ગરીબ કી હાય, કભી ન ખાલી જાય! શું કિરતારને ગરીબોના નિસાસા લાગતા હશે?

જ્યૉર્જ બર્નાર્ડ શૉએ એક અતિ કટુ હકીકત-સત્ય કહેલું કે લાઇફ ઇઝ અ ડિસીઝ (પુસ્તક : ‘બૅક ટુ મથુસલાહ’). આ જિંદગી એક રોગ છે. મુંબઈમાં છેલ્લા બે-ત્રણ દિવસથી ચોમાસું પતી ગયું છે છતાં વાદળો ઘટાટોપ છે અને વરસાદ ચોરની જેમ ઘૂસી આવે છે.
પ્રેરણાની પળે - કાન્તિ ભટ્ટ


જ્યૉર્જ બર્નાર્ડ શૉએ એક અતિ કટુ હકીકત-સત્ય કહેલું કે લાઇફ ઇઝ અ ડિસીઝ (પુસ્તક : ‘બૅક ટુ મથુસલાહ’). આ જિંદગી એક રોગ છે. મુંબઈમાં છેલ્લા બે-ત્રણ દિવસથી ચોમાસું પતી ગયું છે છતાં વાદળો ઘટાટોપ છે અને વરસાદ ચોરની જેમ ઘૂસી આવે છે. ક્રિકેટપ્રેમીઓનું ક્રિકેટ વિલોપાઈ ગયું છે. ક્રિકેટને મારો ગોલી; ગરીબ માણસો જે શેરીમાં, રસ્તામાં અને જ્યાં મળે એ ખુલ્લી જગ્યામાં સૂઈ રહે છે અને ખરી તકલીફ ભોગવે છે. આપણે બધા તો ફ્લૅટમાં બેઠાં-બેઠાં ક્રિકેટ જોવા ન મળે કે શેરીમાં રમવા જવા ન મળે એટલે નિસાસો નાખીએ છીએ. ગરીબ લોકોના નિસાસા આપણા કરતાં વધુ જોરદાર અને ખૂબ જ વેદનાવાળા-રિયલ હોય છે. હિન્દીમાં એક પ્રચલિત કહેવત છે કે ગરીબ કી હાય, કભી ન ખાલી જાય. ચોમાસામાં તો ઠીક, ચોમાસું વીત્યા પછી કમોસમી વરસાદથી ગરીબ લોકો સૌથી વધુ પરેશાન હોય છે. મજાકમાં નહીં પણ ગંભીર રીતે કહીએ તો શું લોકો માને છે કે આ કમોસમી વરસાદ, આ મોસમનાં તોફાન વગેરે કુદરત ઉર્ફે ભગવાન પૃથ્વી પર મોકલે છે? જો ભગવાન કે કુદરત જેવી કોઈ વ્યક્તિ હોય તો એને ગરીબના નિસાસા લાગતા હશે? શું આ વરસાદ (કમોસમી)થી દુખી-દુખી થતા હશે તેમના નિસાસા ભગવાનને લાગતા હશે કે નહીં? હું પોતે ભગવાનમાં માનું છું, પણ આવી ઘટના જેમાં ગરીબ દુખી થાય છે એનો એક જ ખુલાસો છે. ગરીબી એ ભલે ઈશ્વરદત્ત કહેવાય, પણ કર્મના ફળરૂપે માણસને ગરીબી મળે છે. એટલે આપણે મજાક કરીને ઈશ્વર, કુદરત, ભગવાનને આ કમોસમી વરસાદ થકી ગરીબો હેરાન થતા હોય એમાં ગરીબની ભેર તાણીને ભગવાનને ગુનેગાર ઠરાવી ન શકીએ. આ વરસાદ, કમોસમી વરસાદ સમગ્ર ભારતને નડે છે-નડ્યો છે. ગરીબ અને પૈસાદાર બધાને સરખી રીતે નડે છે એટલે ગરીબ કાંઈ ભગવાનને આ કમોસમી વરસાદ માટે દોષ દઈને નિસાસા નાખી ન શકે.

પણ ગરીબો કોને ગૉડ માને છે? હું ટીનેજર હતો ત્યારે મહુવા રહેતો હતો. મારી સામેના પાડોશમાં જીવાભાઈ ઘાંચી રહેતા. તેમનો પુત્ર સુલેમાન મારો મિત્ર હતો. જીવાભાઈ ઘાંચીની ઘાણીની બાજુમાં જ તેમની કરિયાણાની દુકાન હતી. ત્યાં મારો મિત્ર સુલેમાન બેસતો. સુલેમાન બપોરે જમવા જાય કે સાંજે વાળુ કરવા જાય ત્યારે હું તેની દુકાને કે ઘાણી પર બેસતો. અમારા ઘરની બાજુમાં જ એક ખાંચો હતો. જીવાભાઈ ઘાંચીની દુકાન સામે જ આ ખાંચો હતો. ત્યાં ઘણા લોકો સવારે ટૉઇલેટ કરતા. જીવાભાઈ ઘાંચીએ એનો એક રમૂજી ઉકેલ શોધ્યો. તેમણે ઘાણીનો એક પથ્થર લીધો. એ મૂર્તિ આકારનો હતો. એને સિંદૂર લગાવીને ટૉઇલેટવાળા ખાંચામાં મૂકી દીધો. સિંદૂરવાળા લાઠીના પથ્થરને ઘણા લોકો નમસ્કાર કરવા માંડ્યા! પણ સૌથી સારી અસર એ થઈ કે ઘાંચીની ઘાણીના લાઠીના એ પથ્થરની આમન્યા રાખીને લોકો ખાંચામાં ટૉઇલેટ કરતા અટકી ગયા!

પેટ્રોનિયસ નામના નિરીશ્વરવાદી રોમને એક કટુ હકીકતવાળી કહેવત કહેલી કે ઇટ ઇઝ ફિયર ધૅટ ફસ્ર્ટ બ્રૉટ ધ ગૉડ. માનવીના મનમાં જ નિયતિનો એક ડર હોય છે. એ ડરને કારણે જ ઈશ્વર નામની ચીજ પેદા થઈ છે. આ કહેવત સાચી છે કે જો તમે ઘાંચીની લાઠીના પથ્થરને પણ સિંદૂર લગાવો તો એ પથ્થરથી પણ કૉમન મૅન ડરવા માંડે છે! ખરી રીતે માનવે ખરાબ કર્મોથી ડરવું જોઈએ અને તેમની પીડાઓ કે દુખદર્દ માટે ઈશ્વર, ભગવાન કે કુદરતને દોષ દેવાનું છોડી દેવું જોઈએ.

Comments (0)Add Comment

Write comment
quote
bold
italicize
underline
strike
url
image
quote
quote
smile
wink
laugh
grin
angry
sad
shocked
cool
tongue
kiss
cry
smaller | bigger

security code
Write the displayed characters


busy