હદ કરે છે

સાહિત્ય કોઈ પણ સ્વરૂપમાં હોય, સાંપ્રત ઘટના કે સમાજનું પ્રતિબિંબ એમાં ઝિલાતું હોય છે. ભાષા પાસે લાવણ્ય પણ હોય અને લાફો પણ હોય.

અર્ઝ કિયા હૈ - હિતેન આનંદપરા

આપણા જવાન પરમજિત સિંહ અને પ્રેમસાગરના મૃતદેહને ક્ષત-વિક્ષત કરી પાકિસ્તાને ફરી એક વાર બેખોફ બર્બરતા આચરી. પાક સાથે નાપાક શબ્દ બરાબર જાય છે. આ વિરોધી શબ્દ નથી, સમાનાર્થી શબ્દ છે.

ખાવાના સાંસા હોય તોય ઝઘડવાનું જોર રાખે એવો આ દેશ પાડોશી તરીકે આપણા લમણે લખાયો છે. જેના સત્તાધારીઓ ક્રૂરતાના ઉપાસક હોય તેમની પાસેથી શાંતિની અપેક્ષા રાખવી એ સિંહને ખીચડી ખવડાવવા જેવી નાદાનિયત છે. આતંકવાદીઓને પડખે સૂતી પાકિસ્તાની સેનામાં હૃદયની જગ્યાએ પથ્થર, કિડનીની જગ્યાએ કારતૂસ અને મગજની જગ્યાએ મગર ગોઠવાયેલાં છે. વાર કરવો, વીંધી નાખવું ને ફાડી ખાવું તેમના સ્વભાવમાં છે. જેના અન્નમાં જ આતંક હોય તેના ઓડકારમાં અમન ક્યાંથી આવે? મનસુખ નારિયા કહે છે એ અનુભૂતિ અત્યારે પ્રત્યેક દેશપ્રેમી કરી રહ્યો છે...

એ સ્વયં સરહદ કરે છે

ને પછી તો હદ કરે છે

ક્યાં સુધી તું માફ કરશે

એ હવે અનહદ કરે છે


પાણી માથા પરથી નહીં, છત પરથી નીકળી ગયું છે. પાકિસ્તાનની નીવડેલી દોંગાઈ એ છે કે એ ક્યારેય આક્ષેપનો સ્વીકાર નથી કરતું અને પ્રતિઆક્ષેપ કરી વાતને વાળી દે છે. નફટાઈનો નશો એટલો બધો છે કે પુરાવાની પેશગીને લાત મારી ફંગોળી દે. પાકિસ્તાનના આર્મી-ચીફને માથે ખ્ધ્-૪૭ તાકી બેફામસાહેબનો આ શેર સંભળાવવાનું મન થાય...

જુલમ તમે જે કરો છો, તમે જ જાણો છો

તમારા વિણ હું બીજાને ગવાહ કેમ કરું?


પ્રોફેશનલ આર્મી પાસે એ અપેક્ષા રાખવામાં આવે છે કે કેટલાક માનવીય નિયમોનું એ ચુસ્તપણે પાલન કરે. પાકિસ્તાન પાસે આવી અપેક્ષા રાખવી એ દૈત્ય પાસે દયાની અપેક્ષા રાખવા બરાબર છે. ડૉ. દિલીપ મોદીના આ શેર પર આંસુ સારવા કે આક્રોશ વ્યક્ત કરવો એ જ સમજાતું નથી... 

તંગ છે પરિસ્થિતિ ઇન્સાનિયતની

જાળવીને ગુપ્તતા ઘાવો છુપાવ્યા

હોય છે બસ હદ સહન કરવાની, મિત્રો!

નીતિ ને મૂલ્યોએ ખુદ અશ્રુ વહાવ્યાં


પાકિસ્તાન પાસે ખંધાઈનો ખજાનો છે. ભારતે એને ઑફિશ્યલી મોસ્ટ ફેવર્ડ નેશનનો દરજ્જો આપ્યો, પણ એની સામે પાકિસ્તાને આપણને અનઑફિશ્યલી મોસ્ટ હેટેડ નેશનનો દરજ્જો આપ્યો છે. ઝેરી નાગ દંશ મારવા તત્પર હોય ત્યારે કાં તો એની ફેણ કચડી નાખવી પડે અથવા દંશ ખાવા તૈયાર રહેવું પડે. હવે તો દંશ ખાધાનેય દાયકાઓ થઈ ગયા. જેની જબાનમાં ઝેર હોય, હૈયે વેર હોય ને આંખે અંધેર હોય એની પાસેથી વિશ્વાસઘાત સિવાય બીજી કોઈ ભેટની અપેક્ષા ન રાખવી. અશ્ક માણાવદરી લાલ બત્તી ધરે છે...                          

કરો છો હમણાં તમે કૉલ ને કરાર પછી

અનુભવ એનો મળે છે શું થાશે ત્યાર પછી

કરી લઈશ હું ખોટી કસમ પર વિશ્વાસ

ફરેબ ખાવો સ્વાભાવિક છે એક વાર પછી


નેવુંના દાયકાથી શરૂ થયેલા સરહદી ઊંબાડિયામાં હજારો ભારતીય સૈનિકોએ શહીદી વહોરી. શિયાળ સિંહનો શિકાર કરતું થઈ જાય ત્યારે તપાસવું પડે કે શિયાળ જોરૂકું છે કે સિંહ માંદો છે?

જે સૈનિકોનાં મોત થાય છે તેના પરિવારની લાચારી વિશે વિચારો તો આપણી બધી સલામો ફાટેલા દૂધ જેવી નકામી થઈ જાય. સરહદે ગયેલા સૈનિકની પતïની કાયમ એક થડકા સાથે જ જીવતી હોય છે. આવતી કાલની સવાર શું ખબર લાવશે એની દહેશત તોળાતી રહે. આ ઉચાટ જીરવવો સહેલો નથી. રઈશ મનીઆરની પંક્તિ પીડા બયાં કરે છે...

રસ્મ તૂટે કે ભલે રીતરિવાજો તૂટે

તૂટે માણસ ન કદી, ચાહે સમાજો તૂટે

એક માણસથી રઈશ કેટલા શેરો નીપજે?

એક જીવતરમાં રઈશ કેટલી સાંજો તૂટે?


દેશ માટે જાન ન્યોચ્છાવર કરનાર સૈનિકોની ઉંમર સામાન્ય રીતે વીસથી ૪૫ની વચ્ચે હોય છે. કેટલાકનાં તો હજી લગ્ન ન થયાં હોય, કેટલાકનાં લગ્નને વરસ પણ ન થયું હોય તો કેટલાકને બે-પાંચ વરસનું બાળક હોય. ઘરની જવાબદારીઓ જેના ખભે હોય તે કોઈના ખભે ઊપડી જાય. પતïનીના હૈયાફાટ રુદન અને બાળકોની નર્દિોષ ચુપકીદીના ભાગે ગજા કરતાં વધારે આઘાત સહન કરવાનો આવે. 

થઈ ગયાં વેરાન ઘર ને સૂનાં આંગણ રહી ગયાં

અવસરો વીતી ગયા ને શુષ્ક તોરણ રહી ગયાં


બેફામસાહેબ કહે છે એમ શુષ્ક તોરણ કાં તો ખરી પડે અથવા ખેરવી નાખવાં પડે. સમયને નિષ્ઠુર બનવાની ફાવટ વધારે છે. નેતાઓની જેમ ભારતીય સેના વાતો કરવામાં નથી માનતી, ઍક્શનમાં માને છે. બસ એના હાથ બાંધનારું કોઈ ન હોવું જોઈએ. બાંધેલા હાથ છટપટાહટ કરી શકે, દુશ્મનને છોલી ન શકે.

ક્યા બાત હૈ

સૈનિક

ઊગે ઊગે આંખોમાં અંધારા રાજ

સપનાં કાળાં ભમ્મર કાળાં ખાબકે

ઊંડે ઊંડે ઉઝરડા લ્હેરાય રે

સન્ïનાટા સરહદ પર ઊભા સાબદા

છલના ચારેકોર છલોછલ છાવરે

હલ્લાઓ ઓચિંતા ને અણધારા રાજ

ઝાડ હવે તો પંખી પર વહેમાય રે

રહેવા દૈશ તો પડશે મોટી આપદા

નીકળી જાઓ અહીંથી સૌ પરબારા રાજ

સૂરજ રાતાચોળ અચાનક ત્રાટકે

કિરણો વાંકાંચૂકાંવાંકાં થાય રે

અજવાળાના અક્ષર લાગે આકરા

પાદર ઉપર પીડ અડાબીડ ભાંભરે

સાત જનમના તૂટે રે સથવારા રાજ

પાંસળીઓમાં ભમ્મરિયા ઘૂંટાય રે

ડળક કરીને ડૂસકાં મૂકે વાદળાં

Comments (0)Add Comment

Write comment
quote
bold
italicize
underline
strike
url
image
quote
quote
smile
wink
laugh
grin
angry
sad
shocked
cool
tongue
kiss
cry
smaller | bigger

security code
Write the displayed characters


busy
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK