રોજ સવારે મંદિરમાં આવી ઝાલર વગાડે છે સૂતેલો છે પોતે ને ઈશ્વરને જગાડે છે

ખોટું શું કામ બોલું અને કહેવામાં અભિમાન નથી કરતો, પણ આપણું સ્ટેટસ થોડું ઊંચું જાય એટલે આપ સૌના આર્શીવાદ

મનોરંજનથી મનોમંથન - સુભાષ ઠાકર

ખોટું શું કામ બોલું અને કહેવામાં અભિમાન નથી કરતો, પણ આપણું સ્ટેટસ થોડું ઊંચું જાય એટલે આપ સૌના આર્શીવાદ, આર્ય ને આઘાત વચ્ચે જાહેર કરી દઉં કે મેં આજે ટમેટાનું શાક ખાધું. તમે ચમકવાના કે સુભાષ ઠાકરને ત્યાં આટલાં મોઘાં ટમેટાં... બાપરે ... ઇમ્પૉસિબલ... યસ યુ આર રાઇટ. પણ...

ઍક્ચ્યુઅલી એમાં બન્યું એવું કે લગ્નના પાંચ દિવસ પછી ચંપા અચાનક હૈયાવરાળ કાઢવા લાગી, ‘છેતરાઈ ગઈ. બિલકુલ, હું ટોટલી છેતરાઈ ગઈ. તેં અને તારા બાપુજીએ મને અને મારા બાપુજીને છેતર્યાં. તારા બાપુજીએ પેપરમાં ટચૂકડી જાહેર ખબર આપી, કન્યા જોઈએ છે, દીકરા પાસે પોતાની ટમેટાની વાડી છે. એમાં હું અને મારા ભોળાનાથ જેવા બાપુ ભોળવાઈ ગયાં ને તમારામાં ફસાયાં. ટમેટાની આશાએ હું તારી સાથે જોડાઈ, પણ અહીં આવીને જોયું તો ટમેટાની વાડી તો ઠીક, પણ નાનકડી હાટડી કે લારી પણ નથી. યુ ઍન્ડ ફાધર બોથ આર નૉટ ઠાકર, બટ ચીટર, મહાન ચીટર, પ્યૉર ચીટર... પેલા પાકિસ્તાનïવાળાને ખબર ન પડી કે એક શરીફમાં પણ બદમાશ છુપાયો છે એમ મને પણ ખબર ન પડી કે તારા બાપુજીમાં...’

‘શાંત થા બકા, શાંત થા. ચાલ, આજે ટમેટાની ડિઝાઇનવાળી સાડી...’

‘નઈ થાઉં શાંત. ચંપા ભડકી. હું કંઈ અડવાણી નથી કે બધું સહન કરી લઈશ, સમજ્યો! આઇ ઍમ નીતીશકુમાર, ગમે ત્યારે ગંઠબંધન તોડી, બધાને અંધારામાં રાખી, ગમે તેની સાથે બંધન બાંધી ભાગી જઈશ.’

ચંપા પોતે જ મનમાં ગાવા લાગી, રોઈ રોઈ કોને રે સંભળાવું મારા દિલડાની વાતો. છેવટે ધૂંઆપૂંઆ થતી ચંપાએ જોડ્યો ફોન અમિત શાહને, ‘હેલ્લો ભૈસાબ, આપ રાજકારણ કે ચાણક્ય હૈ ઇસલિએ પૂછ રહી હૂં, આપ શાદી કા ગઠબંધન તુડવાતે હો ક્યા? મુઝે જાહેર ખબર દે કે છેતરા ગઈ હૈ...’

‘દેખિએ બહનજી, યે ગંદા રાજકારણ. યહાં ન આદમી કા કોઈ ભરોસા ન દોસ્તી કા કોઈ ઠિકાના...એટલે...’

એટલામાં મેં તરત જ મોબાઇલ ખેંચી લીધો, ‘શું કરે છે ચંપા, દાડમના દાણા જેવડી નાની બાબતને તડબૂચ જેવડું મોટું રૂપ ન આપ. ટમેટાની મૅટર ખૂબ નાની છે.’

‘અરે, મેરે પત્થર કે સનમ, યુ ડોન્ટ નો અબાઉટ માય ટમેટાપ્રેમ. હું બચપણમાં એટલાં ટમેટાં ખાતી કે મને કંઈ વાગે ને છોલાય તો અંદરથી લોહીને બદલે ટમેટાનો સૉસ નીકળે, ટમેટાનો સૂપ નીકળે. અરે! ટમેટાના સૂપમાં કંકુ નાખીને તો નેઇલ પૉલિશ કરતી. આજે જ્યારે ટમેટાના ભાવ સાંભળીને હું ભાવવિભોર થઈ. તારી ટમેટાની વાડીની જાહેરખબરથી લલચાઈને જોડાઈ તો... ટમેટું એ મારા જીવનનું અણમોલ નજરાણું...’

ચંપા રડું-રડું થઈ ગઈ.

ચંપાના જવાબથી આપઘાત કરવાનું મન થાય એવો આઘાત લાગ્યો, પણ તેને વિધવા બનવાના દુખમાંથી બચાવવા મેં એ વિચાર માંડી વાળ્યો, ‘બકા, એક-બે દિવસમાં તારાં ચરણોમાં ટમેટાંનો ઢગલો ન કરું તો મને ફટ કહેજે... તારા બાપુજીના સમ...’

ત્રીજા જ દિવસે ટમેટાંનો ઢગલો જોઈ ચંપાના મોઢામાંથી એક ફટï જેવડું વાઆઆઆઉઉઉ નીકYયું, ‘આટલાં બધાં ટમેટાં...’

‘બાપરે... પણ ૧૦૦ રૂપિયે કિલો... આ કેવી રીતે...’

કઉં છું મારી ડોબી, મારા બાપુજીની જેમ ટચૂકડી જાહેરખબર આપી, ‘સ્કીમ, સુપરડુપર ન્યુ સ્કીમ, આજે બે કિલો ટમેટાં આપી જાઓ, ચાર જ મહિના પછી ચાર કિલો ટમેટાં પાછા લઈ જાઓ. આ સ્કીમમાં આજે જ જોડાઓ... આપની સેવા એ જ અમારો નફો...’ ને જોતજોતાંમાં આ ટમેટાં...

‘વાહ-વાહ, વાહ-વાહ! મેરે સપનોં કા સૌદાગર, તમારી બુદ્ધિ પ્રત્યે મને માન છે, પણ હવે એક વાત સમજી લે, ઇન્ક્મ-ટૅક્સવાળાને ભૂલથી જો ગંધ આવી કે આપણા ઘરે ચાર ટમેટાં પણ છે તો છોડશે નઈ. તો જવાબ શું આપીશું?’

‘હવે તું ઘરના આ નાનકડા દેવઘરમાં શિવલિંગની અને વિષ્ણુ ભગવાનની પ્ાથ્થરની લખોટીઓ મૂકી છે એમ ટમેટું મૂકી દે. પૂજા એની જ, આરતી પણ એની જ ઉતારવાની. ટમેટાના ઈશ્વર સામે ટમેટાનો જ પ્રસાદ... ટમેટા મહાદેવ કી જય...’

‘પેલા સ્કીમવાળા લોકો ટમેટાં લેવા પાછા આવે એ પહેલાં જલદીથી હું તમારા માટે ટમેટાનું શાક બનાવી દઉં.’

અને મેં ત્યારે ટમેટાનું  શાક ખાધું.

‘વહાલી, તારા માટે આટલી બધી માથાકૂટ કરી અને તું જ ટમેટાં ખાવામાંથી બાકાત...’

‘અરે મારા ઉપવાસ પૂરા થવાની તૈયારી જ છે. ઉપવાસને લીધે આમ તો મારે તો કંઈ ખાવાનું નથી, પણ થોડો આધાર રહે એટલે સવારે આઠ વાગ્યે બે કપ ચા પીધી, દસ વાગ્યે એક ગ્લાસ દૂધ એટલે થોડો આધાર રહે, પછી તો ઠેઠ બાર વાગ્યે સૂકી ભાજી, રાજગરાનો શીરો, સાબુદાણાના વડા, સાબુદાણાની ખીચડી, મોરૈયો અને કઢી, ૫૦૦ ગ્રામ સિંગદાણા એટલે થોડો આધાર રહે. પછી ચાર વાગ્યા સુધી મોઢામાં કશું જ જવા નઈ દેવાનું. ચાર વાગ્યે મોસંબીનો જૂસ અને કેળાં, વેફર. ઉપવાસમાં વïળી ખાવાનું કેટલું, પણ થોડો આધાર રહે એટલે સાત વાગ્યે એક કપ-ચા, નવ વાગ્યે બટાટાની વેફર અને થોડું ડ્રાયફ્રૂટ... પછી સૂતી વખતે છ કેળાં ને એક ગ્લાસ દૂધ...’

‘એટલે થોડો આધાર રહે...’ હું વચ્ચે જ બોલ્યો.

‘એક્ઝૅક્ટ્લી, હું અન્નનો દાણો પણ પેટમાં જવા ન દઉં. ઉપવાસ એટલે ઉપવાસ.’

‘તું આવા આકરા ઉપવાસ ન કર બકા. આવા આકરા ઉપવાસથી વીકનેસ આવી જાય ને જો ચક્કર આવે તો આપણે ડૉક્ટરનાં ચક્કર વધી જાય. એના કરતાં ટમેટાનો સૂપ પી લે. થોડો વધુ આધાર...’

મને મનમાં ફડક પેસી ગઈ કે આવા ઉપવાસ ચાલુ રહેશે તો પેલા કૉન્ગ્રેસીઓ બિછડે સભી બારી-બારીની જેમ થોડો આધાર કરી કૉન્ગ્રેસ છોડી પપ્પુને નિરાધાર બનાવ્યો એમ થોડો આધાર, થોડો આધાર બોલી-બોલીને આટલું ખાઈ જઈ મને આ ચંપા નિરાધાર બનાવી દેશે. મેં મંદિરમાં જઈ પ્રભુને પેલા કવિની ઉધાર પ્રાર્થના કરી, હે પ્રભુ! તારી કસોટીની પ્રથા સારી નથી હોતી ને જે સારા હોય છે તેની દશા સારી નથી હોતી... ત્યાં તો પ્રભુનો અવાજ સંભળાયો, ‘જો બકા, મારી પ્રથા પણ સારી છે ને તારી દશા પણ સારી છે. પણ ધ્યાનથી સાંભળ, ગઈ સાલ અચાનક કહી દેવાયું કે તમારી પાસેની નોટ નઈ ચાલે, તમારી પાસે પચાસ દિવસ છે. તો તમે ઊભા રહી ગયા ને યેનકેન પ્રકારેણ નોટ બદલવા લાઇન લગાડી. બસ, એક દિવસ એમ જ કહી દેવામાં આવશે, તમારી પાસે જે છે એ છોડીને આવવાનું છે. તમારી પાસેનાં પાપ-પુણ્ય લઈને આવશો એને બદલવા એક સેકન્ડનો પણ સમય નઈ મળે એ સમયે તમારું શું થશે...હવે પેલા ટમેટાની સ્કીમવાળા પાછા લેવા આવશે તો જવાબ શું આપીશ? કાયમ માટેની આંખ બંધ થાય એ પહેલાં ઘંટ વગાડી મને જગાડવા કરતાં તું પોતે જાગી જા... પણ તું તો રોજ સવારે મંદિરમાં આવી ઝાલર વગાડે છે, સૂતેલો છે પોતે ને મને (ઈશ્વરને) જગાડે છે.’

શું કહો છો?

Comments (0)Add Comment

Write comment
quote
bold
italicize
underline
strike
url
image
quote
quote
smile
wink
laugh
grin
angry
sad
shocked
cool
tongue
kiss
cry
smaller | bigger

security code
Write the displayed characters


busy
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK