મારી માતૃભાષા, મારી જવાબદારી : બદલાઈ રહ્યું છે હવે પેરન્ટ્સનું ગુજરાતી માધ્યમ માટેનું વલણ?

અંગ્રેજી માધ્યમની સ્કૂલોને ટક્કર આપે એવી ગુજરાતી માધ્યમની શાળાઓમાં આવી રહેલું પરિવર્તન એ માટે જવાબદાર છે એવું સંચાલકોનું કહેવું છે. હિન્દી મીડિયમ ફિલ્મથી માતૃભાષામાં શિક્ષણનો મુદ્દો ફરી ચર્ચામાં છે ત્યારે જાણીએ ગુજરાતી માધ્યમની શાળાઓની આજકાલ


gujarati


રુચિતા શાહ


‘આપણા દેશમાં અંગ્રેજી ભાષા નથી પણ એક ક્લાસ છે અને એ ક્લાસમાં સામેલ થવા માટે એક સારી ઇંગ્લિશ મીડિયમ સ્કૂલમાં ભણવું જરૂરી છે. ઇન્ડિયા ઇઝ ઇંગ્લિશ અને ઇંગ્લિશ ઇઝ ઇન્ડિયા.’

જેણે ‘હિન્દી મીડિયમ’ ફિલ્મ જોઈ હશે તેને આ ડાયલૉગ સમજાઈ જશે અને જેણે નથી જોઈ તે હવે આ લેખ વાંચશે ત્યારે સમજી જશે.

‘ગુજરાતી માધ્યમની શાળાની આજ’ એ આમ તો આપણા આજના લેખનો વિષય છે, પણ એની શરૂઆત કરતાં પહેલાં એક શુભ સમાચાર જાણી લો કે ‘એ’ ગ્રેડની ફૅસિલિટી આપતી મુંબઈની કેટલીક ગુજરાતી શાળાઓમાં છેલ્લા કેટલાક અરસામાં વિદ્યાર્થીઓની સંખ્યા સુધરી છે. વધી છે એવું કહેવું અતિશયોક્તિ ગણાશે પણ અલબત્ત ઘટી નથી એ સારી નિશાની છે. એથીયે વધુ સારી બાબત એ છે કે વાલીઓના ગુજરાતી માધ્યમની શાળાઓ પ્રત્યેના અભિગમમાં બદલાવ આવી રહ્યો છે. હવે પેરન્ટ્સને સમજાઈ રહ્યું છે કે ગુજરાતી માધ્યમમાં શિક્ષણ એ તેમના બાળકને પછાત નહીં પણ અન્ય બાળકો કરતાં મુઠ્ઠીઊંચેરું બનાવશે. પેરન્ટ્સના બદલાઈ રહેલા આ અભિગમ પાછળ ગુજરાતી માધ્યમની શાળાના સંચાલકોએ પોતાની શાળાના શિક્ષણમાં ઉમેરેલી આધુનિકતા જવાબદાર છે. મુંબઈમાં કુલ પંચાવન ગુજરાતી શાળાઓ છે જેમાંથી અમુક શાળાનું ભવિષ્ય ચોક્કસ અત્યારે અધ્ધરતાલ છે, પરંતુ કેટલીક એવી પણ શાળાઓ છે જેમની બહેતર સ્થિતિએ લોકોમાં આત્મવિશ્વાસ જગાવવાનું કામ કર્યું છે. બાળકોના ઓવરઑલ ડેવલપમેન્ટ પર ધ્યાન આપતી આ શાળાઓની ખૂબી એ છે કે એ તમામ સંજોગોમાં વિદ્યાર્થીઓના સવાર઼્ગી વિકાસ પર ધ્યાન કેન્દ્રિત કરી રહી છે. એવી મુખ્ય પાંચ શાળાઓના હાલચાલ જાણીએ.

સરદાર વલ્લભભાઈ પટેલ વિવિધલક્ષી વિદ્યાલય, કાંદિવલી

આજે એજ્યુકેશન એક વ્યવસાય બનતો ચાલ્યો છે ત્યારે કેટલાક એવા લોકો અને સંસ્થાઓ છે જેઓ શિક્ષણને સમાજના હિત-કલ્યાણની દૃષ્ટિએ જુએ છે અને તન-મન-ધનથી સેવા આપી રહ્યા છે. સરદાર વલ્લભભાઈ પટેલ વિવિધલક્ષી વિદ્યાલયના સંચાલકોએ આ ફિલોસૉફી અપનાવી છે. ગુણવત્તાયુક્ત શિક્ષણ અફૉર્ડેબલ બજેટમાં મળી જાય એ તેમનો પહેલો પ્રયાસ છે. ગુજરાતી માધ્યમની શાળાઓ બંધ ન થાય અને વિદ્યાર્થીઓને શ્રેષ્ઠ શિક્ષણ મળે અને સાથે સંસ્કારી સમાજની રચના થાય એ લક્ષ્ય સાથે પારાવાર પ્રયાસ કરનારા આ મૅનેજમેન્ટે પોતાની ગુજરાતી માધ્યમની શાળાને આધુનિકતાના દરેક રંગથી રંગવાના પ્રયત્ન કર્યા છે. ટેક્નિકલ સેક્શન અને નજીકમાં જ વિદ્યાર્થીઓ માટે હૉસ્ટેલની વ્યવસ્થાને કારણે મુંબઈની બહારના અનેક ગુજરાતી વિદ્યાર્થીઓ માટે પણ આ શાળા પોતાના સપનાનું વાસ્તવિક ધામ બની શક્યું છે. આ વિશે શાળાનાં પ્રિન્સિપાલ ડૉ. સંગીતા શ્રીવાસ્તવ કહે છે, ‘૨૫૦ જેટલા વિદ્યાર્થીઓ બાળાશ્રમમાં રહે છે અને અમારી સ્કૂલમાં ભણે છે. દરેક ક્લાસરૂમ ડિજિટલ ક્લાસરૂમ છે, કમ્પ્યુટર-લૅબ છે, મોટી લાઇબ્રેરી છે. બાળકો વાચંતાં શીખે એટલે અમે ઓપન લાઇબ્રેરીનો કન્સેપ્ટ શરૂ કયોર્ છે જેમાં ક્લાસરૂમની બહાર નાનકડી રૅકમાં નાની-નાની પુસ્તિકાઓ દરેક મુખ્ય ભાષામાં હોય. રિસેસમાં કે ફ્રી પિરિયડમાં વિદ્યાર્થીઓ વાંચે અને પછી મૂકી દે. માત્ર ઍક્ટિંગ, ડાન્સિંગ કે સિન્ગિંગ જ નહીં, ક્રીએટિવ રાઇટિંગની ટ્રેઇનિંગ પણ બાળકો માટે રાખી છે જેને માટે મૅનેજમેન્ટે સ્પેશ્યલ શિક્ષક રાખ્યા છે. જે બાળકો બિહેવ્યરલ પ્રૉબ્લેમ કે લર્નિંગ ડિસેબિલિટી ધરાવે છે તેમને બહેતર બનાવવા માટે કાઉન્સેલર છે. અંગ્રેજી સતેજ બનાવવા માટે ભાષા બોલવાના ક્લાસિસની સાથે ન્યુઝપેપર-રીડિંગ, અંગ્રેજી પ્લે પર્ફોર્મન્સ જેવી ઍક્ટિવિટી પણ કરીએ છીએ. સ્કૂલનું પોતાનું બૅન્ડ છે, લેજીમ ગ્રુપ છે, મલ્લખંબ કરનારાં બાળકો છે. આર્થિક રીતે નબળાં બાળકોને વધુ ભણવા માટે પણ મૅનેજમેન્ટ દ્વારા સ્કૉલરશિપ અપાય છે. આર્થિક રીતે નબળા હોય કે માનસિક રીતે નબળા હોય અથવા સામાજિક રીતે નબળા હોય એવા વિદ્યાર્થીઓની ક્ષમતાઓને ખીલવીને અમે તેમને એક બહેતર વ્યક્તિ બનાવવાના પ્રયાસ કરીએ છીએ અને જે રીતે આ વિદ્યાર્થીઓ જુદા-જુદા ક્ષેત્રમાં પોતાની આગવી ઓળખ બનાવી રહ્યા છે એ આ પ્રયાસમાંથી મળેલું ફળ છે.’

જ્યોત્સ્ના ધીરજલાલ તલકચંદ (GDT) હાઈ સ્કૂલ, મલાડ

મલાડના કુરાર વિલેજમાં આ એ શાળા છે જ્યાં ગુજરાતી માધ્યમનાં બાળકો કમ્પ્યુટર-લૅબમાં બેસીને કેમિસ્ટ્રીના પ્રયોગ કરતાં જોવા મળે અને પછી પોતાની જાતે સ્કૂલની સાધનસામગ્રીથી સંપન્ન લૅબમાં અખતરાઓ કરે. અહીં બાળકો પોતાની સ્કૂલના વિશાળ ગ્રાઉન્ડમાં મલ્લખંબ કરતાં પણ જોવા મળે તો સ્કેટિંગ અને વૉલીબૉલ રમતા નવા રેકૉર્ડ કાયમ કરતાં પણ દેખાય. અંગ્રેજી માધ્યમ ભલે નથી પણ અંગ્રેજીનો દ્રોહ પણ આ શાળાએ કયોર્ નથી. જે ભવિષ્યના વિકાસ માટે જરૂરી છે એ હોવું પણ જોઈએ એવું શાળાના સંચાલકો દૃઢતાથી માને છે જે તેમની કાર્યપ્રણાલીમાં દેખાય છે. આ વિશે વધુ વાત કરતાં સ્કૂલના પ્રિન્સિપાલ વિનોદચંદ્ર ચૌધરી કહે છે, ‘અમે વેકેશનમાં સ્કૂલનાં બાળકોને અંગ્રેજી બોલતાં શીખવીએ છીએ. નવમા અને દસમા ધોરણના વિદ્યાર્થીઓ માટે દર મહિને એક સેમિનાર રાખીએ છીએ જેમાં જુદા-જુદા ક્ષેત્ર વિશે માહિતી હોય. કારકિર્દીને લગતી ઍપ્ટિટ્યુડ ટેસ્ટ પણ વિદ્યાર્થીઓ આપી શકે એ વ્યવસ્થા છે. સ્કૂલમાં કાઉન્સેલર પણ છે જે વિદ્યાર્થીઓના સાઇકોલૉજિકલ અને બિહેવ્યરલ પ્રૉબ્લેમને દૂર કરવા માટે મદદ કરે. દરેક બાળકો કમ્પ્યુટરને વ્યક્તિગત વાપરી શકે એવી સ્પેશ્યલ લૅબ છે. ઍડ્વાન્સ સાયન્સ લૅબ અને લાઇબ્રેરી છે. શાળાનો પોતાનો ઍસેમ્બ્લી હૉલ છે અને બાળકોને નાટક, સંગીત, નૃત્ય શીખવા મળે તથા પર્ફોર્મન્સ આપવા મળે એ માટેનું પ્લૅટફૉર્મ પણ પૂરું પાડી શકાય એવી વ્યવસ્થા અમે કરી છે. ગુજરાતી માધ્યમ માટેના વાલીઓના અભિગમમાં બેશક બદલાવ પર બદલાવ દેખાઈ રહ્યા છે. આજે જ્યારે તેઓ જુએ છે કે ગુજરાતી માધ્યમની શાળાના વિદ્યાર્થીઓ ક્યાંના ક્યાં પહોંચ્યા છે ત્યારે તેમને પણ આકર્ષણ તો થાય છે. આજે મુંબઈનાં પોણા ભાગનાં બાળકો ધારો કે અંગ્રેજી માધ્યમમાં ભણતાં હશે એટલે એવું નથી કહેતો કે એમાં ભણવાથી તેઓ પાછળ જ રહી જશે, પરંતુ એટલું ચોક્કસ છે કે માતૃભાષામાં મળતું શિક્ષણ અને સંસ્કરણ બાળકોને ઇન્ટેલિજન્ટ અને સ્માર્ટની સાથે સંસ્કારી તથા નમþ પણ બનાવે છે.’

હજીયે તક છે બાળકને બચાવી લેવાની

‘હિન્દી મીડિયમ’ ફિલ્મની જેમ જે પેરન્ટ્સ હજીયે એવું જ માનતા હોય કે માતૃભાષામાં ભણવાથી તમારું બાળક પછાત રહી જશે અને આજની સોસાયટીમાં ફિટ નહીં થઈ શકે તેમને સંબોધીને મુંબઈમાં છેલ્લાં ઘણાં વષોર્થી ‘મુંબઈ ગુજરાતી’ સંગઠન વતી માતૃભાષામાં શિક્ષણ મળે એના અભિયાનનો હિસ્સો બનેલા ભાવેશ મહેતા કહે છે, ‘હું તમને એવા સેંકડો કિસ્સા આપી શકું છું જેમાં માતૃભાષાના માધ્યમથી શિક્ષણ મેળવનારા લોકો મહાપુરુષ બન્યા છે અને ઇતિહાસમાં તેમનું નામ સુવર્ણ અક્ષરે લખાયું છે; ગાંધીજી, અબ્દુલ કલામ આઝાદ, સરદાર પટેલથી લઈને ધીરુભાઈ અંબાણી જેવી હસ્તીઓ છે. બીજી બાજુ અમારી પાસે આજે એવા પેરન્ટ્સ દુખી થઈને આવતા થયા છે જેમણે દેખાદેખીમાં પોતાનાં બાળકોને ઇન્ટરનૅશનલ બોર્ડમાં નાખી દીધાં, સ્ટેટસનો સવાલ છે એવું માનીને. આજે તેઓ ઊંધા માથે રડી રહ્યા છે અને હવે કઈ રીતે પોતાના બાળકને થાળે પાડવું એની મથામણમાં છે. હજી પણ સમય છે કે તમારા બાળકની હાલત ધોબીના કૂતરા જેવી કરવાનું રહેવા દો અને ઘેટાબકરાંની જેમ એક જ પ્રવાહમાં તણાયા વિના જે સાચું અને સારું છે એવી પસંદગી કરો. આમાં ભાષાને જોખમ છે એ તો પછીની વાત છે, પણ તમારા બાળકના ભવિષ્ય પર જોખમ છે એ તો નિશ્ચિત છે. આજે જ્યારે ગુજરાતી માધ્યમની શાળાઓની ગુણવત્તા ઊંચાઈ આંબી રહી છે અને ઘણા વાલીઓ સતર્ક થયા છે ત્યારે તમે પાછળ ન રહી જાઓ અને ખોટો નિર્ણય ન લઈ બેસો એની કાળજી રાખજો.’

શ્રીમતી ગોકળીબાઈ પૂનમચંદ પીતાંબર હાઈ સ્કૂલ, વિલે પાર્લે

૧૯૩૪માં શરૂ થયેલી આ સ્કૂલનો દબદબો આજે પણ અકબંધ રહ્યો છે અને સંચાલકોએ બદલાતા સમય સાથે શિક્ષણસંસ્થાનોનો વ્યાપ વધાર્યા પછી પણ આ સ્કૂલની રોનકને આંચ નથી આવવા દીધી. એક ઇન્ટરનૅશનલ બોર્ડ ધરાવતી હાઇ-ફાઇ સ્કૂલમાં જે સુવિધાઓ હોય એનાથી વિશેષ સુવિધા આ શાળાના વિદ્યાર્થીઓ માટે ઉપલબ્ધ કરવામાં આવી છે. સ્કૂલના વાતાવરણથી લઈને શિક્ષણની ગુણવત્તા, વિદ્યાર્થીઓને આપવામાં આવતા લાભ, તેઓ સ્કૂલ પતી ગયા પછી પણ જમાના સાથે તાલ મિલાવી શકે એ પ્રકારની તાલીમ આપવા માટેની કટિબદ્ધતા તમને દેખાશે. સ્કૂલનાં પ્રિન્સિપાલ ધર્મિષ્ઠા ઘેડિયા કહે છે, ‘૮૨ વર્ષ જૂની શાળા છે, પણ દરેક અદ્યતન બાબત શાળાના વિદ્યાર્થીઓ માટે ઉપલબ્ધ છે. આ ઉપરાંત સ્કૂલ-યુનિફૉર્મ, સ્કૂલ-બૅગ્સ, નોટબુક્સ, ટેક્સ્ટ-બુક બધું જ સ્કૂલ દ્વારા આપવામાં આવે છે. ટેક્સ્ટ-બુક સિવાય એકેય વસ્તુમાં સરકારની ગ્રાન્ટ નથી મળતી, પણ બાળકો ભણે અને આર્થિક રીતે નબળાં બાળકોને પણ અભ્યાસમાં બાંધછોડ ન કરવી પડે એ નીતિ હંમેશાં મૅનેજમેન્ટની રહી છે અને એ માટે બનતી મદદ પણ તેઓ કરતા રહે છે. સ્કૂલમાં લૅન્ગ્વેજ ડેવલપમેન્ટ પ્રોગ્રામ ઇન ઇંગ્લિશ ચાલે છે જેમાં માત્ર સ્ટુડન્ટ્સ માટે નહીં, શિક્ષકો માટેના તાલીમ-સેમિનાર પણ હોય છે જેથી અપટુડેટ નૉલેજ બાળકોને મળે.’

અહીં ઉલ્લેખનીય છે કે ગણિત અને વિજ્ઞાન આ શાળામાં અંગ્રેજીમાં છે જેથી ભવિષ્યમાં એન્જિનિયરિંગ, મેડિકલ જેવું ફીલ્ડ પસંદ કરવાની ઇચ્છા રાખતાં બાળકો પણ એ વિષયની વિશિષ્ટ ટર્મિનૉલૉજીથી પરિચિત હોય. સ્પોટ્ર્સની ટ્રેઇનિંગ માટે આંતરરાષ્ટ્રીય સ્તરના ટ્રેઇનર પણ રાખ્યા છે.

શ્રી વાડીલાલ ચત્રભુજ ગુરુકુળ શાળા, ઘાટકોપર

ઘાટકોપરની આ સ્કૂલનું આ વર્ષ છોડીને છેલ્લાં ત્રણ વર્ષથી દસમાનું પરિણામ સો ટકા આવતું હતું. સેકન્ડરી સેક્શનમાં ૨૭૦ વિદ્યાર્થીઓની સંખ્યા ધરાવતી આ સ્કૂલ પણ વિદ્યાર્થીઓના અપલિફ્ટમેન્ટ માટે સતત સક્રિય છે. અહીં સ્કૂલના યુનિફૉર્મથી લઈને ટેક્સ્ટબુક, શૂઝ, કમ્પાસ બધું જ ફ્રી છે. સ્કૂલનાં પ્રિન્સિપાલ નીલા મહેર કહે છે, ‘સ્કૂલના મૅનેજમેન્ટે આધુનિક સમયમાં અનિવાર્ય એવા તમામ પ્રકારના ફેરફાર કરીને ગુજરાતી માધ્યમને પછાત ન રાખવાના પૂરતા પ્રયત્નો કર્યા છે. ટ્યુશન કરી શકે એવી આર્થિક સ્થિતિ ન ધરાવતાં બાળકો માટે અંગ્રેજી અને એ સિવાયના વિષયમાં કોઈ મૂંઝવણ હોય તો એ દૂર કરવા અમારા શિક્ષકો રોજ એક કલાક વહેલા આવી જાય છે. હવે બાયો-મીડિયા શરૂ કર્યું છે. વિદ્યાર્થીઓ અને ટીચર બન્નેને અનિવાર્ય ટ્રેઇનિંગ મળી રહે એ માટે બહાર મોકલવા માટેનો ખર્ચ સંચાલકો ઉપાડે છે.’

બધી જ વ્યવસ્થાઓ પછી પણ લોકોની માનસિકતા બદલવામાં સમય લાગશે એવું માનતાં નીલા મહેર કહે છે, ‘સમયનું ચક્ર ફરતું રહે છે. અંગ્રેજી માધ્યમની મર્યાદાઓ હવે લોકોના ધ્યાનમાં આવી રહી છે એટલે ફરી લોકો ગુજરાતી માધ્યમની સ્કૂલો તરફ વળશે જ. પ્રોસેસ શરૂ તો થઈ જ ગઈ છે.’ 

શ્રી પંડિત રત્નચંદ્રજી જૈન કન્યા શાળા (રત્નચિંતામણિ), ઘાટકોપર

૧૯૨૪માં સ્થપાયેલી આ શાળા આજે પણ ગુજરાતી માધ્યમની એક જાજરમાન સ્કૂલ તરીકે સક્રિય છે. અંગ્રેજી માધ્યમના ક્રેઝના ગ્રહણથી પોતાનું રક્ષણ કરવામાં થોડાક અંશે આ સ્કૂલના સંચાલકોને સફળતા મળી છે. પ્રાઇમરી અને સેકન્ડરી સેક્શન મળીને લગભગ ૯૫૦ વિદ્યાર્થિનીઓ આ સ્કૂલમાં આજે શિક્ષણ લઈ રહ્યા છે. અહીં હાઇજીનિક ઍટ્મોસ્ફિયરથી લઈને કન્યાઓ માટે સ્પોર્ટ્સ, કમ્પ્યુટર, ઈ-લર્નિંગના ક્લાસ વગેરે છે. હવે સ્કૂલ દ્વારા બાયો-મીડિયા શરૂ થયું છે એટલે પાંચમા ધોરણથી સાયન્સ અને મૅથ્સ અંગ્રેજીમાં શીખવવામાં આવે છે. સુસંસ્કૃત નારી, જગત કલ્યાણકારીના ધ્યેય સાથે કાર્યરત આ સ્કૂલનાં પ્રિન્સિપાલ નંદા ઠક્કર કહે છે, ‘દીકરીઓને શ્રેષ્ઠ શિક્ષણ આપીને શ્રેષ્ઠ સમાજની રચના સંભવ છે. આ એક જ વિચારને ધ્યાનમાં રાખીને સંચાલકો અને સ્કૂલની ભૂતપૂર્વ સ્ટુડન્ટ્સ વિદ્યાર્થિનીઓને શ્રેષ્ઠ શિક્ષણ મળે એ માટે તન, મન, ધનથી પ્રયત્નશીલ છે. સ્કૂલના સ્ટાફના સભ્યો પણ આત્મીયતા અને ઉષ્મા સાથે શિક્ષણ આપવા માટે ફેમસ છે. સુવિધાઓની સાથે અંગ્રેજીમાં તેમનો પાયો મજબૂત થાય એવા પ્રયત્નો કર્યા છે. મેં જોયું છે કે અમારે ત્યાં જે વર્ગના વિદ્યાર્થીઓ આવે છે એ પરિવારોમાં ત્રણ-ચાર બાળકો હોય છે. એમાંથી દીકરી હોય તેમને માતા-પિતા ગુજરાતી માધ્યમમાં મૂકે છે અને દીકરાને અંગ્રેજી માધ્યમમાં ભણાવે છે.’

સ્કૂલમાં આર્થિક રીતે નબળા પરિવારનાં બાળકોની સંખ્યા વધુ છે. વિદ્યાર્થિનીઓના શિક્ષણ માટે પેરન્ટ્સ અનૂકૂળ માહોલ આપે અને વધુમાં વધુ હાજરી એ લોકો આપી શકે એટલે સ્કૂલ દ્વારા સૌથી વધુ સારી હાજરી આપનારાં ગરીબ બાળકોના પરિવારને ૫૦૦ રૂપિયાનું અનાજ પણ આપવામાં આવે છે. બેશક, વિદ્યાર્થિનીઓની સંખ્યા વધુ અને ફન્ડ ઓછું હોવાથી બધાને પહોંચી નથી વળાતું, પરંતુ સ્કૂલ પ્રયત્નશીલ છે.

માતૃછાયા હાઈ સ્કૂલ ઍન્ડ જુનિયર કૉલેજ, દહિસર

૧૯૮૧થી ચાલતી દહિસરની આ સ્કૂલમાં ગુજરાતી માધ્યમમાં પ્રાઇમરી અને સેકન્ડરી મળીને અત્યારે લગભગ ૨૫૦ જેટલા વિદ્યાર્થીઓ ભણે છે. ૨૭ વર્ષથી શાળા સાથે સંકલાયેલાં પ્રિન્સિપાલ સંગીતા ભટ્ટ કહે છે, ‘છેલ્લાં ૧૦ વર્ષની તુલના કરીએ તો વિદ્યાર્થીઓની સંખ્યા ઘટી છે, પરંતુ છેલ્લાં બે વર્ષમાં આ સંખ્યા સ્ટેબલ જોવા મળી છે. હું મારા અનુભવો પરથી એને પૉઝિટિવ સાઇન ગણું છું. આ વર્ષે પણ ઍડ્મિશન-પ્રોસેસમાં ઘણા નવા વાલીઓએ સંપર્ક કયોર્ છે અને પોતાનાં સંતાનોને ગુજરાતી મીડિયમમાં ભણાવવા વિશે જાણકારી લેવાની કોશિશ કરી છે. અત્યારે જ્યારે અંગ્રેજી માધ્યમમાં જ બાળક ભણે એવું દરેક મા-બાપના મગજમાં પૂરેપૂરી રીતે ઠસી ગયું છે ત્યારે અમે ગુજરાતી છીએ એટલે હું ગુજરાતી માધ્યમમાં ભણાવવાનું વિચારું છું એવું કોઈ પેરન્ટ બોલે તો એ પણ મોટી વાત છે અને કમાલની વાત એ છે કે આજકાલના પેરન્ટ્સ આવું બોલી રહ્યા છે.’

આ શાળાની ફૅસિલિટી વિશે વાત કરીએ તો આ શાળામાં પહેલા ધોરણથી જ પ્રત્યેક ક્લાસમાં ડિજિટલ એજ્યુકેશન મળે એ માટે પ્રોજેક્ટરની વ્યવસ્થા છે. સ્કૂલમાં વિદ્યાર્થીઓને બેસવાના ક્લાસરૂમથી લઈને પીવાના પાણી અને બાથરૂમ પણ હાઇજીનિક હોય તેમ જ બાળકોને પૂરેપૂરી ટ્રેઇનિંગ દરેક ફીલ્ડમાં મળે એ માટેની વ્યવસ્થા પણ સ્કૂલના મૅનેજમેન્ટે રાખી છે. અંગ્રેજી બોલવાના વિશિષ્ટ ક્લાસ ચાલે છે. સ્પોર્ટ્સ અને બીજી એક્સ્ટ્રાકરિક્યુલર ઍક્ટિવિટીમાં પણ બાળકો પારંગત બને એ માટે ખાસ શિક્ષકો છે.

એમ. એમ. પ્યુપિલ્સ ઓન સ્કૂલ ઍન્ડ શારદા મંદિર, ખાર

રાગિણી, ટીના મુનીમ, ફાલ્ગુની પાઠક, કિરીટ સોમૈયા જેવી હસ્તીઓ જે શાળામાં ભણી છે એ શાળા આજે પણ પોતાના વિદ્યાર્થીઓને શ્રેષ્ઠ શિક્ષણ આપવા માટેના અવિરત પ્રયાસ કરી રહી છે. આ શાળાનાં પ્રિન્સિપાલ રશ્મિકા જોષી કહે છે, ‘બાયોમીડિયા સ્કૂલ હોવાથી વિદ્યાર્થીઓનું અંગ્રેજી ભાષા પરનું પ્રભુત્વ સામાન્ય રીતે પણ સારું જ હોય છે. એમાં પણ અમે એન્જિનિયરિંગના વિદ્યાર્થીઓને ધ્યાનમાં રાખીને સંપૂર્ણ સાધનસામગ્રીથી સંપન્ન ટેક્નિકલ સેક્શન રાખ્યું છે અને સાથે જ તેમના ફ્યુચર પ્લાનિંગ અનુસાર વિદ્યાર્થીઓને આઠમા ધોરણથી જ એને લગતી ટ્રેઇનિંગ મળે એવા પ્રયત્ન કરીએ છીએ. બીજું, અમારા શિક્ષકોની પણ આધુનિક ફેરફાર સંદર્ભે નિયમિત ટ્રેઇનિંગ ચાલતી રહે છે અને એ લોકો પણ વિદ્યાર્થીઓની સમસ્યાના સમાધાન થાય એ માટે સતત સજાગ રહે છે. સ્કૂલની ક્રિકેટ-ટુર્નામેન્ટ થાય છે જેમાં છોકરીઓની પણ ટીમ હોય છે. ફુટબૉલ, વૉલીબૉલ જેવા સ્પોર્ટ્સ ઉપરાંત લગોરી, કબડ્ડી જેવી પરંપરાગત રમતો પણ રમાડીએ છીએ. એજ્યુકેશનલ ટ્રિપ, પર્સનલિટી ડેવલપમેન્ટના સેમિનાર વગેરે કરીને તેમના સવાર઼્ગી વિકાસ માટે પ્રયત્ન કરીએ છીએ જેમાં સંચાલકોનો સંપૂર્ણ સહકાર હોય છે. બીજું, ભૂતપૂર્વ વિદ્યાર્થીઓ પણ બધી રીતે સ્કૂલને આજે પણ સહકાર આપે છે. જરૂરિયાતમંદ વિદ્યાર્થીઓને માત્ર સ્કૂલમાં હોય ત્યારે જ નહીં, એ પત્યા પછી વધુ અભ્યાસ માટે આર્થિક સહાય ભૂતપૂર્વ વિદ્યાર્થીઓ આપી રહ્યા છે.’

ગુજરાતી માધ્યમના વિદ્યાર્થીઓનાં વખાણ કરતાં પોતાના જાતઅનુભવ ટાંકતાં રશ્મિકાબહેન કહે છે, ‘આજે લગભગ દરેક શાળામાં ગુજરાતી માધ્યમ અને અંગ્રેજી માધ્યમ બન્ને છે. એ સમયે બન્ને માધ્યમના વિદ્યાર્થીઓના વર્તનથી લઈને તેમની વિચારશક્તિ, ગ્રહણશક્તિ વગેરેનો અનુભવ થતો જ હોય છે. એમાં મેં જોયું છે અને ઘણા અંગ્રેજી માધ્યમના શિક્ષકોએ કહ્યું પણ છે કે તમારા વિદ્યાર્થીઓ પ્રમાણમાં વધુ શાંત અને શિસ્તબદ્ધ છે. એવા સેંકડો અનુભવો છે જેમાં સ્કૂલ પત્યાનાં વષોર્ પછી ટ્રેનમાં, શાકમાર્કેટમાં કે પછી કોઈ કાર્યક્રમમાં ભૂતપૂર્વ વિદ્યાર્થી મળી જાય તો તે સૌથી પહેલાં પગે લાગશે. આ સંસ્કાર અને આવી નમþતા ગુજરાતી માધ્યમમાં મળેલું શિક્ષણ જ આપી શકે છે. ૨૭ વર્ષના જાતઅનુભવ પરથી આ તારણ મેં કાઢ્યું છે. બીજું, તેઓ સહેજ પણ પછાત નથી રહેતા, ભાષાને લગતી કોઈ મર્યાદા કે લઘુતાગ્રંથિ તેમની સાથે કાયમી નથી રહેતી એ પણ મેં જોયું છે.’

Comments (0)Add Comment

Write comment
quote
bold
italicize
underline
strike
url
image
quote
quote
smile
wink
laugh
grin
angry
sad
shocked
cool
tongue
kiss
cry
smaller | bigger

security code
Write the displayed characters


busy
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK