એક રોમૅન્ટિક ફળ તરીકે શાયરો કેરીનો સ્વાદ બે મોઢે વખાણે છે

મોગલ શહેનશાહ બાબર હિન્દુસ્તાનમાં ઉનાળાની રાહ જોતો.

પ્રેરણાની પળે - કાન્તિ ભટ્ટ

હર બરસ વહ મૌસમ મેં આવે

મુંહ સે મુંહ લગા રસ પ્યાવે

વાહ કૈસા ‘મેહમાન’ વહ ખર્ચે દામ

કયા સખી યહ તેરા સાજન?

ના સખી! યહ તો હૈ પ્યારા આમ (કેરી)

- શાયર અમીર ખુસરો

એટલા માટે કે તેને આ દેશમાં પાકતી કેરી જેવો સ્વાદ કોઈ પણ દેશની કેરીમાં કે બીજાં ફળોમાં આવતો નહીં. બાબર કહેતા કે હિન્દુસ્તાની કેસર કેરી ખાઈને તો હું વધુ ‘દમદાર’ (સેક્સી) બનું છું! કેરી એક જાતનું સેક્સ-ટૉનિક છે અને કેરી માપસર ખાનારને નવજુવાની અને તત્કાળ (ઇન્સ્ટન્ટ) લોહી આપનારું ફળ બને છે. ટૂંક સમયમાં આવી રહેલી કેરીની ભરપૂર મોસમમાં કેરીને દાબડશો નહીં, માપસર ખાજો. માપસર ખાનાર માટે કેરી આખા વર્ષનું આરોગ્ય બક્ષે છે એમ ભાવનગરના વૈદ્ય અશોક શેઠ કહે છે. વિદેશમાં પણ હવે કેરીની કદર થવા માંડી છે એ માત્ર એના સ્વાદ માટે નહીં પણ એની હેલ્થ-ઇફેક્ટ માટે ફાયદાકારક અસર આપનારા ફળ તરીકે ગણના થાય છે.

‘ગ્રીન લિવિંગ’ નામની વેબસાઇટ કહે છે કે...

(૧) કેરી તમારાં આંતરડાંને સાફ કરે છે. આંતરડાંમાં ચોંટેલા જૂના મળને  ઉખેડીને બહાર ફેંકે છે.

(૨) આજકાલ વિદેશમાં અને ભારતમાં હૃદયરોગના દરદી વધી ગયા છે. ઍલોપૅથ ડૉક્ટરો સ્વીકારે છે કે કેરી તમારા લોહીનું કૉલેસ્ટરોલ ઊંચા લેવલનું હોય એ ઓછું, માપસર કરે છે અગર કહો કે કેરી હૃદય માટે ફાયદાકારક છે.

(૩) જુવાનીમાં પ્રવેશતી કન્યા માટે સારા સમાચાર છે કે કેરી તમારા ચહેરાને થોડા બેડોળ બનાવતા ખીલ દૂર કરે છે. તમારા ગાલ તેમ જ આખા શરીરની ચામડીને સુંવાળી કરે છે.

(૪) તમારા શરીરની સંપૂર્ણ રક્તપ્રણાલીને આલ્કલાઇઝ કરે છે એટલે કે લોહીને સાફ કરે છે. ખરેખર હું જોઉં છું કે હવે કાંદિવલી (વેસ્ટ)ની બજારમાં વધુ ને વધુ ગૃહિણીઓ ફ્રૂટ ખરીદતી થઈ છે. રસ્તા પરના ફ્રૂટના સ્ટૉલ વધવા લાગ્યા છે. આ ગૃહિણીઓ કદાચ ફળના અનેક ફાયદા જાણી ગઈ લાગે છે.

તમે પણ જાણો ફ્રૂટ્સના ફાયદા...

(૧)
ફળો ખાïવાથી સ્ત્રી-પુરુષનો લિબિડો એટલે કે કામશક્તિ (Sex-drive) વધે છે. દરેક ફળમાં કોઈ-કોઈ અનોખાં વિટામિન કે મિનરલ્સ હોય છે. એ તમારા લોહીનું હૉમોર્ન-લેવલ વધારે છે.

(૨) હું પોતે મારા સોની મિત્ર અને વૈદ્ય પંકજ દ્વારા નિયમિત દાડમ મગાવું છું. હવે મહારાષ્ટ્રમાં અને સૌરાષ્ટ્રમાં સારી ક્વૉલિટીનાં દાડમ બજારમાં આવે છે. ઉપરાંત ચીનના દાડમે પણ ભારતની બજાર પર આક્રમણ કર્યું છે.

વિજ્ઞાનીઓ કહે છે કે દાડમનો રસ ઍફ્રોડિસિઍક ઇફેક્ટ આપે છે. એટલે કે કામશક્તિ વધારે છે.

(૩) દાડમના રસ થકી નાઇટ્રિક ઑક્સાઇડનું લોહીનું લેવલ વધે છે. સાદી ભાષામાં દાડમનો રસ તમારી કામશક્તિ વધારે છે. પરંતુ શરત છે કે ચા- કૉફી પીતાં પહેલાં દાડમનો રસ એક ગ્લાસ ભરીને પી જાઓ. પછી ચાલવા- ફરવા જાઓ અને પછી જ ચા કે કૉફી પીઓ. આખા દિવસમાં કુલ બે કપથી વધુ ચા પેટમાં ન રેડો. દાડમનો રસ પીઓ.

મહારાષ્ટ્રમાં લીલાં-મીઠાં અંજીર પણ આવશે. એટલે ઉનાળાની આ સખત ગરમીમાં તળેલી ચીજના નાસ્તા બંધ કરીને વિવિધ ફ્રૂટના, સંતરા, મોસંબીના રસ પીઓ. કૃપા કરી હમણાં ઉનાળા પૂરતાં ભેïળપૂરી, સેવમમરા, રગડાની ભેળ અને બીજા બજારુ નાસ્તા બંધ કરો. ફળનો રાજા કેરી હાથવગી છે. એ કેરીનું સ્વાગત કરો. અમીર ખુસરો જેવા શાયર પણ કેરીની અસરનાં વખાણ કર્યા વગર રહી શક્યા નથી. જો તમે અમીર ખુસરો કે તેની રોમૅન્ટિક શાયરીના શોખીન હો તો હમણાં જ બજારમાંથી સૌરાષ્ટ્રના રસની કેરી ઘોળી-ઘોળીને પછી માતાને ધાવતા હો એ રીતે કેરીને ધાવો.

Comments (0)Add Comment

Write comment
quote
bold
italicize
underline
strike
url
image
quote
quote
smile
wink
laugh
grin
angry
sad
shocked
cool
tongue
kiss
cry
smaller | bigger

security code
Write the displayed characters


busy
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK