એન્ગેજમેન્ટ, સંગીત અને પ્રી-રિસેપ્શનમાં કસ્ટમાઇઝ્ડ કેકનો ચાર્મ જ અલગ હોય

બ્રાઇડ-ગ્રૂમના ડ્રેસનો કલર, થીમ, વેન્યુ અને સ્ટેજ-ડેકોરેશન સાથે મૅચ થતી સ્મૂધ ટેક્સ્ચર સાથેની ટેસ્ટી, કસ્ટમાઇઝ્ડ કેક તેમ જ હોમમેડ પર્સનલાઇઝ્ડ કેક તમારા પ્રસંગમાં નવી જ ફ્લેવર ઍડ કરશેશાદી મેં ઝરૂર આના - વર્ષા ચિતલિયા


ગુજરાતી લગ્નપ્રસંગોમાં છેલ્લાં કેટલાંક વર્ષોમાં નવા-નવા ઇનોવેટિવ આઇડિયાઝનો ઉમેરો થયો છે. સગાઈથી લઈને પ્રી-રિસેપ્શન સુધી દરેક નાના-મોટા પ્રસંગમાં નવી થીમની સાથે કેક-કટિંગનો ક્રેઝ વધતો જાય છે. કપલના ડ્રેસ-ડિઝાઇનર, વેન્યુ અને ફૂડની પસંદગીમાં જે રીતે ચીવટ રાખવામાં આવે છે એવી જ રીતે કેકની પસંદગીમાં પણ કસ્ટમાઇઝ્ડ કેક પૉપ્યુલર બની છે. અમારા પ્રસંગમાં ઑર્ડર કરવામાં આવેલી કેક કલર, સ્વાદ અને ડેકોરેશનમાં બધા કરતાં હટકે હોય એવી ડિમાન્ડ વધતી જાય છે. કસ્ટમાઇઝ્ડ અને પર્સનલાઇઝ્ડ કેકમાં અત્યારે શું ચાલી રહ્યું છે એ જોઈએ

પર્સનલાઇઝ્ડ અને કસ્ટમાઇઝ્ડ વેડિંગ કેકમાં હાલમાં કેવી ડિઝાઇન વધારે લોકપ્રિય છે એ સંદર્ભે વાત કરતાં ઇન્ડિયાના ટૉપ ૧૦ કેક-ડિઝાઇનરમાં સ્થાન મેળવનારાં ડી કેક ક્રીએશનનાં ફાઉન્ડર રિન્કુ ગોકર્ણ કહે છે, ‘કસ્ટમાઇઝ્ડ કેકની ડિઝાઇનમાં ક્લાયન્ટ્સની ડિમાન્ડ અલગ-અલગ હોય છે. ખાસ દિવસને યાદગાર બનાવવા અગાઉ ક્યાંય જોઈ ન હોય એવી કેક તેમને જોઈતી હોય એ સ્વાભાવિક છે. આવી કેક બનાવતાં પહેલાં ઓકેઝન અને કપલના ડ્રેસ-કોડ વિશે ક્લાયન્ટ્સની સાથે વાતચીત કર્યા બાદ વેન્યુ પરના ડેકોરેશનના કલર્સ બાબતની વેડિંગ-પ્લાનર્સ સાથે ચર્ચા કરી કેકનાં કલર અને ડિઝાઇન ફાઇનલ થાય છે. કપલના ડ્રેસ અને ડેકોરેશનની સાથે કેકનો કલર મૅચ થાય તો જ સુંદર દેખાય. ઘણી વાર કલર્સમાં ઘણાંબધાં વેરિએશન ઍડ કરવામાં આવે છે. એન્ગેજમેન્ટ-સેરેમનીમાં અત્યારે પર્સનલાઇઝ્ડ અને પ્રી-રિસેપ્શન તેમ જ સંગીત-સંધ્યામાં હૅન્ગિંગ કેકનો ટ્રેન્ડ સૌથી વધુ પૉપ્યુલર છે.’

હૅન્ગિંગ કેક બનાવવાનું અને એને અરેન્જ કરવાનું કામ ખૂબ જ ચીવટતાથી કરવું પડે છે એમ જણાવતાં રિન્કુ કહે છે, ‘હૅન્ગિંગ કેકના સ્ટ્રક્ચરને વેન્યુ પર જઈને અરેન્જ કરવામાં ટેક્નિકલ બાબતો પર ખાસ ધ્યાન આપવામાં આવે છે. દાખલા તરીકે ક્લાયન્ટે મેંદી અને સંગીત-સંધ્યા માટે કેક ઑર્ડર કરી હોય તો પ્રોગ્રામ શરૂ થવાના ત્રણેક કલાક પહેલાં અમારી ટેક્નિકલ ટીમ કેક લઈને વેન્યુ પર પહોંચી જાય છે. કેકના સ્ટ્રક્ચરને વેન્યુ સુધી સહીસલામત પહોંચાડવાનું કામ પણ ભારે જહેમત માગે છે. જરાસરખી ચૂક આખા માળખાને તોડી શકે છે. વેન્યુ પર પહોંચી કેકને લટકાવવામાં આવે છે. સંગીતનો કાર્યક્રમ લગભગ ચારેક કલાક ચાલે ત્યાં સુધી કેક એમ જ લટકાવેલી રાખવી પડે. કેક કટ થયા બાદ એને નીચે ઉતારી મહેમાનો માટે ટેબલ પર મૂકવા સુધીની તમામ જવાબદારી અમારી હોય છે. પર્સનલાઇઝ્ડ કેકમાં વધારે તકેદારી રાખવાની જરૂર પડતી નથી. આ પ્રકારની કેક એન્ગેજમેન્ટ માટે જ વધારે બને છે તેથી એમાં ખાસ ફિગર બનાવવામાં આવે છે. ઘૂંટણિયે બેસીને પ્રપોઝ કરતો હોય એવા બૉયનું અને ગર્લનું ફિગર લોકપ્રિય છે. આવી કેક બનાવતાં પહેલાં કપલના ડ્રેસ-કોડ વિશે માહિતી મેળવી એને અનુરૂપ ડ્રેસવાળાં ફિગર બનાવી આપીએ છીએ. કસ્ટમાઇઝ્ડ હૅન્ગિંગ કેકમાં એક કિલોનો રેટ ૩૦૦૦ રૂપિયાથી શરૂ થાય છે. એન્ગેજમેન્ટ અને સંગીત સંધ્યામાં ઓછામાં ઓછી ૧૦ કિલોની કેક તો જોઈએ જ. પ્રી-રિસેપ્શનમાં વધારે જોઈએ. એક કેક માટે ચાલીસથી સિત્તેર હજારનું બજેટ રાખવું પડે.’

કસ્ટમાઇઝ્ડ કેકમાં હૅન્ગિંગ ઉપરાંત થીમ અને ટિઅર કેક પણ ખૂબ પૉપ્યુલર છે. ઓછા બજેટમાં વેરિએશન જોઈતું હોય તો હોમમેડ કેક પર પસંદગી ઉતારી શકાય. આ સંદર્ભે વાતચીત કરતાં બોરીવલીનાં કેક-ડિઝાઇનર બીના શાહ કહે છે, ‘ઇવેન્ટને ધ્યાનમાં રાખી કેકની ડિઝાઇન નક્કી થાય. સગાઈના દિવસે પર્સનલાઇઝ્ડ કેક જ વધારે ચાલે છે. આ ઉપરાંત બ્રાઇડના ગાઉનની ડિઝાઇન અને પૅચવર્ક જેવી જ દેખાતી કેક પણ પૉપ્યુલર છે. ક્લાયન્ટ્સ પાસેથી અમે બ્રાઇડના ડ્રેસનો ફોટો મેળવી એ પ્રમાણે વર્ક કરી આપીએ.  ટિઅર કેક બનાવવાની હોય તો ત્રણેય ટિઅરમાં ક્લાયન્ટ્સની પસંદગી મુજબ અલગ-અલગ ફ્લેવર અને કલર ઍડ કરવામાં આવે છે. ચૉકલેટ અને ફ્રૂટ ફ્લેવર ઑલટાઇમ ફેવરિટ છે. ઘણી વાર ક્લાયન્ટ્સ ટિઅરના કલરમાં વેરિએશન માગે છે, પણ તેમને કેકના સ્વાદમાં ચેન્જ નથી જોઈતા. આવી કેકમાં કલરનો સ્પ્રે મારવામાં આવે છે, જે તમારા પ્રસંગ સાથે મૅચ થઈ જાય; પણ કેકનો સ્વાદ એકસરખો જ રહે. અગાઉ વાઇટ કેકમાં જ કલર ભેળવવામાં આવતો હતો, હવે ઍરબ્રશ વાપરીએ છીએ જેનાથી ફિનિશિંગ સારું આવે છે. કલર્ડ કેકનો લુક મહેમાનોમાં આકર્ષણ ઊભું કરે છે. ઘણા લોકો ફૉન્ડન્ટ કેક પણ પસંદ કરે છે. આ પ્રકારની કેકમાં શુગર ક્રીમનો બેઝ બને છે.’

કેક બનાવતાં કેટલો સમય લાગે છે તેમ જ કેટલા કિલોની બને છે એ વિશે વાતચીત કરતાં બીના કહે છે, ‘વાસ્તવમાં કેક બનતાં વાર નથી લાગતી, પણ એના ડેકોરેશનમાં વાર લાગે છે. થીમ-કેક માટે પંદરેક દિવસ પહેલાં ઑર્ડર આપવો પડે. કેકના પ્રી-વર્ક માટે ત્રણથી ચાર દિવસ પહેલાંથી કામ શરૂ કરી દેવું પડે. કેક બન્યા બાદ એને વન પીસમાં પહોંચાડવાનું કામ સૌથી મુશ્કેલ છે. સગાઈ અને સંગીતમાં સામાન્ય રીતે પાંચથી છ કિલોની કેક થઈ રહે છે. મહેમાનોની સંખ્યાને નજરમાં રાખી એમાં વધઘટ કરી શકાય. હોમમેડ પર્સનલાઇઝ્ડ કેકમાં એક કિલોનો રેટ ૧૦૦૦ રૂપિયાથી શરૂ થાય છે. એમાં ડિઝાઇન અને પૅચવર્ક કરાવવાનું હોય તો કિલોના ૧૫૦૦ રૂપિયા ચૂકવવા પડે. એક પ્રસંગ માટે છથી દસ હજારનું બજેટ રાખવું જોઈએ.’

cake1

રૉયલ વેડિંગ કેક

સૉફ્ટ પેલેટ ઑફ વાઇટ, ક્રીમ ઍન્ડ ગોલ્ડ ફ્લેવરની આ કેકની હાઇટ ૪ ફુટ ૬ ઇંચ છે.


cake2

હૅન્ગિંગ કેક

રેડ વેલ્વેટ, ચૉકલેટ ઍન્ડ વૅનિલા ફ્લેવરની આ કેકનું વજન ૧૫ કિલો છે.

cake3


પર્સનલાઇઝ્ડ કેક

છ કિલોનું વજન ધરાવતી ચૉકલેટ વિથ સ્ટ્રૉબેરી ફ્લેવરની કેક.

cake4

ફ્રૂટ કેક

આ કેકનું વજન છ કિલો છે.

cake5

રિન્ગ સેરેમની હોમમેડ કેક

ચૉકલેટ ફ્લેવરની આ કેકનું વજન પાંચ કિલો છે.

cake6

રિન્ગ સેરેમની કેક

ચૉકલેટ હેઝલનટ ફ્લેવરની આ પ્રકારની કેકમાં માત્ર ડિઝાઇનને હાઇલાઇટ કરવામાં આવે છે. કેકનું પ્રમાણ એકથી દોઢ કિલો જ હોય છે.

Comments (0)Add Comment

Write comment
quote
bold
italicize
underline
strike
url
image
quote
quote
smile
wink
laugh
grin
angry
sad
shocked
cool
tongue
kiss
cry
smaller | bigger

security code
Write the displayed characters


busy
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK