પાપ ધોવા ગંગાની શોધ કરી પણ પુણ્ય કમાવા કઈ નદીની શોધ કરી?

‘ગંગા મેરી માં કા નામ બાપ કા નામ હિમાલા..’

મનોરંજનથી મનોમંથન - સુભાષ ઠાકર

‘ગંગા મેરી માં કા નામ બાપ કા નામ હિમાલા..’ ‘તુમ સે અચ્છા કૌન હૈ’ (૧૯૬૯)નું ગીત. હાલ પણ જ્યારે-જ્યારે કાનમાં પડે ત્યારે-ત્યારે મારા હૈયામાં ફાળ પડે છે. હું અંદરથી હલબલી જાઉં છું, હચમચી જાઉં છું, સમસમી જાઉં છું. મારા ચહેરા પર નાક આકારનાં અઠ્યાવીસ આર્યચિહ્નો ને કાન આકારનાં પચીસ પ્રfનાર્થચિહ્નો પ્રગટ થાય છે. શમ્મી કપૂર અને રફીસાહેબ તો કહ્યાગરા કંથ કહેવાય એટલે ગાય, પણ મારે તો ગીતકાર ટોપાઓને કહેવું છે કે ગંગા-હિમાલય જો અમારાં મા-બાપ હોય તો આ જગતમાં જેના કારણે મારી હાજરી છે એ ઓરિજિનલ મા-બાપ ડાહીબહેન અને જયંતીલાલને શું વૃદ્ધાશ્રમમાં મૂકી આવવાનાં? આવું કહીને ઇજ્જત કાઢું? માય ફુટ. ગંગા-હિમાલય તો શું નાનકડા ખાબોચિયા કે નાની ટેકરીને પણ હું મા-બાપ શું કામ કહું? આટલું ખોટું? આવું અસત્ય? સરાસર હળાહળ જૂઠ? આવા અવાસ્તવિકતાવાળાં ગીત સાંભળી આટલાં વષોર્ પછી હાલ પણ મારાં રૂંવાડાં ઊભાં થઈ જાય છે. તમે ભેદ જાણશો તો તમારાં માત્ર રૂંવાડાં જ નઈ પણ આખેઆખા સળંગ ઊભા થઈ જશો (પ્લીઝ, હમણાં ઊભા ન થાઓ, હમણાં વાંચવામાં ધ્યાન આપો.) અને મારી સાથે બોલી ઊઠશો, ઠાકરસાહેબ, યુ આર રાઇટ. આ સદાબહાર ગીતને સદા બહાર જ રાખવાની જરૂર હતી. સમજાવું? જૂઠ બોલે કૌવા નઈ પણ કુત્તા કાટે તો ભી મૈં આજ બોલેગા... બોલેગા... બોલેગા... હવે મારાથી ચૂપ નઈ રહેવાય... બહુ થયું, ખોટું સહન નઈ થાય.

ગીતના તળિયા સુધી પહોંચો ને બુદ્ધિ હોય, સમજ હોય, જ્ઞાન હોય ને મગજમાં વિચારો પ્રગટતા હોય તો ચતુર કરો વિચાર કે ગંગાને મા ને હિમાલયને બાપા કીધા તો બન્ને પતિ-પત્ની થયાં. ઍગ્રી? પણ તારી ભલી થાય ટોપા, ગંગા એ હિમાલયમાંથી નીકળી તો એ ગંગા દીકરી કહેવાય કે પત્ની? મગજનો ઉપયોગ જ નહીં કરવાનો? કોઈ મને સપોર્ટ કરો, પ્લીઝ એકલો ન પાડો. આડાઅવળા સંબંધોની પથારી ફેરવી આવાં ખોટાં ગીતો અમારા માથામાં ફટકારવાનાં? શરમ આવવી જોઈએ શરમ...

હજી આ વિચારું ત્યાં તો બીજા ગીતકારે ખોપરીમાંથી મગજ બહાર આવી જાય એવો હથોડો પછાડયો. તમને પણ ફાળ પડે અને ખીજ ચડે... કારણ? સાંભળો. ભગવાન શંકરની જટામાંથી ગંગા પ્રગટ થઈ ને ખળખળ વહેતી હોય, એક પિતા પોતાની લાડકીને વિદાય આપતો હોય એમ પ્રભુ શંકર લાગણીવશ જોઈ રહ્યા હોય તો પેલા બીજા ટોપેશ્વરે ‘રામ તેરી ગંગા મૈલી’ કયા તગારામાંથી કાઢી? અરે બૉસ, એ અધિકાર માત્ર શંકરનો જ છે. એ શંકર જ ગંગાને કહી શકે કે ‘રિશ્તે મેં તો હમ તુમ્હારે બાપ લગતે હૈં, નામ હૈ મેરા શંકર.’  મૈલી મૈલી કરી ખોટેખોટો આરોપ રામ પ્રભુ પર ન ઠોકી દેવાય. કારણ વગર રામ ભલે ભગવાન હોય તો પણ ગભરાઈ જાય, મૂંઝાઈ જાય, અકળાઈ જાય... સમજ્યા?

હજી બીજી એક ખતરનાક લોચાની વાત કરું. હમણાં ચંપકલાલ ટ્રેનમાં સામે ભટકાયા ને મેં પૂછ્યું, ‘શું ચાલે છે?’

ï‘અત્યારે તો ટ્રેન ચાલે છે. બીજું શું ચાલે?’

‘એમ નઈ. અત્યારે ક્યાં ઉપાડી?’

‘હવે ૬૫ વર્ષે ક્યાં જવાનું? હરિદ્વાર. ગંગામાં સ્નાન કરી બધાં પાપ ધોઈ પવિત્ર બનવું છે. દર વર્ષે પાપ કરી ગંગામાં ડિલીટ કરવાનાં. પાછાં નવાં પાપ ઇન્સ્ટૉલ કરી પાછાં ધોવા ગંગા આવવાનું એમ કરતાં-કરતાં આ ચક્કરને પચીસ વર્ષ થઈ ગયાં. ઠાકર, પાપ ધોવા માટે આપણે ગંગાની શોધ કરી, પણ પુણ્ય કમાવાને કોઈ નદીની શોધ કરી?’

‘પણ આ ગંગાનું ગણિત સમજાતું નથી કાકા. હમણાં ચાલુ સંસદે પેલા રવિપ્રસાદ બોલ્યા, ‘મોદી ગંગા જેવા શુદ્ધ અને પવિત્ર છે.’ એ પછી તરત જ ઉમાભારતી બોલ્યાં, ‘ગંગાની સફાઈ જરૂરી છે.’ હસ્યા વગર બોલો, એમાં આપણે શું સમજવાનું?’

‘જો બકા, વિષય શ્રદ્ધાનો છે. મારી શ્રદ્ધા એટલી અટલ છે કે મારાં અસ્થિ તૂટે એ ચાલે, પણ મારી આસ્થા ન તૂટવી જોઈએ. એ પાપ ધોવા...’

‘પણ તમે ક્યાં કોઈ પાપ કર્યાં છે?’

‘અરે બેટા, કોઈના ચહેરા પર પાપ-પુણ્યની રેખા દોરી હોતી નથી એટલે તો  મૈં મંદિર મેં જાકે થોડા મંત્રજાપ કર લેતા હૂં ઔર ઇન્સાન સે કભી ભગવાન ન બન જાઉં ઇસ લિએ થોડા પાપ ભી કર લેતા હૂં. વાત પેટમાં રાખજે. આપણો કરિયાણાનો ધંધો ધમધોકાર ચાલે છે; પણ હજી અમે ઘઉંમાં કાંકરા, મરચાની ભૂકીમાં કંકુ કે બાજરીના લોટમાં થોડી રાખ ભેળવવાનું ભૂલ્યા નથી. આપણે પણ પાપ કરવાની કે ગંગામાં પાપ સમવવાની ને ઈશ્વરે માફી આપવાની એક હદ હોય કે નઈ? એટલે...’

એટલામાં TC આવ્યો. ત્યાં TCની નજર ચૂકવી કાકા બાથરૂમમાં સરકી ગયા. TC ગયો એટલે  બાથરૂમમાંથી બહાર આવ્યા ત્યારે પૂછ્યું, ‘કેમ? ક્યાં જતા રહેલા?’

‘પેલો TC આવેલો ને મેં ટિકિટ લીધી નથી એટલે...’

ï‘અરે બાપ રે, તમે પાપ ધોવા જાઓ છો ને ટિકિટ નથી લીધી?’

‘અરે ધોવા જ જવાં છેને? ભેગાભેગું

એક વધારે...’

અરે વાહ, જાત્રા કરવા જતાં-જતાં જે પાપ કરે તેને કોણ પહોંચે...

એટલે ગોદાવરી, કાવેરી, સરસ્વતી, જમના... બધી જ નદીઓએ ઈશ્વરને ફરિયાદ કરી,  ‘પ્રભુ, આ તારું કેવું ગણિત? ગંગામાં રોજ કેટલાં પાપ ધોવાય ને પાપવાળું પાણી બાટલીમાં ભરી લાવે તોયે ગંગા તેરા પાની અમૃત. પવિત્ર. તો પ્રભુ, વૉટ્સ રૉન્ગ વિથ અસ? અમારું પાણી ઝેર છે? અરે અત્યારે નર્મદા ઘરે-ઘરે પાણી પહોંચાડે તો થોડો વખત ગંગાએ રાજીનામું આપવું જોઈએ કે નઈ? અને નર્મદાને...’

‘વેઇટ, બધી નદીઓ સાંભળો. થોડા વખતમાં જેમ અલગ-અલગ ગુનાની અલગ-અલગ સજા હોય છે એમ અલગ-અલગ પાપો ધોવાની અલગ-અલગ નદીઓ જાહેર કરાશે.’

‘એક્ઝૅક્ટ્લી પ્રભુ, અને બહારનો મેલ ગંગા ધોશે, પણ અંદરનો મેલ કોણ ધોશે?’

‘અરે, એટલે તો ઝવેરચંદ મેઘાણીએ કીધું, ધીમે-ધીમે વૃદ્ધત્વ પામી તું વૃદ્ધ થા, કાં સર્વસ્વ ત્યાગી તું બુદ્ધ થા; સ્નાન કરે ઘરમાં કે ગંગા તટે, પણ ભીતરથી તું શુદ્ધ થા...’

‘પણ પ્રભુ, કેટલાકનાં પાપ એવાં હોય છે કે તેને ગંગાજળનાં ઇન્જેક્શન આપો કે ગ્લુકોઝની જેમ ગંગાના પાણીના બાટલા ચડાવો તો પણ અંદરનાં પાપ ક્યારેય નઈ ધોવાય...’

‘તો પ્રભુ, મારે શું કરવું? હરિદ્વાર જઉં કે ન જઉં?’ મેં પ્રભુને પૂછ્યું. 

‘પાપ ધોવા ક્યાંય જવાની જરૂર નથી વત્સ, અરે મન ચંગા તો કથરોટ મેં ગંગા.’

મિત્રો, એક વાત માર્ક કરી? શરૂઆત ગંગા શબ્દથી કરી ગંગા શબ્દ પર જ અટકયા...

શું કહો છો?

Comments (0)Add Comment

Write comment
quote
bold
italicize
underline
strike
url
image
quote
quote
smile
wink
laugh
grin
angry
sad
shocked
cool
tongue
kiss
cry
smaller | bigger

security code
Write the displayed characters


busy
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK