પરીક્ષાનાં તપાસાયેલાં પેપર્સની કૉપી મુંબઈ યુનિવર્સિટીએ એના સર્ક્યુલર મુજબ આપવાની ના પાડી, પરંતુ RTIની તાકાતથી આપવી પડશે

માટુંગા (સેન્ટ્રલ) વિસ્તારમાં રહેતા ઍડ્વોકેટ અંકિત મૂળચંદ મોતા, જેઓ તરુણ મિત્ર મંડળ સંચાલિત RTI કેન્દ્રમાં કર્મનિષ્ઠતા તથા સક્રિયપણે નિ:સ્પૃહભાવે સેવા આપી રહ્યા છે

RTI

RTIની તાકાત - ધીરજ રાંભિયા

માટુંગા (સેન્ટ્રલ) વિસ્તારમાં રહેતા ઍડ્વોકેટ અંકિત મૂળચંદ મોતા, જેઓ તરુણ મિત્ર મંડળ સંચાલિત RTI કેન્દ્રમાં કર્મનિષ્ઠતા તથા સક્રિયપણે નિ:સ્પૃહભાવે સેવા આપી રહ્યા છે તેમણે LLM (માસ્ટર ઑફ લો)ના ગ્રુપ-૧ના સેકન્ડ સેમેસ્ટરના legal education and research methodologyના તપાસાયેલાં પેપર્સની ફોટોકૉપી માટે SPIO (સ્ટેટ પબ્લિક ઇન્ફર્મેશન ઑફિસર) રીવૅલ્યુએશન યુનિટ, મુંબઈ યુનિવર્સિટી, કાલિના કૅમ્પસને RTI કાયદા હેઠળ અરજી કરી; કારણ કે તેમણે ધારેલા માર્ક નહોતા મળ્યા. SPIOએ વિનંતીને નકારી. SPIOના નિર્ણયને પડકારવા લાંબી લડત લડી, જેની રસસભર આ કથા છે જે વિદ્યાર્થીઓ માટે અત્યંત ઉપયોગી અને અન્ય વાચકો માટે પ્રેરણાદાયક છે.

૨૦૧૩ની ૨૭ ઑગસ્ટે ઉપરોક્ત વિષયના તપાસાયેલા પેપરને જોવા અને એની ફોટોકૉપી મેળવવા અરજી કરી, કારણ કે અપેક્ષા મુજબ માર્કનહોતા મળ્યા.

માગેલી માહિતી SPIOએ ૩૦ દિવસની કાયદાકીય મર્યાદામાં ન આપતાં ૨૦૧૩ની ૩ સપ્ટેમ્બરે RTI કાયદા હેઠળ પ્રથમ અપીલ ફાઇલ કરી, જેના પ્રત્યુત્તરમાં  SPIOએ FAA (ફર્સ્ટ અપેલેટ ઑથોરિટી)ને જણાવ્યું કે ૨૦૧૩ની ૩ સપ્ટેમ્બરના તેમના પત્ર સાથે જોડીને તેમણે માગેલી માહિતી અરજકર્તાને આપી છે. FAAને SPIOએ કરેલી કાર્યવાહી યોગ્ય જણાતાં પ્રથમ અપીલનો અન્ય કોઈ જરૂરી હુકમ કે અરજકર્તાને રાહત આપ્યા વગર નિકાલ કરી નાખ્યો ૨૦૧૩ની ૧૪ નવેમ્બરે.

FAAના એકપક્ષી નિર્ણયને પડકારવા ૨૦૧૪ની ૧ માર્ચે અંકિતભાઈએ રાજ્ય માહિતી આયુક્ત, રાજ્ય માહિતી આયોગ સમક્ષ RTI કાયદા હેઠળ બીજી અપીલ દાખલ કરી અને એમાં જણાવ્યું કે જનમાહિતી અધિકારી તરફથી તેમણે RTI અરજી દ્વારા માગેલી માહિતી પ્રાપ્ત થઈ નથી.

૨૦૧૫ની ૧૩ મેએ દ્વિતીય અપીલની સુનાવણી સચિવાલયને ન્યુ ઍડ્મિનિસ્ટ્રેટિવ બિલ્ડિંગ, ૧૩મા માળે, નરીમાન પૉઇન્ટ, મુંબઈ-૩૨ રાખવામાં આવી; જેમાં અંકિતભાઈ તથા જનમાહિતી અધિકારી ઉપસ્થિત રહ્યા.

અંકિતભાઈએ માનનીય આયુક્ત સમક્ષ પોતાનો પક્ષ માંડતાં રજૂઆત કરી કે તેમને SPIO તરફથી માગેલી માહિતી નથી મળી તથા પ્રથમ અપીલમાં થયેલી કાર્યવાહી તેમ જ નિર્ણય બાદ પણ માગેલી માહિતી આપવામાં આવી નથી.

SPIOએ RTI અરજીના પ્રત્યુત્તરમાં મોકલેલો પત્ર વાંચ્યો તેમ જ મુંબઈ યુનિવર્સિટીના વર્ષ ૨૦૧૦ના પરિપત્ર નંબર Exam/photo & Rell./ univ./vcd / 4637 of 2010  જેમાં...

૧. તપાસાયેલી ઉત્તરપત્રિકાની ફોટો-ઝેરોક્સ કૉપી પરીક્ષાર્થીને આપવા માટેના નિયમો તથા પ્રક્રિયાની માહિતી તેમ જ

૨. તપાસાયેલી ઉત્તરપત્રિકાની ફેરતપાસણીની અરજી પરીક્ષાર્થી તરફથી મળતાં  ફેરતપાસણીની પ્રક્રિયાની માહિતી આપતાં જણાવવામાં આવ્યું છે કે ફેરતપાસણીની જોગવાઈ રદબાતલ કરવામાં આવે છે.

આથી ઉપરોક્ત પરિપત્રના કારણે અરજકર્તાને માગેલી માહિતી આપી શકાય નહીં અને આથી આપી નથી.

SPIOની ઉપરોક્ત દલીલ-રજૂઆતના ખંડનમાં અંકિતભાઈએ મજબૂત રજૂઆત કરતાં સુપ્રીમ કોર્ટનો સિવિલ અપીલ-૬૪૫૪/૨૦૧૧ જે CBSE (સેન્ટ્રલ બોર્ડ ઑફ સેકન્ડરી એજ્યુકેશન) વિરુદ્ધ આદિત્ય બંદોપાધ્યાયના કેસમાં ચુકાદો આપતાં જણાવ્યું છે કે પરીક્ષાર્થીએ માગણી કરતાં તપાસાયેલી ઉત્તરપત્રિકાની કૉપી આપવી આવશ્યક છે.

SPIOએ પ્રતિદલીલ કરતાં જણાવ્યું કે :

૧. પરીક્ષાની પ્રક્રિયા પૂર્ણ થયા બાદ વિદ્યાર્થીઓની ઉત્તરપ્રક્રિયાઓનો નાશ કરવામાં આવે છે.

૨. આથી માહિતી માગતા અરજકર્તાનો અધિકાર યુનિવર્સિટી/જે-તે સંસ્થાએ નિશ્ચિત કરેલા નિયમાનુસાર ઉત્તરપત્રિકાના જતન સુધીના કાર્યકાળપર્યંત મર્યાદિત છે. ત્યાર બાદ માહિતી આપવા સ્વીકાર્ય-અભિપ્રેત નથી.

બન્ને પક્ષકારોની રજૂઆતો તથા દલીલો સાંભળ્યા બાદ માનનીય આયુક્તશ્રીએ પોતાના નિરીક્ષણ તથા આદેશમાં જણાવ્યું એનો સારાંશ નીચે પ્રમાણે છે :

૧. અપીલકર્તાએ સુપ્રીમ કોર્ટના ટાંકેલા ચુકાદા મુજબ કરેલી દલીલ માન્ય કરવામાં આવે છે.

૨. SPIOએ કરેલી રજૂઆત કે ‘પરીક્ષાની પ્રક્રિયા પૂર્ણ થયા બાદ વિદ્યાર્થીઓની ઉત્તરપત્રિકાઓનો નાશ કરવામાં આવે છે અને ત્યાર બાદ માહિતી માગતા અરજકર્તાનો અધિકાર સીમિત થાય છે’ બાબતની યુનિવર્સિટીની નિયમાવલિનો સક્યુર્લર રજૂ કરવામાં નિષ્ફળ નીવડ્યા છે. આથી...

આદેશ આપવામાં આવે છે કે જો અપીલકર્તાએ માગેલી ઉત્તરપત્રિકાની પ્રત ઉપલબ્ધ હોય તો એક મહિનાની અંદર પુનમૂર્લ્યાંકન થયેલી ઉત્તરપત્રિકા જન માહિતી અધિકારીએ આપવાની રહેશે.

અંકિતભાઈએ એક ઍડ્વોકેટને તથા RTI ઍક્ટિવિસ્ટને શોભે એવી ધારદાર તેમ જ તર્કબદ્ધ દલીલો અને રજૂઆતના કારણે ધારેલા આદેશ આયુક્તશ્રી પાસેથી મેïળવી શક્યા તથા યુદ્ધના પ્રથમ પડાવમાં ઝળહળતો વિજય મેળવ્યો.

ચાર મહિનાનો સમય વ્યતીત થઈ ગયો છતાંય SPIOએ રાજ્ય માહિતી આયુક્તના આદેશનું પરિપાલન ન કરતાં ૨૦૧૫ની ૨૬ સપ્ટેમ્બરે RTI કાયદા હેઠળની પ્રથમ અરજી કરી નીચેની વિગતે માહિતી માગી.

૧. રાજ્ય માહિતી આયુક્તના ૨૦૧૫ના ૧૩ મેના આદેશ પર કરવામાં આવેલી કાર્યવાહીની ક્રમબદ્ધ સંપૂર્ણ માહિતી.

૨. ઉપરોક્ત આદેશના સંદર્ભમાં આપના વિભાગમાં તમામ દસ્તાવેજો, રેકૉર્ડ્સ તથા ઇન વર્ડ અને આઉટ વર્ડ એન્ટ્રીઝનું ઇન્સ્પેક્શન આપવામાં આવે.

૩. ઉપરોકત સંબંધિત તમામ દસ્તાવેજોની પ્રત આપવામાં આવે તથા એને લગતી કાયદાકીય ફીઝ જણાવવામાં આવે.

SPIOએ કાયદાકીય ૩૦ દિવસની સમયમર્યાદામાં માહિતી ન આપતાં ૨૦૧૫ની ૧૬ નવેમ્બરે RTI કાયદા હેઠળની પ્રથમ અપીલ FAA-કમ-કન્ટ્રોલર ઑફ એક્ઝામિનેશનને કરી.

‘આવ હરખા, આપણે બેઉ સરખા’ની જેમ ‘માસ્તર મારે પણ નહીં અને ભણાવે પણ નહીં’ જેવા નીવડ્યા. આથી ૨૦૧૬ની ૩૦ જાન્યુઆરીએ અંકિતભાઈએ RTI કાયદા હેઠળની દ્વિતીય અપીલ રાજ્ય માહિતી આયુક્ત, રાજ્ય માહિતી આયોગને કરી.

રાજ્યના આયુક્તોની નિવૃત્તિના કારણે ખાલી પડેલી જગ્યાઓ ભરવામાં થતા વિલંબના કારણે રાજ્ય માહિતી આયોગમાં અપીલોના નિકાલમાં અતિ વિલંબ થઈ રહ્યો હોવાથી અંકિતભાઈએ RTI કાયદાની જોગવાઈ હેઠળ ૨૦૧૬ની બાવીસ ઑગસ્ટના રોજ આયોગના આદેશનું અમલીકરણ ન કરવા બાબત ફરિયાદ દાખલ કરી.

ફરિયાદ અન્વયે રાજ્ય માહિતી આયોગે SPIOને ૨૦૧૬ની ૨૮ ડિસેમ્બરે પત્ર લખી આયોગના આદેશના અમલીકરણ પર અહેવાલ મગાવ્યો, જેના પ્રતિસાદમાં SPIOએ ૨૦૧૭ની ૧૬ જાન્યુઆરીએ પ્રથમ તથા ૨૦૧૭ની ૧૬ જૂનના રોજ દ્વિતીય અહેવાલ મોકલાવ્યો.

૨૦૧૭ની ૨૦ જુલાઈએ ફરિયાદ પર સુનાવણી રાખવામાં આવી. આયોગના આદેશ પર થયેલા વિલંબ માટે આયુક્ત સાહેબે અત્યંત ખેદ તથા નારાજગી દર્શાવ્યાં તથા SPIOને ૨૦૧૭ની પાંચ ઑગસ્ટ સુધીમાં નોટરાઇઝ ઍફિડેવિટ દાખલ કરવાનો આદેશ આપ્યો, જે એક અસામાન્ય ઘટના છે.

બાબુઓને એમ કે વિલંબ કરી અરજકર્તાને થકવી નાખીશું, પરંતુ બાબુઓની બેદરકારી માટે આર્થિક દંડ ઉપરાંત તેમની આગળની કારર્કિદી રોળાઈ જવાની સંભાવના દેખાય છે.

ચાર વર્ષ સુધી સાતત્યથી લડાઈ લડનાર અંકિત મોતાને લાખેણી સલામ.

Comments (0)Add Comment

Write comment
quote
bold
italicize
underline
strike
url
image
quote
quote
smile
wink
laugh
grin
angry
sad
shocked
cool
tongue
kiss
cry
smaller | bigger

security code
Write the displayed characters


busy
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK