૨૬ દિવસની યાતના ૬ કલાકમાં દૂર થઈ

MCGM કાયદાની કલમ ૬૪-Cના ઉપયોગથી થયો આ ચમત્કાર

RTI

RTIની તાકાત - ધીરજ રાંભિયા

ઊભરાતી ગટરથી જળબંબોળ સ્થિતિ તથા અસહ્ય દુર્ગંધથી ત્રસ્ત થયેલા શહેરીજનોની દુવિધા મ્યુનિસિપલ કૉર્પોરેશન ઑફ ગ્રેટર મુંબઈ (MCGM) એટલે કે મુંબઈ સુધરાઈના સેક્શન ૬૪-C હેઠળ ફરિયાદ કરવાથી દૂર થઈ.

માટુંગા (સે.રે.)ના તેલંગ રોડ પર રહેતા તથા એ રોડનો ઉપયોગ કરતા નાગરિકોને થતા અસહ્ય ત્રાસ સામે એક નવયુવાન અંકિત મોતાએ એકલપંડે આપેલી લડતને કારણે આવેલા સુખદ અંતની આ કથા છે.

૨૦૧૭ની ૧૭ ફેબ્રુઆરીએ તેલંગ રોડ-નંબર ૪ના પ્લૉટ-નંબર ૧૩૦ આગળની ગટર ઊભરાવાનું શરૂ થયું. જોતજોતાંમાં ગટરની આસપાસનો સમગ્ર વિસ્તાર જળબંબોળ થઈ ગયો. સાથોસાથ દુર્ગંધને કારણે આજુબાજુ રહેતા લોકોનું જીવન દુષ્કર થઈ ગયું.

ચારેક દિવસનો સમય પસાર થઈ ગયો. સ્થિતિ દિન-પ્રતિદિન બગડતી ગઈ. આજુબાજુનાં મકાનોના રહેવાસીઓ તથા રસ્તાનો ઉપયોગ કરનારા રાહદારીઓ માટે દુષ્કર પરિસ્થિતિ નિર્માણ થઈ.

તરુણ મિત્ર મંડળ RTI કેન્દ્ર-દાદરના કર્તવ્યનિષ્ઠ સેવાભાવી અંકિત મોતાએ ૨૦૧૭ની ૨૧ ફેબ્રુઆરીએ F/નૉર્થ વૉર્ડના અસિસ્ટન્ટ મ્યુનિસિપલ કમિશનરને ઈ-મેઇલ દ્વારા પરિસ્થિતિની જાણ કરીને યથાયોગ્ય કરવાની વિનંતી કરી, જે બહેરા કાને અથડાઈ. એથી

બીજી બે ઈ-મેઇલ દ્વારા ધ્યાન દોરવાની કોશિશ કરી.

સંભવત: અસિસ્ટન્ટ મ્યુનિસિપલ કમિશનરના કાર્યાલયે આ ફરિયાદ F/નૉર્થ વૉર્ડના મેઇન્ટેનન્સ વિભાગના અધિકારીને કાર્યવાહી કરવા મોકલાવી હશે, કારણ કે નિવારણની જવાબદારી એ વિભાગની રહે છે. મેઇન્ટેનન્સ વિભાગના બાબુઓએ તેમની અકર્તવ્યતામેઇન્ટેઇન કરી.

૨૦૧૭ની ૧૫ માર્ચે‍ MCGMના કમિશનરને તેમના કાયદાની ૬૪-C કલમ હેઠળ ફરિયાદ દાખલ કરી જેમાં-

(૧) MCGMના પોર્ટલ પર This e-mail address is being protected from spambots. You need JavaScript enabled to view it પર કમ્પ્લેઇન્ટ્સ-ઑફિસરને કરવામાં આવેલી ફરિયાદોની વિગતો તથા ઈ-મેઇલ્સનાં પ્રિન્ટઆઉટ મોકલવામાં આવ્યાં.

(૨) MCGM કાયદાની કલમ ૬૪-Cનો સારાંશ જણાવવામાં આવ્યો તથા

(૩) MCGM અધિકારીઓની જવાબદારી તથા નાગરિક-ફરિયાદનું નિવારણ માટે જણાવવામાં આવેલી સમયમર્યાદાનો ઉલ્લેખ કરવામાં આવ્યો.

(૪) MCGM કાયદાની કલમ

૬૪-Cની જોગવાઈનું જવાબદાર અધિકારીએ ઉલ્લંઘન કર્યું હોવાથી તેમની સામે પ્રિલિમિનરી ઇન્ક્વાયરી કરી, જવાબદારી નિશ્ચિત કરી, સમયસર કાર્યવાહી ન કરવાના ગુનાને કારણે શિસ્તભંગનાં પગલાં ભરી શિક્ષા કરવાની પણ માગણી કરવામાં આવી.

ઉપરોક્ત ફરિયાદ F/નૉર્થ વિભાગના અસિસ્ટન્ટ મ્યુનિસિપલ કમિશનરને પણ મોકલવામાં આવી. કમિશનરના કાર્યાલયમાંથી, અસિસ્ટન્ટ કમિશનરને શો કૉઝ નોટિસ મોકલવામાં આવી અને ચમત્કાર થયો. ૬૪-C હેઠળ ફરિયાદ દાખલ કર્યાના ૬ કલાકમાં યુદ્ધના ધોરણે કાર્યવાહી દ્વારા ફરિયાદનું સંતોષકારક નિવારણ થઈ ગયું.

MCGMની ફરિયાદોના નિવારણ માટે RTI જેટલું જ સંભવત: ધારદાર વિકલ્પ સેક્શન ૬૪-C બની શકે, કારણ કે એની જોગવાઈઓ અત્યંત સ્પક્ટ અને તીક્ષ્ણ છે, જેનો ટૂંકો સાર નીચે મુજબ છે:

૧. દરેક મ્યુનિસિપલ અધિકારી તથા કર્મચારીએ તેના કાર્યાલયને લગતાં કાયોર્ તથા ફરજો અત્યંત સાવધાનીપૂર્વક તેમ જ ઝડપથી પૂર્ણ કરવાનાં રહેશે.

સામાન્યપણે કૉર્પોરેશનના કોઈ પણ વિભાગ અને/અથવા કાર્યાલયના અધિકારીઓ તથા કર્મચારી પાસે કોઈ પણ ફાઇલ સાત દિવસથી વધુ સમય વિલંબિત ન રહેવી જોઈએ.

અગત્યતા ધરાવતી (ઇમેજિયેટ અને અર્જન્ટ) ફાઇલનો મ્યુનિસિપલ અધિકારી તથા કર્મચારીએ અગત્યતાના મહત્વ પ્રમાણે જેટલો જલદી બને એટલો જલદી નિકાલ કરવાનો રહેશે. પ્રિફરેબલી ઇમેજિયેટ ફાઇલનો નિકાલ એક દિવસમાં અથવા બીજા દિવસની સવારે થઈ જવો જોઈએ. અર્જન્ટ ફાઇલનો ચાર દિવસમાં નિકાલ થવો જોઈએ.

કૉપૉરેશનના અન્ય વિભાગને રિફર કરવાની ન હોય અને કાયદાકીય સમિતિને આપવાની ન હોય એવી ફાઇલનો ૪૫ દિવસની અંદર નિર્ણય લઈ જરૂરી પગલાં લેવાનાં રહેશે.

અન્ય વિભાગને રિફર કરવાની હોય પરંતુ કોઈ કાયદાકીય સમિતિને રિફર કરવાની/આપવાની ન હોય એવી ફાઇલનો ત્રણ મહિનાની અંદર નિર્ણય લઈ જરૂરી પગલાં લેવાનાં રહેશે.

૨. કાર્યાલયને લગતી ફરજો, પોસ્ટ અને હોદ્દાને અનુરૂપ ફરજો તેમ જ તેમને સોંપવામાં આવેલાં કાર્ય કરવામાં મ્યુનિસિપલ અધિકારી કે કર્મચારી જાણીજોઈને કે બદઇરાદાથી મોડું કરે કે બેજવાબદારી દાખવે તો એને ઑફિશ્યલ ફરજમાં બેદરકારી દાખવેલી ગણાશે અને એના કારણે એ મ્યુનિસિપલ અધિકારી કે કર્મચારી સામે તેના હોદ્દાને અનુરૂપ શિસ્તપાલનના કાયદા હેઠળ શિસ્તભંગનાં પગલાં લેવાનાં રહેશે.

૩. સંબંધિત સક્ષમ સત્તાધારીના ધ્યાનમાં આવે કે તેમના ધ્યાનમાં લાવવામાં આવે કે કોઈ મ્યુનિસિપલ અધિકારી કે કર્મચારી કાર્યમાં બેજવાબદાર છે ત્યારે તેની તપાસણી કરીને તેમને એ બાબતમાં સંતોષ થાય તો એવા કસૂરવાર અધિકારી કે કર્મચારી સામે તેના હોદ્દાને અનુરૂપ શિસ્તપાલનના કાયદા હેઠળ શિસ્તભંગનાં પગલાં ભરશે તથા એની નોંધ એવા અધિકારી કે કર્મચારીના વાર્ષિક કૉન્ફિડેન્શિયલ રિપોર્ટમાં પણ કરશે.

નોંધ : સરકારી અધિકારી કે કર્મચારીના વાર્ષિક કૉન્ફિડેન્શિયલ રિપોર્ટની નકારાત્મક નોંધ તેની કારર્કિદીને ખતમ કરી નાખે છે. બેદરકારીના સપ્રમાણમાં વાર્ષિક પગારવધારો તથા આગળનાં પ્રમોશનો વિલંબિત થાય છે. નોકરીમાંથી નિલંબિત સજા બાદ આની મોટામાં મોટી સજામાં ગણતરી થાય. કાયદાના ઉપરોક્ત પ્રાવધાનને કારણે મ્યુનિસિપલ કૉર્પોરેશન કાયદાની કલમ ૬૪-C હેઠળ કરેલી ફરિયાદના ત્વરિત નિવારણની શક્યતા વધુ રહે છે.

MCGM કાયદાની કલમ ૬૪-Cનું અનુંસંધાન કલમ ૬૪-ખ્માં પ્રાપ્ત છે, જેમાં સિટિઝન ચાર્ટર વિશેની જોગવાઈ કરવામાં આવેલી  છે...

૧. મ્યુનિસિપલ કમિશનર સિટિઝન ચાર્ટર તૈયાર કરી એનું પ્રકાશન કરશે જેમાં MCGMના વિભાગો તથા કાર્યાલયો દ્વારા નાગરિકોને ઉપલબ્ધ સેવાઓ તથા સગવડોની યાદી તથા એ આપવાની મહત્તમ સમયમર્યાદાની માહિતી આપવાની રહેશે.

મહારાષ્ટ્ર મ્યુનિસિપલ કૉર્પોરેશન્સ તથા મ્યુનિસિપલ કાઉન્સિલ્સ (સેકન્ડ અમેન્ડમેન્ટ) ઍક્ટ-૨૦૧૦ના અમલીકરણોની તારીખથી છ મહિનાની અંદર એ તૈયાર કરી પ્રકાશન કરવાની સમયમર્યાદા નિશ્ચિત કરવામાંઆવેલી છે.

નોંધ : આ સમયમર્યાદા પૂર્ણ થયેલી હોવાથી મહારાષ્ટ્ર રાજ્યનાં તમામેતમામ કૉપોર્રેશન્સ તેમ જ કાઉન્સિલ્સે સિટિઝન ચાર્ટર તેયાર કરી એમની વેબસાઇટ પર મૂકવા ફરજિયાત છે.

૨. સંબંધિત ઑથોરિટી દ્વારા, સિટિઝન ચાર્ટરમાં જણાવેલી સમયમર્યાદાની અંદર જો આખરી નિર્ણય લેવામાં ન આવે તો કાર્ય ન કરવા માટે એની જવાબદારી ઉપરોક્ત કાયદા-નંબર ૬૪-Cમાં જણાવેલી કલમો, નિયમો તથા અધિનિયમો મુજબ નિશ્ચિત કરવામાં આવશે તથા એ માટેનાં સજાત્મક પગલાં લેવાનાં રહેશે.

નોંધ : કાયદાની ધારદાર જોગવાઈઓ મુજબ એનો યથાયોગ્ય ઉપયોગ કરી નાગરિકો પોતાની વિટંબણા, યાતના તથા અસુવિધાનો નિવેડો લાવી શકે છે. જરૂરિયાત છે માત્ર ‘જાગતે રહો!’ની.

કાર્યદક્ષ ઍડ્વોકેટ અંકિત મોતાએ ઉપરોક્ત કાયદાનો ઉપયોગ કરી કાયદાની તાકાતનો પરિચય કરાવ્યો છે એ માટે તેમને હાર્દિક અભિનંદન!

Comments (0)Add Comment

Write comment
quote
bold
italicize
underline
strike
url
image
quote
quote
smile
wink
laugh
grin
angry
sad
shocked
cool
tongue
kiss
cry
smaller | bigger

security code
Write the displayed characters


busy
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK