ડાકુ : વટ, વચન અને વેર - પ્રકરણ ૨૪૫

‘બૈરી સાલ્લી બોવ જાડી છે.


નવલકથા - રશ્મિન શાહ

’ભૂપત હજી પણ ઊંડા શ્વાસ લેતો હતો, ‘ઉપાડીને નીચે લઈ આવવામાં જ જીવ નીકળી ગ્યો.’

‘ભાનમાં હમણાં આવશે કે પછી...’

‘જૂનાગઢ પાસે ક્યાંક ભાનમાં આવશે એવું લાગે છે. બાકી અસર તો બરાબરની થઈ હશે. સાલ્લાવ સાફ જ નથી કરતા. એ’લા, તું કે’તો તો એ ગૅસ તો બરાબરનો જોરદાર છે. મેં પોતે જરાક વાસ લીધી તો મારુંય માથું ભમવા માંડ્યું.’

‘સિંહ, ક્યારેક-ક્યારેક તો તું સાચે જ ગાંડાં કાઢી લેશ.’

કાળુને તો રસ વાતો કરવામાં હતો, પણ ભૂપતને ખરેખર વાસની એવી તો ભયાનક અસર થઈ હતી કે તેનું મસ્તક ભમવા માંડ્યું હતું. ભમી રહેલા મસ્તક વચ્ચે જ ભૂપતે આંખ બંધ કરી દીધી. આંખ બંધ કરતાં પહેલાં તેણે કાળુને સૂચના પણ આપી દીધી, ‘જરાક પાછળ ધ્યાન દેજે. ક્યાંક જાડી જાગી જાઈ તો માથે એકાદ ઠોકજે ને ઠોકવી નો હોય તો લે આ કટકો... પાછો સૂંઘાડી દેજે એટલે એકાદી કલાક સૂઈ જાય.’

‘તું શું કરશ?’

‘જરાક આડો પડું છું, તને વાંધો છે?’

ભાઈબંધો વચ્ચે મીઠો કજિયો શરૂ થવાની તૈયારીમાં હતો ત્યારે રવજી પટેલનો જીવ ચૂંથાવા માંડ્યો હતો.

€ € €

ભૂપતસિંહે કરેલા કાંડ વિશે રવજી પટેલને કંઈ ખબર નહોતી. તે તો પેટ હળવું કરવા ગયેલા ભૂપતની રાહ જોતા બહાર ઊભા હતા અને એ પછી ભૂપત એકાએક ગાયબ થઈ ગયો હતો. રાજકોટના રેસકોર્સ પાસે બનાવવામાં આવેલી મુતરડીમાં અંદર જઈને પણ તપાસ કરી લીધા પછીયે ભૂપતસિંહનો કોઈ પત્તો લાગ્યો નહીં એટલે રવજી પટેલ બહાર આવ્યા. હવે એક જ વાત બાકી રહેતી હતી, ઘરે પાછા પહોંચી જવાની. વધુ વખત અહીં રોકાવામાં સાર પણ નહોતો. જો તેને બરાબર જોઈ લેવામાં આવે તો ભૂપતસિંહ જે કોઈ કામ કરવા માગતો હતો એ કામ કરવામાં જ જોખમ ઊભું થઈ શકે.

નક્કી સિંહ કોઈને જોઈને જ અહીંથી સરકી ગયો હશે. એવું કોઈ તેને ભટકાયું હશે જે ભૂપતસિંહને ઓળખી જાય. બને કે હવે મને તે ઘરે જ સીધા મળે.

રવજી પટેલ ઉતાવળાં પગલે ઘરે પહોંચ્યા અને મોડી રાત સુધી ભૂપતસિંહ આવે એની રાહ જોતા બેસી રહ્યા, પણ ન તો ભૂપત દેખાયો કે ન કાળુ ઘરે આવ્યો. છેવટે થાકી-હારીને રવજીભાઈએ ખાટલા પર ઢાળી દીધું. સવારે પણ કોઈ સગડ મળ્યા નહીં એટલે રવજી પટેલે મન બીજી દિશામાં પોરવવાનું શરૂ કર્યું. થોડી વારમાં તો મન રોજિંદા કામની દિશામાં વળી પણ ગયું અને રવજી પટેલ કામ પર પણ લાગી ગયા, પણ બપોરે બાર વાગ્યે તેમને જે સમાચાર મળ્યા એ સમાચારે તેમના પગ નીચેથી ધરતી સેરવી લીધી હતી.

‘સાચું કે’શ અલ્યા?’

‘સાવ સાચું. હું શું કામ ખોટું કે’વાનો તને રવજી.’

મળવા આવેલા અલી ખાનના ચહેરા પર અચરજ આવી ગયું હતું.

‘આવી વાત કાંય કોઈ ખોટી થોડી ઉડાડે. જોયા છેને સાયબ. વારો નીકળી જાય ને અત્યારે તો રવજી, ખોટીખોટા આંખે ચડવામાંય માલ નથી. તને તો ખબર છે, બધી ચળવળ એવી ભેગી થઈ છે કે...’

‘અત્યારે એ પડતું મૂકને તું, પેલા મને સરખી વાત કર.’

રવજીએ અલીની વાત કાપી. આમ પણ તેની વાત કાપવી પડે એવો જ તેનો સ્વભાવ હતો. વાતને ખેંચવાની તેની આવડતને લીધે જ એવું બનતું કે વ્યક્તિ ઉતાવળમાં હોય તો અલીને જોઈને તે ગલી બદલાવી નાખતી અને એવું પણ બનતું કે જ્યારે નવરાશ હોય ત્યારે અલીની ડિમાન્ડ નીકળી પડતી. લોકો અલીને પકડીને લઈ આવતા અને પછી તેની પાસે જગતભરની વાતો કરાવતા. તમારે બોલવાનું એક શબ્દ અને બદલામાં અલી બોલે બારસો શબ્દ અને બારસો શબ્દના બકવાસ પછી તમારે માત્ર હોંકારો જ ભણવાનો એટલે અલીને બીજા આટલા જ શબ્દો બોલવાની તાકાત મળી જાય.

‘અરે, કીધું તો ખરું.’ અલી પોતાના મૂળભૂત સ્વભાવમાં પ્રવેશી ગયો અને તેણે વાત શરૂ કરી, ‘કાલ રાતની વાત છે.’

€ € €

સુસુ કરવાના નામે ભૂપતસિંહ રવજીભાઈથી છૂટો પડ્યો. રવજીભાઈની હાજરીમાં તો તે સીધો જ મુતરડી પાસે ગયો હતો, પણ મુતરડીમાં ગયા પછી તેને બીજું કોઈ કામ હતું નહીં એટલે તે એક પાયખાનાની બારી પાસે ઊભો રહીને રવજીભાઈ અને તેની પાછળ આવેલા આલ્બર્ટ ક્રિસ્ટોના બંગલાને બરાબર જોવા લાગ્યો.

આલ્બર્ટ ક્રિસ્ટો, રાજકોટના ગર્વનર.

પદને લીધે સ્વાભાવિક રીતે જ ત્યાં ચોકીદારોનો મોટો જમેલો હતો એટલે એ બંગલામાં એમ ને એમ તો જવા મળે એવી શક્યતા નહીંવત હતી, પણ કામ હાથ પર લીધું હતું એટલે કામ કરવાની તૈયારી પણ ભૂપતે હાંસિલ કરી રાખી હતી.

ટહેલતો રવજી આગળ નીકળી ગયો એ બારીમાંથી જોયા પછી ભૂપતસિંહ ઉતાવળે પગલે પાયખાનામાંથી બહાર આવ્યો અને દોડીને બંગલાની પાછળના ભાગમાં આવેલી ગલીમાં ઘૂસી ગયો. બહાર આવતા પહેલાં ભૂપતે પાસે રાખેલા કટકાને પાયખાનામાં જમા થયેલી પીપીમાં ઝબોળી લીધો હતો. આ જ કટકો હવે તેનું હથિયાર બનવાનો હતો.

નસીબજોગે એ ગલીમાં બધા જ બંગલાનો પાછળનો ભાગ પડતો હતો એટલે ત્યાં ખાસ ચોકીપહેરો નહોતો અને જે હતો એમાં કરડાકી ક્યાં દેખાતી નહોતી. બંગલાની પાછળના ભાગમાં નાની ડેલી હતી, જેની અંદરના ભાગમાં એક ચોકીદાર બેસતો હતો. ભૂપતે એક ચક્કર એ ગલીમાં માર્યું અને એ ચક્કર દરમ્યાન તેણે નોંધી લીધું કે પાછળના ભાગમાં ચોકીદારી કરતા તે સિપાહીને બંદૂક નહીં પણ હાથમાં તલવાર આપવામાં આવી હતી.

‘ભાઈસાહેબ, કોઠારિયા નાકા જાવું હોય તો ક્યાંથી જાવાનું?’

એક બંગલા પાસે ઊભા રહીને ભૂપતસિંહે જરા ઊંચા થઈને દીવાલની પેલે પાર બેઠેલા ચોકીદારને પૂછ્યું. ભાષા, બોલી અને વર્તાવથી પ્રભાવિત થઈને ચોકીદાર પોતાની ખુરસી પરથી ઊભો થયો અને તેણે પણ એવી જ રીતે દીવાલની બહાર નજર કરી.

‘કયું ગામ?’

પાછળના ભાગમાં હોવાને લીધે તેને આમ પણ કોઈ વાતો કરાવનારું હતું નહીં. ઉજ્જડ ગામ વચ્ચે વાતો કરાવનારાની એક આછીસરખી લહેર તેના શરીરની સુસ્તી ઉડાડવાનું કામ કરી ગઈ.

‘રીબડા. તમારું?’

‘ટંકારા.’

‘વાહ દયાનંદ સરસ્વતીનું ગામ.’ ભૂપતે પેલાને ચાનક ચડાવી, ‘કેવું પડે બાકી?’

‘ગ્યા ભાઈ ઈ બધાય જમાના. હવે તો આંય બેસીને માખિયું મારવાની છે.’ ચોકીદારે નજર એક દિશામાં ફેરવીને પુછાયેલા પ્રશ્નનો જવાબ આપવાનું શરૂ કર્યું, ‘કોઠારિયા નાકા જાવું હોય તો તમે આંયથી સીધા... જો ન્યાં ઓલી ખટારી પયડી છેને?’

ભૂપતની નજર પેલો ચોકીદાર દેખાડતો હતો એ દિશા તરફ હતી, પણ તે ત્રાંસી આંખે ચોકીદારની પાછળના ભાગમાં કોઈ ચહલપહલ થાય છે કે નહીં એના પર પણ ધ્યાન રાખતો હતો. કોઈ ચહલપહલ નહોતી અને બંગલાના પાછળના ભાગમાં બરાબર સન્નાટો છવાયેલો હતો.

ધડામ.

ચોકીદારના ગળા પર હાથની ચોંપ પડી અને પેલાને ધોળે દિવસે તારા દેખાવા શરૂ થઈ ગયા. તે પડે કે પછી તેને કળ વળે એ પહેલાં તો ભૂપતે સીધી હવામાં છલાંગ લગાવી અને દીવાલ કૂદીને બંગલામાં દાખલ થઈ ગયો. ભૂપત અંદર ગયો ત્યાં સુધીમાં પેલાને કળ વળી ગઈ હતી, પણ અચાનક શું કામ હુમલો થયો એ તેને સમજાયું નહોતું. માણસ જ્યારે પરિસ્થિતિને સમજવાનો પ્રયાસ કરતો હોય છે ત્યારે તેનું દિમાગ અર્ધબેભાન થઈ જતું હોય છે. વૈજ્ઞાનિકો આ વાત હવે સાબિત કરી શક્યા, પણ કટોકટીના સમયને પારખનારાઓ તો આ વાતને બહુ લાંબા સમય પહેલાં જ સમજી ગયા હતા.

ચોકીદાર ફરીથી વાત સમજી શકે અને વાતાવરણમાં આવી શકે એ પહેલાં જ ભૂપતસિંહે તેના મસ્તક પર એક જોરથી મુક્કો માર્યો અને પેલા માટે આ મુક્કો બેશુદ્ધિ લાવનારો બની ગયો.

તેણે ભાન ગુમાવ્યું અને ભૂપતે તરત જ તેને ઝીલી લીધો.

ચોકીદારને ઝીલી લીધા પછી ભૂપત તરત જ તેને ઊંચકીને એક સલામત જગ્યા તરફ ગયો અને ત્યાંથી પાછળના ભાગમાં આવેલા પાયખાનામાં પહોંચી ગયો. કપડાં બદલતાં તેને રોકડી ચાર મિનિટ લાગી. ચોકીદારનાં કપડાં પહેરી લીધા પછી ભૂપતે માથે પાઘડી ચડાવી અને સ્વસ્થતા ઓઢીને તે ફરીથી બહાર આવ્યો. તે અત્યારે ગર્વનરના બંગલાની બાજુના ભાગમાં હતો. એ સમયે બંગલાઓની દીવાલ દસ ફુટ ઊંચી રહેતી, પણ અંગ્રેજોના બંગલાની દીવાલો તેમણે ચાર ફુટ અને પાંચ ફુટની કરાવી લીધી હતી. ખાસ કરીને એ બંગલાઓની જે બંગલાઓની આજુબાજુમાં પણ બ્રિટિશ અધિકારી રહેતા હોય. ધારણા એવી હતી કે અંદરોઅંદર ઘરોબો જળવાયેલો રહે અને એકબીજાની પત્નીઓ એકલી પડે ત્યારે પરસ્પર વાત કરી શકે અને એ રીતે પોતાની એકલતા કાપે.

જે બંગલામાં ભૂપત હતો એ બંગલો રાજકોટના પોલીસ વાઇસરૉયનો હતો. પોલીસ વાઇસરૉયના બંગલાની બાજુમાં જ ગવર્નરનો બંગલો હતો. ગવર્નરના બંગલાને અડીને આવેલી દીવાલ પાસે પહોંચ્યા પછી ભૂપતે એ જ બંગલાના પાછળના ભાગમાં રહેલા ચોકીદારને પોતાની પાસે બોલાવ્યો. ચોકીદારે પહેલાં તો દૂરથી જ ઇશારો કરીને શું છે એવું પૂછી લીધું, પણ ભૂપતે પણ સામે ઇશારાથી જ ઝડપથી આવવાનું કહ્યું એટલે પેલો આવ્યો. અલબત્ત, આવતી વખતે તેના પગ ધીમી ચાલે જ ઊપડતા હતા અને દીવાલથી તે આઠેક ફુટ દૂર હતો ત્યાં જ તેણે પૂછી પણ લીધું, ‘શું થ્યું?’

‘આ જો, આંય શું થ્યું?’

દીવાલ બાજુએ આવેલી જમીન તરફ હાથ કરીને ભૂપતે ઇશારો કર્યો. સ્વાભાવિક રીતે એ જોવા માટે પેલાએ સાવ નજીક આવવું જરૂરી હતું એટલે તે વધુ નજીક આવ્યો. નજીક આવીને તે ભૂપતે કર્યો હતો એ ઇશારા તરફ જોવા માટે ઝૂક્યો.

‘શું છે?’

હજી તો તેના મોઢાનું વાક્ય પૂÊરું થાય એ પહેલાં જ ભૂપતે તેની ગરદન પર પોતાની કોણી એવી ઠપકારી કે પેલો બાજુના બંગલામાંથી ઊછળીને સીધો આ બંગલામાં આવીને પડ્યો. ભાન ગુમાવે કે પછી ભૂપત પર પ્રતિકાર કરે એ પહેલાં તો ભૂપત સીધો તેની છાતી પર ચડી બેઠો અને ચાર-છ ધોલ એવી તેના માથા પર મૂકી કે પેલાની આંખ સામે અંધારું છવાઈ ગયું.

હવે ભૂપત માટે બાજુના બંગલાનો પાછળનો ભાગ ખાલી થઈ ગયો હતો.

એ બંગલાના ચોકીદારને એમ જ પડ્યો રહેવા દઈને ભૂપત સીધો બાજુના બંગલામાં ઘૂસ્યો. બાજુના બંગલાનો પાછળનો ભાગ આ પાછળના ભાગના બગીચામાં પડતો હતો. ભૂપતના સદ્નસીબે અને ક્રિસ્ટોના દુર્ભાગ્યવશ બંગલાનું પાછળનું બારણું ખુલ્લું હતું. ભૂપત તરત જ એ બારણા પાસે પહોંચ્યો અને તેણે અંદર નજર કરવાને બદલે કાન પહેલાં અંદરની દિશામાં મૂક્યા. અંદરથી અવાજ આવતો હતો, પણ એ અવાજ ખૂબ જ દબાયેલો હતો. ભૂપતે એ અવાજ ઓળખવાનો પ્રયાસ કર્યો.

અંદરથી એક મહિલાનો અવાજ આવતો હતો જેનો અર્થ સીધો જ એવો હતો કે અંદર એક કરતાં વધારે વ્યક્તિ છે, પણ મળેલી માહિતી મુજબ તો ઘરમાં આલ્બર્ટ ક્રિસ્ટોની બૈરી સિવાય બીજું કોઈ હતું નહીં. તો પછી અત્યારે આ કોણ વળી બીજું?

ભૂપતના મસ્તક પર કરચલીઓ ઊપસી આવી.

ઘરમાં એક જ વ્યક્તિ હોય એ મુજબનું પ્લાનિંગ કર્યું હતું. હવે જો ઘરમાં એકથી વધારે વ્યક્તિ હોય તો કામ અઘરું જ નહીં, અશક્ય થઈ જાય એવી પૂરી શક્યતા હતી. ભૂપતનું દિમાગ જેટ ઝડપે કામે લાગી ગયું. તેણે આકાશ તરફ જોયું. કારતક મહિનાની અસર આકાશને દેખાવા માંડી હતી અને સૂર્યનારાયણ ક્યારના પિમમાં ઢળી ગયા હતા. ઘટ્ટ કેસરી પ્રકાશ ઓઢીને બેસી ગયેલું આકાશ કોઈ પણ ઘડીએ અંધકાર પહેરવાની તૈયારીમાં હતું. આ અંધકારનો જ લાભ લેવાનો હતો.

જાણે કે મનમાં ચાલતા વિચારોને હોંકારો ભણવાનો હોય એ રીતે બંગલાના પાછળના ભાગમાંથી હૉર્નનો અવાજ આવ્યો. ભૂપતે એ દિશામાં જોયું. અંધકારમાં વાહન બરાબર રીતે દેખાતું તો નહોતું, પણ એના આકાર પરથી પારખવું સહેલું હતું કે એ વાહન જીપ છે. વાહન તરફ ભૂપતે જોયું કે તરત જ વાહનમાંથી એક હાથ બહાર આવ્યો અને એણે બહાર રૂમાલ ફરકાવ્યો.

- ઓહ, કાળુ આવી ગયો.

હવે, હવે સમય જશે એ પાલવશે નહીં. એક વખત કામ પતાવીને નીકળી જવું છે એ નક્કી છે. ભૂપતે આંખ બંધ કરીને છાતીમાં શ્વાસ ભર્યો અને ભરાયેલા એ શ્વાસ સાથે જ તેણે આંખ ખોલીને પાછળના એ ખુલ્લા બારણા તરફ પગ ઉપાડ્યા. કર્તવ્ય જો નિષ્ઠા સાથે નિભાવવાની કોશિશ થતી હોય તો સાથ આપવા માટે ખુદ કુદરત પણ આવી જતી હોય છે.

અત્યારે એવું જ થયું હતું. વગર કારણે અને વિના સ્વાર્થે ખીમજી અદાને મદદ કરવા માટે રાજકોટ પહોંચેલા ભૂપતને જાણે કે મદદ કરવા માટે માગતી હોય એમ નિયતિ જ ભૂપતના શિકારને સામે ચાલીને બહારના ભાગ તરફ લઈ આવવાનું કામ કરતી હતી.

એ બંગલાની બાંધણી મુજબ બંગલાના આગળના ભાગમાં મોટો બેઠકખંડ આવતી હતો. આ બેઠકખંડ પછી જમવા માટેનો ડાઇનિંગ રૂમ હતો અને ડાઇનિંગ રૂમ પછી કિચનનો ભાગ હતો. ડાઇનિંગ રૂમમાંથી સર્પાકાર પગથિયાં ઉપરની તરફ જ હતાં હતાં. ઉપરના ભાગમાં ત્રણ રૂમ અને એક હૉલ હતો અને એ હૉલમાંની સીડી બંગલાના બીજા માળે જતી હતી. આ બીજા માળે બે રૂમ હતા અને એક સ્ટોરરૂમ હતો.

ભૂપતે પગ ઉપાડ્યા અને રસોડાના ભાગને બહારના ભાગ તરફ જોડી રાખતા દરવાજા તરફ તે આગળ વધ્યો. ભૂપત એ દરવાજાથી ચારેક ડગલાં દૂર હશે ત્યારે જ એ દરવાજાને અંદરના ભાગથી ધક્કો લાગ્યો અને એક બારણું બહારની તરફ ખુલ્યું.

‘વેઇટ જીની, આઇ ઍમ કમિંગ...’

બારણું ખૂલવાની સાથે જ અવાજ પણ બહાર આવ્યો અને એ અવાજે જ ભૂપતના પગને રોકવાનું કામ કર્યું. અવાજ આવતાંની સાથે જ ભૂપત દીવાલસરસો થઈ ગયો. અંધકાર વધી રહ્યો હતો એટલે કે પછી અંગ્રેજોને મળી રહેલી તમામ પ્રકારની સુરક્ષાને લીધે આવી જતી બેફિકરાઈને લીધે પણ બહાર આવનારી વ્યક્તિએ આજુબાજુમાં જોયા વિના જ સીધો દરવાજાને ધક્કો માર્યો અને તે બહાર આવી ગઈ. ભૂપત શ્વાસ લીધા વિના સીધો જ દીવાલસરસો ઊભો રહી ગયો, પણ એમ છતાં તેની નજર ઘરની અંદરથી બહાર નીકળનારી વ્યક્તિ પર હતી. બહાર આવનારી વ્યક્તિ જે રીતે બહાર આવી, જે રીતની તેની ચાલ હતી અને જે પ્રકારનું તેનું વર્તન હતું એ જોઈને ભૂપત ક્ષણભરમાં સમજી ગયો કે આવો માલિકીભાવ તો ઘરના માલિક કે પછી તેના બૈરાની જ હોય. હોટેલમાં જમવા જવાનું વિચારતા હો અને ત્યાં જ એ હોટેલનું ખાણું તમને ડબ્બા ભરીને ઘરના આંગણે ખાવા મળી જાય તો પછી એનાથી ઉત્તમ શું હોય બીજું?

ભૂપતે શરીરમાં સ્ફૂર્તિ ભરી અને તે રીતસર હવામાં ઊછળ્યો અને બહાર આવેલી મહિલાના શરીર પર ત્રાટક્યો.

પાછળથી થયેલો વાર અને એ વારમાં વાપરવામાં આવેલું બેહોશ કરી દેનારું હથિયાર. બન્નેની અસર બરાબરની થઈ. મહિલાની આંખ સામે અંધકાર પ્રસરવાનો શરૂ થયો જેને રાતમાં ફેરવી દેવાનું કામ ભૂપતની ગળા પર આવેલી ભીંસે કર્યું. બહાર આવેલી એ વ્યક્તિ બીજું કોઈ નહીં પણ આલ્બર્ટ ક્રિસ્ટોની બૈરી જેનિફર હતી.

મૂળ આયોજન મુજબ જેનિફરને જ ઉપાડી લેવાની હતી અને એ માટે જે વિચાર્યું હતું એ બધું એ જ મુજબ ચાલી રહ્યું હતું. જેનિફર ભૂપતસિંહના બન્ને હાથમાં બેહોશ થઈ ગઈ એટલે ભૂપતે તેને ખભા પર નાખી. ધાર્યું હતું એના કરતાં લગભગ ત્રીસ ટકા જેટલું વજન વધારે હતું, પણ ચાલવાનું વધારે નહોતું એટલે ભૂપતને ત્રાસ છૂટ્યો નહીં. જેનિફરને ઊંચકીને ભૂપત પાછળના દરવાજેથી બહાર નીકળ્યો અને બહાર આવીને તેણે જેનિફરનો પાછળની સીટ પર રીતસર ઘા કર્યો.

€ € €

‘કેટલી વાર કરી ભાઈ તેં?’

ભૂપત જેવો આવ્યો કે તરત જ કાળુએ ધોખો કર્યો.

‘અડધી કલાકથી રાહ જોઉં છું તારી. આમ હોય, પાંચ જણ તો મને પૂછી ગ્યા આવીને કે ભાઈ ફલાણો વિસ્તાર ક્યાં આયવો ને ઢીંકણો વિસ્તાર ક્યાં આયવો?’

ભૂપતે કાળુની સામે જોયું.

‘એલા મૂંગો રહીશ પાંચ મિનિટ. જરાક હાંફ તો ઊતરવા દે.’

‘તું તારી હાંફ, કામ પતી ગ્યું? તો હું રવાના કરું જીપડી.’

‘હા, કામ પતી ગ્યું. હંકાર.’

પરવાનગી મળી કે બીજી જ ઘડીએ કાળુએ જીપની ચાવી ઘુમાવી અને જીપનું એન્જિન ઘરઘરાટી સાથે શરૂ થયું. જીપ ચાલુ થઈ અને કાળુએ જીપને ગીરનાં જંગલો તરફ મારી મૂકી.

‘કોણ હાથમાં આવ્યું?’

‘બૈરી, સાલ્લી બોવ જાડી છે.’ ભૂપત હજી પણ ઊંડા શ્વાસ લેતો હતો, ‘ઉપાડીને નીચે લઈ આવવામાં જ જીવ નીકળી ગ્યો.’

‘ભાનમાં હમણાં આવશે કે પછી...’

‘જૂનાગઢ પાસે ક્યાંક ભાનમાં આવશે એવું લાગે છે. બાકી અસર તો બરાબરની થઈ હશે. સાલ્લાવ સાફ જ નથી કરતા. એ’લા, તું કે’તો તો એ ગૅસ તો બરાબરનો જોરદાર છે. મેં પોતે જરાક વાસ લીધી તો મારુંય માથું ભમવા માંડ્યું.’

‘સિંહ, ક્યારેક-ક્યારેક તો તું સાચે જ ગાંડાં કાઢી લેશ.’

કાળુને તો રસ વાતો કરવામાં હતો, પણ ભૂપતને ખરેખર વાસની એવી તો ભયાનક અસર થઈ હતી કે તેનું મસ્તક ભમવા માંડ્યું હતું. ભમી રહેલા મસ્તક વચ્ચે જ ભૂપતે આંખ બંધ કરી દીધી. આંખ બંધ કરતાં પહેલાં તેણે કાળુને સૂચના પણ આપી દીધી, ‘જરાક પાછળ ધ્યાન દેજે. ક્યાંક જાડી જાગી જાઈ તો માથે એકાદ ઠોકજે ને ઠોકવી નો હોય તો લે, આ કટકો... પાછો સૂંઘાડી દેજે એટલે એકાદી કલાક સુઈ જાય.’

‘તું શું કરશ?’

‘જરાક આડો પડું છું, તને વાંધો છે?’

 (વધુ આવતા શનિવારે)

Comments (0)Add Comment

Write comment
quote
bold
italicize
underline
strike
url
image
quote
quote
smile
wink
laugh
grin
angry
sad
shocked
cool
tongue
kiss
cry
smaller | bigger

security code
Write the displayed characters


busy
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK