ધત તેરી કી

કવિતાસાહિત્યમાં સર્જકયુગલોને જોઈને આનંદ થાય છે.


અર્ઝ કિયા હૈ - હિતેન આનંદપરા

રાજેન્દ્ર પટેલ-દક્ષા પટેલ, અશ્વિન ચંદારાણા-મીનાક્ષી ચંદારાણા, રિષભ મહેતા-ગાયત્રી ભટ્ટ જેવાં અનેક સર્જકયુગલ કાવ્ય-સંવેદનાને પોતીકી રીતે સ્પર્શી રહ્યાં છે. આ યાદીમાં રાજકોટનિવાસી કવિ દીપક ત્રિવેદી-હર્ષિદા દીપકનો સમાવેશ આવકાર્ય છે. હર્ષિદા દીપકનો ગીતસંગ્રહ ‘ઝાકળની હેલી’ તથા દીપક ત્રિવેદીનો ગઝલસંગ્રહ ‘ધત તેરી કી’ તાજેતરમાં પ્રગટ થયા. આ ગઝલસંગ્રહમાંથી થોડું તેજ ઉઘરાવીએ.

મીરાંએ જે પીધો છે

એ જ અમારે પીવો છે

પ્યાલો દાસી જીવણ લાવો

હું પણ અહીંયાં બેઠો છું


કળિયુગ સત્યની પરીક્ષા નથી કરતો, પણ આકરી કસોટી કરે છે. વારંવાર તમારે પુરવાર થવું પડે. મોરારીબાપુએ નરેન્દ્ર મોદીની રાષ્ટ્રભક્તિને જાહેર મંચ પર બિરદાવી. પપ્પુઓ, લાલુઓ, હાર્દિકો જેવા વેંતિયાઓ સામે વડા પ્રધાન જેવા હોદ્દે હોવા છતાં ચૂંટણીની ચોપાટ રમવા ઊતરવું જ પડે એવા સંજોગો નમો માટે ઊભા થઈ ગયા. દેશના ઉદ્ધાર માટેની સંકલ્પશક્તિ સત્તાનાં સમીકરણ સાચવવામાં વેડફાતી રહે એ માહોલ ખિન્ન કરનારો છે.

હવે ગિરધારી પિતાંબર તો ફેંકો

અમે ભગ્ન વસ્ત્રોય ટાળી ઊભેલાં

સળગતો હશે હાથ અંધારપટનો

યુગોથી અમે રાતપાળી ઊભેલાં


ગુજરાતની ગાડે પાટે ચડી છે ત્યારે એને ખેરવી નાખવાની ચહલપહલ ચાલી રહી છે. દુકાળ અને દંગામાંથી મુક્ત થયેલું ગુજરાત ફરી પાછું ફિસાદના ફ્લૅશબૅક અને કૌભાંડોના કમઠાણમાં ન ધકેલાય તો સારું. રાહુલ ગાંધીની જગ્યાએ રતન તાતા કે નંદન નીલેકણી જેવા કાર્યદક્ષ હોય તો હજીયે વિકલ્પ વિશે હકારાત્મક વિચારાય. અહીં તો વિકલ્પ જ વેદિયો છે. ઘણી વાર એવું પ્રતીત થાય છે કે દેશને દૃષ્ટિ વિનાના વારસાગત નેતૃત્વને બદલે ર્દીઘદૃષ્ટિ ધરાવતા પ્રોફેશનલ CEOની વધારે જરૂર છે. એકવીસમી સદીમાં જ્ઞાતિવાદને વકરાવે એના બદલે બિઝનેસને ફેલાવે એવા વાણિયાની જરૂર છે.   

તં જ મથુરા, તું જ કાશી

તું જ તારો છે પ્રવાસી

જે ક્ષણોને ભોગવી તેં

એ જ મારાં દાસ-દાસી

જો તમે ઉદ્યોગગૃહના ખેરખાંઓનાં ઠરેલ મંતવ્યો સાંભળો અને વિપક્ષી નેતાઓનો અગ્નિ-આક્રોશ સાંભળો તો ભેદ સમજાઈ જશે. જેમને ભારતના રાજકારણ સાથે લેવાદેવા નથી એવી દેશ-વિદેશની સંસ્થાઓ ભારતનું ઊજળું ચિત્ર આંકી રહી છે. વર્લ્ડ બૅન્કના રેટિંગમાં ભારતે ૩૦ અંક કૂદી ૧૦૦મું સ્થાન પ્રાપ્ત કર્યું એને વધાવવાને બદલે રાહુલ ગાંધીએ એને ફિક્સિંગ ગણાવી પોતાની મર્યાદિત બુદ્ધિનું અમર્યાદિત પ્રદર્શન કર્યું. વિપક્ષનો તો ધર્મ જ વિરોધ કરવાનો હોય એ માન્યું, પણ વિરોધ વજૂદ વગરનો હોય ત્યારે કાંખઘોડી વગરના અક્ષમ જેવી સ્થિતિ થાય. અમેરિકામાં જેમ વાચાળ ટ્રમ્પની પસંદગી થઈ એમ જો ૨૦૧૯ની ચૂંટણીમાં રાહુલ ગાંધીની પંસદગી થઈ ગઈ તો? તો આ પંક્તિઓ સાથે અફસોસ અને પ્રfન બન્ને મુબારક.

ઘરની પછીત તટશે તો શું કરીશ તું?

સપનું હરિત તૂટશે તો શું કરીશ તું?

તારા પ્રયત્નમાં સદા અજવાળતું જે મન

સઘળું લલિત તૂટશે તો શું કરીશ તું?


આપણો દેશ પાકિસ્તાનની દોંગાઈ, ચીનની અવળચંડાઈ અને દેશવિરોધી તત્વોની નમકહરામીથી ઘેરાયેલો છે. હદ તો ત્યારે થાય જ્યારે કાશ્મીરમાં આતંકવાદીઓ ઉપરના હુમલાઓ વિશે માનવાધિકાર સંગઠનો બબાલ કરે. આતંકવાદીઓ અને તોફાની તત્વો પ્રત્યે તેમના બિકાઉ રોમેરોમમાં સૉફ્ટ કૉર્નરના ધધુડા વહે છે. ભારતીય સેનાએ સરકાર પાસે કદાચ નીચેની પંક્તિઓ પ્રમાણે વાત કરી હશે, જેને સરકારે સ્વીકારી અને એનાં સારાં પરિણામ કાશ્મીરમાં દેખાઈ રહ્યાં છે.  

તં મને હિંસાનો કોઈ ઉપદેશ દે

ગામમાં તો તીડનાં ધાડાં પડેલાં છે

આ અહિંસાશાસ્ત્રને ગોખીને શું કરું?

અહીં બધાની આંગળીના નખ વધેલા છે


પ્રત્યેક જણ પોતાનું કર્મ કરીને અહીંથી વિદાય લે છે. હવનમાં હાડકાં નાખનારાઓ અને હવનમાં આહુતિ આપનારાઓ દરેક દેશમાં મળશે. ભારતમાં શક્તિ ખર્ચાય છે એના કરતાં વધારે વેડફાય એનો રંજ છે. છતાં આ રંજને કોરાણે મૂકી એક શાશ્વત સત્યને પ્રમાણ કરીએ.  

નથી ભીંજવાતો, નથી હું દઝાતો

નથી મૃત્યુ મારું, ભલે દેહધર છું

તમે ઝેર આપો કે અમૃત ચખાડો

શિવોહં શિવોહં નગરને નગર છું


ક્યા બાત હૈ


જટિલ કે સરલ મનમાં જ હોય છે

ચલિત કે અચલ મનમાં જ હોય છે

એનું સ્વરૂપ શું જેનું નથી સ્વરૂપ?

સઘન કે તરલ મનમાં જ હોય છે

જો વાંચી શકો ભીતર તો ખબર પડે

શુષ્ક કે સજલ મનમાં જ હોય છે

સરખું જ હોય છે ત્વચાનું આવરણ

સલિલ કે અનલ મનમાં જ હોય છે

અંદરથી સ્થિતપ્રજ્ઞ તું થાય તે પછી

મુકામ કે મજલ મનમાં જ હોય છે

- દીપક ત્રિવેદી


Comments (0)Add Comment

Write comment
quote
bold
italicize
underline
strike
url
image
quote
quote
smile
wink
laugh
grin
angry
sad
shocked
cool
tongue
kiss
cry
smaller | bigger

security code
Write the displayed characters


busy
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK