એક અજનબી થવું

ભારતમાં છેલ્લાં થોડાં વરસોથી વરસાદ પ્રમાણમાં સારો છે.

અર્ઝ કિયા હૈ - હિતેન આનંદપરા

એ જ રીતે ગઝલરસિકો માટે નામી-નવા શાયરોના ગઝલસંગ્રહો સારી સંખ્યામાં પ્રગટ થતા રહે છે. લખાય છે, છપાય છે; પણ વાચકો સુધી પહોંચવાનું કામ રાજ્યસભામાં વિરોધ પક્ષને મનાવવા જેવું અઘરું છે. સામાન્ય રીતે કાવ્યસંગ્રહો ૫૦૦ કૉપીમાં સમેટાઈને સંતોષ પામે છે. કવિને ત્યાંથી મોટા ભાગે ગિફ્ટ તરીકે બીજાને ત્યાં પ્રસ્થાન કરે છે. વડોદરાના શાયર ગુલામ અબ્બાસ નાશાદનો છઠ્ઠો ગઝલસંગ્રહ અનિદ્રાવશ હાથમાં આવ્યો એટલે ઉજાગરો કરીને એમાંથી થોડા અશઆર તારવ્યા છે...

સચ્ચાઈ સાફ સાફ જીરવવી નથી સહેલ

પૂરા નહીં તો લોકોને અડધા જગાડીએ

બાંધે છે માળો તોપમાં આજે કબૂતરો

ખામોશ છે યુગોથી એ કિસ્સા જગાડીએ


કાશ્મીરમાં ૯૦૦ જણના ટોળામાંથી પસાર થવા માત્ર નવ જણની ટીમ સાથે મેજર લીતુલ ગોગોઈએ અભૂતપૂર્વ નિર્ણય લીધો. એક કાશ્મીરી યુવકને જીપની આગળ બાંધી, ટોળા પર માનસિક દબાણ લાવીને મોટો હુમલો ટાળ્યો. આપણા લશ્કરે આ નિર્ણયને બિરદાવ્યો, પણ ફારુક અબદુલ્લા અને ઓમર અબદુલ્લાની નૅશનલ કૉન્ગ્રેસના પ્રવક્તા જુનેદ મટ્ટéએ આર્મીને બિરદાવવાને બદલે નાગરિકી અધિકારના બેસૂરા રાગડા તાણ્યા. આવા અનેક દેશદ્રોહીઓ ભારતમાં જીવે છે એ આપણાં ખતરનાક કમભાગ્ય છે. જૂઠની બોલબાલા સરેઆમ વધતી જ જાય છે.

આંખોની સામે શું છે કળાતું નથી હવે

સાચી દિશા છે તોય ચલાતું નથી હવે

ઈશ્વરની સ્તુતિ જેવું ગવાતું નથી હવે

ને સત્યમેવ જયતે લખાતું નથી હવે


અખંડ જ્યોત જલતી હોય એનાથી વિપરીત કાશ્મીરમાં અખંડ અરાજકતા પનપે છે. અમને ખ્યાલ છે કે આ ગઝલને લગતી કૉલમ છે, પણ સાહિત્ય હંમેશાં સમાજના પડઘા ઝીલતું હોય છે. કવિતા માત્ર વ્યક્તિગત સંવેદના પૂરતી સીમિત નથી હોતી. સ્વર્ગ જેવા કાશ્મીરને આતંકવાદે કેવું બનાવી દીધું છે એનો આછો અણસાર આ પંક્તિઓમાં જોઈ શકશો...

વિષાદ, ત્રાસ, ઉપાધિ, અગન, વ્યથા જેવું

જીવન નથી અહીં શીતલ કોઈ હવા જેવું

એ સ્વર્ગ, હૂર, સુરા, સઘળું સુખ ગગનમાં છે

ધરા ઉપર ન મળે કંઈ જ ધારણા જેવું


કાશ્મીરના પંડિતોએ વરસો પહેલાં સામૂહિક હિજરત કરવી પડી. કામકાજ અને ધંધાના વિકાસાર્થે વતન છોડવું પડે એ સ્વાભાવિક વાત છે. દુશ્મનોની પેંતરાબાજીને કારણે વતન છોડવું પડે એ આઘાત છે. ગેરકાયદે બાંધકામ કર્યું હોય અને નગરપાલિકા ઘર ખાલી કરાવવા આવે તોય નિવાસીનો જીવ ઊંચો થઈ જાય, તો જેનું કાયદેસર ઘર હોય છતાં ખાલી કરવું પડે તેના સ્વમાનમાં કેવા ગોબા પડતા હશે એ વિચારો. 

પળપળનો આ તનાવ મને લઈને ક્યાં જશે?

યાયાવરી સ્વભાવ મને લઈને ક્યાં જશે?

આજે ફરીથી પૂછું છું ઓ જ્યોતિષી તને

તકદીરનો ઘુમાવ મને લઈને ક્યાં જશે?


જમીનનો એક ટુકડો આડો ફાટે ત્યારે આખા આસમાનને ઈજા પહોંચાડે. સૈનિકના હાથમાં AK-૪૭ નિમાણી પુરવાર થાય અને તોફાનીઓના હાથમાં ઉછીના પથ્થર બળૂકા પૂરવાર થાય એ આપણી સશક્ત લાચારી છે.

ના થવાનું થાય ને ધાર્યું કશું થાતું નથી

ભાગ્ય સાલ્લી ચીજ શું છે એ જ સમજાતું નથી


જિંદગી પણ આવી અનેક અસમંજસ, અવઢવ, સમસ્યાથી લિપ્ત હોય છે. કેટલીક વાર ચાર રસ્તે એવા અટકી જવાય કે ક્યાં જવું એની ખબર જ ન પડે. સાચા મિત્ર કે માર્ગદર્શક મળે તો ઊગરી જવાય. આ અપેક્ષા નિષ્ફળ નીવડે તો અંતે ઉપરવાળાને પ્રાર્થના કરવી પડે.

નસીબ સાથ નથી દેતું એટલા માટે

ઊઠે છે હાથ પ્રયાસો પછી દુઆ માટે

ઉકેલ શોધી લો જાતે હવે સમસ્યાનો

સમય નથી કોઈની પાસે સાંત્વન માટે


ઘડિયાળ બધા પાસે હોય, પણ સમય બધા પાસે નથી હોતો. ઘણુંબધું મેળવીને અંતે અહેસાસ થાય કે સંપત્તિ મળી, સુખ મળ્યું, સગવડો મળી; પણ શાંતિ ક્યાં ગઈ? ગ્લૅમરવિશ્વના સિતારાઓની પણ પોતાની આગવી વેદના હોય છે. પ્રસિદ્ધિ મળે પણ એકાંત ખોવાઈ જાય. પ્રાઇવસીની પાઇરસી થઈ જાય.

નાહક એ ધારી લીધું ફરિશ્તા નથી થવું

મોંઘું પડી ગયું મને એક માનવી થવું

ઓળખ ઊભી કરી પછી સાચવવી છે કઠિન

એથી તો સારું ભીડમાં એક અજનબી થવું


ક્યા બાત હૈ


દાખવી સાચી શરાફત એટલે પાછા પડ્યા

સમજી ચાહતને ઇબાદત એટલે પાછા પડ્યા

સત્ય હંમેશ જયજયકાર છે એ ધારેલું

સાવ ખોટી છે આ બાબત એટલે પાછા પડ્યા

અવગણાતું છે નિખાલસ આ હૃદય જાહેરમાં

છે હરીફોની કરામત એટલે પાછા પડ્યા

છળકપટ, થોડી બનાવટ જોઈએ વહેવારમાં

શુદ્ધતાની અમને આદત એટલે પાછા પડ્યા

આમ તો મંઝિલ લગોલગ પહોંચવા આવ્યા ને ત્યાં જ

મિત્રોની વરસી ઇનાયત એટલે પાછા પડ્યા

કેટલાયે મોરચે ઊખડ્યા છે મારા પગ પછી

ભાગ્ય જ્યાં ખેલે સિયાસત એટલે પાછા પડ્યા

દર્દ છે નાશાદની ગઝલોનો એક નોખો મિજાજ

લોક એ સમજ્યા શિકાયત એટલે પાછા પડ્યા

- ગુલામ અબ્બાસ નાશાદ

Comments (0)Add Comment

Write comment
quote
bold
italicize
underline
strike
url
image
quote
quote
smile
wink
laugh
grin
angry
sad
shocked
cool
tongue
kiss
cry
smaller | bigger

security code
Write the displayed characters


busy
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK