કોઈ પણ કારણસર વૉર્ડ બદલાય તો સમજજો કે કરદાતાની પથારી જ ફેરવાઈ જાય

ભલું થાય RTIનું કે ૬ વર્ષે IT-રીફન્ડ વ્યાજ સહિત પ્રાપ્ત થયું

RTI

RTIની તાકાત - ધીરજ રાંભિયા

ઘાટકોપર (ઈસ્ટ)માં રહેતા પ્રદીપ સોજપાલની IT-રીફન્ડની રકમ ૬ વર્ષ સુધી આપવાની દરકાર ન કરનાર અધિકારીઓ RTIની અરજી મળતાં ૬ મહિનામાં નાગરિક અધિકાર પ્રસ્થાપિત કરવા મજબૂર બન્યા.

નાણાકીય વર્ષ ૨૦૦૯-’૧૦,

૨૦૧૦-’૧૧ અને ૨૦૧૨-’૧૩ની અનુક્રમે IT- રીફન્ડની ૮૬૦૦ રૂપિયા, ૫૯૧૦ રૂપિયા તથા ૧૦,૦૦૦ રૂપિયાની રકમ મેળવવા માટે ૨૦૧૨ની ૨૭ ઑગસ્ટથી પત્રવ્યવહારનો દોર શરૂ થયો. શરૂઆતમાં બાબુઓએ કરદાતાના પત્રનો જવાબ જ ન આપવાનો શિક્ટાચાર નિભાવ્યો. ત્યાર બાદ એકબીજાને ખો આપી અને કરદાતાને તંગ કરી થકવી નાખનારી રસમ નિભાવી. લગભગ પાંચ વર્ષ સુધી વિટંબણા અને યાતનાનો આ દોર ચાલ્યો, જેમાં અવારનવાર તેમના ચાર્ટર્ડ અકાઉન્ટન્ટે પણ પત્ર લખી આપ્યા. પત્રોની કોઈ અસર ન થઈ. વાશી-નવી મુંબઈસ્થિત ઇન્કમ-ટૅક્સ ઑફિસમાં પણ સમયાંતરે મુલાકાતે જવાનો દોર શરૂ થયો, પરંતુ નરો વા કુંજરો વા જેવો જવાબ આપીને બાબુઓ પ્રદીપભાઈને રવાના કરી દેતા. શું કરવું એની અસમંજસમાં સમય વ્યતીત થતો ગયો.

એક વખત પોતાની વેદનાને મિત્ર સમક્ષ વાચા આપી. મિત્ર ‘મિડ-ડે’ના વાચક હોવાથી આ કૉલમ વાંચતા અને એને કારણે RTI કાયદાની ઉપયોગિતા તથા તાકાતથી સુપરિચિત હતા. તેમણે પ્રદીપભાઈને RTI કેન્દ્રનાં સલાહ અને માર્ગદર્શન લેવાની ભલામણ કરી તથા કેન્દ્રનું સરનામું તથા સેવાભાવીઓના સંપર્ક-નંબર આપ્યા.

૨૦૧૬ની ૨૩ માર્ચે તરુણ મિત્ર મંડળ સંચાલિત RTI કેન્દ્ર-ઘાટકોપરની મુલાકાતે ગયા. ત્યાં તેમની મુલાકાત કેન્દ્રનિયામક મનહર સંગોઈ તથા સેવાભાવી દિનેશ ઝાટકિયા સાથે થઈ. સેવાભાવીઓએ તેમની વિટંબણાની વાત શાંતિથી સાંભળી અને લાવ્યા હતા એ ફાઇલનો અભ્યાસ કરી RTI કાયદા હેઠળની પ્રથમ અરજી ઇન્કમ-ટૅક્સ વિભાગના વૉર્ડ-નંબર ૨૭ (૨) (૫)ના CPIO (સેન્ટ્રલ પબ્લિક ઇન્ફર્મેશન ઑફિસર)ના નામે અને સરનામે બનાવી આપી, જેમાં નીચે આપેલી માહિતી વિગતે માગવામાં આવી :

૧. ૨૦૧૨ની ૨૪ ઑગસ્ટે, ૨૦૧૩ની ૨૬ એપ્રિલે તેમ જ ૨૦૧૫ની ૧૨ ડિસેમ્બરે પત્રો ૫૨ કરવામાં આવેલી કાર્યવાહીની ક્રમબદ્ધ વિગતો જણાવશો તથા ત્રણેય પત્રોની સાંપ્રત પરિસ્થિતિની માહિતી આપશો.

૨. ઉપરોક્ત પત્રો પર ત્વરિત તથા સમયબદ્ધ પગલાં લેવાની કે કાર્યવાહી કરવાની જવાબદારી ધરાવનાર અધિકારીનું નામ, હોદ્દો તથા તેમના સંપર્કની
વિગતો (સરનામું, ઑફિસના ડાયરેક્ટ લૅન્ડલાઇન-નંબર તથા વિભાગ તરફથી પ્રાપ્ત થયેલા મોબાઇલ-નંબર) આપશો.

૩. જો મારા પત્રો પર કાર્યવાહી કરવામાં ન આવી હોય કે અધૂરી કાર્યવાહી કરવામાં આવી હોય તો પત્રપ્રાપ્તિની તારીખથી કે આજદિન સુધીના સમયગાળા માટે કાર્યવાહી ન કરવા કે અધૂરી કાર્યવાહી કરવા માટે નોંધાયેલાં કારણોના રેકૉર્ડ અથવા રિપોર્ટની પ્રમાણિત કૉપી આપશો.

૪. મારા પત્રો પર કાર્યવાહી કરવાની જવાબદારી ધરાવનાર તથા એમાં બેદરકારી દાખવનાર પર લેવામાં આવેલાં શિક્ષાત્મક પગલાંની વિગતો જણાવશો.

૫. જો કસૂરવાર અધિકારી પર પગલાં ભરવામાં ન આવ્યાં હોય તો એ માટે નોંધાયેલાં  કારણો જણાવશો.

૬. કસૂરવાર અધિકારી પર શિક્ષાત્મક પગલાં લેવાની જવાબદારી ધરાવનાર વરિષ્ઠ અધિકારીનું નામ, હોદ્દો તથા તેમની સંપર્ક-વિગતો જણાવશો.

૭. ઉપરોક્ત બાબતોને સંલગ્ન હોય એવી અન્ય જરૂરી માહિતી આપશો.

ઉપરોક્ત ધારદાર અરજી બનાવીને પ્રદીપભાઈને આપવામાં આવી અને સાથોસાથ જણાવવામાં આવ્યું કે અરજી આપવા ઇન્કમ-ટૅક્સની ઑફિસ વાશી સુધી જવાની જરૂર નથી કે ન તો રજિસ્ટર્ડ AD કે સ્પીડ-પોસ્ટથી મોકલવાની જરૂર છે, ઘાટકોપર (વેસ્ટ)સ્થિત પોસ્ટ-ઑફિસમાં સબ-પોસ્ટમાસ્ટર (HSG-૧)ને આપી દેશો તો RTI કાયદાની આનુષંગિક જોગવાઈ મુજબ એ ઍડ્રેસે પહોંચાડવાની જવાબદારી સબ-પોસ્ટમાસ્ટર અદા કરશે. પ્રદીપભાઈને આ જાણીને આનંદ તથા આશ્ચર્ય થયું.

પ્રદીપભાઈના અનેક પત્રો પર કાર્યવાહી કરવાની વાત તો લાંબે રહી, પણ એનો જવાબ આપવાની પણ દરકાર ન કરનાર એ જ બાબુઓએ RTI અરજીનો જવાબ અરજી મળ્યાના ૨૭મા દિવસે મોકલાવ્યો, જેમાં જણાવવામાં આવ્યું કે અમારા વિભાગની સિસ્ટમની પડતાળ કરતાં જણાયું છે કે આપના પર્મનન્ટ અકાઉન્ટ નંબરની

ફાઇલ વૉર્ડ-૨૭(૧)(૪) ના ઇન્કમ-ટૅક્સ અધિકારી પાસે છે, જે હમણાં સુધી અમારા વૉર્ડને મોકલવામાં આવી નથી, આપની ફાઇલ અમારા વૉર્ડમાં સ્થળાંતર કરવાની સૂચના આપતો પત્ર લખીને મોકલી આપવામાં આવ્યો છે, ફાઇલ પ્રાપ્ત થતાં યથાયોગ્ય કાર્યવાહી કરવામાં આવશે.

RTI અરજીનો જવાબ વાંચી પ્રદીપભાઈ આર્ચકિત થઈ ગયા. ૨૦૧૬ની ૨૮ એપ્રિલે અપૉઇન્ટમેન્ટ મેળવી જવાબી પત્ર લઈ કેન્દ્ર પર પહોંચ્યા, જે વાંચી દિનશભાઈએ ITO-૨૭(૧) (૪)ને ઉદ્દેશીને પત્ર બનાવી આપ્યો, જેમાં ITO (ઇન્કમ-ટૅક્સ ઑફિસર)ને જણાવવામાં આવ્યું કે :

૧. ITO-૨૭(૨) (૫)એ મારી RTI અરજીના પ્રત્યુત્તરમાં જણાવ્યું છે કે મારા પર્મનન્ટ અકાઉન્ટ નંબરની ફાઇલ આપની પાસે છે. તેમણે એ નંબર તેમને સ્થળાંતર કરવાનો પત્ર આપને મોકલાવ્યો છે.

૨. આથી આપને વિનંતી છે કે મારા પર્મનન્ટ અકાઉન્ટ નંબરનું ત્વરિત સ્થળાંતર કરી મને એની જાણ  કરવામાં આવે.

૩. મારી RTI અરજીના પ્રત્યુત્તરમાં મળેલો ઉપરોક્ત પત્ર આપની જાણ ખાતર તથા યોગ્ય કાર્યવાહી માટે મોકલાવું છું.

મહિના ઉપરાંતનો સમય વ્યતીત થઈ ગયો, પરંતુ ITO-૨૭(૧) (૪) તરફથી કાર્યવાહી કર્યાનાં એંધાણ કે પત્ર ન આવતાં પ્રદીપભાઈ અપૉઇન્ટમેન્ટ મેળવી ૨૦૧૬ની ૮ જૂને ઘાટકોપર કેન્દ્ર પર ગયા. દિનેશભાઈએ પરિસ્થિતિનો તાગ મેળવી ITO-૨૭(૧) (૪) પર RTI કાયદા હેઠળની પ્રથમ અરજી બનાવી આપવામાં આવી, જેમાં ૨૦૧૬ની ૨૮ એપ્રિલના પત્ર પર લેવામાં આવેલાં પગલાંની વિગતો તથા પત્રની સાંપ્રત સ્થિતિની માહિતી માગવામાં આવી.

પ્રદીપભાઈના પત્રના બે મહિના સુધી જવાબ ન આપનારે RTI અરજીનો ૧૮મા દિવસે જવાબ આપ્યો, જેમાં જણાવવામાં આવ્યું કે આપના પર્મનન્ટ અકાઉન્ટ નંબરનું ITO-૨૭(૨) (૫)ના કાર્યાલયમાં સ્થળાંતર થઈ ગયું છે.

સ્થળાંતરને મહિનાનો સમય વ્યતીત થઈ ગયો, પરંતુ રીફન્ડ પ્રાપ્ત ન થતાં દિનેશભાઈએ ૨૦૧૬ના ૧૨ જુલાઈની તારીખનો પત્ર ITO-૨૭ (૨) (૫) પર બનાવી આપ્યો, જેનો જવાબ બે મહિના સુધી ન આવતાં પ્રદીપભાઈ અપૉઇન્ટમેન્ટ મેળવી ઘાટકોપર કેન્દ્ર પર પહોંચ્યા.

RTI અરજીનો જવાબ ૩૦ દિવસની અંદર આપનાર બાબુઓ કરદાતાના પત્રની ઉપેક્ષા કરે છે, જે ફિલત થતાં દિનેશભાઈએ ITO-૨૭ (૨) (૫)ને ઉદ્દેશીને RTI કાયદા હેઠળની અરજી બનાવી આપી, જેમાં મુખ્યત્વે IT રીફન્ડ માટે કરવામાં આવેલી કાર્યવાહીની વિગતો માગવામાં આવી.

૨૦૧૬ની ૨૩ સપ્ટેમ્બરના રોજ પ્રાપ્ત થયેલી RTI અરજીનો જવાબ CPIOએ ૨૦૧૬ની ૨૦ ઑક્ટોબરની તારીખનો મોકલાવ્યો, જે વાંચી પ્રદીપભાઈના હરખનો પાર ન રહ્યો. નાણાકીય વર્ષ ૨૦૦૯-’૧૦, ૨૦૧૦-’૧૧ તથા ૨૦૧૨-’૧૩નાં અનુક્રમે રીફન્ડ ૧૧,૯૯૦ રૂપિયા, ૬૬૭૦ રૂપિયા તેમ જ ૧૦,૭૫૦ રૂપિયા પ્રાપ્ત થયા.

છ વર્ષની યાતનાનો ત્રણ RTI અરજીના કારણે છ મહિનામાં સુખદ અંત કથાનાયક દિનેશ ઝાટકિયા તથા કેન્દ્રનિયામક અને મનહર સંગોઈની અથાગ મહેનતથી આવ્યો અને RTI ની તાકાત ફરી એક વખત પ્રસ્થાપિત થઈ. સેવાભાવીઓની નિ:સ્વાર્થ સેવાથી પ્રભાવિત થઈ લેખિત આભારપત્ર સાથે ૨૧૦૦ રૂપિયાનો તરુણ મિત્ર મંડળને અનુદાનનો ચેક મોકલાવ્યો.

૭૧,૫૬૦ રૂપિયાનું ત્રણ વર્ષથી ન મળતું IT-રીફન્ડ RTI અરજીના કારણે બાવીસ દિવસમાં પ્રાપ્ત થયું મીરા રોડ (ઈસ્ટ)માં બાબુભાઈ કોરાટની વ્યથાની આ કથા છે. નાણાકીય વર્ષ-૨૦૧૩-૧૪નું IT-રીફન્ડ પત્રો લખવા છતાં મળતું નહોતું. બાબુભાઈને ‘મિડ-ડે’ના માધ્યમથી તરુણ મિત્ર મંડળ સંચાલિત કેન્દ્ર મલાડની માહિતી મળતાં તેઓ અપૉઇન્ટમેન્ટ મેળવી કેન્દ્ર પર પહોંચ્યા, જ્યાં તેમની મુલાકાત કેન્દ્રનિયામક અમિત શાહ / ગડાની સાથે થઈ. અમિતભાઈએ વ્યથાની કથા શાંતિથી સાંભળી RTI કાયદા હેઠળની પ્રથમ ધારદાર અરજી ૨૦૧૭ની ૨૭ માર્ચ તારીખની બનાવી આપી.

RTI અરજીનો પ્રત્યુત્તર ૨૦૧૭ની ૧૮ એપ્રિલની તારીખનો મળ્યો, જે વાંચી બાબુભાઈને આનંદ અને આશ્ચર્યનો સુખદ આંચકો લાગ્યો; કારણ કે પ્રત્યુત્તર સાથે ૭૧,૫૬૦ રૂપિયાનો રીફન્ડનો ચેક પણ આમેજ હતો. માત્ર બાવીસ દિવસના ટૂંકા ગાળામાં માત્ર એક RTI અરજીથી રીફન્ડ પ્રાપ્ત થયું.

બાબુઓ પાસે ય્વ્ત્નો જવાબ આપવાનો અવકાશ ન હોય ત્યારે યુદ્ધના ધોરણે અરજકર્તાની વિટંબણા જ દૂર કરે છે, જે ફરી એક વખત ફિલત થયું.

RTI કેન્દ્રના નિયામક તથા કથાનાયક અમિત શાહ/ગડા અને અન્ય સેવાભાવીઓ આપણાં અભિનંદનના અધિકારી બન્યા. ૭૧,૫૬૦ રૂપિયાનું ત્રણ વર્ષથી ન મળતું IT-રીફન્ડ RTI અરજીના કારણે બાવીસ દિવસમાં પ્રાપ્ત થયું

મીરા રોડ (ઈસ્ટ)માં બાબુભાઈ કોરાટની વ્યથાની આ કથા છે. નાણાકીય વર્ષ-૨૦૧૩-૧૪નું IT-રીફન્ડ પત્રો લખવા છતાં મળતું નહોતું. બાબુભાઈને ‘મિડ-ડે’ના માધ્યમથી તરુણ મિત્ર મંડળ સંચાલિત કેન્દ્ર મલાડની માહિતી મળતાં તેઓ અપૉઇન્ટમેન્ટ મેળવી કેન્દ્ર પર પહોંચ્યા, જ્યાં તેમની મુલાકાત કેન્દ્રનિયામક અમિત શાહ / ગડાની સાથે થઈ. અમિતભાઈએ વ્યથાની કથા શાંતિથી સાંભળી RTI કાયદા હેઠળની પ્રથમ ધારદાર અરજી ૨૦૧૭ની ૨૭ માર્ચ તારીખની બનાવી આપી.

RTI અરજીનો પ્રત્યુત્તર ૨૦૧૭ની ૧૮ એપ્રિલની તારીખનો મળ્યો, જે વાંચી બાબુભાઈને આનંદ અને આશ્ચર્યનો સુખદ આંચકો લાગ્યો; કારણ કે પ્રત્યુત્તર સાથે ૭૧,૫૬૦ રૂપિયાનો રીફન્ડનો ચેક પણ આમેજ હતો. માત્ર બાવીસ દિવસના ટૂંકા ગાળામાં માત્ર એક RTI અરજીથી રીફન્ડ પ્રાપ્ત થયું.

બાબુઓ પાસે ય્વ્ત્નો જવાબ આપવાનો અવકાશ ન હોય ત્યારે યુદ્ધના ધોરણે અરજકર્તાની વિટંબણા જ દૂર કરે છે, જે ફરી એક વખત ફિલત થયું.

RTI કેન્દ્રના નિયામક તથા કથાનાયક અમિત શાહ/ગડા અને અન્ય સેવાભાવીઓ આપણાં અભિનંદનના અધિકારી બન્યા.

Comments (1)Add Comment
...
written by RTI Effect_IT Return_Received, December 19, 2017
RTI Effect_IT Return_Received
report abuse
vote down
vote up
Votes: +0

Write comment
quote
bold
italicize
underline
strike
url
image
quote
quote
smile
wink
laugh
grin
angry
sad
shocked
cool
tongue
kiss
cry
smaller | bigger

security code
Write the displayed characters


busy
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK