ગાંધી આશ્રમ : ઉરુલીકાંચન અને મળવિસર્જનની કીમતી વાત

વડા પ્રધાન નરેન્દ્ર મોદીને હવે ટૉઇલેટના ઉદ્ઘાટનનો જ શું પોર્ટફોલિયો છે?: ઉરુલીકાંચનના ગાંધી આશ્રમની અને મïïળવિસર્જનની નજરે જોયેલી સમસ્યા

પ્રેરણાની પળે - કાન્તિ ભટ્ટ

નવી દિલ્હીમાં રાષ્ટ્રપ્રમુખ કે વડા પ્રધાને શું કરવાનું હોય છે? કંઈ નહીં. તે માત્ર શોભાનાં બે માનવંતાં પૂતળાં જેવાં છે? ખરેખર તો હવે ૨૦૧૭માં ભારતની સ્વયંભૂ પ્રજા બહુ સુખી છે. સુખમાં સ્વાવલંબી છે. તેને તો કાયદો-વ્યવસ્થા જાળવવા ખાસ રાજ્યોના મુખ્ય પ્રધાન જ જોઈએ છે. તેને જાણે વડા પ્રધાનની કોઈ જરૂર નથી? તો બિચારા અને દિલ્હીના અટુલા બનેલા મોદી માટે શું પોર્ટફોલિયો છે? તો જાણવા મળે છે કે ટૉઇલેટના ઉદ્ઘાટનનું કામ હજી બાકી છે. મોદી હમણાં કોઈ ઉદ્ઘાટનનો વિષય નહોતો ત્યારે ઉત્તર પ્રદેશમાં તેમના મતવિસ્તાર શહેનશાહપુરમાં એક ટૉઇલેટનું ઉદ્ઘાટન કરવા ગયા હતા. તેમને સારું લગાડવા રાજ્યના મુખ્ય પ્રધાને ટૉઇલેટને રૂડું રૂપાળું નામ આપ્યું ઇઝïઝતઘર. કોઈની ઇજ્જત એક ટૉઇલેટે બચાવી? ટૉઇલેટના ટૉપિકે મોદીના નવરા હાથમાં મહત્વનું કામ સોંપ્યું. શું? ટૉઇલેટનું ઉદ્ઘાટન. અને પછી રાજ્યના મુખ્ય પ્રધાને પણ ભવિષ્યમાં હથેળીનો ચાંદ બતાવે એમ ચાંદ બતાવ્યો કે ૨૦૨૨માં સુધીમાં દરેક ગ્રામજનને એક ઘર આપશે! ટૉઇલેટના વચન ઉપરથી હવે ઘરના વચન સુધી વાત આવી છે.

પણ શું ગામડામાં આજે ખુલ્લામાં ટૉઇલેટ જવાનો પ્રૉબ્લેમ જીવનમરણનો પ્રશ્ન છે? નહીં. અરે બહુ જ ખુશીથી ગામડાનો માણસ ખુલ્લામાં ટૉઇલેટ કરે છે.  હું સાત વર્ષનો હતો ત્યારે મારી બા સવારે આ પ્રાત:કર્મ કરવા જાય ત્યારે મારે સાથે જવું પડતું. મારી બા ખુલ્લામાં ટૉઇલેટ કરતાં હોય ત્યારે કોઈ ત્યાંથી પસાર ન થાય એની મારે ચોકી કરવી પડતી. આ ખુલ્લામાં ટૉઇલેટ કરવાની રીત આપણી ભારતીય સંસ્કૃતિ સાથે વણાયેલી હતી. હું લગભગ ૬૦ વર્ષ પહેલાં (આજે હું ૮૭મા વર્ષમાં પ્રવેશ્યો છું) પુણેથી ૧૩૦ કિલોમીટર આવેલ ઉરુલીકાંચન ગામમાં મહાત્મા ગાંધી નિસર્ગોપચાર આશ્રમમાં સેવક હતો ત્યારે ઉરુલીકાંચન ગામમાં ખુલ્લામાં ટૉઇલેટ જવાની કોઈ સમસ્યા નહોતી. ગામના લખપતિ રાજસ્થાની પણ ખુલ્લામાં ટૉઇલેટ જતા. પણ ત્યારે મહાત્મા ગાંધી અને વિનોબા ભાવેની વધુપડતી સેવા અને આજ્ઞા પાળનારા વિનોબાના ભાઈ બાલકોબા ભાવે ઉરુલીકાંચનમાં એક કુટીરમાં રહેતા હતા. ઉરુલીકાંચનમાં લોકો ગાંધીજીની ‘ઐસી તૈસી’ કરીને ટૉઇલેટના અભાવે ખુલ્લામાં જતા. ગાંધીજીએ બાલકોબા ભાવેને આદેશ આપ્યો કે ગામના લોકોને શરમાવવા ગામના લોકો ખુલ્લામાં ‘બેસે’ ત્યારે બાજુમાં ઊભા રહીને તે મળવિસર્જનનું કામ પતાવે ત્યારે એ ગંદું ઉપાડી લેવું અને યોગ્ય જગ્યાએ એ ભેગું કરી નાખવું. એ વખતે હું પોતે નિસર્ગોપચાર આશ્રમમાં ૬૫ રૂપિયાના સેવા-વેતનથી સેવક હતો. મેં બાલકોબા ભાવેને સ્પષ્ટ ના કહી કે તમે જે કામ ‘ગાંધીભાવના’થી કરો છો એ હું આંધળુકિયાં કરીને નહીં કરું. ગામના લોકોએ પણ આ ગાંધી બ્રૅન્ડ મળ ઉપાડવાની સેવા કરવાની ના પાડી દીધી! આ પ્રકારે ગાંધીજીએ આખા હિન્દુસ્તાનમાં પોતાનો ગાંધીવાદ લાગુ કરવા ધાર્યો, પણ એ ગાંધીવાદ મïળવિસર્જનને ઉપાડવામાં કોઈએ સ્વીકાર્યો નહીં એનો હું પોતે સાક્ષી છું. અને ગાંધીજી દરેક વાતમાં ૧૦૦ ટકા ગાંધીવાદ સ્વીકારાવી શક્યા નહોતા! પણ પછી ઉરુલીકાંચનના ગ્રામજનોએ પોતે જ ટૉઇલેટ ઊભાં કરેલાં.

Comments (0)Add Comment

Write comment
quote
bold
italicize
underline
strike
url
image
quote
quote
smile
wink
laugh
grin
angry
sad
shocked
cool
tongue
kiss
cry
smaller | bigger

security code
Write the displayed characters


busy
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK