્માવતી નામથી ઓળખાતું હતું.

પદ્માવતી નામની એક નદી હતી. મહાકવિ જયદેવની પત્નીનું નામ પદ્માવતી હતું. યુધિષ્ઠિરની એક રાણીનું નામ પદ્માવતી હતું અને હવે એકવીસમી સદીમાં આવીએ તો સંજય લીલા ભણસાલીની એ રોમૅન્ટિક અને કરુણ-શૌર્ય રસથી ભરપૂર ફિલ્મ બની છે. એમાં પ્રેમનો વિષય મુખ્ય છે. પ્રેમનો પંથ કાંટાળો તો છે જ, પણ પ્રેમ કર્યા વગર આપણને ચાલતું નથી. ઉર્દૂ શાયર દાગે કહેલું, ‘જિસને દિલ ખોયા ઉસીકો કુછ મિલા, ફાયદા દેખા ઉસી નુકસાન મેં.’ કવિઓએ ચેતવણી ભલે આપી, પણ એ પ્રેમના કાંટાળા પંથને ફૂલની પથારી જેવો કરી શકાય છે. એટલું ખરું કે પ્રેમનો પંથ આકરો છે અને એ બૉલીવુડની ફિલ્મમાં રાજા બાજીરાવ અને મસ્તાની વચ્ચેના પ્રેમે પુરવાર કર્યું છે.

એક ડઝન વર્ષની ભણસાલીની સાધના પછી આ ફિલ્મ બની છે અને કમનસીબે રાજકારણના ક્રૂર ચોતરે આજે ચર્ચાય છે.

મને સંજય લીલા ભણસાલીએ એક ઇન્ટરવ્યુમાં કહેલું કે ‘દરેક માનવીના નસીબમાં પીડા અને પીડામાં શોષાવું એ જીવનનો એક ભાગ છે. તેની ફિલ્મમાં નિરૂપાયેલા બાજીરાવ પેશ્વા કોણ હતા? અને મસ્તાની કોણ હતી? જૂના જમાનામાં મહારાષ્ટ્રમાં જે-જે વડા પ્રધાન હોય તે પેશ્વા કહેવાતા. બાજીરાવ પેશ્વા લગભગ ચાર ડઝન યુદ્ધો લડેલા, પણ તલવારથી લડેલા યુદ્ધમાં હાર્યા નહોતા. પરંતુ સમાજના નિયમો સામે અને એક વિવાદાસ્પદ અતિ-અતિ સુંદર પાત્ર મસ્તાનીના પ્રેમમાં હારી ગયા હતા. બાજીરાવ બ્રાહ્મણનો ઉછેર પામ્યા, પણ મસ્તાની કોણ હતી? મસ્તાની વિશે જુદી-જુદી વાતો કે વાર્તાઓ લખાઈ છે... મહારાષ્ટ્રના રાજા છત્રસાલે રૂહાની બાઈ નામની એક મુસ્લિમ પ્રેમિકા રાખેલી. તેના થકી મસ્તાની વગર લગ્ને પેદા થઈ હતી. ટીનેજર હતી ત્યારથી મસ્તાની તલવારબાજી અને કુસ્તી પણ શીખેલી. અદ્ભુત સૌંદર્ય ધરાવતી મસ્તાનીએ હિમાલયની ઊંચાઈ જેટલા પ્રેમથી બાજીરાવ પેશ્વાનું દિલ જીતી લીધેલું. મસ્તાનીના પિતાનું રાજ્ય ભયમાં આવ્યું ત્યારે બાજીરાવ પેશ્વાની મદદથી રાજ્યને બચાવ્યું. તેના ઉપકારવશ પિતાએ તેની દીકરી નામે મસ્તાની ભેટરૂપે આપી. જોકે એક ઘોંચ હતી. બાજીરાવ તો કાશીબાઈને પરણેલા હતા એટલે મસ્તાની તો પત્ની નહીં, રખાત હતી. અને તમે અનુભવ્યું હશે કે પરણેલી પત્ની કરતાં વગર લગ્ને રાખેલી પ્રિયતમા વહુ વહાલી લાગે છે. આ મસ્તાની અને બાજીરાવ વચ્ચેના પ્રેમની અતિ મોંઘેરી ફિલ્મ બનાવીને આજે આપણને જોવા મળે છે. પદ્માવતીની જીવનકથા અનેક જુદે-જુદે સ્વરૂપે રચાઈ છે અને લખાઈ છે, પરંતુ બાજીરાવજી અને મસ્તાનીના પ્રેમની પીડા દરેક વાર્તામાં એકસરખી છે. હાલની કોઈ ફિલ્મ કંઈ શીખવતી નથી, પણ ‘બાજીરાવ મસ્તાની’ ફિલ્મ એવી છે જે તમને ટકોરાબંધ પ્રેમ કેમ થાય અને પ્રેમમાં કેટલા ઘા સહન કરવા પડે એ તમને શીખવશે. પ્રેમમાં પડીને હસી-હસીને કે રડી-રડીને કેમ દિવસો વિતાïવી શકાય એ આ ફિલ્મમાંથી શીખવાનું છે.

Comments (0)Add Comment

Write comment
quote
bold
italicize
underline
strike
url
image
quote
quote
smile
wink
laugh
grin
angry
sad
shocked
cool
tongue
kiss
cry
smaller | bigger

security code
Write the displayed characters


busy
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK