આપણા રાષ્ટ્રીય પક્ષી મોર અને મયૂરાસનને યાદ કરીએ

કવિ કલાપીએ (સુરસિંહજી તખ્તસિંહજી ગોહિલે) પોતાનું ઉપનામ ‘કલાપી’ રાખ્યું હતું.

પ્રેરણાની પળે - કાન્તિ ભટ્ટ

રાષ્ટ્રીય પંખી મોરનું યાદગાર ગીત

મોર તારી સોનાની ચાંચ

મોર તારી રૂપાની પાંખ

રૂપાની પાંખે મોરલો ઊડ્યો માણારાજ

મોર જાજે ઉગમણે દરબાર

મોર જાજે આથમણે દરબાર

વીરાને કહેજે વે’લો પધારે માણારાજ

બેનડી જુએ છે તારા તેડાની વાટ

- લોકગીત


કવિ કલાપીએ (સુરસિંહજી તખ્તસિંહજી ગોહિલે) પોતાનું ઉપનામ ‘કલાપી’ રાખ્યું હતું. જોકે મોરનાં ઘણાં ઉચ્ચ ગુજરાતી અર્થવાળાં નામો છે. મોર એટલે શિખાધર, મયૂર, અહિભુજ, ભુજંગભુજ, મેઘનાદનુલાસી, ઢેલનો નર અને નીલકંઠ! સિકંદરે હિન્દુસ્તાનમાં મોર જોયા ત્યારે એક્સક્લુઝિવલી માત્ર ભારતમાં મોર હતા. સિકંદર પછી મોરને ઈરાન-ઇરાક અને પર્શિયા લઈ ગયેલો. રોમન લોકો મોર કળા કરીને પાંખ ફેલાવે એ જોઈને મરી ફીટતા. જ્યારે પણ બે પ્રેમીઓ દૂર-દૂર થઈ જતાં ત્યારે પોતાનાં પ્રેમનાં ગીતો કબૂતર કે મોર દ્વારા

પ્રેમીને મોકલતાં. મોરને હેવનલી મેસેન્જર પણ ગણવામાં આવતા. 

આજે મોકો આવ્યો છે ત્યારે ‘એન્સાઇક્લોપીડિયા બ્રિટાનિકા’ના સંપાદકોને કહું છું કે લાજી મરો. તમે આ દૈવી પક્ષી વિશે કંઈ જાણતા નથી અને એન્સાઇક્લોપીડિયાના નવમા ભાગમાં ૨૨૩મે પાને મોર વિશે ઉપરછલ્લું અગડં-બગડં લખ્યું છે-બાફ્યું છે.

હું જ્યારે કોઈ વિષય પર લખું ત્યારે મારે ત્યાં કામ કરતી બહેન હેમા બોરીચા પૂછે છે, શેના પરથી મોર પર લખવાનું સૂઝ્યું? તો મારો જવાબ છે કે ‘ટાઇમ્સ ઑફ ઇન્ડિયા’માં હાઈ કોર્ટના એક જજે મોર વિશે અને એના રોમૅન્સ વિશે ૧-૬-’૧૭ના રોજ પહેલા પાને લખ્યું એ પરથી લાંબો લેખ લખવાની હિંમત કરી છે. મોર વિશે ઘણાં કાવ્યો લખાયાં છે.

મોર બની થનગાટ કરે

મારું મન મોર બની થનગાટ કરે

ઘનઘોર વર્ષા વરસે ચહુ ઓર

મારું મન થનગાટ કરે.

ખાસ કરીને વર્ષા ઋતુમાં મોરલા વધુ કળા કરે છે.


મોર વિશે મને નવાઈભરેલી માહિતી મળી છે એ અહીં લખું છું. જોકે અગાઉ લખ્યું છે કે મોર જ્યારે બે વર્ષનો થાય ત્યારે મલ્ટિ-રોમૅન્સની ઇચ્છાવાળો થાય છે. મોરને એક ઢેલથી ચાલતું નથી, એ ચાર-પાંચ ઢેલના જનાના સાથે વિહરે છે. મોરની આવી શાહી જન્મજાત ટેવને રાજા-મહારાજા અને ખાસ તો મોગલ બાદશાહોએ ભૂતકાળમાં અચ્છી દાદ આપી છે. શાહજહાં જે તખ્ત કે સિંહાસન પર બેસતો એનું નામ તખ્તે મયૂર કહેવાતું. રાણી જોધાબાઈનો પુત્ર કોણ હતો? જાણકાર ઇતિહાસકારો તો કહે છે કે શાહજહાં જોધાબાઈ ઉર્ફે પ્રિન્સેસ માનમતીનો પુત્ર હતો.

શાહજહાંને પૃથ્વી પરનો કિરતારનો પડછાયો પણ તેના ખુશામતખોર કહેતા અને માત્ર ખુશામત કરીને નિરાંત કરવા નહીં એને માટે અતિ-અતિ-અતિ મોંઘું માયૂરાસન પણ બનાવેલું. મયૂરાસન પર ચડવા માટે બે ફુટનાં પગથિયાં હતાં એ શુદ્ધ ચાંદીનાં બનાવેલાં રહેતાં. આ મયૂરાસન પર કેટલાંક પક્ષીઓની તસવીરો રહેતી. પક્ષીની તસવીર પ્રમાણે પક્ષીઓ સિંહાસન પરથી શહેનશાહનું ગાન ગાતાં. પક્ષીઓ અલ્લાહનું નામ પણ લેતાં. શાહજહાં માટે જે મયૂરાસન બનાવેલું એને બનાવતાં સાત વર્ષ લાગેલાં અને એક કરોડ રૂપિયાનો ખર્ચ થયેલો. જગતભરના કારીગરોને રોકેલા. ૧૬૨૮માં આ મયૂરાસન બનાવવાનું શરૂ થયું અને ૧૬૩૫માં લગભગ પૂરું થયેલું. શહેનશાહે ૨૩ વર્ષ આ મયૂરાસન પર બેસીને રાજ કરેલું.

મયૂરાસનની રચના પછી સત્તરમી સદીમાં બીજા-બીજા મોગલ બાદશાહોને મયૂરાસનનું ઘેલું લાગેલું. આ મયૂરાસનો પછી દિલ્હીના લાલ કિલ્લાના મહેલમાં રાખવામાં આવેલાં. ‘નવરંગ ઇન્ડિયા’ નામનું મૅગેઝિન કહે છે કે આ મયૂરાસનમાં કિલોબંધ સોનું, કીમતી હીરા, મોતી વગેરે વપરાયેલાં અને એ બનાવતાં ૭-૮-૯ વર્ષ લાગેલાં. એવી અતિશયોક્તિ કરાય છે કે તાજમહલ બાંધવામાં ખર્ચ થયો એના કરતાં મયૂરાસનમાં બમણો ખર્ચ થયેલો! મયૂરાસનના ઉદ્ઘાટનને (૧૬૩૫ની બાવીસ માર્ચે‍ ઈદને દિવસે-રમઝાનનો અંત) દિવસે એના સોની કારીગર ગિલાનીનું બહુમાન કરવામાં આવેલું.

Comments (0)Add Comment

Write comment
quote
bold
italicize
underline
strike
url
image
quote
quote
smile
wink
laugh
grin
angry
sad
shocked
cool
tongue
kiss
cry
smaller | bigger

security code
Write the displayed characters


busy
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK