રોજ સવારે અપેક્ષાઓ લઈને નીકળું છું ને રાત્રે અનુભવ સાથે પાછો ફરું છું

ચમક્યા? ચમક્યા જ હશો.

મનોરંજનથી મનોમંથન - સુભાષ ઠાકર

આપણી કૉલમમાં નાની-મોટી ચમક તો રહેતી જ હોય છે. હવે તમે મનમાં ભડકીને બોલ્યા હશો કે ‘ઓત્તારીની? આવું મારું બેટું કેવું કે ગયા શનિવારે ‘હમ છોડ ચલે હૈં મેહફિલ કો યાદ આએ કભી તો મત રોના’ ગાઈને આ મારો છેલ્લો આર્ટિકલ છે કહીને આ કૉલમનો કાયમ માટે ધી એન્ડ આપ્યો પછી પાછા સાંજે પેલા કૂવામાં દેડકા પ્રગટે એમ કૉલમમાં અચાનક કેમ પ્રગટ્યા? શું કામ પ્રગટ્યા? અરે મન મક્કમ રાખો ને નિર્ણય પાકા રાખો. બસ નો એટલે નો. પડ્યું પત્તું સવા લાખનું નઈ, પણ હવે તો દોઢ લાખનું. બંધ એટલે બંધ. પછી ખોલાય જ નહીં. પણ તમને એવો ભ્રમ હશે કે કૉલમ બંધ કરીશ તો જનતા જનાર્દન ‘હમારી માંગેં પૂરી કરો, ઠાકર કી કૉલમ ચાલુ કરો’ના નારા લગાવી પ્રચંડ મોરચા સાથે ‘મિડ-ડે’ની ઑફિસની બહાર આમરણાંત ઉપવાસ પર ઊતરશે. ડોન્ટ ફીલ બૅડ, પણ જેવું શનિવારે વાંચ્યું કે તમે હવે કૉલમ નઈ લખો તો અમે પ્રભુનો પાડ માની ઘરમાં કંસાર બનાવ્યો. અમને થયું, ચાલો મોડી તો મોડી; પણ છેવટે તમારામાં અક્કલ આવી ખરી. સમાજ પર ઉપકાર કર્યો. અમે એવા રાજીના લાલ આઇ મીન રાજીના રેડ થઈ ગયા, કેમ? તો વધુ એક ડોન્ટ ફીલ બૅડ કે હમણાંથી કાચબાછાપ અગરબત્તીથી મચ્છરો દૂર ભાગે એમ આ કૉલમથી વાચકો દૂર ભાગવા લાગેલા...’

‘એવું નથી, તમે મારી વાત સાંભળો...’ હું ગળગળો થઈ ગયો.

‘તંબૂરો સાંભળે. જો બકા, અમને એમ કે જીવતરના શ્વાસની જેમ એક મર્યાદા હોય છે એમ કૉલમ લખવાની એક મર્યાદા આવી ગઈ હશે. યસ, ઈશ્વરને ગમ્યું એ ખરું એમ સમજી... કૉલમ બંધ...’

‘અલ્યા ભૈ મારો કૉલમ બંધ કરવાનો કોઈ વિચાર જ નહોતો. પણ મને એમ કે આ ઉપરવાળો ઈશ્વર, કુદરત, સરકાર, વેપારી, સમાજ, પરિવારથી લઈ આપણી જાત આપણને એપ્રિલ ફૂલ બનાવતી હોય તો અપુન કા ઇતના હક ઔર સંબંધ બનતા જ હૈ કિ... સમજા?’

‘એટલે? એ કૉલમ લખવાની બંધ કરું છું એમ લખી તેં અમને એપ્રિલ ફૂલ બનાવ્યા?’

‘હા, ફુલ સો ટકા એપ્રિલ ફૂલ, યુ નો? જે સમજી ગયેલા તેમને વંદન કર્યા, ન સમજ્યા તેને અભિનંદન. ઍક્ચ્યુઅલી કોઈનાં બા-બાપુજીની ટપકી પડ્યા પછીની પ્રાર્થનાસભામાં છબીની પાછળ તેમનો આત્મા છુપાઈને પોતાના ખોટાં ગુણગાન સાંભળતો હોય છે એમ મારી કૉલમ બંધ થવાથી હું ઘરેબેઠાં લોકોના અંતરનો અવાજ સાંભળવા લાગ્યો. ડિયર રીડર, સાંભળવું છે તમારે?’

€ € €

પ્રથમ ફોન ‘મિડ-ડે’માંથી આવ્યો, ‘મિસ્ટર ઠાકર, આ કંઈ તલાક-તલાક-તલાક કહી છૂટી જવાની વાત નથી. તમે આમ અચાનક ફટ કરતી કૉલમ લખવાની બંધ કરો તો એ ખાલી જગ્યામાં અમારે શું તમારો ફોટો મોટો કરાવી હાર પહેરાવીને જગ્યા ભરવાની?...’

આ જ કૉલમની ઉપરની કૉલમના મારા પરમ મિત્ર કવિ હિતેન આનંદપરાએ ખન્ના સ્ટાઇલથી કીધું, ‘બાબુ મોશાય, હમ સબ તો અલગ-અલગ અખબારોં સે બનાઈ ગઈ કૉલમ કી કૉલમનિસ્ટ નામ કી અલગ-અલગ કઠપુતલિયાં હૈ. ઇસ અખબાર ઔર રીડર દોનોં બંધ કર સકતે હૈં લેકિન કૌન, કબ, કૈસે બંદ હો જાએગા ઇસે કોઈ નહીં બતા સકતા. હા...હા...હા...હા.’

પછીનું હાસ્ય ખન્ના જેવું નહોતું, પણ ‘શોલે’ના અમજદ ખાન જેવું નીકળ્યું...

અરે ચંપકલાલે તો ત્યાં સુધી કીધું કે ‘ધન્યવાદ સુભાષ, તેં તો અમારા મોઢાની વાત છીનવી લીધી. અમે ઘણા વખતથી વિચારતા હતા કે તને કહીએ - બહુ થયું, હવે બંધ કરો. તમે નીકળશો નહીં તો નવા કેવી રીતે આવશે? અને આમ પણ હવે તમારું જ્ઞાન ગરીબીની રેખા નીચે આવી ગયું છે. જૂનું ડિલીટ થશે તો નવું ઇન્સ્ટૉલ થશેને? દુનિયામાંથી પણ આપણે...’

‘સ્ટૉપ ઇટ. મને આઘાત ઉપર આઘાત ન આપો.’ છેવટે ચંબુ મારો ઈશ્વર બની આવ્યો.

‘ઠાકર, તેં ભલે ગાયું હમ છોડ ચલે હૈં મેહફિલ કો.. પણ હું કહું છું કે અભી ના જાઓ છોડકર કે દિલ અભી ભરા નહીં. અરે આ તારી કૉલમથી તો હું ચંપકલાલ અને ચંપા ઓળખાઈએ છીએ. સો પ્લીઝ.’

મારામાં હિંમત આવી ને ચંબુને મેં કીધું, ‘લો, તુમને પુકારા ઔર હમ ચલે આએ...’

‘ઠાકર,’ ચંબુ બોલ્યો, ‘આ એપ્રિલ ફૂલ બનાવવાનો વિચાર આવ્યો ક્યાંથી?’

‘મગજમાંથી... અરે ટોપેશ્વર, આમ તો ઈશ્વરથી માંડી જાત સુધી બધા આપણને રોજ વારંવાર એપ્રિલ ફૂલ બનાવે છે. તું જાણીશ તો ખુશ થઈને કહીશ, સાલા ઠાકરિયા ગૂગલ પણ તને શોધતું-શોધતું આવે એવું તારું આ સંશોધન છે. આ બાજુ આવ સમજાવું...’

€ € €

‘જો, જન્મ્યા ત્યારે ઈશ્વરે કેવી રીતે એપ્રિલ ફૂલ બનાવ્યા. તે આપણને બધાને અહીં મોકલતી વખતે કાનમાં કહે છે, મેં તારા જેવું બુદ્ધિશાળી મૉડલ આજ સુધી બનાવ્યું નથી... વાત મારા-તારા સુધી જ રહેવી જોઈએ. હવે આપણે બધા બુદ્ધુ હોવા છતાં બુદ્ધિશાળી સાબિત કરવા કેવા ધમપછાડા કરીએ છીએ. અને આપણે પણ કંઈ ઓછા નથી. આપણું સર્જન બ્રહ્માએ કર્યું હોવા છતાં રામનવમીએ ‘રાખનાં રમકડાં મારા રામે રમતાં રાખ્યાં રે’ ગાઈને બ્રહ્માજીની પથારી ફેરવીએ છીએ કે નઈ? અરે ઍક્ચ્યુઅલી તો બિચારા રામને પણ ખબર નથી કે આ રમકડાં હું બનાવું છું... અને આ કુદરત. નળમાંથી નીકળતા પાણીથી માંડી આંખમાંથી નીકળતું પાણી તડકાની ગરમીથી સુકાઈ જાય છે, પણ એ જ ગરમીથી શરીરમાંથી પરસેવાનું પાણી પેદા થઈ બહાર આવે છે. કેવું નઈ? કુદરતની આ કારીગરીને ન માપી શકાય, ન પામી શકાય. પણ એપ્રિલ ફૂલ તો ખરું જ. અને આ સરકાર. અચ્છે દિન આએંગે, બહારેં ફિર ભી આએંગી, ફિર સુબહ હોગીની આશામાં કેવા એપ્રિલ ફૂલ બની રહ્યા છીએ. અરે ‘સમાજ કો બદલ ડાલો’ના નારા લગાડવાવાળાથી પાંચસોની નોટ બદલવાની રહી ગઈ તો જીવ બળીને ખાખ થઈ ગયો. અરે હું ૧૦,૦૦૦ની નોટ બદલવા માર્ચમાં ય્ગ્ત્માં ગયો તો પોપટ થઈ ગયું. મારી જ તપાસ કરી પૂછ્યું, ‘એક હાસ્યલેખક-કલાકાર પાસે દસ હજાર જેટલી માતબર રકમ આવી ક્યાંથી?’

હું તો બે હજારનો તોડપાણી કરી નીકળી ગયો. નકામો ઊલમાંથી ચૂલમાં પડું તો સગો પરિવાર પણ છોડાવવા ન આવે ચંબુડા...

‘પણ, આ વેપારી પણ આપણી સાથે કેવી બનાવટ કરે છે?’

‘ના બકા, જરા પણ નઈ. એ તો બિચારા દુકાનની બહાર ચોખ્ખું પાટિયું મારે છે - અમારી ઉત્તમ બનાવટો. હવે આપણને સમજતાં વાર લાગે કે ન ફાવે એમાં તે શું કરે?’

‘પણ ઠાકર, તું કહે છે કે આપણી જાત આપણને એપ્રિલ ફૂલ બનાવે છે. કઈ રીતે?’

‘અરે ડોબા, જે શરીરને ગમે તેટલું સારું

ખવડાવ્યું-પીવડાવ્યું તો બદલામાં એણે શું આપ્યું? મળ-મૂત્રના ઢગલા, રોગોનું ઘર, દવાખાનાના ધક્કા. જે શરીરને સારી-સારી જગ્યાએ ફરવા લઈ ગયા ને એણે અંતે શું દેખાડ્યું? સ્મશાન. અરે ચંબુડા ઢસરડો કરી, બનાવટ કરી બધું ભેગું કર્યું તો અંતે મોત બધું છોડાવી-છેતરીને લઈ ગયું. આ બધું એપ્રિલ ફૂલ નથી તો શું છે? ચંબુડા, ખરું કહું? ક્યારેક થાય કે કોની સામે હસું? બધા અંદરથી તો રડતા જ હોય છે. ક્યારેક થાય કે કોની સામે રડું? બહારથી તો બધા હસતા જ હોય છે. કોને ઓળખું? ચંબુ ડિયર, હું હજી પણ રોજ સવારે અપેક્ષા લઈ નીકïળું છું ને રાત્રે એપ્રિલ ફૂલના અનુભવ લઈ પાછો ફરું છું... બસ, હવે તો ચાલતો શ્વાસ ક્યારે ‘એપ્રિલ ફૂલ’ બનાવી બંધ થશે ખબર નથી.’

‘ઠાકરિયા, તું તો જબરો છે. આ બધું ગૂગલમાં પણ ક્યાં મળે?’ ચંબુ બોલ્યો.

શું કહો છો?

Comments (0)Add Comment

Write comment
quote
bold
italicize
underline
strike
url
image
quote
quote
smile
wink
laugh
grin
angry
sad
shocked
cool
tongue
kiss
cry
smaller | bigger

security code
Write the displayed characters


busy
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK