લાઇફ ઇઝ અ ગેમ. પ્લે ઇટ ફેઇથફુલી, પ્લે ઇટ ફુલી

આ જીવન શ્ચિïવશે અગણિત ફિલોસૉફરે પોતપોતાનાં વિરોધાભાસી મંતવ્યો કહ્યાં છે.


પ્રેરણાની પળે - કાન્તિ ભટ્ટ

ખાસ કરીને ૬૦ની ઉંમર પછી ૯૦ ટકા વૃદ્ધો આપઘાતનો વિચાર કરે છે. એમાંથી ૨૫ ટકા એનો અમલ પણ કરે છે. મારા જેવા અમુક થોડાક લોકો વૃદ્ધાવસ્થામાં ૮૭ની ઉંમરે પૅરૅલિસિસ છતાં જીવવાનો જ નહીં, લેખનને અપટુડેટ રાખવાનો મોહ પણ રાખે છે. અને કોણ જાણે કિરતાર મારા મોહને પૂરો કરે છે. બાકી ૬૦ પછીનું જીવન કેટલું કઠિન છે અને પૅરૅલિસિસ સાથે એકલા-એકલા કેમ જીવવું એ જીવનની સજા ભોગવવા જેવું છે. પણ હું જે પીડા સહન કરું છું તેથી જ્યારે જીવન અસહ્ય થાય ત્યારે આપઘાત કરવાનો વિચાર આવે છે, પણ એનો અમલ કરતો નથી. પણ આપઘાત કરનારા નબળા મનવાળા પ્રત્યે સહાનુભૂતિ થાય છે. ૧૬૧૮માં જન્મેલા બ્રિટિશ કવિ ડૉ. અબ્રાહમ કાઉલીએ તેની વૃદ્ધાવસ્થા અસહ્ય થતાં ૧૬૫૬માં બહુ વહેલાસર લખેલું કે લાઇફ ઇઝ ઍન ઇનક્યૉરેબલ ડિસીઝ - આ જીવન એક કદી જ સારો ન થાય એવો અસાધ્ય રોગ છે. પણ તેમણે આ સૂત્ર સાડાત્રણસો વર્ષ પહેલાં લખેલું. મહાન ફિલોસૉફરો ૧૦૦-૧૫૦-૨૦૦-૩૦૦ વર્ષ પહેલાં પોતાનાં સૂત્રો લખી ગયા એ આજે એકવીસમી સદીમાં-૨૦૧૭માં નકામાં છે. હું જીવનને અસાધ્ય રોગ માનતો નથી. ૮૭ વર્ષની ઉંમરે પૅરૅલિસિસ છતાં મને દર વર્ષે નહીં, દર મહિને નહીં, દર કલાકે નહીં; પણ દરેક ક્ષણે જીવનની ગૂઢ શક્તિનું નવું રહસ્ય માલૂમ પડે છે.

આજે યુનિવર્સિટીમાં જ નહીં, હાઈ સ્કૂલના ફરજિયાત વિષયોમાં યંગ જનરેશન મૃત્યુનું રહસ્ય જાણે એ માટે તેમને જીવન-રહસ્યો પ્રથમ શીખવવાં જોઈએ. જીવનનાં રહસ્યોને જાણનાર માટે મૃત્યુ આસાન ચીજ બને છે, પણ તે કદી આપઘાતનો વિચાર કરતો નથી. આ જીવન બૉલીવુડની એક ફિલ્મ જેવું છે.  બીજાની કઠણાઈ જોવામાં મજા પડે છે, પણ એ ફિલ્મમાં કઠિનાઈ કેવી-કેવી ઉપાધિ ઊભી કરે છે અને કેટલી કાંટાળી છે એ તો જીવનારને જ ખબર હોય.

પણ લખી લો કે આ જીવન જીવવું અને સૂત્રો વાંચવાં મઝાનાં હોય, પણ ૧૮૭૨થી ૧૯૦૬ દરમ્યાન જીવી ગયેલા અમેરિકન કવિ અને નવલકથાકાર ડૉ. પૉલ લૉરેન્સ ડન્બરે કહેલું કે ‘હા ભાઈ હા, જીવન અતિ-અતિ સુંદર છે. અતિ આનંદમય છે. પણ યાદ રાખજો કે તમને વિધાતા એક મિનિટનું સ્મિત આપે છે અને એની કિંમત ચૂકવવા એક કલાકનું રુદન સહન કરવું પડે છે.’

બહુ ઓછા ઝિંદાદિલ તારક મહેતા જેવા હસી અને હસાવીને જિંદગાનીને હાસ્યમય બનાવે છે, પણ તારકભાઈની પોતાની અંગત જિંદગી કેટલી પીડામય હતી એ બાંધી મુઠ્ઠી હતી. પ્રાચીન ગ્રીક ફિલોસૉફર ઍરિસ્ટોટલે વાસ્તવિક વાત કરી હતી. તેમણે કહેલું એ અંગ્રેજીમાં વધુ અસરકારક અને ચોટદાર લાગશે-મેન ક્લિંગ ટુ લાઇફ ઈવન ઍટ ધ કોસ્ટ ઑૅફ એન્ડ્યોરિંગ ગ્રેટ મિસફૉચ્ર્યુન. અમુક બહાદુરિયા માણસો જીવનની તમામ તકલીફોને હસીને પાર કરે છે. છેલ્લે મહાન અસ્તિત્વવાદી ફિલોસૉફર આલ્બેર કામુ એક આદેશ આપતા ગયા છે એ આદેશને આ લેખ વાંચનારને પાળવા કહું છું : ‘જીવન ગમે તેટલું કઠિન હોય કે અસહ્ય હોય, એ જીવન તમને તમારાં કર્તવ્યો પ્રમાણે આસાન કે કઠિન રૂપમાં મળે છે. પણ એ કઠિનાઈમાંથી છટકવું એ ગુનામાંથી છટકવા જેવું છે. તમે નિર્મળ જીવ તરીકે જન્મ્યા છો પણ ઓલ્યા (ગયા જન્મનું) ભવનું દેવું કે પૉઝિટિવ કમાઈ તમારી જન્મકુંડળીમાં લખેલા છે. એટલે યાદ રાખો કે જીવન સસ્તું નથી. તમારે ચૂકવવાની મોટી કિંમત છે અને તમારાં પૉઝિટિવ કર્મોનું મોટું ઇનામ છે - તથાસ્તુ.’

Comments (0)Add Comment

Write comment
quote
bold
italicize
underline
strike
url
image
quote
quote
smile
wink
laugh
grin
angry
sad
shocked
cool
tongue
kiss
cry
smaller | bigger

security code
Write the displayed characters


busy
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK