ડંખવાની જરૂર જ ન પડી, ફૂંફાડામાત્રથી દુવિધા દૂર થઈ

હૉસ્પિટલાઇઝેશનની જરૂર જ નહોતી જેવા હાથવગા બહાનાથી ટટળાવતા બાબુઓએ લોકપાલશ્રીને ફરિયાદ કરીશું એવા ફૂંફાડામાત્રથી ચૂપચાપ ક્લેમ મંજૂર કર્યો

RTi

RTIની તાકાત - ધીરજ રાંભિયા

સરકારી વીમા-કંપનીના બાબુઓએ ક્લેમ મંજૂર ન કરવાની ગુસ્તાખીથી ઘાટકોપર (વેસ્ટ)માં રહેતા ચંદ્રકાંત તલસાણિયાની ૧૦ મહિના સુધી કરેલી સતામણી તથા RTI કેન્દ્ર, ઘાટકોપરની મદદ અને માર્ગદર્શનથી આવેલા સુખદ અંતની આ કથા છે.

જૈન ઇન્ટરનૅશનલ ઑર્ગેનાઇઝેશન (JIO)ની શ્રાવકો માટેની ગ્રુપ મેડિક્લેમ ઇન્શ્યૉરન્સ સ્કીમ હેઠળ સરકારીવીમા-કંપની નૅશનલ ઇન્શ્યૉરન્સ કંપની લિમિટેડની પૉલિસી તેઓ ધરાવતા હતા.

ઘાટકોપરમાં તલસાણિયા સર તરીકે સુપ્રસિદ્ધ ૭૫ વર્ષના ચંદ્રકાંત તલસાણિયાએ અચાનક જમણા કાનમાં બહેરાશની સાથોસાથ શારીરિક સમતુલા ગુમાવતાં પરિવારના ફૅમિલિ ફિઝિશ્યન તથા સંબંધે ભાઈની સલાહથી ૨૦૧૫ની ૨૩ સપ્ટેમ્બરે ડૉ. દીપક બૈદ, જ્યેષ્ઠ કન્સલ્ટન્ટને બતાડવામાં આવ્યા. તેમણે તરત સરને તેમની હૉસ્પિટલમાં દાખલ કર્યા. દર્દની ગંભીરતાને પારખી ન્યુરો સ્પેશ્યલિસ્ટ ફિઝિશ્યન ડૉ. પુજારા તથા બે ENT સ્પેશ્યિલસ્ટ ડૉ. અનાગે દહાલકર તથા ડૉ. અનિલ કડલાને પણ સલાહ તથા અભિપ્રાય માટે બોલાવવામાં આવ્યા. ડૉક્ટરોની ટીમની સલાહથી વિવિધ દવાઓ-સ્ટેરૉઇડસ્ તથા ઍન્ટિબાયોટિક ઇન્જેક્શન મારફત શિરાઓમાં આપવાનું શરૂ કરવામાં આવ્યું. સારવારનાકારણે તબિયત સારી થતાં ૨૦૧૫ની૨૬ સપ્ટેમ્બરે હૉસ્પિટલમાંથી રજા આપવામાં આવી.

૨૦૧૫ની ૪ નવેમ્બરેવીમા-કંપનીના ક્લેમ-ફૉર્મમાં સંપૂર્ણ વિગતો ભરી જરૂરી તમામ પ્રિસ્ક્રિપ્શન્સ, બિલો, સર્ટિફિકેટ્સ તથા ડિસ્ચાર્જ-કાર્ડ સાથે પૅરૅમાઉન્ટ હેલ્થ સર્વિસિસ (TPA) પ્રાઇવેટ લિમિટેડને મોકલીઆપવામાં આવ્યું.

સાડાત્રણ મહિના સુધી TPAના બાબુઓ ક્લેમ-ફાઇલ કોલ્ડ સ્ટોરેજમાં મૂકી નિદ્રાધીન થઈ ગયા. ન કોઈ ચિઠ્ઠી, ન કોઈ ખબર આપવાની તસ્દી લીધી. સતત પૂછપરછના કારણે બાબુએ બગાસાં ખાતાં જણાવ્યું કે સારવાર કરનાર કન્સલ્ટન્ટ ડૉક્ટરનો પત્ર મોકલાવો જેમાં હૉસ્પિટલમાં દાખલ કરવાનું કારણ તથા આપવામાં આવેલી સારવારની વિગતવાર માહીતી હોય, કારણ કે અમારા પૅનલ-ડૉક્ટરોના જણાવ્યા મુજબ આપેલી સારવાર માટે હૉસ્પિટલાઇઝેશનની જરૂરિયાત જ નહોતી; કારણ કે આપેલી સારવાર માત્ર ચકાસણી, નિદાન તથા મૂલ્યાંકન માટે જ હતી.

ઉપરોક્ત માહિતી માગતો લેખિત પત્ર બાબુઓએ મોકલાવી આપ્યો અને છોગામાં ઉમેરતાં જણાવ્યું કે મેડિક્લેમ પૉલિસીના ક્લૉઝ-નંબર ૪.૧૯ની જોગવાઈ મુજબ ચકાસણી, નિદાન અને મૂલ્યાંકન માટે કરવામાં આવેલા હૉસ્પિટલાઇઝેશનનો ખર્ચ ચૂકવવાપાત્ર નથી અને આથી આપનો ક્લેમ સંપૂર્ણપણે નકારવામાં આવે છે.

ચંદ્રકાંતભાઈના પુત્ર ધર્મેશે કંપનીએ જણાવેલો પત્ર કન્સલ્ટન્ટ ડૉ. દીપક બૈદ પાસેથી મેળવી ૨૦૧૬ની ૯ જાન્યુઆરીના કવરિંગ લેટર સાથે TPAને મોકલાવ્યો.

૨૦૧૬ ની ૧૫ ફેબ્રુઆરીએ TPAમાંથી ઈ-મેઇલ આવી, જેમાં ઉપરોક્ત પત્રમાં લખેલી માહિતી ફરીથી લખવામાં આવી. આ ઈ-મેઇલ શા માટે મોકલવામાં આવી એ એક રહસ્ય જ રહ્યું. આથી ધર્મેશભાઈએ તરત પ્રત્યુત્તરમાંઈ-મેઇલ મોકલાવી, જેમાં નીચેની વિગતે માહિતી માગવામાં આવી : 

૧. આપને મહિના પહેલાં કન્સલ્ટન્ટ ડૉક્ટરનું સર્ટિફિકેટ/પત્ર મોકલાવ્યા છે, જેનો કોઈ ઉલ્લેખ આપની ઉપરોક્ત ઈ-મેઇલમાં કરવામાં આવ્યો નથી.

૨. આજે આપે ઉપરોક્તઈ-મેઇલ ત્રણ વખત મોકલાવી છે, જે આર્યજનક છે. આમ કરવાનો કોઈ હેતુ હોય તો એ જણાવશો.

૩. મારો પત્ર તથા સાથે મોકલાવેલો કન્સલટન્ટનો પત્ર મળ્યો છે એનો સ્પષ્ટ ઉલ્લેખ કરતો પત્ર મોકલાવશો.

૪. કન્સલ્ટન્ટનો પત્ર આપના પૅનલ-ડૉક્ટરને આપશો તથા એનો પ્રત્યુત્તર મોકલાવવા જણાવશો.

બેએક મહિનાનો સમય વ્યતીત થઈ ગયો. ઉપરોક્ત પત્રનો કોઈ જવાબ ન આવવાથી ૨૦૧૬ની ૨૩ એપ્રિલની તારીખનો કન્સલ્ટન્ટ ડૉક્ટરનો ફરીથી પત્ર લેવામાં આવ્યો, જેમાં વિનંતી કરવામાં આવી કે ચંદ્રકાંતભાઈની ફાઇલ તેમને થયેલી બીમારીના ક્ષેત્રના સ્પેશ્યલિસ્ટ ડૉક્ટરને તેમના અભિપ્રાય માટે મોકલશો. પેશન્ટને થયેલી બીમારી માટે જે સ્ટેરૉઇડ્સ તથા ઍન્ટિબાયોટિક્સ શિરામાં ઇન્જેક્શન દ્વારા આપવામાં આવતાં હતાં એ ઘરે આપી જ ન શકાય, કારણ કે એ આપ્યા બાદ દરદીને સતત મેડિકલ સુપરવિઝન હેઠળ રાખવા જરૂરી હોય છે; આથી હૉસ્પિટલાઇઝેશન જરૂરી નથી એવું કારણ આપી ક્લેમ નામંજૂર કરવાનું આપનું કૃત્ય અન્યાયી છે એવો પત્ર ધર્મેશભાઈએ પોતાના કવરિંગ લેટર સાથે ૨૦૧૬ની ૨૫ એપ્રિલે મોકલાવ્યો અને નીચેની માહિતી આપવા જણાવ્યું:

૧. ક્લેમ રિજેક્ટ કરનાર ડૉક્ટરનું નામ તથા તેમનું મેડિકલ ક્વૉલિફિકેશન જણાવશો.

૨. અમારા દાવો થયેલા દર્દના નિષ્ણાત પાસેથી ચકાસી લેશો, વૃદ્ધ વ્યક્તિને થતી માનસિક સતામણી બંધ કરો. જો આપ એમ નહીં કરો તો અમારે વીમા લોકપાલશ્રી યંત્રણાનો અથવા કન્ઝ્યુમર કોર્ટનો સહારો લેવો પડશે.

પાડાના પીઠ પર પાણી જેવું બન્યું. બાબુઓ પર ઉપરોક્ત પત્રની કોઈ અસર ન થઈ અને  ૨૦૧૬ની ૧૭ મેની

ઈ-મેઇલ દ્વારા જણાવ્યું કે આપના દાવા પર તથા પત્ર પર ફેરવિચારણા કરી દાવો નામંજૂર કરવાના અમારા નિર્ણય પર અમે અડગ છીએ.

૨૦૧૬ની ૭ જુલાઈએ ફરીથી કન્સલ્ટન્ટ ડૉક્ટરનો નવો પત્ર મેળવી કવરિંગ લેટર સાથે TPAને મોકલવામાં આવ્યો. મહિના ઉપરાંતનો સમય વ્યતીત થઈ ગયો, પરંતુ ન તો TPA કે ન તો વીમા-કંપની તરફથી કોઈ પ્રતિસાદ સાંપડ્યો.

જોગાનુજોગ ‘મિડ-ડે’ દૈનિકનો શનિવારનો અંક વાંચતાં આ કૉલમ વાંચવામાં આવી, જેમાં તેમની દુવિધા જેવી જ સતામણીનો સુખદ અંત RTI કેન્દ્ર માટુંગાના સંનિષ્ઠ પ્રયાસથી આવેલો. આથી પોતાની વિટંબણાના ઉકેલ માટે ય્વ્ત્ની અજમાયશ કરવાનું મનોમન નક્કી ક્ર્યું.

લેખાંકમાં પ્રસિદ્ધ થયેલા મોબાઇલ-નંબર પર અપૉઇન્ટમેન્ટ મેળવવાના ઉદ્દેશથી ફોન જોડ્યો, જે માટુંગા કેન્દ્રનાં સેવાભાવી મિતલ છાડવાનો હતો. વાતચીત દરમ્યાન આગંતુક પાસેથી જાણવા મળ્યું કે તેઓ ઘાટકોપરના રહેવાસી છે ત્યારે મિતલબહેને તેમને તરુણ મિત્ર મંડળ સંચાલિત RTI કેન્દ્ર ઘાટકોપરના સંપર્ક-નંબરો આપ્યા.

૨૦૧૬ના ઑગસ્ટમાં ધર્મેશભાઈ ઘાટકોપર કેન્દ્ર પર પહોંચ્ચા, જ્યાં તેમની મુલાકાત સેવાભાવી હિમાંશુ ચંદે સાથે થઈ. ધર્મેશભાઈએ પરિવારની વિટંબણા અને TPA બાબુઓના વિતંડાવાદની વાત માંડીને કહી, જે હિમાંશુભાઈ અને સાથીઓએ શાંતિથી સાંભળી. લાવેલી ફાઇલ તથા પત્રવ્યવહારનો અભ્યાસ કરી લોકપાલ યંત્રણાનો ઉપયોગ કરવાનું મનોમન નિશ્ચિત કર્યું, જેના અનુસંધાનમાં વીમા-કંપનીના ગ્રીવન્સ રીડ્રેસલ સેલને સંબોધીને વિગતવાર પત્ર બનાવી આપ્યો; કારણ કે જો વીમા-કંપનીના ગ્રીવન્સ રીડ્રેસલ સેલમાં ફરિયાદ નોંધાવી ન હોય તો લોકપાલ કાર્યાલય વીમાધારકની ફરિયાદની નોંધણી જ ન કરે. વીમા-કંપનીના બાબુઓએ વીમાધારકના હકને પ્રસ્થાપિત કરતા પત્રની નોંધ પણ ન લીધી. દોઢ મહિનાનો સમય વ્યતીત થઈ ગયો, પરંતુ ન તો કોઈ હિલચાલ દેખાઈ  કે ન તો પત્રનો જવાબ આપ્યો.

૨૦૧૬ની ૧૫ નવેમ્બરે ધર્મેશભાઈએ હિમાંશુભાઈને ફોન કરી જણાવ્યું કે પત્રનો કોઈ પ્રત્યુત્તર નથી આવ્યો તો હું આપને મળવા આવું છું જેથી આગળની કાર્યવાહી હાથ ધરી શકાય. પ્રત્યુત્તરમાં હિમાંશુભાઈએ જણાવ્યું કે નિવૃત્ત થયેલા લોકપાલની જગ્યાએ હજી નિમણૂક થઈ ન હોવાથી આપે જે પત્ર ગ્રીવન્સ રીડ્રેસલ ઑફિસરને મોકલાવેલો એ જ પત્ર આજની તારીખ નાખી રિમાઇન્ડર-૧ કરીને ફરીથી મોકલાવો, કારણ કે લોકપાલશ્રીને  ફરિયાદ કરવાથી તાત્કાલિક અર્થ નહીં સરે; જ્યારે રિમાઇન્ડર-પત્રથી વીમા-કંપની પર કદાચ દબાણ આવે. મળેલા માર્ગદર્શન પ્રમાણે ૨૦૧૬ની ૨૯ સપ્ટેમ્બરની તારીખના પત્રમાં તારીખ બદલાવી રિમાઇન્ડર-૧ લખી મોકલવામાં આવ્યો.

૨૦૧૬ની ૯ ડિસેમ્બરેરિમાઇન્ડર-પત્ર મોકલ્યાના ૨૪મા દિવસે ધર્મેશભાઈ તથા તેમના પિતા ચંદ્રકાંતભાઈના આનંદ અને આર્ય વચ્ચે ચંદ્રકાંતભાઈના બૅન્ક-ખાતામાં વીમા- કંપનીના બાબુઓએ ચૂપચાપ બૅન્ક-ટ્રાન્સફર દ્વારા ૪૯,૧૯૦ રૂપિયાની રકમ જમા કરાવી દીધી. વીમા-પૉલિસીના ક્લૉઝ મુજબ રૂમ-રેન્ટની ૨૫૦૦ રૂપિયાની રકમ મેળવવાપાત્ર હતી, જ્યારે હૉસ્પિટલના બેડ-ચાર્જિસ ૪૦૦૦ રૂપિયા હતા. આથી નામંજૂર થયેલી રકમની કપાત નિયમાનુસાર હોવાથી દાવાની પૂર્ણ રકમ મંજૂર કરવામાં આવી હોવાથી ૧૦ મહિનાના માનસિક સંતાપનો હિમાંશુભાઈની હોશિયારી અને કાર્યદક્ષતાથી સુખદ અંત આવ્યો. ચંદ્રકાંતભાઈ હિમાંશુભાઈના ગુરુ હોવાથી અને પોતે તેમની વિટંબણાના અંત માટે નિમિત્ત બન્યા હોવાથી તેમને પણ અતિ આનંદ થયો.

Comments (0)Add Comment

Write comment
quote
bold
italicize
underline
strike
url
image
quote
quote
smile
wink
laugh
grin
angry
sad
shocked
cool
tongue
kiss
cry
smaller | bigger

security code
Write the displayed characters


busy
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK