શું ગુણિયલ લોકો પૂજાય છે? : તમે જોયું હશે કે બે વખત સાફ કરેલી રોલ્સ-રૉયસ કાર પર કબૂતરો શરમ રાખ્યા વગર ચરકે છે

કવિ આપણને સતત ઉદ્યમી અને ગુણિયલ થવા કહે છે. જોકે લોકો તમારું સારું કામ બગાડશે જ, પણ આપણે સુધારવાનું છે.
પ્રેરણાની પળે - કાન્તિ ભટ્ટ

હિન્દી કવિ સોમદત્ત ગર્ગે સરસ પંક્તિ લખી છે:

અસીમ અંધેરોં કો મત કોસો

ઔર એક દિયા જલાઓ

કવિ આપણને સતત ઉદ્યમી અને ગુણિયલ થવા કહે છે. જોકે લોકો તમારું સારું કામ બગાડશે જ, પણ આપણે સુધારવાનું છે. હળવી રીતે વડીલો કહે છે કે ખૂબ ખંતથી રોલ્સ-રૉયસ ગાડી સાફ કરી હોય તો પણ કબૂતર એની શરમ રાખ્યા વગર એના પર ચરકીને બગાડી નાખે છે. જોસેફ એડિસન નામના ફિલોસૉફર અને ઉદ્યોગપતિએ સરસ શિખામણ આપી છે - જો તમારે જિંદગીમાં સફળ થવું હોય તો ખંતને તમારો વહાલો મિત્ર બનાવો, સાવચેતીને તમારો મોટો ભાઈ બનાવો અને આશાના ગુણને તમારો ગુરુ બનાવો!

કવિ એડિસને ગૅરન્ટી આપી છે કે આજ સુધી મેં એવો આદમી નથી જોયો જે રોજ વહેલી સવારે ઊઠતો હોય, મહેનતકશ હોય અને ઈમાનદારીથી કામ કરતો હોય છતાં દુર્ભાગ્યની વાત કરતો હોય અને કબૂતર રોલ્સ-રૉયસ પર ચરકી જાય એવા હાસ્યાસ્પદ દાખલા દેતો હોય.

કવિ સોમ દત્તે ગુણિયલ લોકો માટેના ફાયદા લખ્યા છે અને તેનાં લક્ષણો લખ્યાં છે એ વાંચવા જેવાં છે. અમેરિકાના પ્રમુખ જૉન ઍડમ્સે પણ આવાં લક્ષણો લખ્યાં છે એ વાંચવા જેવાં છે. અમેરિકાના પ્રમુખ જૉન ઍડમ્સે પણ આવાં લક્ષણો પ્રમુખ બનતાં પહેલાં કેળવ્યાં હતાં. આપણે આપણા દેશનો રાષ્ટ્રીય ગુણ લોકોને દેખાડવો જોઈએ. સૌપ્રથમ વાત એ કે તમારા ઘરમાં તમારા પત્ની, પુત્ર, નોકર કે દરેક નાના માણસ સાથે માન આપીને વાત કરો. તેને વાતવાતમાં ઉતારી ન પાડો. જો તમે તમારા ઘરમાં આવા ગુણિયલ થશો તો જાહેરમાં પણ લોકોની સાથે વિવેકથી વર્તશો અને એ જો તમે તમારા ગુણના તમારા કુદરતી સ્વભાવથી લક્ષણો દેખાડશો તમારું લક્ષણ એક સુગંધી ફૂલની જેમ ફોરશે. તમે ક્યાંય પણ જશો તો તમારી હાજરીની સુગંધ ફેલાશે.

તમે જશો એટલે મિત્રોની મંડળીનો મિજાજ આનંદી-રમૂજી થઈ જશે. વર્ચ્યુ બિકમ્સ અ પ્રેશિયસ ઑડર (સુગંધ). કોઈ પણ અત્તરવાળાની દુકાને ન મળે એવા અત્તરની સુગંધ તમારા વ્યક્તિત્વમાંથી ફેલાશે.

(૧) ઍલેક્ઝાન્ડર ફેઝ નામના વિદ્વાને લખ્યું છે કે ગુણ કેળવવા કે ગુણ દેખાડવામાં પૈસા ખર્ચવા નથી પડતા. એટલે જ ગરીબ માણસો વધુ ગુણિયલ, વધુ પ્રામાણિક અને વધુ ખંતીલા હોય છે. (મેં એટલે કે કાન્તિ ભટ્ટે જોયું કે મારે ત્યાં કામ કરતી હેમા બોરીચા દરેક વાતમાં પ્રામાણિક છે એથી બૅન્ક અને પૈસાનું કામ તેને વિશ્વાસપૂર્વક સોંપું છું. કદી એમાં ગરબડ નથી થતી.)

(૨) કવિ જૉન ડ્રાઇડને ખૂબ જ સારા પૉઝિટિવ કટાક્ષમાં કહેલું કે ગુણ એ ખરેખર ફાટેલું વસ્ત્ર છે, પણ પ્રામાણિક પૈસાથી ખરીદેલું આ ફાટેલું વસ્ત્ર મને શિયાળામાં ગરમ રાખે છે.

(૩) સોનું અને ચાંદી એ બે જ કીમતી ધાતુઓ જગતમાં નથી. જગતમાં એક ત્રીજી કીમતી ધાતુ છે એ ગુણ છે જે ખૂબ ટકાઉ  છે અને દરેક જણ એને સોનાની જેમ જલદીથી સ્વીકારે છે.

(૪) ૧૮૪૨માં ફિલોસૉફર ડૉ. જોસેફ જોબઈએ કહેલું કે તમારે ગુણ બતાવવો છે? તો અમુક બાબતમાં બતાવો અને અમુકમાં તિકડમબાજી લગાવો એ ન ચાલે. ગુણિયલ થવું હોય તો પૂર્ણપણે ગુણિયલ બનો. ગુણ એક કીમતી વસ્ર છે. એમાંથી ચીરા ફાડીને સારા લીરા ન લેવાય. આખા વસ્ત્રને યથાવત્ વાપરવું જોઈએ. ભલે ફાટેલું હોય અર્થાત ગુણ હોય તો તમામ વર્તનમાં બતાવવો જોઈએ.

(૫) પદાર્થવિજ્ઞાની ડૉ. પાસ્કલ ફિલોસૉફર પણ હતા. તેમણે કહેલું કે કોઈ માણસની કારકિર્દી અને તેનું કૅરૅક્ટર કે ચારિત્ર્ય જુઓ તે તેના એક્સ્ટ્રાઑર્ડિનરી કૃત્યો જોઈને જ નક્કી ન કરો, તે માણસ રોજિંદા ચાલુ જીવનમાં કેવો સાદો અને તમારા જેવો થઈને રહે છે એ જુઓ.

(૬) તમને ધન-દોલતથી કીર્તિ હોય એ ક્ષણભંગુર છે. તમારા ગુણોથી દોલત કે લક્ષ્મી કોઈ લૂંટી નથી શકતું કે એ કોઈ ચોરી નથી શકતું, તમારા ગુણોની લક્ષ્મી તમારી પાસે જ રહે છે.

Comments (0)Add Comment

Write comment
quote
bold
italicize
underline
strike
url
image
quote
quote
smile
wink
laugh
grin
angry
sad
shocked
cool
tongue
kiss
cry
smaller | bigger

security code
Write the displayed characters


busy
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK