ધર્મ જ આખરે માનવને બચાવશે; કારણ કે માનવને બચાવનાર તત્વ આશા છે, ધર્મ આશા છે ને ધર્મ પ્રેમ છે

‘ધ ડેવિલ્સ ડિક્શનરી’ નામનું મજેદાર પુસ્તક છે.

પ્રેરણાની પળે - કાન્તિ ભટ્ટ

હું મૂંઝાઉં અને કોઈ અઘરા વિષયને ત્રણ વાક્યમાં સમજવો હોય ત્યારે આ ડિક્શનરી ખોલું છું. એમાં ‘રિલિજિયન’ અર્થાત્ ધર્મ વિશે શું લખ્યું છે એ મારે જાણવું હતું. રિલિજિયન વિશે લખ્યું છે - રિલિજિયન ઇઝ એ ડૉટર ઑફ હોપ ઍન્ડ ઑલ્સો ફિયર. માનવી ધર્મ છે એટલે પાપ કરતાં ડરે છે. કોઈ મને પૂછે કે તમે ધર્મિષ્ઠ છો? ધર્મમાં માનો છો? એનો જવાબ તરત બેધડક આપું છું. હું ધર્મિષ્ઠ છું એટલું જ નહીં, ધર્મ પાળું છું. બ્રાહ્મણ છું એટલે જનોઈ પહેરું છું. સવારે ઊઠીને ગાયત્રીમંત્ર ભણું છું. હું મહારાજા સયાજીરાવ યુનિવર્સિટીનો પ્રથમ કૉમર્સ ગ્રૅજ્યુએટ ૧૯૫૨માં થયો ત્યારે મેં પ્રથમ વડોદરાનાં દરેક મંદિરના દેવતાને નમન કરેલું. ધર્મ જીવવા માટે છે, લાંબું જીવવા માટે છે. મને ૮૭ વર્ષ થયાં છે. મારે ૧૦૦ વર્ષ જીવવું છે. મારી પત્નીને વૈધવ્ય આપવું નથી. હું મારો ધર્મ પાળું છું એ માટે મોરારીબાપુ અને રાજર્ષિ મુનિને જવાબદાર ગણું છું. તેઓએ મને ધર્મિષ્ઠ બનાવ્યો છે, ર્દીઘાયુ બક્ષ્યું છે.

માનવી ધર્મ માટે કંકાસ-કજિયો કરે, ધર્મ માટે લડે અને ધર્મ માટે મરવા તૈયાર થાય ત્યારે મને લાગે છે કે લોકો ઊંધે રસ્તે છે. ખરેખર તો માણસે ધર્મ ખાતર જીવવું જોઈએ. ઈશ્વર-અલ્લાહે કેવું સુંદર શરીર બક્ષ્યું છે એ કુદરતને વફાદાર રહેવું જોઈએ. તમે જોજો કે હિન્દુસ્તાન એક જ આખરે ધાર્મિક કંકાસમાંથી બચશે. જગતમાં હિન્દુ-મુસ્લિમ-ખ્રિસ્તી લડશે, પણ માનવીને આખરે હિન્દુસ્તાનના ધર્મિષ્ઠો જ બચાવશે.

સૅમ્યુઅલ બટલર નામના બ્રિટિશ સાહિત્યકારે કહેલું કે માનવી શ્રદ્ધા થકી બહુ ઓછું મેળવે છે. બહુ ઓછું સહેલાઈથી મળે છે. સંઘર્ષ કરવો પડે છે. એ સંઘર્ષમાં ધર્મિષ્ઠપણું મદદ કરે છે. ભલે માનવી શ્રદ્ધા થકી ઓછું મેળવે પણ શ્રદ્ધા વગર જીવી જ શકાય નહીં. જગતમાં ઇસ્લામ ધર્મનો ફેલાવો કેમ જલદી થયો? ઇસ્લામ કેમ બળૂકો છે? તેમના ફેઇથ વિશે કેટલાક અમેરિકનો કે યુરોપિયનો અને કેટલાક ખટસવાદિયા ભારતીયો શંકા કરે છે. જોકે મુસ્લિમો પોતાના ધર્મ વિશે - ફેઇથ વિશે લગરીકેય શંકા કરતા નથી એથી ભાગ્યે જ કોઈ મુસ્લિમે ધમાર઼્તર કર્યું છે. તમામ ધર્મોમાંથી ઇસ્લામમાં વટલી જનાર અસંખ્ય છે. PhD કે કોઈ પણ યુનિવર્સિટીમાં ભણેલો મુસ્લિમ વિદ્વાન ધર્મને ત્યજતો નથી. આપણને ધર્મ આપવા અને ધર્મનું અનુસરણ કરવા ઈશ્વરે શરીર આપ્યું છે. આપણા ભૂતપૂર્વ રાષ્ટ્રપતિ ડૉ. રાધાકૃષ્ણનની વાત સાંભïળો :

‘આ જીવનના ખેલમાં આપણને કોઈ રહસ્યમય શક્તિએ જિંદગીના ખેલ ખેલવાનાં પત્તાં આપ્યાં છે. એમાં તમારે જે રીતે પાનાં ખેલવાં હોય એની છૂટ છે, પણ સાથે જબ્બર જવાબદારી પણ પરમાત્માએ તમારા પર લાદી છે. એ પાનાં-પત્તાં તમે પસંદ કર્યા નથી. એ તો તમારાં પૂર્વ કર્મો પ્રમાણે જ ૧૦૦ ટકા તૈયાર થયાં હોય છે. તમારાં સારાં-નરસાં કર્મો અદૃશ્ય - દિવ્ય ડાયરીમાં નોંધાઈ જાય છે. કુદરતથી કશું જ છૂપું રહેતું નથી. આ જન્મે નહીં તો આવતા જન્મે પણ કર્યા ભોગવ્યાં વગર છૂટકો નથી.’

બ્રિટનના ખગોળશાસ્ત્રી ડૉ. માર્ટિન રિટ્ઝ અનીશ્વરવાદ (નીરશ્વરવાદ)માં માનવા લાગ્યા, પણ પછી પસ્તાયા અને ખગોળશાસ્ત્રનો આધાર લઈને શ્રદ્ધાળુ થયા, ધર્મ પ્રત્યે આસ્થાવાળા થઈ ગયા. તેમણે સાદી અને સીધી ભાષામાં કહ્યું કે ‘અરે અનીશ્વરવાદના ચરસૂડા-દોઢડાહ્યા વિદ્વાનો, ધર્મમાં માનવાથી ઘણા લાભ છે અને એ લાભથી તમે વંચિત રહ્યા છો. જગતમાં સત્ય શું છે એ હું જાણતો નથી. બ્રહ્માંડ (યુનિવર્સ)નો અર્થ અઘરો છે.’

હિન્દુસ્તાનીઓ એના અર્થ વધુ જાણે છે. આ જગત સત્યની ધુરી પર ચાલે છે. જ્યારે માનવને તમામ સંશયો વચ્ચે માર્ગ નથી સૂઝતો ત્યારે માનવને ઈશ્વર પરની શ્રદ્ધા જ સત્ય તરફ ધકેલે છે. ત્યારે હું જાહેર કરું છું કે ઈશ્વર-કુદરત-અલ્લાહ વિશે લાંબી લપ્પનછપ્પનમાં ન પડવું હોય તો એક જ સૂત્ર રાખો - ગૉડ ઇઝ ટ%થ - ઈશ્વર સત્ય છે. સત્યમેવ જયતે અને આખરે અનેક કસોટી પછી સત્યનો વિજય થાય છે. જ્યારે હિન્દુ-મુસ્લિમ સત્યને સાચા અર્થમાં સમજીને સાથે-સાથે સત્યના ભક્ત બનશે ત્યારે હિન્દુસ્તાનમાં સ્વર્ગ ઊતરી આવશે.

Comments (0)Add Comment

Write comment
quote
bold
italicize
underline
strike
url
image
quote
quote
smile
wink
laugh
grin
angry
sad
shocked
cool
tongue
kiss
cry
smaller | bigger

security code
Write the displayed characters


busy
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK