ભલભલા ચમરબંધીને નજરઅંદાજ કરતા ડંડાબાજ પોલીસદાદા પર પણ ય્વ્ત્નો ડંડો ભારે પડ્યો

શિવાજીનગર, થાણે-વેસ્ટમાં રહેતાં અંજના મોતાની ભયાનક યાતના તથા કાયદાના રક્ષક પોલીસ તરફથી પણ સહાય અને મદદ ન મળતાં RTI કાયદો તેમના અધિકારનો રક્ષક બન્યો એની દર્દજનક આ કહાણી છે.

RTI

RTIની તાકાત - ધીરજ રાંભિયા

૨૦૧૪થી ઘેર-ઘેર જમવાનું બનાવી આપી આવક-જાવકના નવડા મેળવતાં હતાં. ૨૦૧૨માં તેમના પતિનું અકસ્માતમાં મૃત્યુ થયેલું, જેના મોંબદલાના સાડાછ લાખ રૂપિયા મળ્યા. આવકનો સ્ત્રોત અનિશ્ચિત હોïïવાથી લીવ ઍન્ડ લાઇસન્સના માસિક ભાડાની રકમ ચૂકવવામાં અડચણ પડતી હતી. આથી મોંબદલાની મïïળેલી રકમમાંથી રૂમ લેવાનો નિર્ણય કર્યો. જ્યાં-જ્યાં કામ કરતાં હતાં ત્યાં-ત્યાં બધાને પોતાની જરૂરિયાતની જાણ કરતાં.

બનવાકાળે એવું બન્યું કે એક ગૃહસ્થના ઘરે રસોઈ કરતાં હતાં તેમને ત્યાં મીના નામની કામવાળી લાદી લૂછવાનું કામ કરતી હતી. એક દિવસ તેણે અંજનાબહેનને જણાવ્યું કે જોગિન્દર રજાક નામના માણસને ઓળખું છું જે ચાલી બાંધવાનું કામ કરે છે, બંધાતી ચાલીની એક રૂમ પાંચ લાખ રૂપિયાની થશે, આથી આપના બજેટમાં પણ બેસી જશે. જોગિન્દરને મળવું હોય તો મોહન અને સંજય નામની વ્યક્તિ મારફત જવું પડશે એમ પણ જણાવ્યું. મીનાબહેને મોહન અને સંજયની ઓળખ કરાવી આપી અને મોહન-સંજયે જોગિન્દરનો મેળાપ કરાવી આપ્યો. ગોપીચંદવાડીનો દાદલાણી પાર્ક જે થાણેના બાળકુમ વિસ્તારમાં છે ત્યાં અંજનાબહેનને લઈ જવામાં આવ્યાં. ચાલી બાંધવાનું કાર્ય ચાલુ હતું એ અંજનાબહેને નજરોનજર જોયું. જોગિન્દરના માણસ નામે ભાસ્કરે રૂમ બાબતે માહિતી આપી. એક રૂમ-રસોડાવાળી રૂમ દાખવી, જે અંજનાબહેનને પસંદ પડતાં પાંચ લાખ રૂપિયામાં રૂમનો સોદો નક્કી થયો. રકમ કેવી રીતે ચૂકવશો એવા ભાસ્કરના સવાલના જવાબમાં અંજનાબહેને ચુકïવણી ચેકથી કરવાની વાત કરી, જે તેણે માન્ય કરતાં સોદો પાકો થયો.

૨૦૧૩ની ૧૩ મેએ એક-એક લાખના બે ચેક અંજનાબહેન પાસેથી લેવામાં આવ્યા જેના પર મોહન શિંદેનું નામ નાખવામાં આવ્યું. ચેક આપ્યાના બીજા જ દિવસે ફરી ૩ લાખ રૂપિયાના ચેકની ઉઘરાણી કરવામાં આવી, જે પણ હસતાં-હસતાં તેમણે પૂર્ણ કરી.

૨૦૧૩ની ૧૬ મેએ ગોપીચંદવાડી, રૂમ-નંબર ૩, A વિન્ગ, બાળકુમ, થાણેની ૨૬ બાય ૧૧ ફુટની રૂમનું ખરીદી ખત અંજનાબહેનના હાથમાં રાખવામાં આવ્યું. ખરીદકર્તા તરીકે અંજનાબહેનનું પૂરું નામ તથા વેચાણકર્તા તરીકે વીરેન્દ્ર રામનારાયણ રજાકનું નામ હતું. એના પર ફોટો તથા બન્ને પક્ષકારની સહીઓ પણ હતી. ઍગ્રીમેન્ટ નોટરાઇઝ પણ કર્યું હતું. થોડા દિવસ બાદ ફરીથી અંજનાબહેનને બોલાવવામાં આવ્યાં. રૂમમાં કોઈનો સામાન તાત્પૂરતો રાખ્યો હોવાથી તમને બીજી રૂમ દેખાડું છું એવું કહેવાયું. થોડા દિવસ બાદ ફરી જતાં તેમને જણાવવામાં આવ્યું કે આ રૂમ બીજાને અપાઈ ગઈ છે આથી તમને બીજી રૂમ આપવાની ગોઠવણ કરીએ છીએ. આમ વારંવાર અને અવારનવાર બોલાવતા રહ્યા અને રૂમ વિશેની માહિતી કે રૂમ બતાડવાની વાત એક કે બીજું બહાનું બતાડી ટાળતા રહ્યા.

રૂમ બતાડવાની ટાળાટાળથી અંજનાબહેનને તેમની સચ્ચાઈ પર શંકા આવવા માંડી. આથી એક દિવસ હિંમત કરી આપેલી રકમ પાછી આપવાની માગણી કરી.

૨૦૧૩ની ૧ સપ્ટેમ્બરે પાંચ લાખ રૂપિયાનો ચેક અંજનાબહેનને આપવામાં આવ્યો. ચેક બૅન્કના ખાતામાં ભરતાં ચેક વટાવ્યા વગર પાછો ફર્યો. જોગિન્દર રજાકને મળતાં તેણે પણ વારંવાર અને અવારનવાર વિવિધ બહાનાંઓ આપી બોલાવવાનો સિલસિલો ચાલુ કર્યો.

આજકાલ કરતાં સાડાત્રણ વર્ષનો સમય પસાર થઈ ગયો. પરંતુ સ્થિતિ ઠેરની ઠેર રહી. હતાશ અને ત્રસ્ત થયેલાં અંજનાબહેન ૨૦૧૬ની ૧૮ ઑક્ટોબરે કાપુરબાવડી પોલીસ-સ્ટેશને પહોંચ્યાં જ્યાં તેમને ડ્યુટી ઑફિસર, સહાયક પોલીસ નિરીક્ષક એસ. એમ. ચવાણનો ભેટો થયો. અંજનાબહેને પોતાની વીતક કથા પોલીસ-અધિકારીને વિસ્તૃત સ્વરૂપે જણાવી, જે મરાઠીમાં પત્ર સ્વરૂપે નોંધીને તેમની સહી લઈને રવાના કરી દેવામાં આવ્યાં.

જોગિન્દરને બદલે હવે પોલીસચોકીના આંટાફેરા શરૂ થયા, સાહેબ નથી, સાહેબ રજા પર છે. સાહેબ રાતપાળી કરી નીકળી ગયા છે વગેરે બહાનાબાજીનો દોર શરૂ થયો. ફોન કરે તો લાગે નહીં. લાગે તો સાહેબ નથીનો જવાબ દસ મિનિટ બાદ મળે. પાંચ મહિનાનો સમય પસાર થઈ ગયો. પરંતુ પોલીસ-સ્ટેશનમાં કરેલી ફરિયાદ પર પોલીસે શાં પગલાં લીધાંની કોઈ ખબર અંજનાબહેનને અનેક કોશિશ કર્યા બાદ પણ મળી નહીં.

અંજનાબહેનની આર્થિક સ્થિતિ અત્યંત નાજુક હોવાથી છાપું લેતાં નહોતાં. તે જ્યાં રસોઈ કરતાં ત્યાં ‘મિડ-ડે’ આવતું. પરિવારે વાંચન કરી લીધા બાદ અંજનાબહેન પોતાના ઘરે લઈ આવતાં ને રસપૂર્વક વાંચતાં.

ફેબ્રુઆરી-૨૦૧૭ના શનિવારનો અંક વાંચતાં હતાં ત્યારે તેમની નજર આ કૉલમ તરફ પણ ગઈ. જોગાનુજોગ એ દિવસની કટારમાં તરુણ મિત્ર મંડળ સંચાલિત RTI કેન્દ્ર-થાણે દ્વારા ઉકેલાયેલી નાગરિક વિટંબણાની કથા હતી, જે વાંચતાં તેમને સધિયારો મYયો અને ૨૦૧૭ની પાંચ માર્ચની અપૉઇન્ટમેન્ટ મેળવી કેન્દ્ર પર પહોંચ્યાં જ્યાં તેમની મુલાકાત કેન્દ્રનિયામક રાજેન ધરોડ સાથે થઈ. રાજેનભાઈ તથા અન્ય સાથીઓએ અંજનાબહેનની વીતક કથા શાંતિથી સાંભળી RTI કાયદા હેઠળની પ્રથમ અરજી બનાવી આપવામાં આવી જે દ્વારા નીચેની વિગતે માહિતી માગવામાં આવી :

૧. ૨૦૧૬ની ૧૯ ઑક્ટોબરના રોજ નોંધાવવામાં આવેલી ફરિયાદ, જેની ફોટોકૉપી આ સાથે મોકલવામાં આવે છે એના પર કરવામાં આવેલી કાર્યવાહી તથા ફરિયાદની સાંપ્રત સ્થિતિની વિગતવાર માહિતી આપશો.

૨. ઇન્વેસ્ટિગેશન રિપોર્ટ, આરોપીની જુબાની નોંધવા બનાવેલો રિપોર્ટ (સ્ટેટમેન્ટ રેકૉર્ડેડ), પોલીસ ડાયરીની ફોટોકૉપીઓ આપશોજી.

૩. ઉપરોક્ત વિષયને આનુષંગિક અન્ય જે કોઈ માહિતી મેળવી હોય કે મળી હોય તો એ વિગતે આપશો.

૪. તપાસ-અધિકારીનું નામ, હોદ્દો તથા સરકાર દ્વારા અપાયેલા મોબાઇલનો નંબર જણાવશો.

૫. પ્રથમ અપીલ અધિકારીનું નામ, હોદ્દો, સરનામું તથા સંપર્ક-નંબરોની વિગતવાર માહિતી આપશો.

RTI કાયદા હેઠળની અરજી મળતાં અંજનાબહેનની ફરિયાદને નજરઅંદાજ કરતા પોલીસદાદા ડંડો બાજુમાં મૂકી જૂની ફાઇલ શોધવાના ધંધે લાગ્યા. RTIની અરજી વર્તકનગર વિભાગના સહાયક પોલીસ આયુક્તના કાર્યાલયે મોકલવામાં આવી.

પાંચ મહિનાથી અંજનાબહેનને માહિતી આપવામાં ઠાગાઠૈયા કરતા પોલીસ વિભાગના ખાખીધારીઓએ પાંચમા દિવસે RTI અરજીનો જવાબ પાઠવી RTIની તાકાતને ઉજાગર કરી.

પાઠવેલા જવાબમાં અંજનાબહેનને જણાવવામાં આવ્યું કે :

૧. આપની ફરિયાદની તપાસ કાપુરબાવડી પોલીસ-સ્ટેશનના સહાયક પોલીસ નિરીક્ષક એસ. એમ. ચવાણે કરી છે.

૨. ફરિયાદીને પૂછવામાં આવેલા સવાલોના મળેલા જવાબ પરથી વિસ્તૃત નોંધ તૈયાર કરવામાં આવી છે, જેની એક પ્રત આ સાથે આપની જાણ ખાતર મોકલવામાં આવી છે.

૩. જોગિન્દર રજાક વિરુદ્ધ આ પહેલાં અનેક લોકોએ ફરિયાદ નોંધાવી છે.

૪. ઉપરોક્ત ફરિયાદોને આધારે IPC (ઇન્ડિયન પીનલ કોડ)ની કલમ-૪૨૦ તથા ૩૪ હેઠળ ગુનો નોંધી તેની ધરપકડ કરવામાં આવી છે.

૫. હમણાં તે ન્યાયાલયીન કારાવાસમાં છે.

૬. ગુનાના આનુષંગિક આપના જવાબો નોંધવામાં આવેલા છે તથા એની ટિપ્પણીની નોંધ લેવામાં આવી છે.

૭. ઉપરોક્ત જોગિન્દર સામેના ગુનાઓમાં આપની ફરિયાદના આધારે દોષરોપ પત્રનું પાછળથી આમેજ કરવાની કાર્યવાહી કરવામાં આવી છે.

રાજેનભાઈના સક્રિય કર્તૃત્વ તથા RTI કાયદાની તાકાતના કારણે ભલભલા ચમરબંધીઓને નજરઅંદાજ કરનાર ડંડાધારી પોલીસ વિભાગે અકલ્પનીય સક્રિયતા દાખવીને અંજનાબહેનને જોઈતી માહિતી પાંચ દિવસમાં પૂરી પાડી.

આજના કથાનકના આધારે લેવા યોગ્ય શીખ


૧. ચેક મોહન શિંદેના નામે લેવામાં આવ્યા, જ્યારે ખરીદી ખતમાં રૂમના માલિક તરીકે વીરેન્દ્ર રામનારાયણ રજાકનું નામ હોવાથી વ્યવહારમાં ગરબડ દૃષ્ટિગોચર થાય છે.

૨. બે લાખ રૂપિયાના ચેક આપતી વખતે જ ઍગ્રીમેન્ટ બનાવી લેવાની જરૂર હતી. જો એમ કરવામાં આવ્યું હોત તો ટોળકીની બદદાનત ઉજાગર થઈ જાત અને પાંચ લાખ રૂપિયાનું આર્થિક નુકસાન તથા એનાથી થતા માનસિક ત્રાસથી બચી શકાત.

૩. રૂમ-ફ્લૅટ ખરીદી વખતે એ બનાવનાર ડેવલપર-બિલ્ડરનું ટાઇટલ ચકાસી લેવું અતિ આવશ્યક છે. કોઈકની જમીન હોય, કોઈક એનું બાંધકામ કરતું હોય એ પોતાનું છે એવો દેખાવ કરતા લેભાગુઓથી સાવધ રહેવાની અત્યંત જરૂર છે. પ્રૉપર્ટીના સર્વે નંબર પરથી BMC અને જિલ્લા કલેક્ટરના સર્વે વિભાગમાંથી પ્રૉપર્ટીના માલિકની માહિતી મળી શકે, જે મેળવી લેવાથી આર્થિક નુકસાન તથા અસહ્ય માનસિક યાતનાથી બચી શકાય.

૪. આજના કથાનકમાં ખરીદનાર તથા વેચનાર વચ્ચે ન તો કોઈ ઓળખાણ હતી કે ન તો કોઈ સંબંધ હતો. અંજનાબહેને મૂકેલા અતિ વિશ્વાસના કારણે આર્થિક નુકસાન તથા માનસિક યાતના ભોગવવી પડી.

૫. સંબંધ ગમેતેટલો ઘનિષ્ઠ હોય તો પણ આર્થિક વ્યવહાર અને રૂપિયાની લેવડદેવડ વ્યવહારિક બુદ્ધિમત્તાથી જ કરવાં. હૃદયમાં ઉદ્ભવતી લાગણીઓને અંકુશિત રાખવામાં જ ડહાપણ છે, જે ખાસ ધ્યાનમાં રહે.

૬. વ્યવહાર કરતી વખતે વિશ્વાસપાત્ર તથા વ્યવહારકુશળ બેએક જણને સાથે રાખવા, જેથી ક્યારેક ઉતાવળમાં થતી ભૂલ સુધારી શકાય.

૭. ખરીદી દસ્તાવેજના રજિસ્ટ્રેશનનો આગ્રહ રાખવો. ધ્યાન રહે કે ખરીદનારનો માલિકી હક ખરીદી દસ્તાવેજના રજિસ્ટ્રેશનથી જ પ્રસ્થાપિત થાય છે.

૮. અસમંજસના સમયે તરુણ મિત્ર મંડળ સંચાલિત અગિયાર RTI કેન્દ્રોમાંથી નજીના કેન્દ્રની સેવા લેવી. સેવા તદન નિ:શુલ્ક છે. કેન્દ્રોની માહિતી તથા મૂંઝવણમાં સહાય માટે ‘મિડ-ડે’ વાંચવાની જરૂર છે.

Comments (0)Add Comment

Write comment
quote
bold
italicize
underline
strike
url
image
quote
quote
smile
wink
laugh
grin
angry
sad
shocked
cool
tongue
kiss
cry
smaller | bigger

security code
Write the displayed characters


busy
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK