મને ભરમાવ ના

અમેરિકામાં રહીને પણ સત્વશીલ ગઝલસર્જન ટકાવી રાખનાર યુગલ એટલે ડૉ. અશરફ ડબાવાલા - ડૉ. મધુમતી મહેતા. મારમાર તબીબી પ્રૅક્ટિસ ચાલતી હોવા છતાં શબ્દ અને સંવેદનને જેમણે ઉઝરડો નથી પડવા દીધો એવા આ યુગલમાંથી ડૉ. અશરફ ડબાવાલાના કેટલાક શેરની મહેફિલ તેમના શહેર શિકાગોમાં હોઈએ એ મિજાજથી માણીએ...

અર્ઝ કિયા હૈ - હિતેન આનંદપરા

અમેરિકામાં રહીને પણ સત્વશીલ ગઝલસર્જન ટકાવી રાખનાર યુગલ એટલે ડૉ. અશરફ ડબાવાલા - ડૉ. મધુમતી મહેતા. મારમાર તબીબી પ્રૅક્ટિસ ચાલતી હોવા છતાં શબ્દ અને સંવેદનને જેમણે ઉઝરડો નથી પડવા દીધો એવા આ યુગલમાંથી ડૉ. અશરફ ડબાવાલાના કેટલાક શેરની મહેફિલ તેમના શહેર શિકાગોમાં હોઈએ એ મિજાજથી માણીએ...

જીવ સોંસરવો કરીને ઘાવ, તોડી દે ભરમ

વેંત છેટું જીવથી રાખી મને ભરમાવ ના

હું તને પૂજ્યા કરું સૂરજ ગણી અંધારમાં

આગિયાના રૂપમાં આવી મને ભરમાવ ના

તમે ધારો તો આ પંક્તિઓ આસારામ બાપુ અને લેટેસ્ટ કુખ્યાત રામરહીમ બાબાને અર્પણ કરી શકો. તમે ન ધારો તો પણ આ પંક્તિઓ આવા લેભાગુ ધર્મગુરુઓ માટે જ લખાઈ હોય એવું પ્રતીત થાય છે. ભરમાવવાની, વશીકરણ કરવાની કળા આવા ખતરનાક વડાઓને હસ્તગત હોય છે. દારુણ દુખની વાત એ છે કે પોતાના ગુરુઓ ઉઘાડા પડે પછી પણ અનુયાયીઓનું ધર્મઝનૂન ઓછું થવાને બદલે ગૂમડાની જેમ વકરે છે. સમરથ કો નહીં દોષ ગુંસાઈ.

ઇચ્છા, અવસર, ઉત્સવો, ઓવારણાં ને ઓરતા

મન ઘણીયે રીતથી ડહોળી શકાતું હોય છે

પથ, ચરણ, મંજિલ વિશેનું તથ્ય છે બસ એટલું

ભાસથી સીમા સુધી દોડી શકાતું હોય છે

કર્મસભા કરતાં વિશેષ કામસભા અને ધર્મસભા કરતાં વિશેષ ધાકસભામાં વિશ્વાસ રાખતા આવા વડાઓ જ્યારે આપણને જીવનની ક્ષણભંગુરતા કે આ દેહની માયાજાળ વિશે ઉપદેશો આપતા હોય છે ત્યારે તેમને એ ખબર નથી હોતી કે તેઓ પણ માણસ જ છે, અવતાર નથી. અવતાર તો અંધ અનુયાયીઓ બનાવે છે.

પૂર્ણતાથી અંત પર આવીને ઊભો છું હવે

તું ઉગારી લે મને કોઈ નવો આરંભ દઈ

વરસોથી જેનામાં આસ્થા રોપી હોય એમાં કુઠારાઘાત થાય ત્યારે ૭.૬ની તીવ્રતાનો ભૂકંપ આવ્યો હોય એમ હલબલી જવાય. કેટલાક લોકોને તો એ પણ સમજ નથી પડતી કે પોતે નાસમજ છે. આ વર્ગના લોકો દયનીય હોય છે. જંગલમાં અટવાયા હોઈએ અને રસ્તો ન મળે એમ ભટકવાની ભીંસ લઈને ફરવું પડે. મોક્ષ અને સ્વર્ગની ખેવના સિદ્ધ કરવામાં ફસાતી ઘેટાવૃત્તિને શાયર મૃત્યુપારનું એક રહસ્ય સમજાવે છે...

ભલે મનને મારી જનમ તું ફરી

ફરી એ જ મનનો પથારો હશે

તને સ્વર્ગ ઇચ્છાનું મળશે પછી

જ્યાં તૃપ્તિના પેટાપ્રકારો હશે

સંતોષ બહુ દુષ્કર ઉપલબ્ધિ છે. સુખ કરતાંય વિશેષ અઘરી. સુખની વ્યાખ્યા તમે કરી શકો, પણ સંતોષ અનુભૂતિનો વિષય છે. સુખ સગવડની નજીક છે અને સંતોષ શાંતિનો સહાધ્યાયી છે. સંતોષની રેસિપી ન હોય. ‘પૂરબ ઔર પશ્ચિમ’, ‘શોર’, ‘ક્રાન્તિ’ જેવી અનેક ફિલ્મોનાં સુંદર ગીતો લખનાર આપણા એક ગીતકારનું નામ હતું સંતોષ આનંદ. આ બે શબ્દ જેમના જીવનમાં ઊતરે તેમની ભીતર આપોઆપ જ મોક્ષ સર્જા‍ઈ શકે. આવી કોઈ સલાહ જો વિરાર ફાસ્ટ ટ્રેનમાં ભીંસાઈને આવતા સહપ્રવાસીને તમે આપવા ઇચ્છો તો સંભવિત પ્રતિભાવ આક્રમક હોઈ શકે. સારી ભાષામાં કહીએ તો કશોક આવો...

જીવવાની રીતના પાઠો ભણો તો બહુ થયું

ને મરણનો એકડો ઘૂંટ્યા કરો તો બહુ થયું

શું મહાભિનિષ્ક્રમણ? ને શું વળી આ બુદ્ધતા?

સઘળું છોડી ઘર તરફ પાછા વળો તો બહુ થયું

આમ આદમીની નિસબત રોટી, કપડા ઔર મકાનના ત્રિવેણી સંગમમાં જ હિલોળા લેતી હોય છે. એમાં કાંઈ મેળ પડે તો આગળનો વિચાર થાય. અસ્તિત્વ ટકાવી રાખવાની લડાઈ સામે અસ્તિત્વ ઉજાળવાની વાતો પાનના ગલ્લા પર નરેન્દ્ર મોદીથી લઈને ડોનલ્ડ ટ્રમ્પને અપાતી નિ:શુલ્ક સલાહ જેવી નિરર્થક પુરવાર થાય.

ઘરમાં ટપકતા નળની મરમ્મતનાં ફાંફાં હોય ત્યારે વૈશ્વિક પડકારો વિશે ચિંતન થઈ તો શકે, પણ કશું ઊપજે નહીં. ખરો પડકાર તો એક થઈ દેશના પડખે ઊભા રહેવાનો છે. રાજકીય પક્ષોની વિખરાયેલી શક્તિ અને જનતાની વિખરાયેલી ચેતના એકત્ર થાય એની રાહ આ દેશની માટી વરસોથી જોઈ રહી છે. 

તું છે પારાવાર ને હું પણ નથી કુંઠિત છતાં

તું હવે ચોધાર કે ચિક્કાર ઝિલાતો નથી

પોતપાતાને ગમે એ બીડું ઝડપે છે બધા

મેં દીધો એ કોઈથી પડકાર ઝિલાતો નથી

ક્યા બાત હૈ

અર્જુને તો માત્ર તેના લક્ષ્યની પૂજા કરી

આપણે વીંધાયેલા એ મત્સ્યની પૂજા કરી

બેઉ છેડા પર પતનની શક્યતા ભારે હતી

એટલે સમજી-વિચારી મધ્યની પૂજા કરી

હું સમર્પિત થઈ ગયો નખશિખ સમણાંઓ ઉપર

એણે તો સન્મુખ કે બસ શક્યની પૂજા કરી

ટેવવશે તેં તો તથાસ્તુ! કહી મને ટાળ્યો હશે

મેં તથાસ્તુમાં રહેલા તથ્યની પૂજા કરી

છે અનુયાયી ગઝલના પંથનો અશરફ ખરો

તેણે જીવનભર હૃદયના સત્યની પૂજા કરી

- અશરફ ડબાવાલા

Comments (0)Add Comment

Write comment
quote
bold
italicize
underline
strike
url
image
quote
quote
smile
wink
laugh
grin
angry
sad
shocked
cool
tongue
kiss
cry
smaller | bigger

security code
Write the displayed characters


busy
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK