RSSની મહિલા પાંખ શું કરે છે એ વિશે જાણો

RSSની મહિલા શાખાની મહિલાઓ ક્યાં છે એવો પ્રશ્ન તાજેતરમાં જ રાહુલ ગાંધીએ ઉઠાવ્યો અને એની ચર્ચાઓ ચગડોળે ચડી છે ત્યારે મુંબઈની રાષ્ટ્ર સેવિકા સમિતિની દુનિયામાં એક લટાર મારીએ અને જાણીએ તેમની સ્ટ્રેન્ગ્થ અને કાર્યપદ્ધતિ વિશે

rss march

રુચિતા શાહ

તાજેતરમાં રાહુલ ગાંધીએ ય્લ્લ્માં મહિલાઓને આગળ નથી આવવા દેવામાં આવતી એ મુદ્દાને ઉઠાવ્યો છે. જોકે તમે ક્યારેય ય્લ્લ્માં કોઈ મહિલાને શૉર્ટ્સમાં જોઈ છે જેવો પ્રશ્ન પૂછીને તેમણે ઉઠાવેલો મુદ્દો ઊંધી દિશામાં ફંટાઈ ગયો. રાહુલબાબાના આ બફાટને કારણે અત્યારે રાજકીય નેતાઓ અને ન્યુઝ-ચૅનલોને ડિબેટ કરવા માટે વધુ એક ગરમાગરમ મુદ્દો મળી ગયો છે. ય્લ્લ્નું મહિલા સંગઠન પણ છે અને ઘણાં વર્ષોથી છે. બેશક, અતિશય લો પ્રોફાઇલ રહીને કામ કરનારા આ સંગઠનનાં કાર્યો બિરદાવવા જેવાં છે. આખા દેશમાં લગભગ ૨૭૦૦થી વધુ શાખાઓ RSSની રાષ્ટ્ર સેવિકા સમિતિ અંતર્ગત સક્રિય છે (અહીં ઉલ્લેખનીય છે કે RSSની જેમ રાષ્ટ્ર સેવિકા સમિતિની ઍક્ટિવિટી જે એક છત્ર નીચે થાય છે એને શાખા તરીકે ઓળખવામાં આવે છે). એમાં લગભગ ૫૫,૦૦૦થી વધુ કાર્યકરો છે. માઇન્ડ ઇટ, કાર્યકરો. સભ્યો કે સદસ્યોની સંખ્યા તો આના કરતાં અનેકગણી વધારે છે. કાર્યકરો સક્રિયપણે રાષ્ટ્ર સેવિકા સમિતિની શાખાનાં કાયોર્ને પાર પાડવામાં સક્રિય ભૂમિકા અદા કરે છે. સંગઠનમાં સામેલ થયેલા અને નિયમિત ધોરણે શાખાની પ્રવૃત્તિમાં હાજરી આપતા મેમ્બર્સની સંખ્યા તો આના કરતાં અનેકગણી વધારે છે. આ જ તો કારણ છે કે રાષ્ટ્ર સેવિકા સમિતિ માત્ર દેશનું નહીં, વિશ્વનું સૌથી મોટું સંગઠન બની રહે છે. જોકે આ સ્થિતિ પછી પણ એ હકીકત નકારી ન શકાય કે આ સંઘની જેમ જ સેવિકા સમિતિની બહેનોની ઍક્ટિવિટી અને સ્ટ્રેન્ગ્થ ગજબનાક છે. રાહુલ ગાંધીએ છેડેલા મુદ્દાના સંદર્ભમાં આજે મુંબઈની રાષ્ટ્ર સેવિકા સમિતિની ઍક્ટિવિટી પર એક નજર કરીએ.


થોડા સમય પહેલાં સ્લમમાં રહેતા એક પરિવારમાંથી એક દીકરીના પિતા સેવિકા સમિતિની કાર્યકરને મળવા માટે શાખાની ઑફિસમાં આવ્યા અને પછી હાથ જોડીને ધ્રુસકે-ધ્રુસકે રડવા માંડ્યા. શાખાની કાર્યકર બહેનોને કંઈ સમજાયું નહીં. તેમણે પ્રયત્નો કરીને એની પાછળનું કારણ જાણવાના પ્રયાસ કર્યા તો ખબર પડી કે તેમની દીકરી સેવિકા સમિતિની શાખામાં નિયમિત આવતી હતી. બાળકોને શાખાની કાર્યકરો વૅલ્યુ એજ્યુકેશનનાં વિવિધ લેસન સહેલાઈથી સમજાય એ રીતે વાર્તારૂપે શીખવતી હોય છે. એમાં તે છોકરીને શીખવવામાં આવ્યું હતું કે મા-બાપને રોજ પગે લાગવું. શીખવ્યા પછી પણ શાખાની કાર્યકર બહેનો બાળકો એનું પાલન કરે છે કે નહીં એનું ફૉલો-અપ કરતી હતી. આ વાત એક નાનકડી બાલિકાના મગજમાં ઠસી ગઈ અને તે રોજ તેના પિતાને પગે લાગતી. બાપ દારૂડિયો હતો. દીકરીને પગે લાગતી જોઈને તેને પોતાની દારૂની લત માટે પસ્તાવો જાગતો. જે દીકરી તેને આદર્શ ગણીને પગે લાગે છે એ સન્માનનો પોતે હકદાર નથી એવી લાગણી તેને થતી. ધીમે-ધીમે તેણે દારૂ છોડવાનું નક્કી કર્યું. દીકરીની પગે લાગવાની એક આદત એક પિતાને તેની ખરાબ આદતમાંથી બહાર કાઢી ગઈ. આવા અઢળક કિસ્સાઓ નિયમિત ધોરણે રાષ્ટ્ર સેવિકા સમિતિની કાર્યકરોને જાણવા મળતા રહે છે. રાષ્ટ્ર સેવિકા સમિતિનાં મુંબઈથી ગોવા બેલ્ટનાં પ્રચારપ્રમુખ રૂપા રાવલ કહે છે, ‘RSSની સ્થાપના ૧૯૨૫માં થઈ, જ્યારે સેવિકા સમિતિ મૌસીજી લક્ષ્મી કેલકર દ્વારા વર્ધામાં ૧૯૩૬માં રચાયું. બન્નેના પાયાના સિદ્ધાંતો એક છે. બન્ને સંગઠન ‘નેશન ફસ્ર્ટ’ને જ પ્રાધાન્ય આપે છે, પરંતુ બન્ને સ્વતંત્ર રીતે સક્રિય છે. સેવિકા સમિતિની સ્થાપના મહિલાઓને એમ્પાવર કરવા માટે જ નહીં; રાષ્ટ્ર, સમાજ અને પરિવારમાં મહિલાઓના શક્તિસામર્થ્યને શ્રેષ્ઠ રીતે ઉપયોગી બનાવવા માટે પણ થઈ હતી. સ્ત્રી શીલવાન, ધૈર્યવાન અને સામર્થ્યવાન બને એ લક્ષ્ય સાથે એના પાયા નખાયા અને એ જ મકસદ સાથે આજે પણ અમે બધા સક્રિય છીએ. સ્ત્રીઓનું આટલું મોટું સંગઠન જે હિન્દુસ્તાન માટે અને સમાજ માટે સક્રિય હોય એવું બીજું એકેય નથી. આજે આ સંગઠનને ૮૨ વર્ષ થયાં છે અને છતાં અવિરતપણે એના કાર્યનો વિસ્તાર વધતો ગયો છે. ફરક માત્ર એટલો છે કે આજ સુધી અમે કોઈ જગ્યાએ એની પબ્લિસિટીનો ઝંડો લઈને દોડ્યા નથી. અમે માત્ર અમારા કાર્યમાં માનીએ છીએ. સમિતિના ઉપક્રમે ચાલતાં સેવાકાર્યો અને શાખામાં જોડાતી સેવિકાઓના ઉત્કર્ષ માટે અમે દિવસરાત પ્રયત્નો કરતા રહીએ છીએ. બની શકે કે લો પ્રોફાઇલ રહીને કામ કરવાની અમારી કાર્યપ્રણાલી કેટલાક લોકોને સમજમાં ન આવે અને એ લોકો મહિલાઓને એક્સપોઝર નથી મળતું એવી ભ્રમણામાં રહે તો એમાં અમે શું કરી શકીએ.’
રાષ્ટ્ર સેવિકા સમિતિની સ્થાપના પાછળનો ઉદ્દેશ સ્ત્રી-સશક્તીકરણની સાથે સ્ત્રીઓને એકજૂટ કરવાનો પણ હતો જેને પણ ખૂબ સારી સફળતા મળી છે. વગર પબ્લિસિટીએ લોકો આ સંગઠનનો હિસ્સો બની રહ્યા છે અને સમિતિ દ્વારા યોજાતી શિબિરો અને અન્ય કાર્યક્રમોમાં ભાગ લે છે. મુંબઈની જ વાત કરતાં રૂપા રાવલ કહે છે, ‘મુંબઈમાં ૬૦ શાખાઓ છે અને ૪૦૦૦ જેટલી સેવિકાઓ છે. ૪૦૦થી વધુ કાર્યકરો ઍક્ટિવ છે. અમે દિવ્યાંગો માટે મુંબઈમાં સ્કૂલ ચલાવીએ છીએ. યોગસેન્ટર અને હેલ્થ ચેકઅપના પ્રોગ્રામ નિયમિત ધોરણે થાય છે. સમિતિ દ્વારા વનવાસી (આદિવાસી) બહેનો માટે સ્વાવલંબનના વિવિધ પ્રોગ્રામ ચાલે છે. તેઓ અહીં રહીને નર્સિંગનું કામ શીખે અને સમિતિની હૉસ્ટેલમાં રહે. શાખામાં નિયમિત ધોરણે ફિઝિકલી ફિટ બને, બૌદ્ધિક રીતે શાર્પ બને, સોશ્યલી સ્ટ્રૉન્ગ બને એવી ઍક્ટિવિટી કરાવીએ છીએ. મહિલા સક્ષમ, સધ્ધર અને સબળ બને એવી અણીશુદ્ધ ટ્રેઇનિંગ અહીં આપવામાં આવતી હોય છે. દેશ પહેલાં એ અમારું એકમાત્ર ધ્યેય છે. એ મકસદ સાથે તમે કોઈ પણ રીતે આગળ આવો તો સમિતિ તમને સાચવી લેશે એવી જોગવાઈ કરી છે. ધારો કે તમે ફિઝિકલી ફિટ થવા માગો છો અને સેલ્ફ-ડિફેન્સ શીખવા માગો છો તો એ પણ સમિતિ તમને કરાવશે. તમે ઇન્ટેલેક્ચ્યુઅલી સ્ટ્રૉન્ગ છો અને તમારે કંઈક એ દિશામાં વાતો કરવી છે, વિચારો મૂકવા છે તો સમિતિ એમાં પણ તમને સાથ આપશે. તમારી પાસે આઇડિયા નથી, પણ સમાજ માટે કંઈક કરવું છે તો એમાં પણ સમિતિ માર્ગદર્શક બનીને તમને સપોર્ટ કરશે. આ જ કારણ છે કે મુંબઈ જેવા વ્યસ્ત શહેરમાં પણ સમિતિનું કામ અતિ સ્મૂધલી ચાલે છે, કોઈ પણ જાતની રોક-ટોક વિના.’


અહીં ઉલ્લેખનીય છે કે સમિતિની બહેનો દ્વારા દર વર્ષે ખાસ દિવસોએ ભવ્ય રૅલીનું આયોજન કરવામાં આવે છે. રાષ્ટ્ર સેવિકા સમિતિની મહિલાઓ માત્ર પોતાને જ નહીં, સમાજને પણ સશક્ત બનાવે એના બધા પ્રયત્નો સમિતિની કાર્યપ્રણાલીમાં આવરી લેવામાં આવ્યા છે. સ્ત્રીઓમાં લીડરશિપની ક્વૉલિટી અને ડિસિઝન-મેકિંગ સ્કિલ ડેવલપ કરવાના પ્રયત્નો પણ સતત થતા રહે છે. મહિલાઓના વિકાસમાં એક અનોખો ચીલો ચાતરનારી અને શાખાઓ દ્વારા સંસ્કાર-સિંચનની અનેરી ધારા વહાવનારી રાષ્ટ્ર સેવિકા સમિતિ ક્યાં છે અને શું કરે છે એ કરનારાએ સહેજ આ બધી જ બાબતો પર ધ્યાન આપવું જોઈએ, કારણ કે આઠ દાયકાથી દેશભક્તિને પોતાના અંદાજમાં આ મહિલાઓ નિભાવી રહી છે.

Comments (0)Add Comment

Write comment
quote
bold
italicize
underline
strike
url
image
quote
quote
smile
wink
laugh
grin
angry
sad
shocked
cool
tongue
kiss
cry
smaller | bigger

security code
Write the displayed characters


busy
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK