પુસ્તકના કૉપીરાઇટ-રજિસ્ટ્રેશનનું જે કામ બે વર્ષથી વકીલ ન કરાવી શક્યા એ RTIએ એક મહિનામાં કરાવી આપ્યું

માટુંગા (સે. રે.)માં રહેતા સંગીતપ્રેમી પંકજ વિશરાણીએ ૨૦૧૫ના ફેબ્રુઆરીમાં સૂર અને સંગીતના વિવિધ આયામોની સાદી-સરળ ભાષામાં સમજ પીરસતી, સંગીતક્ષેત્રે પદાર્પણ કરનાર વ્યક્તિ માટે અત્યંત ઉપયોગી એવી પુસ્તિકાનું લોકાર્પણ કર્યું.

RTI

RTIની તાકાત - ધીરજ રાંભિયા

પુસ્તકનાં સર્વ ગીતો પંકજભાઈએ લખ્યાં તથા એના સૂર-લય અને સંગીતની સંપૂર્ણ સંરચના પણ સ્વયં કરી. બાર મહિનાના કઠોર પરિશ્રમની એ નીપજ હોવાથી કૉપીરાઇટ રજિસ્ટ્રેશનની પ્રક્રિયા ૨૦૧૫ની ૬ ફેબ્રુઆરીએ શરૂ કરી. બાબુઓ રજિસ્ટ્રેશન માટે બે વર્ષ સુધી ઠાગાઠૈયા કરતા રહ્યા. છેવટે RTIના નામે સુવિખ્યાત થયેલા અમોઘ શસ્ત્રનો ઉપયોગ કરવામાં આવ્યો અને એક મહિનામાં પંકજભાઈ રચિત ‘સૂરવિહાર’ના કૉપીરાઇટનું રજિસ્ટ્રેશન થઈ ગયું એના કથાનકને આપણે આજે માણીશું.

૨૦૧૫ની ૬ ફેબ્રુઆરીએ પંકજભાઈએ તેમના ઍડ્વોકેટ, કૉપીરાઇટ-ટ્રેડમાર્ક ઍટર્નીને તેમણે સંશોધેલાં તથા આવિષ્કારિત કરેલાં ગીતો અને સૂર, જેને ‘સ્વરમલ્લિકા’ના નામે નામાંકિત કરેલાં એનું કૉપીરાઇટ-રજિસ્ટ્રેશન કરવા ‘સૂરવિહાર’ પુસ્તિકા તથા એના માટેની જરૂરી રજિસ્ટ્રેશન-ફી માટે બૅન્ક-ડ્રાફ્ટ આપ્યો; જે રજિસ્ટ્રાર ઑફ કૉપીરાઇટ, ધ કૉપીરાઇટ ઑફિસ, જીવનદીપ, ચોથે માળે, પાર્લમેન્ટ સ્ટ્રીટ, ન્યુ દિલ્હી-૧૧૦૦૦૧ પર મોકલવામાં આવ્યો.

૨૦૧૫ની ૬ મેએ મિનિસ્ટ્રી ઑફ હ્યુમન રિસોર્સ ડેવલપમેન્ટ, ડિપાર્ટમેન્ટ ઑફ હાયર એજ્યુકેશન, કૉપીરાઇટ ઑફિસમાંથી પત્ર આવ્યો; જેમાં જણાવવામાં આવ્યું કે :

૧.
તમારી કૉપીરાઇટની અરજી મïળી છે, જેનો ડાયરી-નંબર ઉપર જણાવેલો છે એ દરેક પત્રવ્યવહારમાં અચૂક લખશો.

૨. તમારી કલાકૃતિની અરજી સાથે બે કૉપીઓ મોકલવી આવશ્યક છે, જે મોકલાવેલી ન હોવાથી ત્વરિત મોકલાવશો.

૩. જે પબ્લિશર પાસેથી પ્રસિદ્ધ કરાવવાના હો તેમનું નામ, સરનામું તથા તેમના સંપર્ક-નંબર જણાવશો.

ઉપરોક્ત પત્રના ત્વરિત જવાબ સાથે ‘સૂરવિહાર’ પુસ્તિકાની બે પ્રતો મોકલવામાં આવી, જેના પર બાબુશ્રીઓએ આરામ ફરમાવ્યો. પંકજભાઈના ઍડ્વોકેટ દ્વારા ઈ-મેઇલ સતત મોકલાતી રહી અને બાબુઓએ એનો પ્રતિસાદ આપવાનું જરૂરી ન સમજ્યું. બાબુઓ કદાચ ઈ-મેઇલ અકાઉન્ટ ખોલતા કે વાંચતા નહીં હોય એમ સમજી ૨૦૧૫ની ૧૦ ડિસેમ્બરે લેખિત પત્ર મોકલાવ્યો, જેને પણ બાબુઓ ઘોળીને પી ગયા.

એક વર્ષનો સમય વ્યતીત થઈ ગયો. ન કોઈ ખત કે ન કોઈ વાવડ. શું કરવું એની અસમંજસમાં હતા. પંકજભાઈના દાદાશ્રીના માર્ગદર્શન તથા આર્શીવચનથી તરુણ મિત્ર મંડળની ૪૯ વર્ષ પહેલાં સ્થાપના થયેલી. આથી પંકજભાઈ સંસ્થાની વિવિધ પ્રવૃત્તિઓથી વાકેફ હતા. નિકટના સ્નેહીજન હોવાના કારણે ફોન કરી વિટંબણા જણાવતાં તેમને રજિસ્ટ્રેશનની ફાઇલ લઈ તરુણ મિત્ર મંડળ સંચાલિત RTI કેન્દ્ર-માટુંગા જવાની સલાહ આપી. ૨૦૧૬ની ૬ મેએ પંકજભાઈ કેન્દ્ર પર પહોંચ્યા, જ્યાં તેમની મુલાકાત કેન્દ્રના વરિષ્ઠ સેવાભાવી ફાલ્ગુન શાહ તથા સાથીઓ સાથે થઈ. તેમણે વિટંબણાની વાત વિસ્તારથી કહી, જે સાથીઓએ શાંતિથી સાંભળી લાવેલી ફાઇલનો અભ્યાસ કરી ધ કૉપીરાઇટ ઑફિસના ડેપ્યુટી રજિસ્ટ્રારને વિગતવાર પત્ર લખવા જણાવ્યું તથા લખાણ માટેનું માર્ગદર્શન આપીને પત્ર સાથે રજિસ્ટ્રેશન બાબત થયેલા તમામ પત્રવ્યવહારની નકલ તથા ફરીથી કલાકૃતિ ‘સૂરવિહાર’ની બે કૉપીઓ મોકલવા જણાવ્યું.

મળેલા માર્ગદર્શન મુજબ પંકજભાઈએ ૨૦૧૬ની પાંચ જુલાઈએ વિગતવાર પત્ર લખી અગાઉના પત્રવ્યવહારની ફોટોકૉપીઓ તથા ‘સ્વરમલ્લિકા’ની બે પ્રત સાથે રવાના કર્યો, જેનો બાબુઓએ કોઈ પ્રતિભાવ ન આપ્યો. ફરીથી ૨૦૧૬ની ૨૯ જુલાઈએ તથા ૨૦૧૬ની ૯ સપ્ટેમ્બરે, ૨૧ ઑક્ટોબરે તથા ૧૦ ડિસેમ્બરે રિમાઇન્ડર-પત્રો મોકલવામાં આવ્યા. ‘પાડાની પીઠ પર પાણી રેડવા’ જેવું થયું. પાડાની જેમ જાડી ચામડી ધરાવતા બાબુઓ પર એની કોઈ કરતાં કોઈ અસર ન થઈ.

૨૦૧૭ની ૪ જાન્યુઆરીએ ફરીથી RTI કેન્દ્ર-માટુંગા પહોંચતાં ફાલ્ગુનભાઈ તથા સાથીઓએ RTI કાયદા હેઠળની પ્રથમ અરજીનો મુસદ્દો બનાવી આપ્યો, જે પંકજભાઈએ સેન્ટ્રલ પબ્લિક ઇન્ફર્મેશન ઑફિસર (CPIO)ને મોકલી આપ્યો, જેમાં નીચેની વિગતે માહિતી માગવામાં આવી.

૧. મારા ૨૦૧૫ની ૧૦ ડિસેમ્બરના પત્ર પર લેવામાં આવેલાં પગલાં તથા કરવામાં આવેલી કાર્યવાહીની ક્રમબદ્ધ માહિતી તથા એ પત્રની સાંપ્રત પરિસ્થિતિની વિગતવાર માહિતી આપશો. (પત્રની કૉપી આપના ત્વરિત રેફરન્સ માટે આ સાથે બીડવામાં આવેલ છે).

૨. મારા પત્ર પર જો કોઈ કાર્યવાહી કરવામાં ન આવી હોય કે અધૂરી કાર્યવાહી કરવામાં આવી હોય તો એ માટે નોંધાયેલાં કારણો.

૩. મારા પત્ર પર કાર્યવાહી કરવાની જવાબદારી ધરાવનાર અધિકારીનું નામ, હોદ્દો, સરનામું તથા સરકાર દ્વારા અપાયેલા મોબાઇલના નંબર. જો એમ ન કરવામાં આવ્યું હોય તો તેમની ડાયરેક્ટ લૅન્ડલાઇનના તથા બોર્ડલાઇનના નંબરો.

૪. જવાબદાર અધિકારીએ કાર્યવાહી સમયસર પૂર્ણ કરેલી ન હોય કે અધૂરી કાર્યવાહી કરવામાં આવી હોય તો અધિકારી પર લેવામાં આવેલાં શિસ્તભંગનાં પગલાંઓની વિગતવાર માહિતી.

૫. જો શિસ્તભંગનાં પગલાં લેવામાં ન આવ્યાં હોય તો એ માટે નોંધાયેલાં કારણોની સવિસ્તાર માહિતી.

૬. બેજવાબદાર અધિકારી પર શિસ્તભંગનાં પગલાં લેવાની જવાબદારી ધરાવનાર વરિષ્ઠ અધિકારીનું નામ, હોદ્દો, સરનામું તથા તેમને સરકાર દ્વારા અપાયેલા મોબાઇલ- નંબરની વિગતો આપશો તથા જો મોબાઇલ આપવામાં ન આવ્યો હોય તો તેમના ડાયરેક્ટ તથા તેમના વિભાગના બોર્ડ-લાઇનના (લૅન્ડલાઇનના) નંબરો જણાવશો.

૭. મારા પત્ર પર યથાયોગ્ય કાર્યવાહી કરવા માટેની મહત્તમ સમયમર્યાદા જણાવશો.

૮. આપના વિભાગના સિટિઝન ચાર્ટરની અપડેટેડ પ્રમાણિત કૉપી આપશો.

૯. ઉપરોક્ત (૮) મુજબ જણાવેલી માહિતી આપવા માટે ફોટોકૉપીનો ખર્ચ જણાવશો, જેથી એ રકમ ભરવાની વ્યવસ્થા ગોઠવી શકાય.

૧૦. જો સિટિઝન ચાર્ટર ન બનાવવામાં આવ્યું હોય કે એ સમયાંતરે અપડેટ કરવામાં ન આવ્યું હોય તો એ માટે નોંધાયેલાં કારણો જણાવશો.

૧૧. આપના વિભાગના સિટિઝન ચાર્ટર બનાવવાની તથા એને અપડેટ કરવાની જવાબદારી ધરાવનાર અધિકારીનું નામ, હોદ્દો, સરનામું તથા તેમના સંપર્ક-નંબરોની વિગતો આપશો. જો સરકાર તરફથી મોબાઇલ આપવામાં આવ્યો હોય કે તેમના મોબાઇલનું બિલ સરકાર તરફથી ભરવામાં આવતું હોય તો મોબાઇલ-નંબર અને તેમના લૅન્ડલાઇનના ડાયરેક્ટર નંબર તથા વિભાગના નંબરો આપશો.

૧૨. ઉપરોક્ત (૧૧) મુજબ જો અધિકારીએ તેમની જવાબદારી અદા ન કરી હોય તો તેમના પર લેવામાં આવેલાં શિક્ષાત્મક પગલાંની વિગતો જણાવશો.

૧૩. ઉપરોક્ત (૧૧ અને ૧૨) મુજબ શિક્ષાત્મક પગલાં લેવાની જવાબદારી ધરાવનાર વરિષ્ઠ અધિકારીનંલ નામ, હોદ્દો, સરનામું તથા તેમના સંપર્ક-નંબરોની પૂર્ણ વિગતો આપશો.

૧૪. RTI કાયદા હેઠળ નિમાયેલા પ્રથમ અપેલેટ અધિકારીનું નામ, હોદ્દો, તેમનું સરનામું તથા સંપર્ક-નંબરોની પૂર્ણ વિગતો આપશો; જેથી જો આપના જવાબથી સંતોષ ન થાય તો RTI કાયદા હેઠળની પ્રથમ અપીલ કરવાના અધિકારનો ઉપયોગ કરી શકાય.

RTI કાયદા હેઠળની ઉપરોક્ત ધારદાર અરજીની ધારી અસર થઈ. બાબુઓના પસીના ઊતર્યા. જવાબ આપે તો શું આપે? જવાબમાં ક્યાંક ને ક્યાંક સંકજામાં આવી જાય અને જવાબ ન આપે તો RTIની તલવાર માથા પર લટકતી રહે.

કૉપીરાઇટ ઑફિસની વેબસાઇટ પર ૨૦૧૭ની ૩ માર્ચે જોવાથી પંકજભાઈને આનંદજનક આર્ય થયું. ૨૦૧૭ની ૧૩ ફેબ્રુઆરીએ પંકજભાઈએ માગેલા કૉપીરાઇટનું રજિસ્ટ્રેશન સર્ટિફિકેટ અપલોડ થયેલું દેખાયું. કવરિંગ લેટર સાથે રજિસ્ટ્રેશન સર્ટિફિકેટની ઓરિજિનલ કૉપી તથા કૉપીરાઇટના સીલ અને સ્ટૅમ્પ સાથેની પુસ્તિકાની એક પ્રત પંકજભાઈને મળી ત્યારે પરિવારમાં બાળક જન્મતાં થતી ખુશી થઈ અને તેમની બે વર્ષની યાતનાનો RTI કાયદાના યોગ્ય ઉપયોગ તથા ફાલ્ગુનભાઈ અને સેવાભાવીઓના માર્ગદર્શન અને મદદથી એક મહિનામાં સુખદ અંત આવ્યો.

કૉપીરાઇટ-રજિસ્ટ્રેશન શા માટે?


માલ-મિલકત, જમીનની સંપત્તિનું રજિસ્ટ્રેશન એ ધરાવનાર અચૂક કરે છે. આના કારણે માલિકીહકનું કાયદાકીય દૃષ્ટિએ રક્ષણ થાય છે. સામાન્ય રીતે રજિસ્ટ્રાર ઑફ અશ્યૉરન્સિસના સંબંધિત કાર્યાલયમાં રજિસ્ટ્રેશન થાય છે. વ્યાવસાયિક લિમિટેડ કંપનીઓ, જેમાં પ્રાઇવેટ લિમિટેડ કંપનીઓ પણ હોય છે તેઓ રજિસ્ટ્રાર ઑફ કંપનીઝ (ROC)માં કંપનીની અસ્ક્યામતનું રજિસ્ટ્રેશન કરાવે છે.

જેમ માલ-મિલકત-જમીન ઇત્યાદિ સંપત્તિ છે એમ બુદ્ધિના કારણે સંપત્તિનું નિર્માણ થાય છે, જેની લોકભોગ્ય ભાષામાં ઇન્ટેલેક્ચ્યુઅલ પ્રૉપર્ટીઝ તથા ગુજરાતીમાં બૌદ્ધિક સંપત્તિ તરીકે ઓળખ છે.

સાંપ્રત કિસ્સામાં પંકજભાઈએ પોતાનાં બુદ્ધિકૌશલ્યથી તથા સૂરસંગીતની આરાધનાથી સૂરવિહાર-સ્વરમલ્લિકાનું મૌલિક સર્જન કયુર્, જેનું વર્ગીકરણ બૌદ્ધિક સંપત્તિ તરીકે થાય.

બૌદ્ધિક સંપત્તિનું રક્ષણ કરવા અને એની નકલ ન થાય એ માટે કૉપીરાઇટ  તરીકે રજિસ્ટ્રેશન કરાવવાથી કૃતિકારના માલિકીહકનું રક્ષણ થાય છે.

મૌલિક કલાકૃતિ રચનાર કવિ, લેખક, કલાકારો આનો લાભ લઈ શકે છે.

રજિસ્ટ્રેશનમાં તકલીફ પડે કે દુવિધાનું નિર્માણ થાય તો એ માટે માર્ગદર્શન અને મદદ તરુણ મિત્ર મંડળ સંચાલિત અગિયાર કેન્દ્રો પર નિ:શુલ્ક ઉપલબ્ધ છે.

Comments (0)Add Comment

Write comment
quote
bold
italicize
underline
strike
url
image
quote
quote
smile
wink
laugh
grin
angry
sad
shocked
cool
tongue
kiss
cry
smaller | bigger

security code
Write the displayed characters


busy
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK