હરીફ સામે ચાલીને હારી જાય એ જીતમાં સ્વાદ નથી

વિક્ટરી અગર કૉન્ક્વેસ્ટ કે જીત બહુ મીઠી ચીજ છે.

પ્રેરણાની પળે - કાન્તિ ભટ્ટ

જો એ જીત આપણા ઘણા લોકો જેને દુશ્મન (પાકિસ્તાન) માને છે એની સામે ક્રિકેટમાં જીત મળે ત્યારે અમુક લોકોને ખૂબ આનંદ થાય છે. ભારત-પાકિસ્તાનની ક્રિકેટ મૅચ જેમાં પાકિસ્તાન જાણે સામે ચાલીને શરણે થયું હોય એવું રવિવારે તા. ૪-૬-૧૭ના  લાગતું હતું એ જીતમાં બહુ સ્વાદ નહોતો એને લગતું જ જાણે વાક્ય ઇંગ્લેન્ડના મહાન ફિલોસૉફર ડૉ. યુસ્ટેજ બુજેલે ઘણાં વર્ષો પહેલાં કહેલું. તેમણે કહેલું, ‘તમે વિક્ટરી મેળવો ત્યારે અમુક વિક્ટરીમાં બહુ વધુપડતો આનંદ ન લેશો, કારણ કે પ્રતિસ્પર્ધી હાથે કરીને પણ શરણે થયો હોય અગર પ્રતિસ્પર્ધીના લડવૈયામાં અંદરોઅંદર વિખવાદ પણ હોય.’

પાકિસ્તાનનો ભૂતપૂર્વ ક્રિકેટર ઇમરાન ખાન, જેણે ભારત ઉપર ક્રિકેટમાં બે દસકા પહેલાં જીત મેળવી હતી તે દુ:ખી-દુ:ખી હતો. તેણે પાકિસ્તાની ક્રિકેટરોમાં વિખવાદ જોયો હતો.

પણ આપણે આ લેખમાં ક્રિકેટની ચર્ચા લાંબી કરવી નથી, જીવનમાં જય અને પરાજયની વાïત કરવી છે. માનવીને જીવનમાં અસંખ્ય વખત પરાજયનો સામનો કરવો પડે છે. કેટલીક જીત આસાનીવાïળી હોય છે. જૂના જમાનામાં રાજાઓ કે બીજા લડવૈયાને ખરાખરીનો ખેલ હોય અને જીવસટોસટની લડાઈ હોય એને જીતવામાં જ રસ દેખાતો. જ્યારે આપણો પ્રતિસ્પર્ધી હાથે કરીને હારી જાય એવી આપણે જાણ થતાં આપણને જીતનો સ્વાદ રહેતો નથી. ખરેખર આજે દરેક જણને અને દરેક દેશને આંતરિક પ્રૉબ્લેમ એટલાબધા છે કે તેણે પ્રથમ તો પોતાના ઉપર એટલે કે પોતાના જીવનની સમસ્યા જે પોતે ઊભી કરી હોય એને જીતવાની જરૂર હોય છે. એક વાત યાદ રાખવી કે માનવીને આદેશ છે કે (ગીતાના આદેશ પ્રમાણે ‘યુદ્ધસ્વ’) તે સંઘર્ષ કરે, સમસ્યાઓ સામે લડે. ધ મૅન હૅઝ ટુ ફાઇટ. હી ઇઝ બૉર્ન ટુ ફાઇટ બટ ગૉડ ગિવ્ઝ ધ સક્સેસ. માણસનો ધર્મ છે કે તે લડે, સમસ્યાઓ સામે લડે અને સફળતાની વાત વિધાતા પર છોડી દે.

રોજિંદા જીવનમાં આપણને મિત્ર સાથે મનદુ:ખ થયું હોય, તમારો જિગરજાન દોસ્ત જીદે ચડ્યો હોય અને તે તમારી ઉપર કોઈ પણ ભોગે જીત મેળવવા માગતો હોય ત્યારે બહેતર છે કે તમે મિત્રને જીતવા દો. જીતનો આનંદ અનેરો છે. પતિ-પત્નીના વિખવાદમાં મારી સલાહ એ છે કે તમારી પત્નીને વિજયનો આનંદ લેવા દો. તમે હાથે કરીને હારી જાઓ. આવા ‘વિજય’નું પુણ્ય કે વિજયની દક્ષિણા કે વિજયનું દાન જગતનું શ્રેષ્ઠ દાન છે!

મહાન રોમન ફિલસૂફ સ્પીનોઝાએ ‘એથિક્સ’ નામના પુસ્તકમાં ૧૬૭૭માં લખેલું કે સામા માણસના મનને જીતવા માટે કોઈ શસ્ત્રની જરૂર પડતી નથી. એ માટે તમારે અઢળક પ્રેમ અને મૅગ્નિફિસન્ટ હાર્ટ, ઉદાર હૃદયની જરૂર  છે.

માનવી તેના સંઘર્ષમાં જલદીથી સફળતા મેળવવા ઘાંઘો થાય છે. તે ક્યાંક ભૂલ કરી બેસે છે. સફળતા એમ સહેલાઈથી મળી જાય એમાં સ્વાદ પણ નથી. તમે જાણતા હશો કે થૉમસ એડિસને આપણે આજે જે લાઇટ બલ્બ વાપરીએ છીએ એ બલ્બ શોધવા જતાં ૧૦,૦૦૦ વખત નિષ્ફળતા મેળવી હતી, પણ આખરે બલ્બ શોધાયો. એટલે ખરેખર આ લેખનો મહત્વનો સૂર એ છે કે...

૧. એક સમયના પરાજયથી નિરાશ ન થાઓ કે એક સમયની જીતથી વધુપડતા આનંદના ગોકીરામાં ન પડો. જ્યારે પરાજય પામો ત્યારે બીજો પ્રયત્ન છોડી ન દો, બીજી વખતની જીત રાહ જોતી ઊભી હોય છે. નેવર ગિવ અપ.

૨. તમારા પરાજયનાં કારણો ઊંડેથી શોધો. તમારા પરાજયમાંથી શીખો. શું કામ પરાજય પામ્યા? શું પત્ની સાથે વિખવાદ હતો? મનમાં શાંતિ નહોતી? જીવનમાં સફળતા એવા લોકોને જ મળે છે જે પરમ શાંતિથી દરેક સમસ્યા સામે લડે છે.

૩. અમેરિકન પ્રમુખ ડ્વાઇટ ડી. આઇઝનહોવરે કહેલું કે આપણને કોઈ હરાવી ન શકે, Unless we first defeat us. પોતે જ હાર પામતા વલણમાં સતત રહીએ છીએ ત્યારે જ હારી જઈએ છીએ.

Comments (0)Add Comment

Write comment
quote
bold
italicize
underline
strike
url
image
quote
quote
smile
wink
laugh
grin
angry
sad
shocked
cool
tongue
kiss
cry
smaller | bigger

security code
Write the displayed characters


busy
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK