કોયલ તારા ગાનના સ્વરને ટહુકાનોય ત્રાસ છે!

જગતના કવિઓ કે રોમૅન્ટિક લેખકો ગમે તે કહે, પણ હું મારા તરફથી કહું છું કે જે યુવક-યુવતીએ જુવાનીમાં રોમૅન્સ ન કર્યો તેનું જીવન ધૂળ છે.

પ્રેરણાની પળે - કાન્તિ ભટ્ટ

વસંત ઋતુ આવે કે કોઈ પણ ઋતુમાં જ્યારે કોકિલા-કોયલ ટહુકો કરે અને જેના હેયામાં થોડા ઘા વાગે એ જ ખરા પ્રેમી માનવ છે. એ ખરાં નર અને નારી છે.

એક કોયલના ટહુકા ભેગા જુવાનીના રોમૅન્સના દહાડા યાદ આવવા જ જોઈએ. ઘણી વખત રોમૅન્સ કરવા જતાં કે પેþમ કરવા જતાં જીવનું જોખમ પણ આવી પડે છે. અરે ખરો પ્રેમી કે પ્રેમિકા એ જ છે જે એકતરફી પ્રેમ કરવા જતાં મોટો હડદોલો ખાધો છતાં તે પ્રેમ કર્યાનો પસ્તાવો ન કરે. તેણે એકતરફી એકપક્ષી પ્રેમ કર્યો એ પણ પરમાત્માની મોટી સાધના છે. ડૉ. થૉમસ કેમ્પબેલ એક ડૉક્ટર કરતાં નિરાશ પ્રેમીઓના સલાહકાર વધુ હતા. તેની પાસે પ્રેમ કરીને પસ્તાયેલી યુવતી કે યુવક આવે તેને એક વાક્ય સંભળાવતા :

Better to be courted and jilted than never be courted.

અરે ભાઈ કે અરે બહેન, અફસોસ શેનો કરે છે? એક વખત રિજેક્ટ થઈ, પણ તેં પ્રેમ તો કર્યો કે નહીં? તારા પ્રેમીએ તને ક્ષણિક પ્રેમ કરીને ભલે છોડી દીધી. કદી જ તારાથી કોઈ મોહિત ન થયું હોય એ સ્થિતિ સારી નથી. શરમજનક છે. કોઈક તો આપણા રોમૅન્સમાં પડવું જ જોઈએને? અંગ્રેજીમાં પ્રેમ કરવા આવનારને કોર્ટશિપ કરનારો કહે છે. એક વાત લખી લો કે કોઈ સ્ત્રી તમને છેતરતી નથી. તમે જે ખોટી રીતે માની લીધું કે ફલાણી છોકરી તમારાથી આકર્ષાઈ છે એ આકર્ષણ કે  ઇન્સ્ટન્ટ રોમૅન્સ પશ્ચિમની રીત છે. ભારતની રીત બહુ સંયમિત છે. સ્ત્રી રોમૅન્સ બાબતમાં કે પ્રેમની બાબતમાં બહુ ધીમાં ડગલાં ભરે છે.

રોમન કાïળના પ્રેમી ઓવિડ (Ovid) પ્રખ્યાત થઈ ગયા. તેણે કહેલું કે જ્યારે કોઈ લલના તમારી પાછળ પડે ત્યારે તમે તત્કાળ દૂર રહેજો. તમે જેટલા દૂર રહેશો એટલી તે આકર્ષાશે. તેને ટૂંક સમયમાં પ્રેમનો તૈયાર લાડવો હાથમાં આપી નહીં દેતા!

પ્રેમ વિશેના વિદ્વાનો અને ખાસ કરીને પ્રેમના નિષ્ણાતોનાં મંતવ્યો જરા વિચારવા જેવા છે. એ વાંચો:

૧. તારક મહેતા અને મારે પ્રેમ વિશે સંવાદ થાય ત્યારે તારકભાઈ કહે છે

‘જો ભાઈ કાન્તિ! પ્રેમ સાચો હોય તો જરૂર તારા ખોળામાં પ્રેમિકા પડશે.

પણ પ્રેમનો એક મોટો દુશ્મન છે.

કોણ? કોણ? જવાબ: પ્રેમનો

મોટો દુશ્મન આ જિંદગી છે. Love's greatest enemy is life!

૨. બીજા એક તારકભાઈ જેવા જ ઉસ્તાદ પ્રેમમાં ધીમેથી પગલાં ભરનારને કહેતા કે

ભાઈ, પ્રેમમાં કોઈ સાવધાની ન હોય!

અસાવધ હોય અને છેતરાવા તૈયાર હોય તે જ પ્રેમ કરી શકે છે. પ્રેમમાં તો કાઠિયાવાડી ભાષામાં ખાબકવું જોઈએ. ભલે લોહીલુહાણ થવાય.

૩. સર ફ્રાન્સિસ બેકને એક સનાતન સત્ય પ્રેમની બાબતમાં ઉચ્ચારેલું. ૧૯૩૭માં બહુ વહેલાસર તેમણે કહેલું કે પ્રેમીઓને ચેતવેલા કે તમે ડાહ્યા છો? તો પ્રેમમાં પડશો નહીં. ઇટ ઇઝ ઇમ્પૉસિબલ ટુ બી વાઇઝ ઍન્ડ ટુ લવ. ડાહ્યા માણસો પ્રેમ કરી શકતા નથી! સાચું? પ્રેમ કરવો એ પાગલપણાની નિશાની છે. પાગલ થવા તૈયાર છો? તો જરૂર પ્રેમ કરજો. જ્યારે વસંત ઋતુ આવે અને કોયલના ટહુકાર સાથે તમારા હૃદયના થડકાર વધી જાય ત્યારે જ તમે ખરા પ્રેમી છો એ પુરવાર થાય.

૪. પ્રેમમાં ડરવા જેવું કંઈ નથી, પણ તમે જેને પ્રેમ કરો તેનો પ્રેમ પર્ફેક્ટ હોવો જોઈએ. અધૂરી અબળખા લઈ આવનારને પ્રેમ કરશો નહીં. પ્રેમમાં ફના થઈ જનારા જ પ્રેમ કરી શકે છે.

૫. પણ પ્રેમમાં પડવું એ સાવ ગાંડપણની જ ક્રિયા નથી. ‘ધ મીટિંગ ઇન અ ડ્રીમ’ નામના પ્રેમ વિશેના પુસ્તકમાં જ્યૉર્જ લુઈ બોર્જિસે કહેલું ‘ટુ ફૉલ ઇન લવ ઇઝ ટુ ક્રીએટ. પ્રેમમાં પડવું એ એક સર્જન છે... હું તો કહું છું કે તમે પ્રેમમાં પડો છો ત્યારે એક નવો ધર્મ સ્થાપો છો. પ્રેમ કરવો એ એક મોટો ધર્મ છે! એ હિસાબે હું ધર્મિષ્ઠ છું.

૬. પર્લ એસ. બક નામની ઇંગ્લૅન્ડની મશહૂર લેખિકાએ પ્રેમ વિશે જાણે અંતિમ સત્ય ઉચ્ચાર્યું હોય એમ કહેલું - Love Dies Only when growth stops! પ્રેમ સદા જીવંત રહીને પ્રેમનું પ્રમાણ વધતું જાય ત્યાં સુધી પ્રેમ તાજો રહેવો જોઈએ. પ્રેમીઓ જ્યારે એકબીજામાં ઓતપ્રોત થઈને એકબીજામાં સમાઈ જાય ત્યારે પ્રેમ આગïળ વધે છે.

૭. કોયલ જ્યારે ટહુકો કરે અને તમારું મન શિયાવિયા થાય ત્યારે તમે ખરા પ્રેમી પુરવાર થાઓ છો.

Comments (0)Add Comment

Write comment
quote
bold
italicize
underline
strike
url
image
quote
quote
smile
wink
laugh
grin
angry
sad
shocked
cool
tongue
kiss
cry
smaller | bigger

security code
Write the displayed characters


busy
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK