જ્ઞાન! રવિદાસ નામના હરિજનને મળેલા જ્ઞાન અને નૉલેજ શબ્દની વધુ ચિકિત્સા

અંગ્રેજીમાં જ્ઞાનને નૉલેજ કહે છે (Knowledge).


પ્રેરણાની પળે - કાન્તિ ભટ્ટ

ધ રાઇટ ટુ નો ઇઝ લાઇક ધ રાઇટ ટુ બી

માનવીને જ્ઞાનનો જે હક છે એ તેના જીવવા માટેનો ફ્ન્ડામેન્ટલ હક છે

- જ્યૉર્જ બર્નાર્ડ શૉ

(ડૉક્ટર્સ ડાઇલેમા ૧૯૧૩)

અંગ્રેજીમાં જ્ઞાનને નૉલેજ કહે છે (Knowledge). તમે માનશો કે બ્રિટિશ એન્સાઇક્લોપીડિયામાં ‘નૉલેજ’ શબ્દ જ નથી? એટલે તમારે જ્ઞાન માટે યુરોપિયનોનાં ડાચાં ખોલાવવાં નહીં. જ્ઞાન વિશે સર ફ્રાન્સિસ બેકને બહુ વહેલાસર ૧૫૯૭માં કહેલું કે ‘નૉલેજ ઇઝ પાવર’. જ્ઞાન એક અનોખું બïળ છે. હું કાન્તિ ભટ્ટ સાઠ-સાઠ વર્ષથી માહિતીપ્રદ લેખો એકધારા લખું છું તે મારા ગુરુ હરકિસન મહેતાની શીખને કારણે. હું ૬૦ વર્ષ પહેલાં પ્રહસનના રમૂજી લેખો જ લખતો, પણ હરકિસનભાઈએ મને માહિતીપ્રદ, આખી દુનિયામાં ફરીને અમેરિકાના સોનાના ભંડારથી માંડીને કુંભારના ઘડુલામાં જે માટી માટે ઘડાય છે એ માટી વિશે લેખો લખ એમ કહ્યું. આપણું બધું જ્ઞાન જે જાણીએ એ લોકોને પીરસવાનું છે. ગામડાંમાં બહેનો ચાકળા બનાવે છે. એ ચાકળા પર પંખી ચીતરે છે એ પણ એક જ્ઞાનનું પ્રદર્શન છે. હા, એટલું ખરું કે જેટલું વધુ જાણશો એટલી વધુ ઉપાધિ...  બાઇબલે જ તમને ચેતવ્યા છે, ‘હી ધૅટ ઇન્ક્રીઝિઝ નૉલેજ ઇન્ક્રીઝિઝ સૉરો.’ જે જ્ઞાન વધારે છે તે તેની જિંદગીની પીડા વધારે છે. મારા કહેવાતા જ્ઞાન કે ઇન્ફર્મેશન કે માહિતીને કારણે હું ૮૭ વર્ષની ઉંમરે પણ સુખથી સૂઈ શકતો નથી. પણ એ ‘જાણવાનું દુ:ખ’ અજ્ઞાનના દુ:ખ કરતાં સારું છે.

જ્ઞાનને કોઈ મર્યાદા નથી. રશિયન ફિલસૂફ નામે દોસ્તોયેવ્સ્કીએ ગૅરન્ટી આપેલી કે તમે લીધેલું નૉલેજ, જ્ઞાન કદી જૂનું થવાનું નથી. અને તમે શોધો એ છાપે પછી કંઈક નવું શોધવાનું બાકી રહે છે. ૨૦૧૮-૨૦૨૦ કે આગળનાં વર્ષોમાં શોધાશે.

ડૉ. બેન્જામિન ફ્રૅન્કલીને ચેતવ્યા છે કે તમારે તમારા જ્ઞાનનું ગુમાન ન કરવું. જ્ઞાનથી ગર્વ કરવો એ કોઈ પ્રકાશથી અંજાઈ જવા જેવી વાત છે. હંમેશાં તમે જે પ્રકાશ જુઓ છો એનાથી સવિશેષ ઊજળો પ્રકાશ અસ્તિત્વમાં છે. હા, સૂર્ય અંતિમ દિવ્ય ગોળો છે. એનાથી ઊજળો પ્રકાશ નથી. સાચું?

પણ.. પણ... આપણો વિષય બહુ ફિલોસૉફીને વિકસાવવાનો નથી. માણસે જ્ઞાનપિપાસુ થવું જોઈએ અને માહિતીપ્રદ લેખો લખનાર ગુરુએ કહ્યું એ પછી મેં ૬૦ લાખ રૂપિયાનાં પુસ્તકો અને ઘરમાં વસાવ્યાં છે, ખરીદ્યાં છે. એમાં વીસ ટકા પુસ્તકો ફિલોસૉફી અને ધર્મનાં છે. કંઈ પણ નવું જાણવાનો તમારો જન્મસિદ્ધ હક છે. જ્ઞાનથી નૉલેજની તરસ અને ભૂખ પૈસા જેવી ભૂખ છે તમે જેમ- જેમ વધુ જ્ઞાન મેળવતા જાઓ છો તેમ વધુ-વધુ જ્ઞાન મેળવવાની ઇચ્છા થાય છે.

વારંવાર યાદ રાખો કે જ્ઞાન આત્માની એક આંખ છે. એ આંખ દ્વારા આપણે દુનિયાને પારખીએ છીએ.

‘જ્ઞ’ શબ્દ એક જબ્બર અવકાશી તત્વનો શબ્દ છે એટલે ચંદ્રમા એવો અર્થ પણ થાય છે. ખોજા લોકો જૂના વખતમાં માનતા કે વિષ્ણુના સત્તર માહેનો આઠમો અવતાર! પરમાત્મા સંબંધી સમજ એટલે જ્ઞાન - આ ખોજા લોકોનું કારણ છે.

ભક્તકવિ અખાએ જ્ઞાન વિશે આખી કવિતા લખેલી. ગીતા પંચામૃતમાં જ્ઞાનનું સ્વરૂપ આપતાં કહ્યું છે કે સતત માણસના ક્ષમાભાવ, અદંભીપણું, શૌર્ય અને અહિંસાના ગુણો કેળવવાના છે. બસ, માનવી ક્ષમાનો ગુણો કેળવી લે એટલે પૂર્ણ મનુષ્ય થવામાં થોડીક જ ખામી રહે છે. એ ખામી માત્ર ઈશ્વર જ પૂરી કરી શકે છે.

Comments (0)Add Comment

Write comment
quote
bold
italicize
underline
strike
url
image
quote
quote
smile
wink
laugh
grin
angry
sad
shocked
cool
tongue
kiss
cry
smaller | bigger

security code
Write the displayed characters


busy
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK