સદા જુવાન રહેવા તમારે ક્ષણે-ક્ષણે બદલાવું પડે

કવિ ટેનેસી વિલિયમ્સે બહુ સરસ પ્રેરણાવાક્ય કહેલું, ‘વહેતાં પાણી નિર્મળા’. જે પાણી વહે છે એ નિર્મળ રહે છે.

પ્રેરણાની પળે - કાન્તિ ભટ્ટ

સ્થિર થઈ ગયેલું પાણી ખાબોચિયું બની જાય છે. માનવીએ સ્થિર રહેવાને બદલે દરેક વાતમાં બદલાતા રહેવું જોઈએ. ધેર ઇઝ અ ટાઇમ ફૉર ડિપાર્ચર ઈવન વેન  ધેર ઇઝ નો સર્ટન પ્લેસ ટુ ગો. માણસ જુવાન હોય અને ૨૫ વર્ષનો કે ૨૫ વર્ષની યુવતી હોય તેણે સતત પરિવર્તનના આગ્રહી રહેવું જોઈએ. મહાન રોમન ફિલોસૉફર હેરાક્લિટ્સે કહેલું કે તમે નદીને જોઈ છે? એ સદા વહેતી હોય છે. નદીને ખબર છે કે એ વહેતી રહેશે તો જ એનું પાણી નિર્મળ, સ્વચ્છ અને પીવાલાયક રહેશે? કશું જ આ દુનિયામાં પર્મનન્ટ નથી, માત્ર ચેન્જ (પરિવર્તન) જ પર્મનન્ટ છે. પરિવર્તનમાં જ સાતત્ય હોય છે.

અમેરિકન પ્રમુખ જૉન એફ. કેનેડી પણ વિદ્વાન હતા. જર્મની ગયા ત્યારે ૧૯૬૩ની ૨૫ જૂને તેમણે જર્મનોને સલાહ આપેલી ચેન્જ ઇઝ ધ લૉ ઑફ લાઇફ ઍન્ડ ધોઝ હૂ લુક ઓન્લી ટુ ધ પાસ્ટ ઓર ઓન્લી ધ પ્રેઝન્ટ આર સર્ટન ટુ મિસ ફ્યુચર. પ્રમુખ કેનેડીની વાત અમુક દૃષ્ટિએ તેમના સમયમાં પંચાવન વર્ષ પહેલાં સાચી હતી. આ દુનિયા સતત પરિવર્તનશીલ છે. જે લોકો માત્ર ભૂતકાળની વાતોને વાગોળ્યા કરે કે વર્તમાનને જ જળોની જેમ વળગી રહે એ ભવિષ્યની સોનેરી સવારનું સૌંદર્ય જોઈ શકતા નથી. કેવું સુંદર વાક્ય પ્રમુખ કેનેડી બોલેલા!

કેનેડીને કોઈએ પૂછ્યું કે સદાય યુવાન રહેવા માટે અને ક્ષણે-ક્ષણે બદલવા માટે શું કરવું જોઈએ? પરિવર્તન કરવું જોઈએ એ સાચું, પણ ૨૦૧૭માં કેવું પરિવર્તન? અરે સાહેબ, કેવું પરિવર્તન એ વાત મને ન પૂછો. તમારે આજે જે રીતે જીવો છો એનાથી અનોખી રીતે જીવવું છે? તો તમે ઘડેલા નિયમોને કે વડીલોએ તમારે માટે ઘડેલા નિયમોને થોડાક સંભાળીને તોડીફોડી નાખીએ. પછી કેનેડીને કોઈએ પૂછ્યું, ‘સદાય યુવાન રહેવા શું કરવું?’ તો કેનેડીએ તરત કહ્યું, ‘પ્રથમ વાત એ કે અમે જુવાન હતા ત્યારે બહુ જ નિયમોમાં જકડાઈ રહેતા, પણ હવે મારી શિખામણ છે કે નિયમોમાં તમે જકડાઓ નહીં.’

હું તમને કેટલાંક નવાં ચોંકાવનારાં સૂત્ર આપું છું. માર્ટિન લ્યુથર કિંગે કહેલું, ‘અરે ઓ જુવાન! તારી જુવાનીમાં તેં અમુક ભૂલ શું કામ ન કરી? તારી આસપાસ કેટલી સુંદર છોકરીઓ હતી? તેમને બધીને પ્રેમ જોઈતો હતો. તેં એક-બે નહીં, ત્રણ-ચારને પ્રેમ કર્યો હોત તો બહુ રૂડું હતું.’

હું તો કવિ જૉન બોહીમારે કહેલી વાત યાદ રાખું છું.

‘ધ ટ્રબલ વિથ લાઇફ ઇઝ ધૅટ ધેર આર સો મૅની બ્યુટિફુલ વિમેન ઍન્ડ આઇ હૅવ સો લિટલ ટાઇમ.’ કવિ જૉન બોહીમાર પ્રામાણિક હતો, રોમૅન્ટિક હતો. તેણે એકરાર કરેલો કે મારી આસપાસ એટલીબધી સુંદર જુવાન છોકરીઓ ફરતી હતી, પણ મારી પાસે દરેકને પ્રેમ કરવાનો બહુ ઓછો સમય હતો! કવિ બોહીમાર જેવી ભૂલ તમે કરશો નહીં. જ્યારે મોકો આવે ત્યારે પ્રેમ કરી જ લેવો. પ્રેમ કરવા માટે કોઈ સ્પેશ્યલ સમયની જરૂર નથી. ક્યાંય પણ, ક્યારે પણ પ્રેમ કરી શકાય.   

Comments (0)Add Comment

Write comment
quote
bold
italicize
underline
strike
url
image
quote
quote
smile
wink
laugh
grin
angry
sad
shocked
cool
tongue
kiss
cry
smaller | bigger

security code
Write the displayed characters


busy
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK