ઊંચી મેધાશક્તિ પૂરતી નથી, એને યોગ્ય રીતે વાપરવી પણ જોઈએ

આજે મારે યુવાવર્ગ અને એમાંથી ખાસ યુવતીઓને ધન્યવાદ આપવા છે.

પ્રેરણાની પળે - કાન્તિ ભટ્ટ

આઓ! તુમ્હેં ઊંચાઈઓં પર લે ચલૂં,

જહાં સે દેખને પર

હર ચીઝ લગતી હૈ છોટી

અપને આકાર ઔર અસ્તિત્વ સે

કઈ ગુના ક્ષુદ્ર

નહીં હૈ કોઈ ઊંચાઈ કી

સીમારેખા ઉપર ચડતે જાઓ...

ચડતે જાઓ...

- કવિ ઓમ પ્રકાશ નિર્મોહી


આજે મારે યુવાવર્ગ અને એમાંથી ખાસ યુવતીઓને ધન્યવાદ આપવા છે. અમે ઘણા આજે ૮૬ વર્ષના થયા છીએ, પણ અમે ટીનેજર કે યુવા વયના ૧૭થી ૨૦ વર્ષના હતા ત્યારે આજનાં કુમાર-કુમારી જેવા ઇન્ટેલિજન્ટ નહોતા એ કબૂલ કરવું પડે. ઇન્ટેલિજન્સ એટલે હિન્દી કે ગુજરાતીમાં બહુ ઉમદા-ઊંચા સમાનાર્થી શબ્દો છે. ઇન્ટેલિજન્સ એટલે મનીષા, પ્રજ્ઞા, જ્ઞાન, બુદ્ધિ, ચાતુર્ય, વિચક્ષણતા, જાગરૂકતા, તર્કશીલતા, લબ્ધી, સુબોધ વ્યક્તિ અને સાદામાં સાદો શબ્દ છે -અકલમંદ! ઉપરના બધા સમાનાર્થી શબ્દો છે, પણ હવે એકવીસમી સદીમાં ૨૦૧૭ પછી મુંબઈ, અમદાવાદ, વડોદરા, સુરત, નડિયાદ વગેરે ગામોમાં પણ આ શબ્દો ઘણાં યુવક-યુવતી પોતપોતાના આપેલા અલગ અર્થમાં વાપરે છે. ટૂંકમાં આજના યુવાવર્ગની વાચાળતા વધી છે, બુદ્ધિમત્તા વધી છે.

‘અ વિઝન ઑફ ધ લાસ્ટ જજમેન્ટ’ નામનું પુસ્તક ડૉ. વિલિયમ બ્લેક નામના ભાષાશાસ્ત્રી અને ફિલસૂફે ૧૮૧૦માં લખેલું. એમાં સરસ તુક્કો મૂક્યો છે - માનવીને સ્વર્ગ-જન્નતમાં પ્રવેશ મળે છે એ કંઈ તેણે પોતાના પૅશનને દબાવી દીધું છે એ માટે નહીં કે તેણે પોતાની વાસનાઓ અને મહેચ્છા કે ઇચ્છાઓને વશમાં રાખી છે એટલે નહીં કે તેની વાસનાને બરાબર ગવર્ન (અંકુશમાં રાખી છે) કરી છે એટલે નહીં. અગર તો અમુક જણ એવા છે જેને પૅશન જ હોતું નથી! પણ જે માણસે પોતાના પૅશનને કલ્ટિવેટ કયુંર્ હોય તે જ પોતાની સમજણને કલ્ટિવેટ કરી શકે. વળી એ નક્કી છે કે (યુરીપીડઝ નામના રોમન વિદ્વાનના કહેવા મુજબ) જે માણસ સમાજમાં બીજા કરતાં વધુ ઊંચું ઇન્ટેલિજન્સ ધરાવતો હોય તેણે જિંદગીની બહુ ઊંચી કિંમત ચૂકવવી પડે છે. અગર કહો કે તેની વધુપડતી મેધાશક્તિ માટે તેણે ઊંચી કિંમત ચૂકવવી પડે છે. વળી માત્ર ઊંચી મેધાશક્તિ હોય એ જ પૂરતું નથી, એ મેધાને યોગ્ય રીતે તેણે વાપરવી જોઈએ.

ડૉ. એફ. સ્કૉટ ફિટ્સજિરલ્ડે ૧૯૪૫માં ‘ધ ક્રૅક-અપ’ નામનો ગ્રંથ લખેલો. એ આજે નરેન્દ્ર મોદી વાપરતા હોય એવું લાગે છે. ડૉ. એફ. સ્કૉટ ફિટ્સજિરલ્ડે રેડિયો-વેવ્ઝ શોધવામાં મદદ કરી હતી. તેણે કહેલું કે ટેસ્ટ ઑફ ધ ફર્સ્ટ રેટ ઇન્ટેલિજન્સ અને ધ એબિલિટી ટુ હોલ્ડ ટુ ઑપોઝિટ (ઑફ ઑપોઝ્ડ) આઇડિયાઝ ઇન ધ માઇન્ડ ઍટ ધ સેમ ટાઇમ બટ સ્ટિલ રીટેન એબિલિટી ટુ ફંક્શન! કોઈ અખબારના તંત્રીની આવી હાલત હોય છે. પરસ્પર વિરોધભાસી મત વ્યક્ત થતા હોય અને હુંસાતુંસી ચાલતી હોય (તંત્રીમંડળમાં) છતાં તંત્રી કામ કરી શકે એ.

Comments (0)Add Comment

Write comment
quote
bold
italicize
underline
strike
url
image
quote
quote
smile
wink
laugh
grin
angry
sad
shocked
cool
tongue
kiss
cry
smaller | bigger

security code
Write the displayed characters


busy