RTIએ ફક્ત ૧૫ દિવસની અંદર રિઝલ્ટ તથા માર્કશીટ અપાવ્યાં

ત્રણ મહિના સુધી ઉદાસીનતા દાખવીને ઓપન યુનિવર્સિટીના અધિકારીઓએ વિદ્યાર્થીના ભવિષ્ય સાથે ખિલવાડ કર્યો, પણ...

RTI

ફાઇટ ફૉર યૉર રાઇટ - ધીરજ રાંભિયા

મીરા રોડ (ઈસ્ટ)માં રહેતા આશાસ્પદ વિદ્યાર્થી ગિરીશ ભારાણીના ભવિષ્ય સાથે ખિલવાડ કરી અનહદ માનસિક ત્રાસ આપનાર યુનિવર્સિટીના અધિકારીઓ સામે ય્વ્ત્ના બ્રહ્માસ્ત્રથી લડાયેલી લડતની આ પ્રેરણાદાયક કથા છે.

કૌટુંબિક કારણથી કૉલેજનો અભ્યાસ છોડવો પડ્યો, પરંતુ અંતરમાં ભણવાનો અને ભણીને આગળ વધીને વકીલાત કરવાનો ભારેલો અગ્નિ ધખધખતો હતો. સાંપ્રત પરિસ્થિતિનો સેવેલાં સ્વપ્નો સાથે તાલ બેસાડવા શોધખોળ આદરી, જે ઓપન યુનિવર્સિટીના દ્વારે  જઈને થંભી. દિવસ દરમ્યાન વ્યવસાયમાં વ્યસ્ત રહેવું અને રવિવારે, રજાના દિવસોએ તથા રાત્રે ટેબલ-લૅમ્પના અજવાળે અભ્યાસ કરવાની ત્રિરાશિ બેસતાં ઓપન યુનિવર્સિટીઓની છાનબીન શરૂ કરી.

શોધખોળના અંતે નાશિકસ્થિત યશવંતરાવ ચવાણ મહારાષ્ટ્ર ઓપન યુનિવર્સિટીમાં  FYBAમાં ઍડ્મિશન લીધું.

કોર્સની સ્કીમ મુજબ યુનિવર્સિટી સ્ટડી-મટીરિયલ મોકલાવે. રવિવારે યુનિવર્સિટીના મુંબઈસ્થિત સ્ટડી-સેન્ટરમાં લેક્ચર ગોઠવવામાં આવે તથા હોમ-અસાઇનમેન્ટ્સનાં પેપર્સ વેબસાઇટ પરથી ડાઉનલોડ કરી, જવાબ લખી સ્ટડી-સેન્ટર પર તપાસણી માટે આપવાનાં.

વાજતે-ગાજતે ઍડ્મિશન લીધું, પરંતુ જાહેર કરેલી સ્કીમ માત્ર કાગળ પર રહી. વેબસાઇટ અવારનવાર બંધ રહે. વેબસાઇટ પર સ્ટડી-મટીરિયલ અપલોડ કરેલું ન હોય, અપલોડ કરેલું હોય તો ડાઉનલોડ ન થાય, સ્ટડી-સેન્ટરમાં રવિવારનાં લેક્ચર્સ છાશવારે ન થાય અને ટેપ-રેકૉર્ડેડ જવાબ મળે કે પ્રોફેસર નથી. સિસ્ટમમાં વિદ્યાર્થીને જાણ કર્યા વગર બદલાવ થઈ જાય. રગશિયા ગાડાની જેમ સિસ્ટમ ચાલે. ફરિયાદો બહેરા કાને અથડાય. દાદ-ફરિયાદ કરવાની તથા એના નિવેડા માટેની કોઈ જોગવાઈ જ નહોતી. રગશિયું ગાડું જેમ-તેમ શૈક્ષણિક વર્ષના અંતિમ મહિને પહોંચ્યું. અનેકોનેક વખત ઉઘરાણી કર્યા છતાં પાઠuપુસ્તકો મોકલવામાં યુનિવર્સિટી નિષ્ફળ નીવડી. ઈ-મેઇલ પર ઈ-મેઇલ મોકલતાં વાર્ષિક પરીક્ષાના ૨૫ દિવસ પહેલાં માંડ-માંડ પુસ્તકો મળ્યાં.

પૂર્ણ વર્ષનો અભ્યાસ ૨૫ દિવસમાં કરવો અને એ પણ કોઈ જાતના માર્ગદર્શન વગર કરવો એ પડકાર હતો, પણ સામે જીદ પણ હતી, ભણીગણીને આગળ વધવાની. રાતદિવસ એક કરી, તનતોડ મહેનત કરી પરીક્ષા આપી.

૨૦૧૭ની ૨૩ મેથી ૧૦ જૂન દરમ્યાન પરીક્ષા લેવામાં આવી. પરીક્ષાનું પરિણામ ૨૦૧૭ની ૧૦ જુલાઈએ જાહેર કરવામાં આવ્યું, જે જાણતાં ગિરીશભાઈએ કમ્પ્યુટર પર યુનિવર્સિટીના પોર્ટલ પર લૉગ ઇન કર્યું. પોર્ટલ ખૂલ્યું, રિઝલ્ટે પણ દેખા દીધી; પરંતુ કેમે કરતાં તેમને તેમનો પ્રાઇમરી રજિસ્ટ્રેશન નંબર (PRN) રિઝલ્ટ-શીટમાં દેખાયો નહીં અને આથી રિઝલ્ટ પણ દેખાયું નહીં. ઉતાવળમાં જોયું હોવાથી ધ્યાન બહાર રહી ગયું હશે એમ સમજી ફરી અથથી ઇતિ સુધી શાંતિથી જોયું, પણ ફરીથી પોતાનો PRN નહીં દેખાતાં આંખો પર પાણીની છાલક મારી મોઢું લૂછી એકડે એકથી જોવાનું ચાલુ કર્યું તો પણ નંબર ન દેખાતાં ચશ્માંના કાચ લૂછીને જોવા બેઠા. હમણાં સુધી શરૂઆતથી અંત જોતા હતા, હવે અંતથી શરૂઆત તરફ જોવાનું શરૂ કર્યું; પણ ઇચ્છિત નંબર ન દેખાયો તે ન જ દેખાયો.

યુનિવર્સિટીનું સ્ટડી-સેન્ટર જે ગિલ્ડર લેન, લેમિંગ્ટન રોડસ્થિત BMC સ્કૂલના મકાનમાં ચાલતી નવનીત કૉલેજમાં હતું ત્યાં ફોન કર્યો. ફોન ન લાગતાં ૧૫-૨૦ વખત પ્રયત્ન કર્યો, પરંતુ ફોનની ઘંટડી રણકતી જ નહોતી.  ત્વરાએ તૈયાર થઈ ભાગતાં-ભાગતાં ટ્રેન પકડી હાંફતા શ્વાસે નવનીત કૉલેજમાં પહોંચ્યા. કારકુનને રિઝલ્ટ જોવા જાણાવ્યું. તેમને પણ ગિરીશભાઈનો PRN ન દેખાતાં ચાર-પાંચ દિવસ બાદ આવવા જણાવ્યું જેથી રિઝલ્ટની હાર્ડ કૉપી એ દરમ્યાન આવી જશે તો આપણે જોઈ લઈશું. ઊચક-પીડામાં ચાર દિવસનો સમય વ્યતીત થતાં પહોંચ્યા નવનીત કૉલેજમાં. કારકુને જણાવ્યું કે યુનિવર્સિટીમાંથી રિઝલ્ટની હાર્ડ કૉપી આવી નથી. આજે આવશે, કાલે આવશેની આશામાં પંદર દિવસનો સમય વ્યતીત થઈ ગયો. કૉલેજના કારકુન પણ રોજની આ ઘટમાળથી કંટાળી ગયેલા. તેણે ગ્રાન્ટ રોડ રેલવે-સ્ટેશનની સામેના મકાનમાં સ્થિત યુનિવર્સિટીના રીજનલ સેન્ટરમાં તપાસ કરવાની સલાહ આપી પીછો છોડાવ્યો.

રીજનલ સેન્ટરમાંથી પણ વાયદા પર વાયદા મળતા રહ્યા, પણ સ્થિતિ ઠેરની ઠેર રહી. નાશિકસ્થિત યુનિવર્સિટીમાં દિવસમાં ત્રણ વખત ફોન કરવાનો દોર શરૂ કર્યો. કાં તો ફોન બિઝી આવે અથવા નો રિપ્લાય થાય. આથી નછૂટકે યુનિવર્સિટીના વાઇસ-ચાન્સેલર, કન્ટ્રોલર ઑફ એક્ઝામિનેશન, ઉપકુલ સચિવ વગેરેને ઈ-મેઇલ કરવાનો દોર ચાલુ કર્યો. પુષ્કળ ઈ-મેઇલ કરી, રીસેન્ડ કરી પણ કમભાગ્યે એક પણ અધિકારીએ જવાબ આપવાની તસ્દી લીધી નહીં. આ પળોજણમાં ત્રણેક મહિનાનો સમય પસાર થઈ ગયો, પરંતુ જોઈતી માહિતી મળી નહીં. શું કરવું એની દ્વિધામાં હતાશામાં સરી પડ્યા.

‘મિડ-ડે’ના નિયમિત વાચક હોવાના નાતે આ કૉલમ પણ નિયમિત રીતે તેઓ તથા તેમના પિતા વાંચતા તેથી RTI કાયદાની  જાણકારી, ઉપયોગ તેમ જ એની તાકાતથી સુપરિચિત હતા. પોતાની વિપદાના નિવારણ માટે RTI કાયદાનો ઉપયોગ કરવાનો વિચાર ઝબૂક્યો.

એ અરસામાં તરુણ મિત્ર મંડળ સંચાિલત RTI કેન્દ્ર-ફોર્ટની કથા પ્રકાશિત થઈ. આથી કટારમાં પ્રસિદ્ધ થતી RTI હેલ્પલાઇનમાંના મોબાઇલ-નંબર પર ફોન કરી અપૉઇન્ટમેન્ટ મેળવી ૨૦૧૭ની ૨૯ સપ્ટેમ્બરે કેન્દ્ર પર પહોંચ્યા જ્યાં તેમની મુલાકાત સેવાભાવી ખંતીલાબહેન સાથે થઈ. ખંતીલાબહેન, અનંતભાઈ અને કેન્દ્રના અન્ય સેવાભાવીઓએ શાંતિથી ગિરીશભાઈની વિટંબણાની વાત સાંભળી. ચર્ચાવિચારણાના અંતે RTI અરજી દ્વારા આપદાનો નિવેડો લાવવાનું સુનિશ્ચિત થતાં ખંતીલાબહેને RTI કાયદા હેઠળની પ્રથમ અરજી ઍનેક્સ્ચર-Aમાં સ્ટેટ પબ્લિક ઇન્ફર્મેશન ઑફિસર (SPIO), યશવંતરાવ ચવાણ મહારાષ્ટ્ર ઓપન યુનિવર્સિટીને ઉદ્દેશીને બનાવી આપી, જેમાં નીચેની વિગતે માહિતી માગવામાં આવી :

(૧) શૈક્ષણિક વર્ષ-૨૦૧૬/૧૭ માટે ગ્ખ્ હિન્દી મીડિયમમાં કેટલા વિદ્યાર્થીઓને ઍડ્મિશન આપવામાં આવેલું?

(૨) એપ્રિલ-મે ૨૦૧૭ દરમ્યાન લેવામાં આવેલી પરીક્ષાની તારીખની માહિતી આપશો.

(૩) ઉપરોક્ત પરીક્ષામાં હાજર રહેલા વિદ્યાર્થીઓની સંખ્યા જણાવશો. 

(૪) ઉપરોક્ત પરીક્ષાનું રિઝલ્ટ જાહેર કરવામાં આવેલી તારીખની માહિતી આપશો.

(૫) મારા PRNના રિઝલ્ટની હાર્ડ કૉપી આપશો. (RTI અરજીની સબ્જેક્ટ મૅટરમાં PRN જણાવેલો હતો)

ઉપરોક્ત અરજી સ્પીડ-પોસ્ટથી યુનિવર્સિટીના નાશિક સરનામે મોકલવામાં આવી, જેમાં વિશેષ નોંધમાં જણાવવામાં આવ્યું કે RTI કાયદાની કલમ-૭(૧) હેઠળ ઉપરોક્ત માહિતી માગવામાં આવી છે, જે મુજબ માગેલી માહિતી માગનારના જીવન અથવા સ્વતંત્રતા સાથે સંબંધ ધરાવતી હોય તો ૪૮ કલાકની અંદર માહિતી આપવી જરૂરી છે.

RTI અરજી મળતાં પગ પર પગ ચડાવીને બેઠેલા બાબુઓનો નશો ઊતરી ગયો. ૪૮૦ વૉલ્ટનો ઝટકો લાગ્યો. કન્ટ્રોલર ઑફ એક્ઝામિનેશનના બાબુઓ વીજળીક ગતિએ કામે લાગ્યા.

૨૦૧૭ની ૧૨ ઑક્ટોબરની તારીખની RTI અરજીનો મુદ્દાસર જવાબ મોકલાવ્યો, જે દ્વારા માગેલી તમામ માહિતી આપવામાં આવી જે મહત્વની નહોતી. જવાબ સાથે જોડવામાં આવેલું બિડાણ અતિ જરૂરી અને મહત્વનું હતું, જે વાંચીને ગિરીશભાઈના રોમે-રોમ રોમાંચિત થઈ ગયા FYBAની વાર્ષિક પરીક્ષાની એ માર્કશીટ હતી. માત્ર ૨૫ દિવસના અભ્યાસથી તેઓ ૫૪ ટકા મેળવી ઉત્ર્તીણ થયેલા, જે રિઝલ્ટ મેળવવામાં હજી મોડું થયું હોત તો ગિરીશભાઈના ભણતરનું એક વર્ષ બરબાદ થઈ જાત.

RTI કાયદાની તાકાતથી અને સેવાનિષ્ઠ ખંતીલાબહેન અને અનંતભાઈના કતૃર્ત્વથી આશાસ્પદ વિદ્યાર્થીની કારકિદીના બહુમૂલ્ય એક વર્ષની બચત થઈ અને કાયદાની ઉપયોગિતા વધુ એક વખત પ્રસ્થાપિત થઈ.

Comments (0)Add Comment

Write comment
quote
bold
italicize
underline
strike
url
image
quote
quote
smile
wink
laugh
grin
angry
sad
shocked
cool
tongue
kiss
cry
smaller | bigger

security code
Write the displayed characters


busy
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK