G = ઘનશ્યામ, S = સહારા, T = તેરા

ટન...ટન...ટન ઘંટ વાગ્યો, સાંભળો... સાંભળો... ન સંભળાતું હોય તો કાનમાં ભૂંગળાં નાખીને પણ સાંભળો, આપણા દેશનો રાજા વર્ષો પછી માદરે વતન પધારે છે એ નિમિત્તે ગામ તરફથી રાતે ૯ વાગ્યે સંગીતની મહેફિલનું આયોજન કર્યું છે

મનોરંજનથી મનોમંથન - સુભાષ ઠાકર


તો બધા સમયસર પધારજો. ટનટનટન

ગામ તરફથી દિવાળીના દિવસે ઢંઢેરો

પિટાયો અને...

રાતે ૯ વાગ્યે સિંહાસન પર રાજા અને પ્રધાન ગોઠવાયા. સ્ટેજ પર સંગીતનાં સાધન ગોઠવાયાં, ઑડિયન્સ ગોઠવાયું. ઘડિયાળના કાંટા ચાલ્યા, પણ મહેફિલ ચાલુ નહોતી થતી એટલે રાજા અને પ્રધાનના ચહેરા કાઠિયાવાડી ધાબામાં બેઠા પછી મહારાજ જલદી જમવાની થાળી ન પીરસતો હોય એવા થઈ ગયા. રાજાએ અકળાતા મને પ્રધાનને ધીરેથી કાનમાં પૂછયું, ‘ભૈ પ્રધાન, આ સંગીતની મહેફિલમાં મિસ્ત્રળ શું કરે છે? ક્યારનો ઢોલકા પર ઠોકમઠોક...’

‘અરે બાપુ, તમને સમજાવવું પડે? તમે અચ્છે દિન આયેંગે, કાળું નાણું પાછું આવશે, મોંઘવારી ઘટશે, વિકાસ ડાહ્યો થશે... કેટલી ઠોકમઠોક કરો છો. એ તબલા પર અને તમે પ્રજા પર. અરે બાપુ એ મિસ્ત્રળ નથી, એ તબલચી છે અને હથોડીથી તબલાનો મેળ કરે છે, પ્લીઝ જરા સમજો...’

‘સમજ્યો, પણ આવા મેળ ઘરે કરીને આવવા જોઈએને? બીજી વાર ધ્યાન રાખવાનું, સમય ન...’

‘પ્લીઝ બાપુ, ઘરે મેળ ન પડતો હોય એટલે અહીં કરે છે, બસ? તમારો મેસેજ પહોંચાડી દઈશ.’

ત્યાં તો મહેફિલના સંચાલકે શુભારંભ કર્યો, ‘ભાઈઓ-બેનો, ગરીબ સરગમ મંડળ તરફથી દેશના રાજા, પ્રધાન તથા આપ સૌનું સ્વાગત.’ પછી ઉધારની શાયરી લલકારી;  ‘સંગીત શક્તિ હૈ ઈશ્વર કી,  હર સ્વર મેં બસા હૈ રામ, રાગી જો સુનાએ રાગિણી તો રોગી કો મિલે આરામ.’

‘પ્રધાન આ કેમ બાફે છે? અગર હર સ્વર મેં રામ બસા હૈ તો ફિર રામમંદિર મેં બસા હૈ વો કૌન? રામ કા ભૂત, ભગવાન કા ભૂત? એ ટોપા કો સમજાઓ કિ રાગી રાગિણી સુનાએ તો રોગી કો આરામ કૈસે મિલેગા, સેટિંગ હૈ ક્યા?’

‘પ્લીઝ બાપુ, નસ ન ખેંચો, તમારા મેસેજ પહોંચાડી દઈશ. હમણાં તમારા કાનને સંગીતનો આનંદ આપો.

સંચાલક આગળ વધ્યો, ‘મિત્રો, સંગીત ન હોતા, કોઈ કિસી કા મીત ન હોતા; ક્યોં કિ સંગીત હી સ્વર હૈ, ઔર સંગીત હી ઈશ્વર હૈ, સંગીત ન હોતા તો મેરા ઔર તુમ્હારા જીવન ભી વિષ બન જાતા...’

‘વાહ-વાહ બીડુ, ક્યા બાત હૈ, માન ગયે ઉસ્તાદ, ક્યા શબ્દ હૈ, ક્યા ગાના હૈ, સુહાનલ્લા... સુહાનલ્લા...’ સિંહાસન પર ઉભડક પગે  દોઢ ઇંચ ઊભા થઈ રાજાએ દાદ આપી.

‘હે બાપુ, મારી ટાલના સમ, હજી મહેફિલ શરૂ થઈ નથી. યે ગાના નહીં, શાયરી હૈ.’

‘માલૂમ હૈ. મુઝે સમઝાતા હૈ? તુચ્છ મચ્છર હાથી કો સમઝા રહા હૈ? ધિક્કાર હૈ તેરી સમજ પર. અરે યે ગાના નહીં હૈ તો ફિર ગાના ચાલુ કરો. આપકા સમય શુરૂ હોતા હૈ અબ...’

‘જી સર, આજ કી મહેફિલ કા યે પહલા ગાના આપકી સેવા મેં, ‘કુછ ના કહો, કુછ ભી ના કહો, ક્યા કહના હૈ, ક્યા સૂનના હૈ.’

‘એક મિનિટ, કુછ ન કહો મતલબ? હમ મનમોહન નહીં, રાજા હૈ. સબ કુછ કહેંગે.’ પછી ગીતનો રાગ જાણવા ધીરેથી પ્રધાનને પૂછ્યું, ‘આ માલકોષ છે?’

‘ના બાપુ, આ આપણો સુભાષ ઠાકર છે. અરે ઠાકર, દિવાલી હૈ તો દિવાલી કા ગાના ગાઓ, હમ સાથ મેં દિવાલી મનાએંગે...’

‘હા જી, સબકો દિવાલી મુબારક ઔર યે સબસે બઢિયા ગાના દિવાલી કા. ફિલ્મ : પૈગામ-રફી-જૉની વૉકર... ઔર યહાં આપકા સુભાષ ઠાકર, ‘કૈસે મનાએ દિવાલી હમ લાલા, અપના તો બારા મહિને દીવાલા, મર-મર કર હમ તૂટ જાએં ઔર યે લોગ તિજોરી ભરે દિન-રાત, હમ ગુલામ રહે ઔર યે સાંઢ ફોગટ મેં ખાતે રહેં...’

‘અરે યે ગાના... ક્યા સુંદર શબ્દ હૈ... વાહ, ક્યા બઢિયા લિખા હૈ.’ રાજા ખુશ થયા.

‘યસ સર, શબ્દ તો આપ ભી અચ્છે હી બોલતે હો લેકિન હમ ગરીબ કે લિયે

એક રોટી કા કટકા, એક દાળ કા સબડકા, એક ભાત કા કણ, એક શાક કા ટુકડા,

એક ચમ્મચ ખિચડી કા કોળિયા, તુમ ક્યા જાનો રાજાબાબુ...’

‘એમ થોડું હોય? પ્રધાનજી, આ બધા સાજિંદાઓને ૧૫ લાખ રૂપિયા આપવાનું પ્રૉમિસ કરો.’

‘પણ બાપુ, હજી તો શરૂઆત છે. મારે માથે વાળ હોત તો ઊભા થઈ ગયા હોત.’

‘હે ભાઈઓ-બેનો... જાઓ આનંદ કરો, જલસા કરો. બધાને સરકાર તરફથી એક-એક ઘર મળશે અને એ ઘરમાં ૭૦ ટકા ભાગ ટૉઇલેટ-બાથરૂમનો હશે. ઘર કરતાં પણ ટૉઇલેટ-બાથરૂમ મોટાં. લોકોને બતાવી દેવાનું કે અમારું કુટુંબ ડાયનિંગ-ટેબલ પર માત્ર એકસાથે જમતું જ નથી, પણ... યુ સી? દરવાજા બંધ કરોની પણ માથાકૂટ નહીં.’

‘આભાર બાપુ, અમે જિંદગીમાં પહેલી વાર ૫૦૦ રૂપિયાની નોટ જોઈશું. ઝૂંપડીમાંથી પાકા ઘરમાં...’

‘અરે હોય, ઘર ઉપરાંત પ્રજાની વતન માટે સ્મશાનની પણ માગણી છે તો ગામમાં જ નઈ, પણ દરેકના ઘરે-ઘરે એક સ્મશાન બનાવી આપીશ. તમારે માત્ર મરનારની જ વ્યવસ્થા કરવાની...’

‘ત્યાં તો પ્રજાએ રાજાબાબુને ખભા પર ઉપાડીને ૧૦ મિનિટ ‘દેખા ના હાય રે, સોચા ના હાય રે...’ ગીત લલકારી નાચ્યા. ૩ મિનિટ પ્રધાનને પણ ઉપાડ્યા. ‘બોલો, રાજાબાબુ કી જય...’

ગામ ખુશખુશાલ... હવે ન્યાલ થઈ ગયા. 

ત્યાં તો ત્રણ જણ સામેથી હાંફતા-હાંફતા આવ્યા, ‘રાજા, પ્લીઝ બચાવો.’

‘કોણ છો? કોનાથી બચવું છે? આમ હડકાયું કૂતરું પાછળ પડ્યું હોય એમ કેમ દોડો છો?’

‘કૂતરું જ પાછળ પડ્યું છે. જી, હું જિલ્લા વિકાસ અધિકારી, આ ગામ વિકાસ અધિકારી અને આ ત્રીજો તાલુકા વિકાસ અધિકારી. બાપુ અમારી વિનંતી છે કે અમારા ત્રણેનાં નામમાંથી ‘વિકાસ’ શબ્દ કાઢી નાખો. વિકાસ શબ્દ આગળ પ્રજા ‘ફ્જજફ્ફૂજઝ’ લખી જાય છે. અમારી પોલ બહાર આવી જાય, પ્લીઝ...’

‘અરે એમ ડરી ન જવાય. તમારે એટલું જ ધ્યાન રાખવાનું કે વિકાસ ગાંડાઓના હાથમાં ન આવી જાય... બધાને સંતોષ છે? નીકળું? ફરી ક્યારેક મળીશું...’ એટલું બોલી રાજા રસાલા સાથે રવાના થઈ ગયા. પછી બે, ત્રણ, ચાર, છ મહિના વીતી ગયા પણ ન પૈસા, ન ઘર, ન ટૉઇલેટ... બધા રાજા પાસે ફરિયાદ કરવા ગયા. ‘બાપુ આપે પૈસાનું, ઘરનું, ટૉઇલેટનું વચન આપેલું, પણ...’

‘મળ્યું નથી એમને? આપ્યું હોય તો મળેને? જો બકા, એમાં એવું છે કે તમે ગીતો ગાઈને મારા કાનને રાજી કર્યા. મેં વચનો આપી-બોલી તમારા કાન રાજી કર્યા...

બધું સરભર...’

‘અરે, પણ આપે તો ટીવી કે ન્યુઝ-ચૅનલમાં પણ...’

માયોર્ને? લોચો માયોર્ને? અરે બીજી ચૅનલોની જેમ ન્યુઝ-ચૅનલમાં પણ ન્યુઝ પહેલાં બતાવેલું, ‘ઇસ ચૅનલ કી સભી બાતેં કાલ્પનિક હૈ, ઇસે વ્યક્તિ, યોજના યા ઘટના સે  કોઈ સંબંધ નહીં હૈ, ઇસે માત્ર દર્શકોં કે મનોરંજન હેતુ દિખાયા જા રહા હૈ. તમે વાંચ્યું નઈ? અરે ભાઈઓ-બેનો, તમને ડાયાબિટીઝ ન થાય એટલે સાકરના ભાવ વધાર્યા, તમે રોજ ચાલો એટલે મેં પેટ્રોલના ભાવ વધાર્યા, તંદુરસ્તી સારી રહે. અરે ગૅસના ભાવ વધાર્યા તો જમાય ઓછું, ડાયેટિંગ થઈ જાય. પહેલું સુખ તે નીરોગી કાયા અને તમે મોંઘવારીની બૂમાબૂમ કરો છો? હવે રહી ઘરની વાત. તો દુ:ખ બધું દીવાલોનું છે ડિયર, બાકી ઘર વગર ખુલ્લામાં રહો તો ધરતીકંપ પણ હચમચાવી શકતો નથી અને તમને બધાને GST ખબર છે?

રાજાજી તમે તો હમણાં GST લાવ્યા, બાકી મને તો વર્ષોથી GST ખબર છે; G = ઘનશ્યામ, S = સહારા, T= તેરા.

ક્યા બાત હૈ, વાહ-વાહ... ચાલો, આવ્યા છો તો લ્વ્ આઇ મીન સુભાષ ઠાકર એક ગીતની લાઇન સંભળાવ... 

‘તુઝે ક્યા સુનાઉં મૈં દિલરુબા, તેરે સામને મેરા હાલ હૈ...’ એટલું ગાઈ અમે જેવા રાજાથી છૂટા પડી બાહર નીકળ્યા તો હાલત ઑર ખરાબ. ભયંકર મંદીમાં એની માને કોઈ સાઇકલની સીટમાંથી ગાભું કાઢી ગયું. હવે તમે બોલો, આમાં આપણે બુલેટ ટ્રેન પર કેટલો ભરોસો રાખવો?

શું કહો છો?

Comments (0)Add Comment

Write comment
quote
bold
italicize
underline
strike
url
image
quote
quote
smile
wink
laugh
grin
angry
sad
shocked
cool
tongue
kiss
cry
smaller | bigger

security code
Write the displayed characters


busy
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK