સંગીત-સંધ્યામાં થીમ ને ફ્યુઝન ડાન્સ પૉપ્યુલર

ડાન્સ-ફ્લોર પર પોતાનો જલવો દેખાડવા માટે વર-વધૂ, મમ્મી-પપ્પા, કાકા-કાકી, દાદા-દાદી, બહેન-બનેવી બધાં જ મહિનાઓ અગાઉથી કોરિયોગ્રાફર પાસે ટ્રેઇનિંગ લે છે

theme

શાદી મેં ઝરૂર આના - વર્ષા ચિતલિયા

‘લો ચલી મૈં, અપને દેવર કી બારાત લેકર...’ દિયરનાં લગ્ન ઢૂંકડાં હોય ત્યારે ‘હમ આપ કે હૈં કૌન..!’ ફિલ્મના આ ગીત પર  ભાભી ડાન્સ ન કરે એવું તો બને જ નહીં. માત્ર ભાભી જ કેમ? સાસુ-સસરા, દિયર, નણંદ, જેઠ-જેઠાણી, સાળી-સાઢુભાઈ, કાકા-કાકી, બહેન-બનેવી... આહા! બધાંને ડાન્સ ફ્લોર પર થિરકવું છે. લગ્ન પહેલાંનાં તમામ ફંક્શનમાં વૈવિધ્ય હવે આર્યની વાત નથી રહી. વેવિશાળ અને સંગીત-સંધ્યામાં ડાન્સ કરવો લગભગ ફરજિયાત થઈ ગયું છે. વર-વધૂ સહિત પરિવારના તમામ સભ્યો ડાન્સ-ફ્લોર પર પોતાનો જલવો દેખાડવા ઉત્સુક હોય છે. જેમણે લાઇફમાં ક્યારેય ડાન્સ નથી કર્યો એ લોકો પણ ખાસ દિવસને યાદગાર બનાવવા તેમ જ ડાન્સમાં પર્ફેક્શન લાવવા મહિનાઓ અગાઉથી કોરિયોગ્રાફર પાસે ટ્રેઇનિંગ લે છે. પ્રી-વેડિંગ ડાન્સના લેટેસ્ટ ટ્રેન્ડ વિશે જાણીએ.

વરઘોડામાં નાચવું અને સંગીત-સંધ્યામાં સ્ટેજ પર ડાન્સ કરવામાં તફાવત છે એમ જણાવતાં મલાડમાં આવેલા D 4 Dance ઍકૅડેમીના ફાઉન્ડર અને બૉલીવુડ મૂવી ‘ગોલિયોં કી રાસલીલા રામ-લીલા’ના અસિસ્ટન્ટ કોરિયોગ્રાફર કિરણ શાહ કહે છે, ‘સંગીત-સંધ્યામાં વર-વધૂથી લઈને દાદા-દાદી અને કાકા-કાકી સુધી બધાં જ ડાન્સ કરે એ અનિવાર્ય બની ગયું છે. હાલમાં સ્વયંવર, કલ આજ ઔર કલ અને રેટ્રો ટુ મેટ્રો જેવા થીમ-ડાન્સ પૉપ્યુલર છે. સ્વયંવર થીમમાં ઘણાંબધાં મેલ કૅરૅક્ટર્સની સાથે એક સ્ટોરી ઍડ કરવામાં આવે. ડાન્સ શરૂ થાય એટલે પહેલાં માથામાં તેલ નાખીને આવેલો મુરતિયો સ્ટેજ પર ડાન્સ કરે, જે સ્વાભાવિક છે બ્રાઇડને પસંદ ન પડે. પછી રજનીકાન્ત બનીને આવેલો ‘લુંગી ડાન્સ લુંગી ડાન્સ’ કરે. જે કૅરૅક્ટરની સ્ટેજ પર એન્ટ્રી થાય એના સૉન્ગ પર ડાન્સ-પર્ફોર્મન્સ થાય. બધા બ્રાઇડને રીઝવવાના પ્રયત્નો કરે. છેલ્લે ગ્રૂમની એન્ટ્રી થાય. હું જેવો છું તને બહુ પ્રેમ કરું છું જેવા ફિલ્મી ડાયલૉગ અને ડાન્સ સાથે બ્રાઇડને પ્રપોઝ કરે. આવી જ રીતે બધી થીમમાં વેરિએશન અને સ્ટોરી ઍડ કરવી પડે. કલ આજ ઔર કલમાં પરિવારના નાના-મોટા સૌકોઈ ડાન્સ-ફ્લોર પર પહેલાં વારાફરતી અને પછી એકસાથે ડાન્સ કરે. રેટ્રો ટુ મેટ્રો થીમમાં નવાં-જૂનાં ગીતોનું મિક્સઅપ હોય.’

રીમિક્સના જમાનામાં એક જ ગીત પર ડાન્સ ન કરી શકાય, એમાં વેરિએશન ઍડ કરવું જ પડે એવો અભિપ્રાય આપતાં ‘એન્ટરટેઇનમેન્ટ કે લિએ કુછ ભી કરેગા’ અને ‘દિલ, દોસ્તી ડાન્સ’ જેવા ટીવી-શોમાં પર્ફોર્મ કરી ચૂકેલા વસઈમાં આવેલા Funky Fresh ડાન્સ ઍકૅડેમીના કોરિયોગ્રાફર હરમન મારુ કહે છે, ‘કન્ટેમ્પરરી અને ટ્રેડિશનલ ડાન્સ ભેગા મળે ત્યારે ડાન્સ-ફ્લોર ગજાવી શકાય એ પ્રકારનું સંગીત તૈયાર થાય. અત્યારે ફ્યુઝનનો ટ્રેન્ડ છે. વર-વધૂનો ડાન્સ ગ્રેસફુલ અને રોમૅન્ટિક લાગે એ માટે અમે ડાન્સરો પણ મોકલીએ છીએ. સેન્ટરમાં બ્રાઇડ હોય અને આસપાસ અમારા ડાન્સરો. એ જ રીતે વરરાજાની ડાન્સ-ફ્લોર પર સરપ્રાઇઝ એન્ટ્રી કરાવવા પણ એક્સ્ટ્રા ડાન્સરો હોય. ફૅમિલીના યંગસ્ટર્સના ડાન્સમાં નવાં ગીતો હોય તો નાનાં બાળકોનાં ગીતોમાં મસ્તી હોય. બાળકો જલદીથી શીખી જાય છે. પેરન્ટ્સ ‘આજ કલ તેરે મેરે પ્યાર કે ચર્ચે’ અને ‘એક મૈં ઔર એક તૂ’ જેવાં જૂનાં પણ ધમાકેદાર ગીતો પર ડાન્સ કરવાનું વધારે પસંદ કરે છે. પરિવારના અન્ય સભ્યો પણ ફ્યુઝન અથવા ટ્રેડિશનલ ડાન્સમાં જ દિલચસ્પી ધરાવે છે. એક-બે ડાન્સ એવા પણ હોય જેમાં બન્ને પરિવાર સાથે મળીને ડાન્સ કરે અને મેસેજ પાઠવે કે અમારી વચ્ચે આવો જ પ્રેમ રહેશે. કોણ પર્ફોર્મ કરવાનું છે અને કોને કયાં ગીતો વધારે પસંદ છે એ બાબતની ક્લાયન્ટ્સ સાથે ચર્ચા કરી અમે બ્રાઇડ અને ગ્રૂમના પરિવાર માટે અલગ-અલગ એમ બે કોરિયોગ્રાફર અરેન્જ કરી આપીએ. ડાન્સની પ્રૅક્ટિસ રાતે જ કરવી પડે. પંદર દિવસમાં મોટા ભાગના લોકો ડાન્સ શીખી જાય છે. જેમના ઘરે પ્રસંગ હોય એ લોકો પોતાની પસંદગીના ડ્રેસ પહેરે છે, પરંતુ અમારા ડાન્સરોના કૉસ્ચ્યુમ પ્રસંગ અને ડાન્સને અનુરૂપ ડિઝાઇન કરવામાં આવે છે.’

theme1

વડીલોને ડાન્સ શીખવાડવા માટે ખૂબ ધીરજ રાખવી પડે એમ જણાવતાં કિરણ શાહ કહે છે, ‘યંગસ્ટર્સને એકાદ વાર શીખવાડી દઈએ પછી તેઓ જાતે પ્રૅક્ટિસ કરી લે છે, પણ વડીલોએ તો ઓછામાં ઓછા એક મહિના પહેલાંથી પ્રૅક્ટિસ શરૂ કરી દેવી પડે. સામાન્ય રીતે તેઓ ડાન્સ કરતાં સંકોચ અનુભવતા હોય છે અને સ્ટેપ્સ યાદ પણ નથી રહેતાં તેથી સૌથી પહેલાં તો તેમનામાં આત્મવિશ્વાસ જગાવવો પડે. તેમને એકદમ જ સરળ સ્ટેપ્સ શીખવાડવામાં આવે છે. ઘણી વાર તો એક-બે દિવસ બાદ તેઓ એમ કહી દે કે રહેવા દો, અમારે નથી નાચવું. જો બન્ને પરિવારના વડીલો કૉમન ડાન્સ કરવાના હોય તો તેમને અલગ-અલગ સ્થળે જઈને શીખવાડવું પડે અને વિડિયોના માધ્યમથી પ્રૅક્ટિસ કરાવવી પડે. બે-ત્રણ વાર તો એક જગ્યાએ ભેગા થવું જ પડે. ફૅમિલી-બૉન્ડિંગ માટે બન્ને પક્ષના સભ્યો સાથે મળીને ડાન્સ કરે એ કન્સેપ્ટ સૌકોઈને પસંદ પડે છે. ડાન્સના કારણે ઘરમાં અવરજવર રહે અને ધમાલ થાય એટલે લગ્ન જેવું લાગે. પ્રૅક્ટિસ માટે શક્ય હોય ત્યાં સુધી રાતનો સમય પસંદ કરવામાં આવે છે. બધાં જ સ્ટેપ્સ મોઢે થઈ જાય ત્યાર બાદ ફાઇનલ રિહર્સલ માટે વેન્યુ પર જઈને ડાન્સ કરાવીએ જેથી તેઓ છેલ્લી ઘડીએ નર્વસ ન થઈ જાય. સ્ટેપ્સ શીખવાડવાથી સ્ટેજ પર પર્ફોર્મ કરે ત્યાં સુધી અમે હાજર રહીએ છીએ.’

theme2

આજકાલ યુવાનો કરતાં પેરન્ટ્સમાં વધારે જોશ જોવા મળે છે એમ જણાવતાં હરમન મારુ કહે છે, ‘વર-વધુ કરતાં તો તેનાં મમ્મી-પપ્પા અને પરિવારના અન્ય સભ્યો ડાન્સ કરવા વધારે ઉત્સુક હોય છે. તેમને ડાન્સ શીખવાડવામાં થોડો વધારે સમય લાગે છે. તેમને થોડાં ઈઝી સ્ટેપ્સ આપવાં પડે. મારી પાસે આવતા ક્લાયન્ટ્સમાં મોટા ભાગે વર-વધૂના ફ્રેન્ડ્સ અને મમ્મી-પપ્પાની ઉંમરનાં સગાં-સંબંધીઓ જ ડાન્સ કરવાની ઇચ્છા ધરાવતાં હોય છે. દાદા-દાદી જેવા વડીલો બહુ રસ નથી ધરાવતા.’

લગ્ન પહેલાં જ ફૅમિલી-બૉન્ડિંગ સ્ટ્રૉન્ગ બને એ માટે પ્રી-વેડિંગ સેલિબ્રેશનમાં ડાન્સનો તડકો ઉમેરવામાં આવે છે. યંગસ્ટર્સથી લઈને વડીલો સુધી પરિવારના તમામ સભ્યો સ્ટેજ પર પર્ફોર્મ કરે છે. હાલમાં સ્વયંવર, કલ આજ ઔર કલ અને રેટ્રો ટુ મેટ્રો જેવા થીમ-ડાન્સ વિથ સ્ટોરી વધારે પૉપ્યુલર છે

- કોરિયોગ્રાફર કિરણ શાહ, મલાડ

અત્યારે ફ્યુઝનનો જમાનો છે. કન્ટેમ્પરરી અને ટ્રેડિશનલ ડાન્સ ભેગા મળે ત્યારે ડાન્સ-ફ્લોર ગજાવી શકાય એ પ્રકારનું સંગીત તૈયાર થાય. કોણ પર્ફોર્મ કરવાનું છે અને કોને કયાં ગીતો વધારે પસંદ છે એ બાબતની ક્લાયન્ટ્સ સાથે ચર્ચા કરી અમે બ્રાઇડ અને ગ્રૂમના પરિવાર માટે અલગ -અલગ એમ બે કોરિયોગ્રાફર અરેન્જ કરી આપીએ છીએ

- કોરિયોગ્રાફર હરમન મારુ, વસઈ

Comments (0)Add Comment

Write comment
quote
bold
italicize
underline
strike
url
image
quote
quote
smile
wink
laugh
grin
angry
sad
shocked
cool
tongue
kiss
cry
smaller | bigger

security code
Write the displayed characters


busy
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK