હિન્દુસ્તાનના દરેક જણને માતાના ધાવણમાં સંસ્કાર મળ્યા છે કે આખરે આધ્યાત્મિક જીવ બનીને જીવવું

ભૌતિક સિદ્ધિમાં આપણે હિન્દુસ્તાનના લોકો પાછળ રહ્યા નથી.

પ્રેરણાની પળે - કાન્તિ ભટ્ટ

કહતે હૈં ભૂકંપ સરીખા મંથન

સભી કે અંદર હોતા હૈ

લેકિન હમારા ફર્ઝ હોતા હૈ કિ

વહ વિષ કો અમૃત બનાકે જીના હૈ

ભૌતિકતા સે આધ્યાત્મિક્તા તરફ જાના હૈ

- અજ્ઞાત

જગતના તમામ લોકો માટે આ જીવન એક આધ્યાત્મિક સફર છે અને એકવીસમી સદીમાં ૨૦૧૭ પછી તો માનવે વધુ ને વધુ ભૌતિકતા ત્યજીને આધ્યાત્મિક બનવું પડશે. આજે આપણે છીએ એના કરતાં આવતી કાલે વધુ પ્રામાણિક, વધુ દયાળુ, વધુ કૃપાળુ અને બીજા માટે જ જીવવાનો મંત્ર અપનાવવો પડશે.

ભૌતિક સિદ્ધિમાં આપણે હિન્દુસ્તાનના લોકો પાછળ રહ્યા નથી. ખગોળશાસ્ત્રી અને નેહરુ પ્લૅનેટેરિયમના ભૂતપૂર્વ ડિરેક્ટર ડૉ. જે. જે. રાવલ જે અતિ વિદ્વાન અને આધ્યાત્મિક જીવ છે તે કહે છે કે ભૌતિક સિદ્ધિમાં તો ભારત પાછળ નથી. ગઈ કાલ સુધી આરબ દેશો પર ડીઝલ-પેટ્રોલ માટે આધાર રાખવો પડતો, હવે અવકાશમાં આપણા અવકાશવિજ્ઞાનીઓ સોલર પૅનલના થાંભલા મૂકશે. એ થાંભલા સૂર્યમાંથી વીજળી લઈને ‘મફત’માં વીજળી મેળવશે. પણ આ લેખની મુખ્ય વાત એ છે કે હવે આપણે ભૌતિક સિદ્ધિ બહુ મેળવી. અમેરિકા પણ જાણી ગયું છે કે માત્ર ધનિક થવું એ સુખી થવાની ચાવી નથી, હવે આધ્યાત્મિક બનવું પડશે. હિન્દુસ્તાન માટે એ લાભ છે કે આપણને હજારો વર્ષથી આધ્યાત્મિક બનવાના સંસ્કારો મળ્યા છે.

એ સંસ્કારોને કારણે આપણે આ ૨૦૧૭ પછીના ભૌતિક વિશ્વમાં અનોખી રીતે આધ્યાત્મિક બનીને જરૂર જીવી શકીશું, પણ આધ્યાત્મિક બનવું એટલે શું? કંઈ ભગવાં કપડાં પહેરીને જંગલમાં જવાની વાત નથી. આ જગતમાં જ રહીને અને જગતનાં સુખ-દુ:ખ સ્વીકારીને આધ્યાત્મિક જીવન જીવવાનું છે. તમને યાદ હશે કે તમારી માતા, દાદી કે ઘરના વૃદ્ધ લોકો વહેલી સવારે સૌપ્રથમ હવેલીએ જતા, મંદિરે જતા અને મસ્જિદે જતા. હજી જાય છે. પણ નવી પેઢીની પ્રજા તો કમ્પ્યુટર પાસે કે મોબાઇલના સંગમાં સવારનું જીવન શરૂ કરે છે. છતાં પણ હજી જૂના સંસ્કાર નવી પેઢીમાં પણ સૂતેલા પડ્યા છે. કવિવર રવીન્દ્રનાથ ટાગોરે એકસો વર્ષ પહેલાં નિર્ભેળ સત્ય ઉચ્ચારેલું, જ્યારે તમને મનમાં આવે એ સત્ય બોલી જ નાખો ત્યારે તમારે ‘કમ્પ્લીટ’ ટ્રુથ બોલવાની વ્યવહારુ રીતે જરૂર નથી. સત્યમાં થોડીક ખામી જરૂર રહી જાય છે. ઋષિમુનિઓએ પણ નરો વા કુંજરો વા જેવું મિશ્ર સત્ય બોલવું પડતું. આ ખામીપૂર્ણ સત્ય ન બોલવાની ખામી જરૂરી છે. અંતે માનવીએ પરસ્પર પ્રેમથી રહેવાની જરૂર છે. પણ એ છતાં શાયર ઉમર ખૈયામે કહ્યું એમ તમને મનમાં જે આવે એ સત્ય બોલી નાખવાનું છે. ડર રાખ્યા વગર બોલવાનું છે. સત્ય હકીકતમાં થોડીક ખામી રહી જાય તો ઐસી તૈસી! એક વિદ્વાને સરસ કહેલું કે ‘જ્યારે પણ બોલો ત્યારે સરળ બોલો. તમારા મનમાં આવે એ બોલી નાખો. ભલે પછી ત્યારે તમે ગઈ કાલે બોલ્યા હો એનાથી ઊલટું - કૉન્ટ્રડિક્ટ કરતું બોલવું પડે. પણ તમારે એક સિદ્ધાંત રાખવો પડશે કે આખરે તમારે આ જીવનમાં આધ્યાત્મિક જીવન જીવવાનું છે.

યોગાનુયોગ મારી પાસે લંડનનું રાજકીય-આર્થિક સાપ્તાહિક ન્યુ સ્ટેટ્સમૅન આવ્યું. એના વિદ્વાન લેખક ડૉ. વિલ સેલ્ફએ લખ્યું છે કે આપણે આજે એક એવી ગ્રીડી દુનિયા - લોભી દુનિયામાં જીવી રહ્યા છીએ જેમાં દરેક માનવીને ચારે કોરથી ચાર હાથે લાભો ખાટવા છે. તમે સવારનું છાપું ખોલશો તો કોઈકનું કૌભાંડ ભારતમાં અને ખાસ કરી મુંબઈ કે અમદાવાદમાં પકડાયું એના સમાચાર તમે વાંચશો. પણ એ વાંચીને તમારે નિરાશ થવાનું નથી. આવા લોભી-ગ્રીડી જણ બહુ જ ઓછા છે. માંડ આંગળીને વેઢે ગણાશે. હિન્દુસ્તાનમાં આજે આધ્યાત્મિક જીવનના ઇચ્છુક વધુમાં વધુ છે. ૯૯ ટકા લોકો સવારે સૂર્યનમસ્કાર કરશે. મંદિર કે મસ્જિદ કે ગુરુદ્વારા જશે. આપણામાં હજી ધાર્મિક સંસ્કારોની જ્યોત પ્રજ્વળે છે. એ જ્યોતને આપણે પોતે - તમારે એક જણે તો પ્રજ્વલિત કરવી પડશે અને જો તમે એક આધ્યાત્મિક બનશો તો આખું હિન્દુસ્તાન આધ્યાત્મિક બનશે.

Comments (0)Add Comment

Write comment
quote
bold
italicize
underline
strike
url
image
quote
quote
smile
wink
laugh
grin
angry
sad
shocked
cool
tongue
kiss
cry
smaller | bigger

security code
Write the displayed characters


busy
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK