ગાંજા-ચરસ એટલે કે મૅરિજુઆનાને કાનૂની બનાવીને સરકાર યુવક-યુવતીને મરી જવાને શૉર્ટકટ રસ્તે ન ચડાવે

આપણા દેશના એક અંગ્રેજી છાપાએ ૧-૮-૧૭ના અંકના તંત્રીલેખમાં ગાંજા-ચરસ અગર અંગ્રેજીમાં જેને કૅનબીસ (Cannabis) અગર મૅરિજુઆના કહે છે એને કાનૂની બનાવવા સરકારને અપીલ કરી છે!

પ્રેરણાની પળે - કાન્તિ ભટ્ટ

પ્રથમ તો અમુક ૮૦થી ૯૦ ટકા ગુજરાતના નાગરિકો જે મૅરિજુઆનાને જાણતા નહોતા તે કણોર્પકર્ણ મિત્રો દ્વારા આ વાત ઊલટાના જાણતા થયા છે. ઉપરાંત પૈસાવાïળા લોકો જે અંગ્રેજી છાપા દ્વારા આ વાત જાણશે તેમને મનોરંજનનું નવું વ્યસન જાણવા મળશે. કમાલ એ વાતની છે કે મોટા ભાગના અંગ્રેજી વાંચનારાની છાપ છે કે દારૂ કે બિઅર કરતાં મૅરિજુઆના નિર્દોષ છે. હું એને નિર્દોષ માનતો નથી. એનું નામ જ સૂચક છે. મૅરિજુઆના એટલે આ તત્વને રવાડે ચડો એ મોતને રસ્તે મરી જવાનો રસ્તો છે. બીજી કમાલ એ વાતની છે કે મૅરિજુઆના કે ચરસને રવાડે ચડનારો બૅન્ગલોરના એક તંત્રીનો દીકરો આ ગર્દને રવાડે ચડેલો. તે પસ્તાયો પછી ૧૦ વર્ષે મૅરિïજુઆનાના રસ્તેથી પાછો ફર્યો અને તેને પોતાના અનુભવ લખવાનાં અઢળક ઇનામો મળ્યાં. આ બૅન્ગલોરી યુવાને કેટલાંબધાં યુવક-યુવતીને દિલ્હીમાં કે બૅન્ગલોરમાં ડ્રગ્ઝને રવાડે ચડાવ્યાં એ શોધી કાઢી તે યુવાનને એ માટે જવાબદાર હોય તો તેને શિક્ષા કરવી જોઈએ; એને બદલે તેને ઇનામો મળે છે, પ્રશસ્તિ મળે છે. અહીં સુધી મૅરિજુઆનાની થોડી આડી વાત થઈ. હવે આપણે મૅરિજુઆના, ગાંજા, ચરસ અને કોકેન કે જેને અંગ્રેજીમાં કૅનબીસ કહે છે એની પકડ ભારતનાં યુવાનો અને યુવતીઓ પર કેટલી છે એ જોઈએ. લેખકો ગાંજા-ચરસ અને કૅનબીસ વિશે પુસ્તકો લખીને ધીંગા થયા છે ત્યારે વ્યસનીઓ કબર કે ઠાઠડીભેગા થયા છે!

મને આજે મૅરિજુઆના ઉર્ફે કૅનબીસ કે ગાંજા-ચરસ વિશે લખવાનું એટલે મન થયું કે અંગ્રેજી અખબારે દોઢડાહ્યા થઈને મૅરિજુઆનાને ભારતમાં કાયદેસર બનાવવા તંત્રીલેખમાં (૧-૮-૧૭) લખ્યું છે. કંઈ પણ બીજું લખતાં પહેલાં હું મા-બાપો અને જુવાન યુવક-યુવતીના હૃદયથી અપીલ કરું છું કે ભારતના સુપુત્ર કે સુપુત્રી તરીકે તમારે હવે ૨૦૧૭માં એવો ગાળો આવ્યો છે કે તેઓ આ ગાળામાં આધ્યાત્મિક ઉન્નતિ જ સાધવાની છે એમ માનીને સંસારી સંત તરીકે જીવે. અંગ્રેજી અખબાર લખે છે એમ એક કેમિકલના છોડમાંથી વ્યસનવાળી અને મારક ટેવ પાડવાની નથી જ નથી. વળી અંગ્રેજી અખબારો લખે છે એ રીતે ગુજરાતનાં યુવક-યુવતીમાં હજી બહુ ઓછા લોકો એને જાણે છે.

ફરી, ફરી, ફરી દિલ્હીમાં વડા પ્રધાન મોદીને અને ગુજરાતમાં મુખ્ય પ્રધાનને અપીલ કરું છું કે કોઈ અંગ્રેજી અખબારો મૅરિજુઆનાને કાનૂની બનાવવાનું કહે એને નજરઅંદાજ કરે, કારણ કે એને કાનૂની કરવાથી એમાં એ બધાં અંગ્રેજી અખબારોનો સ્વાર્થ સધાય છે; કારણ કે ગાંજા-ચરસ (મૅરિજુઆના)ના આંતરરાષ્ટ્રીય કે રાષ્ટ્રીય વેપારીઓ કરોડોને ખર્ચે જાહેરખબરો અંગ્રેજીમાં આપશે. અંગ્રેજી અખબારોને તો જાહેરખબરની આવકમાં રસ છે. ઘણી વેબસાઇટે લખ્યું છે કે મૅરિજુઆનાનો મેડિકલ ઉપયોગ થઈ શકે છે. અરે વાચકસાહેબ! તમારી નાનીમોટી અનિદ્રા, બેચેની કે બીજી ફરિયાદોને ભારતની મેડિટેશનની પુરાણી પદ્ધતિથી સાવ મફતમાં મટાડી શકાય છે. મૅરિજુઆના કે કૅનબીસ ઇલાજ તરીકે લેવું એ ‘બકરું કાઢતાં ઊંટ પેસે’ એવી વાત છે. ઘણાં યુવક-યુવતીનાં જીવન બરબાદ થયાં છે. આજે થાય  છે.

અમેરિકનોમાંથી ઘણા પાસે અઢળક ધન છે એટલે આંકડા પ્રમાણે ૪૩ ટકા અમેરિકનો ૨૦૧૫માં કૅનબીસ (ગાંજા-ચરસ) લેતા હતા એ ૨૦૧૬માં વધીને ૫૧ ટકા થયા છે. હું મેડિકલ આધાર સાથે કહી શકું છું કે તમે માત્ર મહિના સુધી ગાંજા, ચરસ, મૅરિજુઆના લો તો તમારું લિવર ખરાબ થવા લાગે છે. ગાંજા-ચરસની ચૂસકીઓ લીધા પછી તમારો સ્વભાવ ચિંતાવાળો અને ખોટેખોટાં ભયભીત સપનાંવાળો થઈ જાય છે.

તમારી સ્મરણશક્તિને મૅરિજુઆના બુઠ્ઠી બનાવે છે. બ્રૉન્કાઇટિસ - શ્વાસનું દર્દ ઘર કરે છે. ગાંજાનો જે ધુમાડો તમે શ્વાસનળીમાંથી કાઢો છો એ ધુમાડામાં પચાસ જાતનાં હાનિકારક રસાયણો હોય છે. મારી દૃષ્ટિએ સૌથી ખરાબ અસર યુવાનો-યુવતીઓનાં મગજ પર થાય છે. વિકીપીડિયા એના મૅરિજુઆના વિશેના લેખોમાં ‘નરો વા કુંજરો વા’ કહીને સ્પષ્ટ રીતે ગાંજા-ચરસના નુકસાનને વર્ણવતા નથી. એટલે ભારતીય વાચકો અને ખાસ તો ગુજરાતના વાચકોએ આત્મચિંતન કરીને આ મૅરિજુઆનાના વ્યસનની નવી ઘો જીવનમાં ઘાલવી નહીં. ગાંજો-ચરસ ફૂંકીને મોટર ચલાવનારા કે દારૂ પીને મોટર ચલાવનારા આજે પોલીસને ન ગાંઠે એટલા અકસ્માતો કરે છે. એનું પ્રમાણ ત્રણથી ૧૫ ગણું થઈ ગયું છે. કૃપા કરી ગુજરાતી વાચકો મૅરિજુઆનાના ગમેતેટલા ‘ફાયદા’ લખ્યા હોય તો પણ એનાથી દૂર રહે. તથાસ્તુ.

Comments (0)Add Comment

Write comment
quote
bold
italicize
underline
strike
url
image
quote
quote
smile
wink
laugh
grin
angry
sad
shocked
cool
tongue
kiss
cry
smaller | bigger

security code
Write the displayed characters


busy
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK