મુંબઈની ઠંડી કેમ આટલી ઠંડી?

મુંબઈની વિશિષ્ટ ભૌગોલિક સ્થિતિને કારણે મુંબઈગરાઓને ક્યારેય લાંબોલચક શિયાળો માણવા મળવાનો નથી. ઊચક ધોરણે આવતા શિયાળા પાછળનાં કારણો અને એ પછી પણ મુંબઈગરાઓ કઈ રીતે એનું સેલિબ્રેશન કરી લે છે એ વિશે થોડીક ગુફ્તેગો કરીએ

winter

રુચિતા શાહ

કડકડતી ઠંડીમાં ગરમાગરમ આદું નાખેલી ચાની ચૂસકી મારવાની મજા શિયાળો જ આપી શકે. કડકડતી ઠંડીમાં તાપણું પ્રગટાવીને હાથ શેકવાની મજા શિયાળો જ આપી શકે. થિજાવી દેતી ઠંડીમાં તીખાશ સાથેનો ગરમાટો જન્માવતાં વસાણાં ખાવાની મજા શિયાળો જ આપી શકે. તાજાં-માજાં શાકભાજીના મિક્સરવાળું ઊંધિયું ખાવાનો આનંદ પણ શિયાળો જ આપી શકે. આપણી ત્રણેય •તુમાં શિયાળાનો પોતાનો ચાર્મ છે. વડીલો કહેતા આવ્યા છે કે જેનો શિયાળો સારો એનું આખું વર્ષ સારું. બહારની ઠંડીને પહોંચી વળવા અને શરીરનો ગરમાટો જાળવવા માટેના વિશિષ્ટ ખોરાકની પરંપરા આપણે ત્યાં રહી છે. જોકે ઠંડી જ જ્યાં ઓછી હોય ત્યાં વધુપડતા ગરમ મસાલાવાળાં વસાણાં ખાવાની જરૂર રહેતી નથી. સ્વેટર, શાલ બહાર કાઢવાની આપણે ભાગ્યે જ આવશ્યકતા રહે છે. ફૂલગુલાબી ઠંડીનો આહ્લાદ આખા વર્ષનું સંભારણું બની શકે છે; પરંતુ આ સંભારણું સાચવવાનો, વાતાવરણનો ધ્રુજારો અનુભવીને એનો આનંદ માણવાનો અને ઠંડક સાથે ખાણી-પીણી અને આરામની મોજ અનુભવવાનો અવકાશ મુંબઈગરાને ખાસ મળતો નથી. મુંબઈની ઠંડી થોડી મંદી હોય છે. આજે એની પાછળનાં ભૌગોલિક અને માનવસર્જિત કારણો પર એક નજર કરીએ.

શિયાળો શું કામ આવે?

મુંબઈના શિયાળા પર વાત કરતાં પહેલાં શિયાળા પાછળનું થોડુંક સામાન્ય જ્ઞાન મેળવી લઈએ. પૃથ્વીના બે હિસ્સા છે : ઉત્તર ગોળાર્ધ અને દક્ષિણ ગોળાર્ધ. સૂર્ય છ-છ મહિના બન્ને ગોળાર્ધમાં રહે છે. સૂર્ય જ્યારે ૨૦ માર્ચ પછી દક્ષિણ ગોળાર્ધમાં ગતિ કરે છે એ વખતે એનાં કિરણો જે જગ્યાએ સીધાં પડે છે ત્યાં ઉનાળો હોય છે. દુનિયાના મોટા ભાગના દેશો, પર્વતો, જંગલો વગેરે બધું જ ઉત્તર ગોળાર્ધમાં છે. દક્ષિણ ગોળાર્ધમાં ઍટલાન્ટિક, ઍન્ટાર્કટિકા જેવા મોટા મહાસાગરો છે. પૃથ્વી પરનું ૭૦ ટકા પાણી દક્ષિણ ગોળાર્ધમાં છે. ટૂંકમાં, ૨૧ ડિસેમ્બર સુધી સૂર્ય દક્ષિણ ગોળાર્ધમાં હોય છે એટલે દક્ષિણમાં એનાં કિરણો સીધાં પડે એટલે ત્યાં ઉનાળો અને ઉત્તર ગોળાર્ધમાં એટલે કે આપણે ત્યાં સૂર્યનાં કિરણો ત્રાંસાં પડે એટલે અહીં શિયાળો. એમાં પણ જે પ્રદેશો અક્ષાંશરેખાની વધુ નજીક હોય ત્યાં વધુ ઠંડી અને જે પ્રદેશો અક્ષાંશરેખાથી દૂર હોય એટલે કે આપણું મહારાષ્ટ્ર ત્યાં ઓછી ઠંડી. એમાં અરબી સમુદ્રે આપણે ત્યાંની ઠંડીને વધુ માઇલ્ડ કરવાનું કામ કર્યું છે. ૨૧ ડિસેમ્બરે સૂર્ય ફરી ઉત્તર ગોળાર્ધમાં આવશે અને ૨૦ માર્ચે ઉત્તર ગોળાર્ધમાં પણ ટૉપ પર હશે એટલે ત્યારે સૌથી વધારે ગરમી મહેસૂસ કરવા મળશે. ટૂંકમાં, હવે શિયાળો પૂરો કરવાની દિશામાં સૂર્યદેવે પ્રયાણ કરી દીધું છે.

ïમુંબઈની ગુલાબી ઠંડી

મુંબઈનું તાપમાન સમઘાત ગણાય છે એટલે કે અહીં બહુ ઠંડી નથી પડતી એમ કાળઝાળ ગરમી પણ નથી પડતી. મુંબઈમાં ઠંડી આવી કે નહીં એનાં કેટલાંક દેખીતાં પૅરામીટર્સ છે જેનો અનુભવ તમે પોતે પણ કર્યો હશે. તમે ટ્રેનમાં ટ્રાવેલ કરતા હો ત્યારે પંખા બંધ હોય અને વિન્ડો-સીટની બારી નીચે હોય અથવા કોઈ દરવાજા પર ઊભું ન હોય ત્યારે સમજવું કે મુંબઈમાં ઠંડી જેવું કંઈક થોડા અંશે શરૂ થયું છે. સ્ટેશનની બહાર સ્વેટર અને શાલ લઈને નેપાલી ફેરિયાઓ બેસેલા જોવા મળે ત્યારે સમજવું કે મુંબઈમાં ઠંડી જેવું કંઈક શરૂ થયું છે. બેસ્ટની બસોની બારીઓના કાચ નીચે આવી ગયા હોય ત્યારે સમજવું કે હવે હવામાનનો પારો થોડોક નીચે ગયો છે. જોકે આવો સમય ભાગ્યે જ મુંબઈગરાઓને નસીબ થતો હોય છે. આવાં જ ઑબ્ઝર્વેશન મુંબઈ હવામાન ખાતાના ડેપ્યુટી ડિરેક્ટર જનરલ કે. એસ. હોસાલિકરે પણ કર્યાં છે. મુંબઈમાં ઠંડી કેમ નથી પડતી એનું કારણ આપતાં તેઓ કહે છે, ‘આપણું શહેર સમુદ્રકિનારા પર વસેલું શહેર છે એટલે સ્વાભાવિક છે કે અહીંની ક્લાઇમેટ સમુદ્રને આધારિત રહેશે. અહીં હંમેશાં ભેજનું પ્રમાણ ઊંચું હોય. સવારે સમુદ્ર પરથી હવા ચાલે અને રાત્રે જમીન પરથી હવા ચાલે. સાવ તો એવું ન કહેવાય કે ઠંડી હોતી જ નથી. હોય છે, પણ એ મહેમાનની જેમ આવ-જા કરનારી ઠંડી હોય છે. આપણે ત્યાં ઓછામાં ઓછું ટેમ્પરેચર ૧૬થી ૧૭ ડિગ્રી સુધી જાય અને દિવસ દરમ્યાન ૨૭થી ૩૦ ડિગ્રી તાપમાન હોય છે. એને તમે બેરેબલ તાપમાન ગણી શકો. દેશના બીજા હિસ્સાઓ જોશો તો સમજાશે કે ઉત્તરીય ભારતનાં રાજ્યો જેમ કે ઉત્તર પ્રદેશ, દિલ્હી, પંજાબ, ગુજરાત જેવાહ સ્થળો જેવી લાંબા ગાળાની અને એટલી તીવþ ઠંડી અહીં નથી હોતી. હું તો કહીશ કે મુંબઈની ઠંડી ખૂબ પ્લેઝન્ટ હોય છે જેનાથી ક્યારેય ત્રાસ ન છૂટે પણ માણવી ગમે.’

આપણે પણ જવાબદાર


અહીં ઉલ્લેખનીય છે કે સાઉથ મુંબઈની તુલનાએ સબર્બન મુંબઈમાં ઠંડીનું પ્રમાણ વધુ હોય છે. એટલે સાઉથ મુંબઈના ભુલેશ્વર કરતાં બોરીવલીના નૅન્સી કૉલોની વિસ્તારમાં ઠંડીનું પ્રમાણ વધારે મળશે અને બોરીવલીની નૅન્સી કૉલોની કરતાં વિરારના ગોકુલ ટાઉનશિપ વિસ્તારમાં રહેતા લોકોને વધુ ઠંડી અનુભવાતી હશે. એટલે કે મુંબઈની ઓછી ઠંડી પાછળ આપણો દરિયો તો જવાબદાર હોય જ છે, સાથે એ દરિયાની સાથે બીજાં પણ કેટલાંક ફૅક્ટર્સ છે જે અહીંની ઠંડીનું પ્રમાણ નક્કી કરતાં હોય છે. એ વિશે વાત કરતાં કે. એસ. હોસાલિકર કહે છે, ‘જ્યાં ગ્રીન એરિયા વધારે હશે, જ્યાં ખાલી જગ્યા વધારે હશે, જ્યાં લોકસંખ્યા વધારે હશે અને જે પ્રદેશ પર્વતથી નજીક હશે એ દરેક જગ્યાએ ઠંડીનું પ્રમાણ વધારે હશે. સમુદ્ર એક ફૅક્ટર છે. જોકે આપણા દેશમાં એવા પણ કેટલાક સમુદ્રતટો છે જ્યાં સરસ મજાની ઠંડી પડે છે, પણ અહીં નથી પડતી. એનું મૂળભૂત કારણ છે આપણું અર્બનાઇઝેશન. આપણે ત્યાં જે પ્રમાણમાં લોકસંખ્યા છે, ઇન્ફ્રાસ્ટ્રક્ચરલ ડેવલમેન્ટ થયેલું છે, સિમેન્ટ-કૉન્ક્રીટની મોટી ઇમારતો વધી રહી છે એ કારણો પણ મુંબઈના હવામાનનો પારો ઊંચો રાખવામાં કારણભૂત છે. આને આપણે આર્ટિફિશ્યલ મૉડિફિકેશન ઑફ વેધર તરીકે ઓળખીએ છીએ.’

૨૦૧૫ની ૨૩ ડિસેમ્બરે મુંબઈનું તાપમાન મહાબળેશ્વર કરતાં પણ નીચું જતું રહ્યું હતું અને એ વખતે મુંબઈએ પાછલાં દસ વર્ષનો ટેમ્પરેચરનો રેકૉર્ડ તોડી દીધો હતો. આ વર્ષે હવે એવો રેકૉર્ડ બ્રેક થવાની સંભાવના હવામાન ખાતાને નથી જણાઈ રહી. બેશક, ગયા મંગળવારે જ ઠંડીનો એક મસ્તમજાનો અનુભવ આપણે કરી લીધો છે અને એટલામાં જ આપણે સંતોષ માની લેવાનો છે.

- તસવીર : અતુલ કાંબળે

મુંબઈમાં ક્યારેય બરફવર્ષા થશે?


ના. માત્ર મુંબઈ નહીં; જ્યાં વધુ પ્રમાણમાં ઠંડી પડે છે અને તાપમાન ક્યારેક પાંચ-છ ડિગ્રી હોય છે એવાં ગુજરાત, રાજસ્થાન, મધ્ય પ્રદેશ જેવાં પશ્ચિમી રાજ્યોમાં પણ બરફવર્ષા થવાની શક્યતા નથી. ક્યારેક આબુમાં એક ડિગ્રી સુધી હવામાન પહોંચી જાય છે, પણ સ્નોફૉલ નથી થતો. હિમાલયના પ્રદેશોમાં લોકો સહેલાઈથી બરફવર્ષાનો આનંદ માણી શકે છે. એની પાછળનું કારણ આ પ્રદેશોની ભૌગોલિક રચના છે. દરઅસલ પૃથ્વી પર બે પ્રકારની કાલ્પનિક રેખાઓ છે જેને આપણે અક્ષાંશ અને રેખાંશ તરીકે ઓળખીએ છીએ. જે પ્રદેશો ઊંચા અક્ષાંશ પર જાય છે ત્યાંનું તાપમાન નીચું હોય છેï અને ત્યાં ઠંડીનું પ્રમાણ પણ વધારે હોય છે. હિમાલય, ઉત્તરાખંડ વગેરે દેશો ઉત્તર અક્ષાંશની નજીક આવેલા પ્રદેશો છે. ઠંડી હોવાની સાથે ત્યાંની હવા પાતળી હોય છે. આ હવામાં પાણીના અસંખ્ય કણો હોય છે જે શિયાળામાં જામી જાય છે એટલે બરફ બને અને આ બરફ નીચે આવે ત્યારે બરફવર્ષા થાય. મુંબઈ, ગુજરાત, રાજસ્થાન, મદ્રાસ પૃથ્વીના નીચા અક્ષાંશ પર છે અને વિષુવવૃત્તથી પણ નીચે છે એટલે ઠંડી ઓછી હોય. બીજું હવા પાતળી નથી એટલે હવામાં રહેલા પાણીના કણો ક્યારેય જામીને બરફ બનતો નથી.

Comments (0)Add Comment

Write comment
quote
bold
italicize
underline
strike
url
image
quote
quote
smile
wink
laugh
grin
angry
sad
shocked
cool
tongue
kiss
cry
smaller | bigger

security code
Write the displayed characters


busy
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK