વેદાંત આખરે શું છે? સમજવા માટે આ વાંચવું પડશે

વૉટ ઇઝ વેદાંત? વેદાંત ઈશ્વર-અલ્લાહ સાથેનું જોડાણ છે. વેદાંત જ આવનારી તમામ સમસ્યા ઉકેલશે. વેદાંત કૅન સ્ટૉપ ઑલ વૉર્સ. અને વૉર વિલ એન્ડ. ઇટ ઇઝ અ ગૅરન્ટી

પ્રેરણાની પળે - કાન્તિ ભટ્ટ


વેદાંતનો પ્રૅક્ટિકલ અર્થ સ્વામી શિવાનંદજી સમજાવીને થોડાં વર્ષો પહેલાં સ્વર્ગવાસી થયા.  જગતમાં માણસો માટે અને ખાસ તો હિન્દુસ્તાનના માણસો માટે વેદાંત એક સાયન્સ છે. વેદાંત એક વિજ્ઞાન છે અને એમાં આર્ટ ઑફ લિવિંગ છે. જીવવાની કળા વેદાંત શીખવે છે એમ સ્વામી શિવાનંદજી હૃષીકેશમાં સતત કહેતા હતા. વેદાંતમાં માનવની પર્ફેક્ટ લાઇફની સિસ્ટમ જણાવી છે. એમાં માણસ કેવી રીતે ડહાપણભરી રીતે અને મુક્ત જીવન જીવી શકે એ બતાવ્યું છે. વેદાંતમાં માત્ર ‘શું હોવું જોઈએ’ એ જ બતાવ્યું નથી, પણ ‘ખરેખર શું છે?’ એ હકીકત બતાવી છે. ધ ફૅક્ચ્યુઅલ નૉલેજ ઑફ વૉટ ઇઝ.

પશ્ચિમના ફિલોસૉફરો તો આદું ખાઈને મંડી પડ્યા કે કેવી રીતે પર્ફેક્ટ જીવન જીવી શકાય અને એ માટેની પોતાની થિયરી ઘડી કાઢી, જે છેતરામણી હતી અને છે. છેતરામણી નીવડી છે. પણ આપણા પુરાણા શાસ્ત્રમાં અને વેદાંતમાં ક્યારનું શોધી કઢાયું છે કે સત્ય શું છે. આખરે માણસના આ જીવનનો સુપ્રીમ ગોલ શું છે? આખરી શું ઉદ્દેશ છે? આ જીવનમાં તમારે શું કરવાનું છે? ખાઈ-પીને મોજ કરવાની છે?

એક દૃષ્ટિએ વેદાંત એટલે એકદમ સાદું જીવન. ગાંધીજી વેદાંતની થિયરી પ્રમાણે જીવતા હતા અને જીવી ગયા. ગાંધીજી કહેતા કે નાના બાળકને પણ વેદાંત શીખવી શકાય. અગાઉ સ્વામી શિવાનંદજી પણ આ વાત કહી ગયેલા. વેદાંત હરગિજ કહેતું નથી કે માનવે આ દુનિયાને ધિક્કારવી જોઈએ કે તિરસ્કૃત કરવી જોઈએ. માત્ર જંગલમાં બેસીને જ મેડિટેશન કરી શકાય એવું નથી. સંસારમાં રહીને તમે વેદાંતના ઉપાસક બની શકો. માણસે સતત જાણે એરંડિયું પીધું હોય એવું ગંભીર મોં રાખીને જીવવાનું નથી એમ સ્વામી શિવાનંદજી હસતાં-હસતાં કહેતા હતા. એટલું ખરું કે વેદાંત તમને સ્વાર્થી થઈને કે એકલપેટુડા થઈને જીવવાનું કહેતું નથી. વેદાંત સેઝ વન શુડ નૉટ બી સેલ્ફિશ. માણસે ચેતના સાથે, ભાઈચારા સાથે જ જીવવાનું છે. માણસે સમજવું જોઈએ કે આપણા અસ્તિત્વનું સત્ય શું છે. આપણે તમામે સહકારથી જીવીને ઈશ્વર અને અલ્લાહ સાથે ભેટવાને લાયક થવાનું  છે. અલગાવ, સેપરેશન, ધિક્કાર-હેટ્રેડ (Hatred), દુશ્મનાવટ, કંકાસ અને સ્વાર્થીલા થઈને જીવવાનું નથી. વેદાંતમાં હિન્દુસ્તાન-પાકિસ્તાન એવા ભાગલા નથી, વેદાંતમાં ઈશ્વર-અલ્લાહ સાથે ઐક્ય થવાનું કહેવાયું છે. માણસે આ જીવનનો ખરો અર્થ સમજવાનો છે. પોતે જે છે એનાથી ઊંચે જવાનું છે. એવી સ્થિતિ હાંસલ કરવાની છે જે ઈશ્વર-અલ્લાહના આર્શીવાદરૂપ હોય, મુક્ત જીવન હોય, ખોટી કે નઠારી ઇચ્છા કે ખોટી એષણાથી ભરેલી જિંદગી ન હોય. ઊંચી ભાષા વાપરીએ તો મોક્ષની સ્થિતિ હોય. આવી સ્થિતિ હાંસલ કરવાની પ્રક્રિયાને ‘વેદાંત સાધના’ કહે છે. હે ભક્તો! વેદાંત તમારી જિંદગી જીવવાની રોટી છે, ભાખરી છે, રોટલો છે. એને પચાવો. ચાલો છેલ્લે વેદાંતનો આખરી અર્થ, આશય અને ઉપયોગિતા સમજીએ.

વેદાંત ઇઝ એન્ડ ઑફ ઑલ વેદ

ઇટ ઇઝ રિયલાઇઝેશન ઑફ વનનેસ

વિથ એવરી હ્યુમન બીઇંગ ઍન્ડ ગૉડ

ઇટ સ્પીક્સ ફૉર યુનિટી

એટલે વેદાંત કહે છે કે તમારે ઈશ્વર-અલ્લાહ સાથે ઐક્ય સાધવાનું છે. દરેક માનવી સાથે ઐક્ય સાધવાનું છે. ટૂંકમાં તમે નાશવંત શરીર માત્ર નથી, પણ તમે અવિનાશી-નાશ ન પામે એવો આત્મા છો. તમારાં સારાં કર્મોની ઈશ્વર-અલ્લાહને ચોપડે સતત, ક્ષણેક્ષણ નોંધ લેવાય છે. તમે ઇમ્મૉર્ટલ સોલ છો. ટૂંકમાં..

તત ત્વમ અસી (ધાઉ આર ધૅટ).

(ઓમ શાંતિ: શાંતિ: શાંતિ:)

Comments (0)Add Comment

Write comment
quote
bold
italicize
underline
strike
url
image
quote
quote
smile
wink
laugh
grin
angry
sad
shocked
cool
tongue
kiss
cry
smaller | bigger

security code
Write the displayed characters


busy
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK