સ્ત્રી જ્યારે બળવાખોર બનીને રણચંડી બને ત્યારે

ખરેખર તો સ્ત્રીમાં ગજબની શક્તિ છે.

પ્રેરણાની પળે - કાન્તિ ભટ્ટ

કવિ ઇમર્સને ૨૮૧ વર્ષ પહેલાં સ્ત્રીઓ માટે જાણે અંતિમ સત્ય કહી નાખેલું કે સ્ત્રીઓની સ્ટ્રેન્ગ્થ, મજબૂતી, જોમ કઈ વાતમાં છે?

સ્ત્રીની સ્ટ્રેન્ગ્થ એ બાબતમાં છે કે સ્ત્રી એક નબળો માનવજીવ ગણાઈ ગઈ છે!

ખરેખર તો સ્ત્રીમાં ગજબની શક્તિ છે. ખાસ કરીને તેની સહનશક્તિ કે ગરીબી કે અમીરી સહન કરવાની તાકાત અદ્ભુત છે. આ પ્રકારની સ્ત્રીઓ દુનિયાભરમાં છે.

હમણાં પહેલી મેએ લંડનના દૈનિક ‘ઇન્ડિપેન્ડન્ટ’ની પત્રકાર કૅરોલિન મોર્ટિમોર મધ્ય પ્રદેશમાં ગઈ. ત્યાં તેણે સ્ત્રીઓનું ચંડી સ્વરૂપ જોયું. આપણા ભારતમાં અને ખાસ કરીને ગુજરાતમાં મેલાં કપડાં ધોવા માટે ધોકો વપરાય છે. ગુજરાત-સૌરાષ્ટ્રમાં કપડાં ધોવા માટે એ વધુ વપરાય છે. સૌરાષ્ટ્રમાં ધોકાનો એક અલગ જાતનો ઉપયોગ થાય છે.

મારા સ્વાનુભવની વાત કરું તો મારા ક્રોધીલા શિક્ષક પિતા કરતાં મારાં બા (પ્રેમકુંવર બા) બાર વર્ષથી પંદર વર્ષ નાનાં હતાં. મારાં બા લાગ ફાવે એ પિતાને કહી દેતાં. તેમનું લફરું પણ કહી દેતાં. ત્યારે મારા પિતા કપડાં ધોવાના ધોકાનો ઉપયોગ મારી બાને મારવામાં કરતા! મારી-મારીને મારી બાનાં હાડકાં ખોખરાં કર્યા છે. આ કરુણ દૃશ્ય મેં બચપણમાં જોયું છે.

‘ઇન્ડિપેન્ડન્ટ’માં સમાચાર છે કે મધ્ય પ્રદેશના એક ગામડામાં જે સ્ત્રીનો પતિ દારૂ પીએ કે જુગાર રમે કે તેની સાથે અણછાજતો વ્યવહાર કરે તેને છૂટ છે કે તેના પતિને ધોકે-ધોકે ધોઈ નાખે! ગુલાબી ગૅન્ગવાળી એક સેવાભાવી ગ્રામીણ ટોળકીએ આ ઝુંબેશ ઉપાડી છે.

સુથારો અને દુકાનદારોને નવાઈ લાગી કે એકાએક આ ધોકાની ડિમાન્ડ કેમ ફાટી નીકળી? ત્યારે ખબર પડી કે એક રાજકારણીએ સ્ત્રીઓને ખૂબ જ પાવરફુલ બનાવવી છે. એટલે તેણે તેના મતવિસ્તારમાં ૭૦૦ છોકરીઓ પરણતી હતી ત્યાં કપડાં ધોવાના ૭૦૦ ધોકા વહેંચ્યા અને સ્પષ્ટ સૂચના આપી કે તમારો પતિ તમને મારે તો તમે આ ધોકાથી છૂટથી મારજો. ધોકા પર જ લખ્યું છે : પતિ કો ધમકાને કે વાસ્તે ધોકા!

૯૦ ટકા ઝૂંપડપટ્ટી અને ગરીબ વિસ્તારમાં જ નહીં, કોઈ-કોઈ ધનિક વિસ્તારમાં પણ પતિ દારૂ પીને કે નશો કરીને પત્નીને ધોકે-ધોકે મારતો. દારૂડિયો કે ગંજેડી પતિ તેની પત્નીએ ખર્ચમાં કરકસર કરીને જે પૈસા બચાવ્યા હોય એ લઈ જતો અને વ્યસનમાં ખર્ચી નાખતો. પછી નશામાં બેભાન થઈને પાછો ઘરે આવતો ત્યારે પત્ની જ તેને સંભાળતી!

મધ્ય પ્રદેશના રાજકારણીએ નવી પરણેલી મધ્ય પ્રદેશની કુંવારિકાઓને ૧૦,૦૦૦ ધોકા મફત વહેંચ્યા છે. રાજ્યના ગવર્નરે સ્ત્રીઓને પ્રથમ પૂછી જોયું કે શું તમે તમારા પિયક્કડ કે નશીલા પતિને મારશો? ત્યારે સ્ત્રીઓએ એકઅવાજે કહ્યું કે આજ સુધી અમે બહુ સહન કર્યું, હવે અમારો વારો છે. પુરુષો બેકાર રહે છે, કામ મળતું નથી તેથી દારૂ પીને કે નશો કરીને બેકારીના દિવસો કાઢે છે.

ગુલાબી ગૅન્ગની બળવાખોર સ્ત્રીઓ પોતાની ઓળખ માટે ગુલાબી રંગની સાડી પહેરે છે. હવે તો બજારમાં ગુલાબી સાડીવાળી સ્ત્રી નીકળે ત્યારે સ્ટ્રીટ-મજનૂઓ પણ ડિસિપ્લિનમાં વર્તે છે. ભલું થજો ગુલાબી ગૅન્ગનું અને મધ્ય પ્રદેશના પ્રધાનનું.

Comments (0)Add Comment

Write comment
quote
bold
italicize
underline
strike
url
image
quote
quote
smile
wink
laugh
grin
angry
sad
shocked
cool
tongue
kiss
cry
smaller | bigger

security code
Write the displayed characters


busy
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK