કેદી રહ્યા કાયમ અમે

કુલભૂષણ જાધવને કથિત જાસૂસીના કેસમાં ફાંસીની સજા સંભળાવીને પાકિસ્તાન સરકારે ગણતરીપૂવર્ક નો વિવાદ સરજ્યો છે.

અર્ઝ કિયા હૈ - હિતેન આનંદપરા

સેંકડો કડકડતા પુરાવા પછી પણ જે દેશ પોતાના આતંકવાદી કસબ વિરુદ્ધ એક પણ આરોપ સ્વીકારવા તૈયાર ન હોય એ દેશ આંતરરાષ્ટ્રીય કાયદાઓનો ભંગ કરે એમાં કોઈ નવાઈ નથી. આતંકવાદના આશ્રયસ્થાન બનેલા પાકિસ્તાનના વડા પ્રધાન જ્યારે એમ કહે કે પાકિસ્તાન શાંતિ ઝંખે છે ત્યારે કહતા ભી દીવાના ઔર સુનતા ભી દીવાના જેવું લાગે. સવાલ છે જેલમાં સબડતા કેદીઓનો. સરબજિત સિંહે વેઠેલી વેદનાનો કિસ્સો હજી તાજો જ છે. બેફામસાહેબનો શેર વષોર્થી જેલ વેંઢારતા કેદીઓની વ્યથા વ્યક્ત કરે છે... 

વધારે છે જખમને સૌ એ, નસ્તરના બહાના પર

સિતમગર છે સિતમગર, કોઈ મારા ચારાગર ક્યાં છે?

હવે તો થઈ ગયો છું સ્થિર જગતના કેદખાનામાં

હવે ક્યાં કોઈ મંઝિલ છે? હવે કોઈ સફર ક્યાં છે?


બંધ દીવાલોમાં, અંધારી કોટડીમાં રહીને વર્ષો પસાર કરવાં એ ખાવાના ખેલ નથી. શારીરિક રિબામણીની સોગાદ રોજ શરીરમાં પીડાના પવર્તન ઊભા કરતી હોય. અપમાન તો ચવડ રોટલીની સાથે ગળે ઉતારવું જ પડે. ખરેખર ગુનેગાર છે એવા કેદીઓ પ્રત્યે રહેમદિલી ન હોય એ સમજ્યા, પણ જેને ફસાવીને અંદર કરવામાં આવ્યો હોય એવા કેદી માટે કાળકોટડી દોજખ બની જાય. એસ. એસ. રાહી આ દોજખની યાતના બયાં કરે છે...

પડછાયાને કશું જ નથી હોતું કામ, દોસ્ત

ને તો થોડું-થોડું સરકવાનું હોય છે

કેદી છું રાહી મનને હું સમજાવું કઈ રીતે

કે જેલના સળિયાએ સબડવાનું હોય છે


એક તરફ કેટલાય નેતાઓ છે જેમના પર ગંભીર ગુના હોવા છતાં તેમનો વાળ પણ વાંકો નથી થતો. બીજી તરફ ૫૦૦ રૂપિયાની ચોરી માટે પણ ગરીબને જેલ થાય છે. વગદાર જેલની અંદર જાય તો પણ પૈસાના જોરે સુવિધાઓ અંકે કરી લે. વિવાદાસ્પદ કૃત્યો બદલ કેદ પામેલો રાજકારણી જેલની અંદર રહીને ચૂંટણી પણ લડી શકે. બીજી તરફ જેની કોઈ પહોંચ ન હોય, જમાનત આપનારું પણ કોઈ ન હોય એવા લોકોની લાચારી આકાશ ઠક્કર વ્યક્ત કરે છે...

એટલે કેદી રહ્યા કાયમ અમે

ક્યાંય કાચું કાપતાં ના આવડ્યું


જે દિવસે કુલભૂષણ જાધવની ફાંસીની જાહેરાત ચૅનલો પર દર્શાવાતી હતી એ જ દિવસે ભારતીય તટરક્ષક દળોએ સમુદ્રમાં ફસાઈ ગયેલા પાકિસ્તાની મરીન કમાન્ડોમાંથી બે જણને મોતના મુખમાંથી ઉગારી લીધા હતા. પૂરમાં ને કુદરતી આફતમાં ભારતીય લશ્કર જેમને જાનના જોખમે મદદ કરે છે એ જ કાશ્મીરના વંઠેલા, મગરૂર, ચાવી આપેલા અને પાકિસ્તાની આત્મા ધરાવતા યુવાનોનું કૃત્ય શરમજનક હતું. તેઓ ઇલેક્ટ્રૉનિક વોટિંગ મશીન લઈને જઈ રહેલા સેન્ટ્રલ રિઝર્વ પૅરામિલિટરી ફોર્સ (CRPF)ના જવાનોનું અપમાન કરે, ધોલ મારે, લાત મારે ત્યારે બંદૂકની ટ્રિગર દબાવી દેવાનું મન થઈ આવે. અનેક ફારુક અબદુલ્લાઓ બેખોફ પથ્થરબાજોનું ઉપરાણું લે ત્યારે થાય કે ઉત્તર પ્રદેશમાં જેમ ઍન્ટિ-રોમિયો સ્ક્વૉડ બનાવી એમ કાશ્મીરમાં ઍન્ટિ-પથ્થર સ્ક્વૉડ બનાવવી જોઈએ. છતે હથિયારે સૈનિકના હાથ બંધાયેલા હોય ત્યારે દિલીપ જોશી કહે છે એવી ગૂંગળામણ થતી હશે...

કેદખાનામાં ને ઘરમાં ફર્ક છે બસ આટલો

એકને બારી નથી ને એકને બારી હતી!


એક હાથમાં રાઇફલ હોવા છતાં તોફાની બારકસની લાત ખાઈને સંયમ રાખવો પડે એ લાચારી સૂફી પરમારના આ શેરમાં ઓળખાશે...

પરિસ્થિતિ તમારી લાગે છે કેદી સમી અમને

તમારું ધૈર્ય જોઈને હું લાગું છું પગે તમને


મુંબઈમાં જ્યારે મનસ્વી ગુંડાતkવોએ માઝા મૂકેલી ત્યારે સુપરકૉપ જુલિયો રિબેરોએ તેમને ઠેકાણે પાડી દીધેલા. પંજાબમાં ખાલિસ્તાન ચળવળ વકરી ત્યારે કેપીએસ ગિલે સિખ આતંકવાદીઓને પકડવાને બદલે સીધા જ ખતમ કરી દીધેલા; ન ધરપકડ, ન કોર્ટકેસ. વાર્તા ખતમ. એટલું જ નહીં, આતંકવાદીઓને મારવા પોલીસોને છૂટોદોર આપીને સરકાર પાસેથી જબરદસ્ત ઇનામ પણ અપાવ્યાં. અત્યારે આપણને રિબેરો કે ગિલની તાતી જરૂર છે. જો આવું નહીં થાય તો કીર્તિકાન્ત પુરોહિત લખે છે એમ બાજી હાથમાંથી સરકી જશે... 

ગોઠવી ચાલમાં શતરંજની શરત

ઊંટ માફક અઢી ચાલે રમે સમય

કેદ તું રેત-શીશીની રચે ભલે

હાથતાળી દઈ છટકી જશે સમય


કુલભૂષણ જાધવ પર મુકાયેલા આરોપ સામે કોઈ પુરાવા પાકિસ્તાન સરકારે આપ્યા નથી. સરકારના રાજદ્વારી પ્રયાસો રંગ લાવે અને ઉર્વીશ વસાવડા રાખે છે એવી આશા આપણે પણ રાખીએ...

કરીને લાખ કોશિશ કેદ ના થઈશું કદી પણ

ઉઘાડી બારણાં, કળથી અમે નીકળી જવાના


ક્યા બાત હૈ

ફાંસી પહેલાંની ઇચ્છા

-ને સૌથી છેલ્લે ગામનું પાદર જોઈ લેવું છે

વડના ખાલીખમ છાંયડાને

ટગરટગર વળગી પડી રોઈ લેવું છે

એકલુંભૂલું બકરીબચ્ચું ઊંચકી

ને પસવારવી છાતી

જોઈ લેવી છે નદીએ

કોઈ છોકરી છાનુંછપનું ન્હાતી

થોરનું લીલું પાન તોડીને

મા સમોવડ દૂધને ઝરી પડતું જોવું

મારગે કદી થડમાં કોર્યા નામને

કહી આવજો છેલ્લી વાર વછોવું

સીમમાં નીહળ આ ઘટાટોપ

ભાનને ફરી ખોઈ લેવું છે

માણસોના બોલાશની

નાની બચકી બાંધી આંખમાં રાખું

ઘઉંની તાજી ડૂંડીઓ તોડી

કલગી માથા બાંધણે નાખું

સાંજ ચાખી લઉં, જળ ચાખી લઉં,

ટેકરી, બાવળ, કાગડો, હવા, ધૂળ ચાખી લઉં

દેવરો-આણલદેહના દુહા ગાઉં?

ના, ગોફણ લઈ પાંચીકો દૂર નાખી દઉં

બસ, આ ફાંસીગાળિયામાંથી

જન્મ્યા સુધી જોઈ લેવું છે

- રમેશ પારેખ


Comments (0)Add Comment

Write comment
quote
bold
italicize
underline
strike
url
image
quote
quote
smile
wink
laugh
grin
angry
sad
shocked
cool
tongue
kiss
cry
smaller | bigger

security code
Write the displayed characters


busy
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK